Adhuri Hawas - 3 books and stories free download online pdf in Gujarati

અધૂરી હવસ... - 3

અધૂરી હવસ..... 3 !!

"અવની સાચું બોલ કોનો ફોન છે?"

"જેનો હોય તેનો તમારે શુ કામ છે?"

અવનીના આવા તોછડાઈ ભર્યા વર્તનને કારણે રાજને ખૂબ જ દુઃખ થાય છે પણ તે તેના ચહેરા પર એ દુઃખ વ્યક્ત થવા નથી દેતો અને અવનીને હાથ પકડીને પ્રેમથી કહે છે કે,

"Look dear, જે હોય તે પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું"

આવું બોલતા જ રાજ ચાલાકીથી અવનીનો ફોન લઈ લે છે અને તે Screen seen કરે છે તો નામ લખેલું હતું , "હર્ષવર્ધન મહેતા".....

"અવની આ કોણ છે?"

"તમારે શું છે? મને મારો ફોન આપી દો plz..."

"અવની મને જવાબ આપ નહીંતર...."

"નહીંતર આપણાં સંબંધ પુરા એમને?"

"હા."

"Ok... કાંઈ વાંધો નહીં... as you like..."

અવનીના આવા વર્તનથી રાજનું દિલ તૂટી ગયું તેને ખૂબ જ દુઃખ થયું અને ગુસ્સો હોવાના કારણે તે જતો રહ્યો.. પણ અવનીએ તેને રોકવાનો પ્રયત્ન બિલકુલ ના કર્યો કારણ..... કારણ અવની માટે લાગણી, પ્રેમ કાઈ જ અગત્યનું નહોતું.... તેના માટે માત્ર શારીરિક સુખ જ આનંદદાયી હતું... તેને રાજના ગયાનું દુઃખ નહોતું પણ હવે હર્ષ સાથે શારીરિક સુખ ક્યારે ભોગવવા મળશે તેની તડપમાં હતી.....

હર્ષના ફોનમાં એક રિંગ વાગી અને હર્ષ હલ્લો બોલે તે પેલા જ,

"રાજ હું અવની..."

"અરે વાહ... આજે time મળ્યો ??"

"હા, થોડી તબિયત ખરાબ હતી તો હોસ્પિટલમાં હતી... ખર્ચો પણ ખૂબ જ થયો છે યાર....વાત થાય એમ નહોતી એટલે વાત ના કરી શકી... પણ હવે આપણે આરામથી વાત પણ કરી શકીશું અને તમારે મળવું હોય તો આપણે મળી પણ શકીશું..."

હર્ષ પોતે બિઝનેસમેન હોવાથી તે પણ રંગીન મિજાજનો માણસ છે એટલે તે અવનીને મળવાની અને આવેલ સુવર્ણ મોકો મેળવવાની આતુરતાથી બેઠો હતો.....

"હેલ્લો, હર્ષ કંઈક બોલને...!!"

"શું બોલું યાર, મારી બોલતી જ બંધ થઈ ગઈ છે."

"કેમ ?"

" તારો ફોન આવ્યો ને એટલે? "

"હા તો મળીયે ને આજે તારી ઓફીસમાં જ ..."

"હા આવી જાવ... હું તારી રાહ જોવું છું..."

હર્ષવર્ધનના હકારાત્મક જવાબથી અવની તેની હવસની ભૂખ સંતોષવાના સપના સેવે છે જ્યાં બીજી તરફ હર્ષમાં એક પુરુષત્વ હોવાથી તે મળેલી તક ગુમાવવા નહોતો માંગતો...

સાંજનો સમય હતો... હર્ષ તેની ઓફીસમાં તેની personal room સજાવીને બેઠો હતો તો બીજી તરફ અવની તેની ઈચ્છાઓને વેગ આપીને નવા સ્પર્શની અનુભૂતિના વિચારોમાં ખોવાઈ ગઈ હતી... ને ત્યાં જ ફોનની રિંગ વાગે છે અને અવની વિચારોમાંથી વાસ્તવિક્તામાં આવી ફોન તરફ નજર દોડાવે છે અને ફોન ricieve કરે છે...

"હા, હર્ષ હું બસ તૈયાર જ છું..."

"તો હવે કેટલી વાર છે..? અહીંયા પણ હું આકુળ વ્યાકુળ થઈને બેઠો છું..."

"તો પછી જનાબ ગાડી મોકલી આપો એટલે આવી જાવ.."

"પાગલ દરવાજો ખોલીને ચેક તો કર કે ગેટની બહાર ગાડી ઊભી છે કે નહીં..!!??"

"What?"

"Yes..."

"Wait હું જોવું યાર..."

અવની ગેટની બહાર જાય છે અને જોવે છે કે એક આલીશાન ગાડી અને તેની રાહ જોતો એક ડ્રાઈવર બહાર આંગણે જ ઊભાં છે...

"હલ્લો , અવની"

"હા"

"હવે કેટલીવાર ?"

"બસ તૈયાર જ છું, થોડીવારમાં જ નીકળું છું..."

"હા પણ જલ્દી કરજે..."

આટલું બોલતા હર્ષ પોતાનો ફોન કટ કરી દે છે અને મેનેજરને જણાવે છે કે

"આજે કોઈ પણ કામ હોય તો મને હેરાન ના કરવો જાતે જ સાંભળી લેવુ ... મારે અગત્યની મિટિંગ છે..."

"Ok સર."

"Thats good... "

"Thanks sir... "

મેનેજર હર્ષની રજા લઈને પોતાના કામમાં લાગી જાય છે , બીજી તરફ હર્ષ તેની પ્રિયતમા અર્થાત અવનીની રાહ જોઈ રહ્યો છે , સામે પક્ષે અવની તૈયાર થઈને નીકળી જ રહી છે, અવની જેવો પોતાના ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળવા જાય છે ને ત્યાં જ તેની નજર દરવાજાની બહાર પડે છે ને અચાનક અટકીને સ્તબ્ધ થઈ જાય છે .......

#The_Hemaks_Pandya


***********************************

શું હશે અવનીનું અટકી જવાનું રહસ્ય ? શું હર્ષ તેની ઈચ્છા અને અવની તેની અધૂરી હવસ સંતોષી શકશે ? શુ રાજ તેના જીવનમાં પાછો આવ્યો હશે...? શું થશે આગળ ? વધુ જાણવા માટે જોડાયેલા રહો... આભાર..