Pyarni Hawa, Dilni Wafa - 3 books and stories free download online pdf in Gujarati

પ્યારની હવા, દિલની વફા - 3


કહાની અબ તક: પૂનમની રાતનું રમણીય વાતાવરણ હતું અને બધા જ આનંદ અનુભવી રહ્યા હતા. નિશા મારી બહેન સાથે મારી જોડે બહુ જ મસ્તી કરી રહી હતી. તો ભૂલમાં મેં એને પ્રીતિના નામથી જલાવવા ચાહી, પણ એને તો બધાં વચ્ચે જ કઈ પળે મારા ફોનથી પ્રીતિના નંબર ને ડાયલ કરી દીધો હતો અને એ પણ પાગલ મને કંઇક દિલની વાત કહેવા લાગી કે એને કંઇક કહેવું છે, બધા જ અમારી વાત પર ધ્યાન લગાવતા હતા. આખરે મેં હિંમત કરીને ફોન કાપી દીધો અને નીચે ચાલ્યો ગયો. નિશાની મોળી ચા પીને હું થોડી વાર સુઈ ગયો. એણે જ મને ઉઠાડ્યો અને કીધું કે એ લોકો તો ચાલ્યા જશે તો મને પણ થોડું લાગી આવ્યું. મેં એને કહીં દીધું કે તારે મને પરેશાન જ કરવો છે તો હું થઈશ. એ માથે હાથ મૂકીને કહે છે કે ના એ એવું નહિ ચાહતી!

હવે આગળ: ધીમે ધીમે હવે સૂઈ રહ્યાં હતા અને નિશા થી હું હજી સુધી નારાજ હતો. એ એને બિલકુલ નહોતું ગમતું!

"જો હું તને હાથ જોડું, માફ કરી દે મને!" એ ખરેખર બહુ જ દિલગીર હતી, પણ હું અલગ જ મૂડમાં હતો.

"હા, ઠીક છે.. સૂઈ જા હવે!" મેં એને કહ્યું અને ત્યાં જ સુવા માંડ્યું.

"રહી લે નારાજ, પણ હું તો નહિ જ સૂવું!" એ બોલી.

"નહિ નારાજ, જા માફ કરી દીધું!" આખરે મેં કહી જ દીધું. કેમ કે છેલ્લા દિવસોમાં અમેં એટલી બધી મસ્તી કરી હતી કે અમે એકબીજાને નારાજ નહોતા કરવા માગતા.

સૌ સૂઈ ગયા હતા અને એટલે જ નિશા મારું માથું પંપોરવા લાગી! મેં પણ એને રોકી નહિ! જાણે કે બધી જ શરારત ની એ આ રીતે માફી જ ના માગી રહી હોય.

"સાચ્ચું યાર, મેં જાણી જોઈને ચા નહોતી મોળી રાખી!" નિશા બોલી.

"હમમ.." ધીમેથી ખાલી હું બોલ્યો.

"હજી પણ નારાજ છું?!" એને પૂછ્યું.

"મારાં દિલમાં પ્રીતિ માટે કોઈ જ ફિલિંગ નહિ!" મેં આખરે કહી જ દીધું, કે જે મારે કહેવું હતું.

"હા, ખબર છે!" નિશા બોલી.

"તને ખબર છે તો શા માટે બધાં વચ્ચે.." હું આગળ કહું એ પહેલાં જ નિશા બોલી ગઈ - "સોરી! માફ કરી દે, પણ તેં એનું નામ લીધું તો બહુ જ ગુસ્સો આવી ગયો, અને ગુસ્સામાં જ મેં એવું કરી દીધું!"

"હા, પણ બિચારી પ્રીતિને બધા મારા નામથી ચિડવશે! તને ગમશે!!!" મેં સીધું જ કહ્યું.

"હવે જે થયું એ ભૂલી જા અને મને માફ કરી દે!" નિશા એ કહ્યું.

"હમમ.." મેં એના માથે હળવું પંપોર્યું.

એ પછી તો કાલે તો સાથે નહિ હોઈએ એવું વિચારીને અમે આખી રાત મજાક મસ્તી અને વાતો કરી, કદાચ સવારે જ થોડું એકાદ કલાક જ માંડ સૂતા હોઈશું. પરિણામે એવું લાગતું હતું કે જાણે કે કઈ જ ના આપો બસ થોડી વાર ઊંઘી લેવા દો, પણ આ બધું જ મને દુઃખ નહોતું પહોંચાડતું. પણ ખબર નહિ એક અલગ જ ખુશી આપતું હતું! આટલા દિવસથી જે નિશા મારી પાસે ને પાસે રહી હતી, એક પળ માટે તો એવું પણ લાગતું કે જો એ દૂર જશે તો મારું શું થશે?!

સવાર પડી ગઈ હતી અને હા, અમે બે એવા લોકોમાં આવતા હતા કે જેમણે બહુ જ ઓછું સુવા મળ્યું હતું!

આંખોમાં ઊંઘ અને થાક બંને હતા તો પણ અને તો એકમેક સાથે અને બીજા બધાં સાથે પણ મસ્તી કરતાં હતાં. શરીર થાક્યું હતું, પણ જે એની અંદર પ્યારું દિલ છે, કેમેય કરીને હજી પણ ધરાતું જ નહોતું, ખબર નહિ હવામાં એવું હતું કે નિશાના સાથમાં.

બપોર સુધી તો બધું જ ઠીક રહ્યું, પણ ખબર નહિ કેમ અમે બંને તો સાંજનું બધું જ ભૂલી ગયા હતા, પણ એવું જરૂરી તો નહિ ને કે જે કંઇ ભુલાવી દેવામાં આવે, એ ક્યારેય બન્યું જ ના હોય!

અમે જ્યારે ત્રણ એકલા જ હતા ત્યારે મેં નિશાને માથું દુખતું હોવાનું ઈશારામાં કહ્યું હતું તો એને થોડી વાર માથું પણ દવાબાવ્યું હતું, સારું લાગતું હતું એની આમ મારા માટે કેર કરવું.. હા, મસ્તી જ નહીં પણ કેર કરવામાં પણ એ આગળ હતી! હું એ વિચાર સાથે જ હસવા લાગ્યો!

મેં જાતે જ સમજી લીધું કે એનું પણ માથું દુઃખતું હશે અને મેં એનું પણ માથું દબાવ્યું, અરે! એ તો બોલી પડી - "હવે રાહત લાગે છે!"

એક તોફોન ફૂલ સ્પીડ થી અમને અથડાવવા બસ આવવાનું જ હતું!

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 4માં જોશો: "હા તો તને ખબર તો છે કે એ તને કેટલો બધો લવ કરે છે! કાલે કહેતી તો હતી!" નિશાની હસી જવાયું. "હા તો તને ખબર તો છે કે એ તને કેટલો બધો લવ કરે છે! કાલે કહેતી તો હતી!" નિશાની હસી જવાયું.

"ચૂપ થઈ જા!" મેં ચિડાઈ જતાં કહ્યું.

"હમમ.." એ બોલી ગઈ!

"પાગલ, જો હવે બહુ પ્રીતિ પ્રીતિ કરે છે ને, એની સાથે જ રહીશ!" મેં સિરિયસલી કહ્યું તો નિશા એ ઉદાસીનતાથી કહ્યું.

"મસ્તી કરતી હતી, બાબા! એ ડાકણ તારી નજીક પણ આવશે તો હું એને છોડું નહિ!" એ બોલી.