Lagn ma Love - 3 books and stories free download online pdf in Gujarati

લગ્નમાં લવ - 3


"દિવુ, ચાલ તને ઊંઘાડી આવું." કહેતાં એનાં હાથને પકડી લકી એણે ઘરમાં સુવાડી આવ્યો.

"ઓહો હો! તારી કિસ વગર તો તારી દીવું ને ઊંઘ પણ નહિ આવતી હોય ને?!" દરવાજા પર જ જુહી હતી. એનાં શબ્દોમાં નારાજગી, ગુસ્સો બધું જ હતું.

"અરે બાબા, વી આર જસ્ટ ફ્રેન્ડસ!" લકી એ કહ્યું.

"હા, એટલે જ તો કહું છું, તારી સો કોલ્ડ ફ્રેન્ડ ને તો તારી કિસ વિના ઊંઘ પણ નહિ આવતી હોય ને!" જુહીએ ધારદાર નજર કરતા પૂછ્યું.

"બાય ધ વે, હું કોણ જે તને કઈ પૂછું!" એણે કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ.

"વેટ, પ્લીઝ ટ્રસ્ટ મી! અમારી બંનેની વચ્ચે એવું કઈ જ નહિ!" સાવ રડમસ રીતે લકી કહી રહ્યો હતો.

"ઓકે... પણ જો હવે તારી દિવું એ મને કઈ કહ્યું છે તો હું એણે..." એની વાત પૂરી થાય એ પહેલાં જ લકી એ વાત કાપતા પૂછ્યું - "શું? દિવ્યાએ તને શું કહ્યું?!"

"એ બધું હું તને કેમ કહું?!" એ બોલી અને ચાલી ગઈ.

"ઘણી વાર લકી એ એની પાસે જવાનું ચાહ્યું, પણ એ બીજા લોકો સાથે ચાલી જતી! જાણે કે પોતે જેમ દિવ્યા ની પાસે હોવાથી દુઃખી થઈ હતી એમ લકી ને પણ દુઃખી કરી રહી હતી."

"નેહુ..." કહેતાં ની સાથે જ લકી એની બહેનને વળગી જ પડ્યો, પણ પાછળથી એણે ઓલરેડી જ જુહી ગળે મળેલી જ હતી! લકી એ જુહીના બંને હાથને પકડી લીધા. હવે જુહી ચાહે તો પણ દૂર જઈ શકે જ નહિ!

"ઓહો હો, હવે મારા લગ્ન થઈ જવાના એટલે બધાને બહુ પ્યાર આવે છે મારી ઉપર!" નેહા કહી રહી હતી.

"મારી નેહું..." કહેતાં લકી એ બસ માંડ એક ઇંચ છોડીને જુહુથી દૂર નેહાએ કપાળે એક કિસ કરી લીધી. એક પળ માટે તો જુહીને લાગતું હતું કે આ પાગલ એણે તો કિસ નહિ કરી લે ને! એની દિલની ધડકન તેજ થઈ ગઈ હતી!

"તું બહુ જ મસ્ત છોકરી છે..." જુહીએ પણ કહ્યું અને એ જ જગ્યા એ નેહાને કિસ કરી લીધી.

🔵🔵🔵🔵🔵

"તો એટલે જ તે મને આટલું સતાવ્યું હે ને?!" બંને લોકો ઘરના ઓટલે એકમેકને પીઠ અડે એમ બેઠા હતા, બધા જ લોકો ઊંઘી ગયા હતા. છેલ્લે કામ પતાવી ને આમને પણ બસ ઊંઘી જ જવાનું હતું, પણ બંને લોકો વાતો કરતા હતા.

"ઓ, તું ઓછું સતાવે છે, તું પણ તો આખો દિવસ દિવ્યા, દિવ્યા કર્યા કરે છે!" જુહીએ પણ તર્ક મૂક્યો.

"તને ખબર છે, હું આટલી વાતો અમુક લોકો ને જ કહું છું!" લકી એ કહ્યું.

"તે એમ તો કહ્યું ન ના કે તને કેવી છોકરી જોઈએ છે?! બિલકુલ દિવ્યા જેવી હે ને?!" જુહીએ કહ્યું અને હસવા લાવી.

"નોટ ફની, ઓકે! એવું કઈ જ નહિ! મારી પસંદ તો બસ એક જ છોકરી છે!" લકી એ કહ્યું.

"હમમ... યાર બહુ જ ભૂખ લાગી છે! ચાલને ખાવાનું તો બહુ જ છે!" જુહીએ કહ્યું તો બંને ખાવાનું લઈ આવ્યા. બંને એ વાતો કરતા કરતા જમ્યું. એ બંને માટે આ રાત બહુ જ સ્પેશિયલ હતી, એ બંનેનું બસ ચાલે તો આ રાતને ક્યારેય દિવસ થવા જ ના દે!

"બસ યાર, હવે ઊંઘી જા! બહુ બધું કામ કર્યું છે તે તો!" લકી એનાં હાથને દબાવી રહ્યો હતો.

"ડોન્ટ ટચ મી!" જુહી એ અકળાઈને એનાં હાથને લઈ લીધો.

"મને ટચ કરતાં પહેલાં તમારી દિવ્યા મેડમ ની પરમિશન લઈ ને આવો! બાકી એ તો મને બધા વચ્ચે મારશે!" જુહીએ નાટકીય અદાથી કહ્યું અને હસવા લાગી.

"સારું બાબા, ટચ પણ નહિ કરું, વાત પણ નહિ કરું! બાય!" લકી એ નારાજ થઈને જવાની તૈયારી કરી.

વધુ આવતા અંકે...

એપિસોડ 4(અંતિમ ભાગ - કલાઈમેકસ)ની એક ઝલક: થોડીવાર માં તો બંને તો બંને છોકરાં છોકરી માંડવે હતા. બધા જ લોકો એમની પર ફૂલ નાંખી રહ્યાં હતાં.

"મારે તને કઈક કહેવું છે." ત્યારે જ એ ભીડમાં જ એક બાજુ જુહી અને લકી હતા તો જુહીએ લકી ને હળવેકથી કહેલું.