Prem thi jano books and stories free download online pdf in Gujarati

પ્રેમ થી જાણો

નમસ્તે મિત્રો પ્રેમ ની શોધ માં ....

તમારા સાથ સહકાર થી મને વધુ લખવાનુ મન થાય છે મને એક વાર મારા મિત્ર એ સવાલ કર્યો કે તમે ખાલી પ્રેમ પર જ કેમ લખો છો અને હજી પ્રેમ ની શોધ કેમ કરો છો?

તો હું મારા મિત્ર ને કહ્યું કે પ્રેમ માં ખૂબ તાકાત છે અને પ્રેમ કરો તો આપ મેળે તમારા અંદર જ્ઞાન ની પ્રાપ્તિ થાય ...અને મને પ્રેમ માં ગણું બધું જ્ઞાન મળ્યું છે અને હજી ગણું શિખવાનું બાકી છે..કેમ કે .....જ્ઞાન અને પ્રેમ બંને અનંત છે અને એના વિશે જેટલું જાણીએ એટલું વધુ જીવન જીવવા કામ આવે છે એટલે આજે જ્ઞાન ની થોડી વાતો કરીયે....

મારુ જીવન ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર થયું છે.. અને હજી ચાલુ જ છે....

જીવન માં ઘણી ફિલોસોફી જોઈ… જ્ઞાન લીધું… દીધું…ઘણું સાંભળ્યું..ઘણું બોલ્યું… ઘણું જાણ્યું..

લોકો ને જોયા…એમના સ્વભાવ જોયા..ઘણા ની લઘુતા જોઈ..કોઈક ની મહાનતા જોઇ…ભૂખી રાતો જોઈ…શાહી ડિનર જોયા…લોકોના અસલી ચહેરા..મોહરા બધું જોયું… આમ મે હર એક એવી જગ્યા થી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ...આ ભગવાને બનાવેલી પ્રકૃતિ માં તમામ જગ્યા યે બસ મને પ્રેમ અને જ્ઞાન દેખાય છે કીડી થી માંડી હાથી, ધરતી થી માં ડી આકાશ આ બધા માં મને જ્ઞાન જ દેખાય છે ...ગણા મારા મિત્ર આ ગુરુ પૂર્ણિમા ના દિવસે મને કહ્યું હતું કે મનોજભાઈ આમ સાચું બોલજો તમારા ગુરુ કોણ હું તેમને હસતા હસતા કહ્યું કે પ્રેમ અને જીવ આ પૃથ્વી પર દરેક જીવ મારા ગુરૂ છે કેમ કે કણ કણ માં પરમાત્મા છે બધા પાસે થી હું કશું ને કશું શીખયો છું અને આ બધું મે પ્રેમ ની શોધ કરી ત્યારે જાણવા મળ્યું એટલે જ હું બધા ને ખાલી પ્રેમ કરો જ્ઞાન તો તમને આપ મેળે મળી જ છે.. ચાલો આગળ..અહીંયા લખવા બેસું તો રાતો ની રાત જાય એટલા અનુભવો છે….

જીવનના અનુભવોના નિચોડમાંથી…અમુક મહત્વના અવલોકનો છે, જે તમને કોઈ મોટીવેશનલ સ્પીકર, તગડી ફિસ લઈને પણ કદાચ નહિ જણાવી શકે…પણ મારી પાસે છે તો હું તમને બતાવવા માગું છું...

ખાસ યાદ રાખજો..

તમે વકીલ કે ડોકટર અથવા એન્જીનીયર કે વેપારી કે નોકરિયાત ગમે તે હોવ જીવનના અમુક નિયમો બધાને સરખા લાગુ પડે છે… આ બધું ખૂબ ડીપ નોલેજ છે…ન સમજાય કે કદાચ ઉપરથી જાય તો ટેંશન ન લેવું મને પણ આ બધું 12 15 18. 20 25 ની ઉંમરે ખબર ન હતી…

પૈસા એક સાધન છે. લક્ષ ક્યારેય નથી.

.કોઈપણ એક વિષયમાં મહારથ મેંળવો..અથવા બધા વિષયો નો થોડો થોડો અનુભવ લો.. આ બે ઓપશન માંથી પહેલો ઓપશન પૈસા આપશે.. બીજો ઓપશન આઝાદી આપશે.. આ નિશ્ચિત છે. પૈસા એક સાધન છે..આઝાદી લક્ષ છે. લક્ષ હાંસલ કરવું જરૂરી નથી, પ્રયત્ન કરવો જરૂરી છે

.જો તમે પુરુષ કે સ્ત્રી છો, અને ખરાબ પરિસ્થિતિમાં બધાંની હાજરી ને કારણે રડવું નથી આવતું…તો તમે તમારી આત્માના ગુન્હેગાર છો. એમાં કોઈ શક નથી. રડવું આવે તો રડી લેવું..આ એક કર્મ છે અને આ કર્મ નું ફળ તમને જરૂર મળશે ..

.તમારી લાઈફ બીજા થી અલગ છે.. આ હકીકત દરેક માણસ ને લાગુ પડે છે.. પણ સ્વીકારવામાં જે સમય જાય છે..એટલી લાઈફ વેડફાય છે. બીજાની લાઈફ ની ઝેરોક્સ કોપી બનવા કરતા પોતાની ઓરીજીનલ જીવો..જેવી હોય એવી..શાન થી જીવો..

જો તમારા વડીલો , વારસો , પપ્પા મમ્મીઓ તમારી લાઈફ પૈસા અને સુવિધા વડે સહેલી બનાવવામાં મહેનત કરતા હશે તો એ તમારી લાઈફ વધારે ખરાબ બનાવશે....

.તમારા બાળકો ને બે વસ્તુ જ શીખવો.. 1.કેમ શીખવું 2. કેમ જીવવું

.ફ્રીમાં મળેલી ની વસ્તુ નીં કોઈ કિંમત નથી. કોઈને કશુ પણ મફત ન આપો.

એવોર્ડ કે ટોપ સ્થાન માટે મહેનત ન કરો…. એ એક ચક્રવ્યૂહ છે..ક્યારેય બહાર નહિ નીકળી શકો..જેટલી જરૂર છે એટલું જ કરો

.મૃત્યુ એક નિશ્ચિત સત્ય છે…મૃત્યુ પછી કંઈજ યાદ રહેવાનું નથી, તો મગજને એટલો જ લોડ આપો જેટલો જરૂરી છે…. સૈફઅલીખાન ના છોકરાના નામ પર કે વિરાટ કે ધોની ના પરફોર્મન્સ ની સરખામણી કરવા કરતાં એકાદું સારું ફિલ્મ જુઓ.. કે બુક વાચો. એક એક સેકન્ડ જે અત્યારે પસાર થાય છે..એ તમારો છે..અને તમારા જીવનમાંથી ઓછો થઈ રહ્યો છે.

જોખમ લેવામાં બે નિયમ યાદ રાખવા… 1. જોખમ તરત જ લેવું 2. વિચારી ને લેવું પડે તે જોખમ ન લેવું.

હા અને ના .....બોલવા માં સંકોચ વાનું નહી...કેમ કે ગણી વાર ના બોલ્યા પછી મનમાં અને દિમાગ માં અશાંતિ પેદા થાય છે.કે મે ના બોલી ભૂલ કરી આ કામ ની વ્યક્તિ હતી..અને ગણી વાર હા બોલવાની કોઈ કામ માટે મજબૂર થય જવાય છે હું ના ન બોલી શક્યો મોટી ભૂલ થઇ અને યે મજબૂરી પણ અશાંત કરી નાખે છે..

ખુશી એ એક લાગણી છે. સુખ એ ભૌતિક વસ્તુ છે. બન્ને વચ્ચે ક્યારેય કન્ફ્યુઝ ન થવું… પૈસા થી સુખ ચોક્કસ ખરીદી શકાય..લાગણી નહિ…

બધાને પ્રેમ કરો… જો પોતાની જાતને પ્રેમ કરી લીધા બાદ સમય વધે તો

.ઈગો ને હમેંશા ધ્યાનમાં રાખો..લેવલ થી ઉપર જતો જણાય તરત જ નજીકના સ્મશાનની મુલાકાત લો

.નવું શીખવા માટે તૈયાર રહો..તમારો શિક્ષક કોઈપણ હોઈ શકે…નાનું બાળક, રસ્તે ચાલતી જતી સુંદર સ્ત્રી, નદી કિનારે બેઠેલો માછીમાર, કે સામેથી પુરપાટ ઝડપે આવતો ટ્રક..કોઈપણ …તમને કંઈક શીખવી દેશે…

કોઈપણ કામ તમારા માટે છે કે નહીં…એવો કોઈ કન્સેપટ જ નથી…બધું કામ સ્ત્રીઓ અને પુરૂષો માટે જ છે…કોઈપણ કામ હોય…ઉદાહરણ..પુરુષને વાસણ માંજતા અને સ્ત્રીએ બાઈક ચલાવતા શીખવું એ કોઈ નવી નવાઈ ન હોવી જોઈએ.. આ મારું કામ નથી.. એ વિનાશ ની પહેલી નિશાની છે.

જે કાંઈ કરો..એ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો..પણ પછી એ બેસ્ટ ન થાય તો? બીજી વાર પ્રયત્ન કરો.. પ્રથમ પ્રયત્ન સફળતા માટે નથી હોતો. અને ક્યારેક ખોટા રસ્તે પ્રયત્નો કરતા હોય તો રોકાઈ જવું.. થોડી સલાહ સુચન માટે રોકાઈ જાવ…બધી વસ્તુ બધા માટે નથી હોતી.

દરેક વ્યક્તિની શારીરિક માનસિક ક્ષમતા અલગ હોય છે..પેલો કે પેલી જે જિંદગી જીવે છે એવી જ મારે જીવવી છે…આ શાણપણ નથી. ધોની , સચિન , વિરાટ અને રોનાલ્ડો બધા ભેગા મળીને પણ વિશ્વનાથ આનંદ ને ચેસ માં ન હરાવી શકે. અને વિશ્વનાથ ગમે તે કરે… માઇક ટાઇસન નો મુકાબલો નહીં કરી શકે.

આત્મહત્યા કરવા કરતાં બીજું કોઈપણ ઓપશન નજરમાં આવતું હોય તો તેનો અમલ કરવો..કારણકે આજદિવસ સુધી દુનિયામાં એકપણ સમસ્યા આત્મહત્યાથી ઉકેલાઈ નથી. અને આત્મ હત્યા કાયર કરે એટલે કાયર બની મારવા કરતા બહાદુર બની મરવું વધુ સારું...

.ભૌતિક વસ્તુઓ ભોગવવાની ની ઈચ્છા રાખવી…પણ એ વસ્તુઓ મેળવ્યા વિના પણ જીવન ચાલે જ છે.યે હમેશા યાદ રાખવું...

સંસાર માં કામ ક્રોધ લોભ મોહ માયા વગેરે જીવન જીવવા અમુક વાર કામ આવે છે … વધુ પડતી ફિલોસોફી મગજ માં ભરી ન રાખવી…

.તીખો કડવો તૂરો આ પણ સ્વાદ જ છે..માત્ર મીઠાસ પાછળ જિંદગી ન ખર્ચી નાખવી..

ઝેર પિતા શીખો પણ યે ઝેર બહાર માં મળતું ના હોય.....

દરેક વાત, વસ્તુ બધા માટે લિમિટ નક્કી કરો.

દરેક ઘટનાનો નિશ્ચિત સમય હોય છે… થોભો અને રાહ જુઓ..(મહેનત ચાલુ રાખીને)

જીવન જીવવા માટે 3 મંત્ર યાદ રાખ વના

1 જો તમારા કોઈ વ્યક્તિ ને બદલવાની શક્તિ હોય તો બદલી નાખો અને ખુશ રહો

2 જો બદલવાની શક્તિ ના હોય તો તેને ત્યાજ ત્યાગી દો અને આગળ વધો અને ખુશ રહો

3 જો ત્યાગી પણ નથી સકતા તો જેવો સે એવો સ્વીકાર કરો અને ખુશ રહો

અને આ 3મંત્ર જેના જીવન માં નથી તે વ્યક્તિ હંમેશા બીજા માટે અતિ ન્યાય કરે છે..

અતિન્યાય એટલે જે ન્યાય માં સચ્ચાઈ ના હોય ,ખુશી ના હોય ,સમર્પણ ના હોય કે લાગણી કે પ્રેમ માં હોય કે ન્યાય ના દેખાતો હોય તેને અતિ ન્યાય કહેવાય છે અને આવા વ્યક્તિ યો પોતાની આત્માં સાથે અને પરમાત્મા સાથે કપટ કરે છે અને હંમેશા દુઃખી થાય છે.. ઉ.દા તમારો કોઈ મિત્ર ,પ્રેમી,પત્ની,કે સબંધી,કોઈ ભૂલ કરી આવે અને તમને ખબર હોવા છતાં તમે તેનો સાથ આપવો પડે અને તેને બચાવવાનું કામ જે કરો છો તેને અંતી ન્યાય કહેવાય

અને આ ન્યાય માં તમે સામેવાળા અને પોતાની આત્માં સાથે કપટ કર્યું અને ખોટું કર્મ કરી પાપ ના ભાગીદારી થયા....

સત્ય ના આમ 4 પ્રકાર નું હોય છે

1 આંખે જોયેલું સત્ય

2 કાને સાંભળેલું સત્ય

3 લખેલું કે વાચેલું સત્ય

4 દલીલ થી સાબિત થયેલું સત્ય

અને આ તમે જાણતા હશો પણ આમાં એક 5 સત્ય મે જોયું છે

5 અસત્ય ને સ્વીકાર કરવો

માટે જેટલી વાર સત્ય ની ખબર ન પડે ત્યાં સુધી 5 મું સત્ય સ્વીકાર કરી લેવું

એક વાત મગજ માં ફીટ કરી દેવાની કે નજરિયા પ્રમાણે અને વ્યક્તિ પ્રમાણે સત્ય બદલાય જાય છે... ઉ. દા...6અંક ને સામે સામે વાળી વ્યક્તિ ને બતાવવા માં આવે તો એક ને 9 અંક અને બીજા ને6 અંક દેખાશે ...,.

હંમેશા ભગવાન પાસે સત્ય,જ્ઞાન,વિદ્યા,પ્રેમ,જ માગો ધન નહી.....

હમેશા આપવા વાળી વ્યકિત બનો કેમકે આ જગત માં આપવા વાળા ની નુજ મહત્વ છે જેમ કે સૂર્ય,ચાંદ,જમીન,ઝાડ,નદી,પર્વત, ગાય,ભેંસ, વગેરે ...આપવા વાળા છે માટે મહત્વ છે ..મનુષ્ય લેવા વાળો છે એટલે મહત્વ નથી.....

અને છેલ્લે સૂવાની પડેલા પરમાત્મા ને કહો કે આજ ના બધા સારા કામ અને કાર્ય હું તમને આપુ છું અને આમાં કોઈ ભૂલ થઇ હોય તો યે કાર્ય અને કામ પાછું મૂકો હું સુધારી ને કાલે પાછું આપીશ અને કાલે હું સુધારી સકી એવી શક્તિ આપો અને મને મદદ કરજો....

નાની નાની ભૂલ માં બધા વ્યક્તિ યો ને સોરી કહેવાની આદત પડો

નાની નાની વાત માં ભગવાન નો આભાર માનવાની આદત પાડો......

આટલું શાંતિ થી વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર..... ભગવાન તમારી હર મનોકામના પૂર્ણ કરે અને તમે હંમેશા ખુશ રહો...... રાધે... રાધે

_મનોજભાઈ સોલંકી

{પ્રેમ ની શોધ માં }


🙏 આભાર 🙏