Criminal Case - 8 books and stories free download online pdf in Gujarati

ક્રિમિનલ કેસ - ભાગ 8

આચલ અને પીહુ કાર તરફ વળે છે. કારમાં જોતાં જ બન્ને એકબીજાને તાકવા લાગે છે. બન્ને હજી વિચારતાં જ હોય છે ત્યાં વિવાનનો અવાજ સંભળાય છે.

“શું વિચારો છો તમે? ચાલો બેસો કારમાં”

“આવી રીતે? ”આચલએ પૂછયું

“કેમ કોઈ પ્રોબ્લેમ છે? ”

“હા! આચલ હું આવી રીતે નહીં બેસું. તું આ વાંદરાને કહે આગળ બેસી જાય”

આચલ અને પીહુ કારમાં ન બેસતા બહાર ઊભા હતાં. તેથી વાની તેની કારમાંથી બહાર આવે છે. અને ન બેસવાનું કારણ પૂછે છે.

ત્યાં આચલ બોલે છે, “આ જો, વિવાન ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો છે પણ આ અભય એની બાજુમાં ન બેસતા પાછળ બેસ્યો છે. ”

વાની કારમાં જુએ છે અને જોર જોરથી હસવા લાગી. તેને હસતાં જોઈ આચલ અને પીહુને ગુસ્સો આવ્યો જ્યારે વિવાન અને અભય એકબીજાને તાળી આપે છે.

“હવે જવું તો આમ જ પડશે. નહીંતો બીજી કાર શોધી લો” પાછળની સીટ પરથી અભય બોલ્યો.

“તને તો..... ”પીહુ આગળ વધતી જ હોય છે પણ વાની તેને આમ કરતાં રોકે છે. છોડ મને આજે તો આનું મોઢું તોડી નાખીશ.

પીહુડી એક મિનિટ રુક કહી આચલ થોડી નીચે નમી કારમાં જુએ છે અને કહે છે, “થીક છે, અમે તૈયાર છીએ ” અને તે જઈને અભયની બાજુમાં બેસવા જાય છે અને પીહુને આગળ વિવાનની બાજુમાં બેસવા કહે છે.

“ઉહુુંહુહુહ....!!! આવું નહી ચાલે. આચલ તારે આગળ જ બેસવું પડશે. એક્ચ્યુલી મારે પીહુ સાથે વાત કરવી છે.”

પીહુ કાંઈ બોલે અને વાત આગળ વધે એ પહેલાં જ વાની, આચલને વિવાનની બાજુમાં બેસવા કહે છે જેથી ઝધડો પૂરો થાય અને બધા રતનગઢ જવા નીકળી શકે. જેથી રાત થતાં પહેલાં જ તેઓ પહોંચી શકે.

બધા આ વાત પર સહમત થતા જ નક્કી કરેલી સીટ પર ગોઠવાઈ જાય છે. આચલ અને પીહુ બન્ને ગુસ્સામાં હોવાથી બારીની બહાર જોવા લાગે છે. કારમાં એકદમ સુનકાર હોય છે. ત્યાં જ વિવાન એ મ્યુઝિક સ્ટાર્ટ કર્યું. અભય જોર જોરથી ગીત ગાવા લાગે છે. આ જો વિવાન મુસ્કુરાય છે.

થોડા સમય પછી સહન ના થતાં આચલ એ મ્યુઝિક બંધ કર્યું. “હવે ચુપચાપ બેઠો રેજે નહીંતો કારમાંથી જ કાઢી નાખીશ. ભલે પછી કાર કોઈની પણ કેમ ના હોય.”છેલ્લું વાક્ય તે વિવાન તરફ જોતાં બોલી.

વિવાન ફરીથી ગીતો વગાડે છે અને આચલ પણ ફરી બંધ કરે છે. આમ જ થોડીવાર કર્યા બાદ આચલ કંટાળીને સીટ પર માથું ટેકવી સુવાની કોશિશ કરે છે. અને આંખો બંધ કરે છે. પીહુતો કારમાં બેસ્યાના થોડા જ સમય પછી કાનમાં ઈઅરફોન્સ નાંખી ગીત સાંભળતા જ સૂઈ ગઈ હતી. માટે અહીયાં ચાલતા આ ઝધડાથી તે અજાણ હોય છે.

આચલને સૂતા જોઈ વિવાન બે ઘડી તેને જોતો જ રહે છે.

“એ ભાઈ.... આગળ ધ્યાન આપ એને પછી જોજે.”

“હા.. હો... તું બાજુમાં જો મને શિખામણ નઈ આપ. ”કહેતાં તે આગળ જોવા લાગે છે. હજી તો થોડે જ આગળ ગયા ત્યાં અચાનક જ વિવાન જોરથી બ્રેક મારે છે. જેના કારણે બધા આગળ આવી જાય છે. પીહુ આગળની સીટ સાથે ભટકાય છે.

વિવાન ફટાફટ કારનો દરવાજો ખોલી બહાર નીકળે છે અને આગળ એક નાનું ગલુડિયું હોય છે તેને ઉપાડી કારમાં પાછો આવે છે.

“સોરી ગાય્ઝ, આ ક્યૂટ પપ્પી અચાનક સામે આવી ગયું તો બ્રેક મારવી પડી. તમે બધા બરાબર છો ને કોઈને વાગ્યું નથીને?”

“ઈટ્સ ઓકે વિવાન. બધા બરાબર જ છે. લાવ આ પપ્પીને મને આપ અને તું ડ્રાઈવ કર.”

“પીહુ તને વાગ્યું છે તું થોડી વાર આરામ કર.” અભયએ કહ્યું

“સોરી પીહુ!”વિવાન થોડો ગંભીર થઈ ગયો.

“કોઈ વાંધો નઈ વિવાન. આમપણ તે એક સારું કામ કર્યું છે આને બચાવીને. મને કંઈ નથી થયું. ડોન્ટ વરી.”

“હમમમ....”કહેતા તે કાર સ્ટાર્ટ કરે છે.

“આપણે આનું કંઈ નામ રાખવું જોવે. આચલ જોને કેટલું ક્યૂટ છે આ.”પીહુ બોલી

“એકદમ તારા જેવું.” અભય ધીમેથી બોલે છે.

“શું કહ્યું તે?” પીહુ આંખો જીણી કરતાં પૂછે છે.

“કંઈ નઈ.. તારા કાન વાગે છે. હું તો આના માટે નામ વિચારું છું.”

“ફિન.... ફિન નામ રાખશું”વિવાન અને અભય સાથે બોલ્યા.વિવાન અભય સામે જુએ છે. જ્યાં અભયના ચહેરા પર હળવું સ્મિત હોય છે.

“એક મિનિટ તમે બન્ને એક જ સાથે સરખું નામ કેવી રીતે બોલ્યા?”આચલએ પ્રશ્ન કર્યો. આ સાંભળતા જ બન્ને એકબીજા સામે જોવા લાગ્યા.

***

શું હશે ફિન નામ પાછળનું કારણ? શું આ સંયોગ હતો કે પછી બીજું કાંઈ? કેવો હશે આગળનો સફર?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_