Zankhna - 2 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 2

ઝંખના ...પ્રકરણ @ 2

આજે રવિવાર હતો એટલે મીના બેન ચારેય ઢીંગલી ઓ ને લયી વાડી એ જવાના હતા ને સાથે આત્મા રામ અને રુખી બા પણ જતા હર રવિવારે આખુ ફેમીલી વાડીએ જતા ને ત્યા જ જમતાં. ....... પરેશભાઈ વાડીએ એક સરસ ફાર્મ હાઉસ બનાવ્યું હતું ને બધી સગવડ રાખી હતી પરેશ ભાઈ નુ ફેમીલી ત્યા હોય એ દિવશે ત્યા કામ કરતા બધા એ બહુ ખુશ થયી જતા અને એમના બાળકો તો ખાશ ......મીના બેન દર રવિવારે કયીક ને કયીક નવી વાનગી કે બિસ્કિટ ચોકલેટ ને જુના કપડા રમકડાં વગેરે સાથે લયી જતા ને બધા બાળકો ને વારા પ્રમાણે વહેંચતા...એટલે ખાશ ત્યા ના બાળકો રવિવાર ની રાહ ખાશ જોતા....... આત્મા રામ ને રુખી બા ખેતરો ની મુલાકાતે નીકળી પડતા ને આમ બે ત્રણ કલાક મા બધુ વાવેતર જોઈ લેતા અને પરેશભાઈ ને નાની મોટી સલાહ આપતા .....ને ત્યા સુધી મા મીના બેન રસોઈ બનાવી તૈયાર કરી દેતા ......વાડીએ આવે એટલે દર રવિવારે ખાશ દેશી ખાણુ બનતુ ....આજે બાજરી ના રોટલા ,રીંગણા નુ ભરથુ , ભરેલાં મરચા , રવા નો શીરો, માખણ ,રગડા જેવી છાસ ને ઘી ગોડ .......એ હાલો છોકરાઓ બધા હાથ ધોઈ લ્યો જમવા નુ તૈયાર છે બા તમારુ ને બાપુજી નુ ત્યા ખાટલા મા જ આપી દવ ને ? એ હા અંહી જ લયી આવો .....હાશ હુ તો થાકી ગયી ખેતર નો આંટો મારી ....મીતા બા ના ખાટલા આગળ પેલી ટીપોઈ મુકી આ જમવાની થાડી ઓ મુકી આવ ......એ કવ છુ સાંભળો છો હાલો તમારુ જમવાનુ પણ પીરસી દીધુ છે હાથ ધોઈ આવી જાવ આ રોટલા ઠંડા થયી જશે પછી જમવાની મજા નહી આવે .....એ હા આવ્યો કાઢો ...ને ઓ ઢીગંલીયો હાલો પછી રમજો જમવા બેસી જાઓ આજ તો તમારા માટે સરસ શીરો બનાવ્યો છે, બહાર ઓશરી મા જ પરેશ ભાઈ અને દીકરીયો માટે પાટલા મુકી જમવાનુ પીરસ્યું.... પરેશભાઈ જમતા જાય ને વખાણતા જાય ને મીના બેન શરમાય......એ જોઈ રુખી મા બોલ્યા બસ બસ હવે બહુ વાઈડી નો થા મા તારે એકલા ને કાઈ નવાઈ ની બાયડી નથી હો...... આવુ જમવાનુ તો અમેય આખી જીંદગી બનાવીને તને ખવડાવયુ છે ભાઈ ને એમ કહી મજાક કરતાં......રુખી બા ની વાત સાંભળી ને દીકરીયો પણ હસી પડતી .....આમ રવિવાર નો દિવશ પરેશભાઈ અને દીકરીયો માટે તહેવાર જેવો બની રહેતો અને મીનાબેન પણ બહુ ખુશ થતા , કેમકે રવિવાર સિવાય એકેય દિવશ પરેશભાઈ ઝપી ને બેસતાં નહી ને સમય તો એમની પાસે હોય જ નહી એટલે બા, બાપુજી, બાળકો ,પત્ની બધા રવિવારે બહુ ખુશ થતાં ને ઘર ની ,કામકાજ ની ને સમાજ ની જે પણ કાઈ વાતચીત કે કામકાજ હોય તો રવિવારે જ થતી , બધા ને જમાડી ને મીના બેન રસોડા મા જ જમવા બેઠા એ લાગ જોઈ મોટી દીકરી મીતા મીના બેન પાસે આવી અને બેઠી ...... મમ્મી કાલે મારુ બારમા ધોરણ નુ રીઝલ્ટ આવવાનુ છે ને મને ખબર છે કે હુ આપણા ગામ મા ફસ્ટ જ આવવાની છુ ..... હા દીકરી દર વખત ની જેમ તુ ને સુનિતા તો હમેંશા પહેલા નંબરે જ આવવાના છો ..... હા મા એ તો છે જ ...પણ હુ એમ કહુ છુ કે આપણા ગામમાં તો બાર ધોરણ સુધી જ છે ને આની આગળ ભણવા માટે ગામ થી દુર શહેરમાં જવુ પડશે ,મે વિચાર્યુ છે કે મારે એન્જિનિયર નુ ભણવુ છે એટલે એ કોલેજો તો માત્ર શહેરમાં જ છે તો શુ પપ્પા ને દાદા દાદી મને ભણવા માટે શહેરમાં જવા દેશે ??? મીના બેન નિશાસો નાખતા બોલ્યા હા દીકરી તારી એ વાત સાચી મને નથી લાગતું કે તારા પપ્પા આ વાત માને ને કદાચ તારા પપ્પા ને તો ગમેતેમ કરી સમજાવી લયીશુ પણ તારા દાદા દાદી ને મનાવા બહુ કાઠા......તો શુ મમ્મી? મારા ભણવાનુ શુ થશે ? મારે કોલેજ કરવી જ છે ને હુ એકલી નથી મારી ચાર બહેનપણી ઓ પણ શહેર ની કોલેજમાં જ એડમિશન લેવાની છે ને બીજા ઘણા છોકરાઓ પણ છે આપડા ગામના હુ એકલી નથી . .
તારી વાત હુ સમજુ છુ હુ તુ ચિંતા ના કર હુ તારા પપ્પા ને વાત કરુ છુ હમણા કામ મા થી પરવારી ને.... એ સારુ મા એમ કહી મીતા ઘરના કામ મા લાગી ગયી ..... બહાર ઓશરી મા પરેશભાઈ નાની ઢીગંલી સાથે હિંચકે બેસી પાન ચાવતા હતા ને આત્મા રામ ખાટલે બેસી હુક્કો ગગડાવતા હતા રુખી મા અલક મલક ની વાતો કરતા હતા રસોડુ સાફ કરી નવરા થયી મીનાબેન બધા ની સાથે બહાર આવી ને બેઠા ને ખેતર ના ભાજીયા ની વહુ રાધા ઘરમાં વાસણ સાફ કરવા આવી ...... મીતા દાદી ની પાસે ખાટલા મા બેઠી કયાર ની ઉચીં નીચી થયી રહી હતી ને કોઈ ની નજર ના પડે એમ મીના બેન ને ઈસારા કરી પપ્પા ને વાત કરવાનું કહેતી હતી.....પરેશભાઈ તો સમજદાર હતા પણ રુખી બા ને બાપુજી નો સ્વભાવ બહુ આકરો હતો એ વાત મીના બેન પણ સારી રીતે જાણતાં હતા એટલે થોડી બીક પણ હતી કે કદાચ બા, બાપુજી ના પણ પાડશે એટલે અચકાતા અચકાતા બોલ્યા, કહુ છુ સાંભળો છો બીના ના પપ્પા? હા બોલો ને શુ વાત છે ..... એતો હુ એમ કહેતી હતી કે કાલે મીતા નુ બારમાં નુ પરીણામ આવશે ને તમે તો જાણો જ છો કે આપડી દીકરી ફસ્ટ જ આવશે ......ઓહહહ એમ તો કાલે જ રીઝલ્ટ છે હુ તો આ કામ ની દોડાદોડી મા ભુલી જ ગયો ....ને હા મીતા તો આપણી છે જ એટલી હોશિયાર કે અવ્વલ નંબરે પાસ થશે જ .....ને લાગ જોઈ મીતા વચ્ચે જ બોલી ઉઠી ... હા પપ્પા એ તો થયી શ જ પણ પછી શુ ? આપણા ગામમાં તો બાર ધોરણ સુધી જ છે ને મારે આગળ અભ્યાસ કરવો છે એન્જિનિયર બનવુ છે એના માટે કોલેજ જવુ પડે ને ? અને કોલેજ માટે શહેરમાં જવુ પડે ....... પણ બેટા શહેર તો આપણા ગામ થી બહુ દુર છે એટલે દુર અપડાઉન થોડુ થાય આવવા જવા મા જ આખો દિવશ નીકળી જાય......પપ્પા એના માટે હોસ્ટેલ મા રહેવુ પડે એ કોલેજ ની નજીક જ હોય ... ને હા આપણા ગામ ના કેટલાય છોકરાઓ ને મારી ચાર બહેનપણી ઓ પણ કોલેજમાં એડમિશન લયી હોસ્ટેલ મા જ રહેવાની છે ,તો મને પણ જવુ છે પપ્પા પ્લીઝ ના ના પાડતા મારે આગળ ભણી પગભર થવું છે......મીતા ની વાત સાંભળી ને રુખી બા તાડુકયા , લે મોટી ભણવા વાડી ના જોઈ હોય તો ..... બાર ચોપડી તો ભણી હવે કેટલુ ભણવાનુ હોય ? ગોમ મા નિશાળ હતી ત્યો હુધી તો ઠીક અતુ પણ હવ બવ ભણવાની કોઈ જરુર નથ.....ન એય પાછુ શેર મા ? ના ભયી ના હો બવ થયી જ્યુ.....રુખી મા ની વાત સાંભળી મીતા રડવા લાગી ને દીકરી ને રડતી જોઈ મીના બેન રુખી મા ના ખાટલે આવી બેઠા ને બે હાથ જોડી કરગરવા લાગ્યા, માડી આજ સુધી તમારી પાહે કશુ નથી માગયુ પણ આજ માગુ શુ ......મારી દીકરી માટે .....મારુ આટલુ કેણ રાખો ને માડી આપડી મીતા ને આગળ ભણવા ની રજા આપો ને એમ કહી મીના બેન એ રુખી મા ના હાથ પકડી રડી પડ્યા......ને આત્મા રામ બોલ્યા....એ હા વહુ ભા પરીયા ની ઈરછા હોય તો ભલ ન શહેર માં ભણવા જતી છોડી.....પણ...આત્મા રામ ની વાત સાંભળી ને પરેશભાઈ ને મીના બેન ના મા પણ હિંમત આવી ને પરેશભાઈ બોલ્યા . .... હા માડી ભલે ને મીતા કોલેજ કરવા શહેરમાં જાય શુ વાંધો છે ? ભણવામાં હોંશિયાર છે એટલે એ કાલ ઉઠી પગબર થાય તો સારુ ને , રુખી બા નો બોલ કદી કોઈ ઉથાપતુ નહી પણ આજે આત્મા રામ ના સાથ થી પરેશભાઈ ને મીના બેન બા બાપુજી સામે આટલુ બોલી શક્યા ને છેવટે મીતા ને આગળ ભણવા માટે કોલેજ કરવા શહેરમાં જવાની મંજુરી મડી ગયી ...... મીતા ખુશ થયી પરેશભાઈ ના ગડે વળગી પડી ને એમનો આભાર માન્યો, મીનાબેન પણ દીકરી ને ખુશ જોઈ ખુશ થયી ગયા ને રુખી બા એકલા એકલા બબડતા રહ્યા......એક વાર આત્મા રામ એ હા કહી દીધી એટલે રુખી બા એમની વાત ને વખોડી ના શક્યા રુખી બા ને મન દીકરી ઓ ની કોઈ કિંમત નહોતી એ તો દીકરીયો ને સાપના ભારા જ માનતા હતા , હર દીકરી ના જન્મ ના સમાચાર સાંભળી, વહુ એ ફરી પાછો પથરો જણ્યો એ જ વાક્ય બોલતાં, ને મીના બેન પણ દુખી થતા પરેશભાઈ પણ દુખી થતા પણ જેવી પ્રભુ ની ઈરછા એમ કહી મન મભઙનાવી લેતા ને સાથે બા બાપુજી ને કહેતા બા એમના નસીબ નુ એ લયી ને આવે છે ,જુઓ નેઔ ઘર મા કયાં કયી કમી છે ભગવાન એ ઘણુ ીુ છે એમના નસીબ નુ એ લયી જશે એમ કહી વાત વાડી લેતા બાકી મનમાં તો એ બહુ દુખી થતા ....... ને ઘરે ક્યારે દીકરો અવતરશે એની રાહ જોતા ને વિચારતાં જો ભગવાન ઘરે વારસદાર આપશે તો આખા ગામને જમાડીશ ને ગરીબો ને દાન પુણ્ય કરીશ એમ મન થીવધવા ભગવાન ને પ્રાથના કરતાં....
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 3 ઝંખના

લેખક@ નયના બા વાઘેલા