Zankhna - 8 books and stories free download online pdf in Gujarati

ઝંખના - પ્રકરણ - 8

ઝંખના @ પ્રકરણ 8

કંચનબેન આજે પિયર મા રોકાઈ જ ગયા હતાં....ને
પરેશભાઈ ની વાત નુ નક્કી કરીને જવાના હતાં.....
રાત્રે જમીને બધા હવેલી ના વરંડા મા બેઠા હતા .....રુખી બા ને આત્મા રામ કંચન બેન ને કન્યા વિશે બધુ પુછી રહ્યા હતા....
બા હુ બહુ તો નથી જાણતી એ બનારસ બાજુ ના છે એટલી ખબર છે ને હા રૂપાળી પણ બહુ છે.......
બે ભાઈ બેન એકલા જ છે
એમના મમ્મી, પપ્પા ના મુત્યુ પછી એમના કાકા કાકી એ ઘર બથાવી પાડયું ને એ બન્ને ભાઈ બહેન ને ઘરમાં થી કાઢી મુકયા....હાલ અમારા ગામ સરથાણા ની નજીક ફેક્ટરી માં કામ કરે છે ને અમારી નજીક મા જ રહેછે
એટલે એકવાર ઓડખાણ થયી પછી વાતચીત મા ભાઈ નુ પુછી લીધુ .....એનુ નામ પાયલ છે ને એની ઉમર આડત્રીસ વર્ષ છે......બસ આટલીઝઞઙુ જ માહીતી છે....
ને હા એને આપણાં પરીયા સાથે લગ્ન નો કયી વાંધો ના હોય તો આપણ ને શુ વાંધો હોય ?.... તમે ચાર વર્ષ મા કેટલીય જગ્યાએ માંગુ નાખ્યુ પણ કયાં કોઈ એ હા
પાડી , બા બીજવર ને પાછા ચાર દીકરીયો ના પિતા ને ,ઘરમાં પહેલી પત્ની હયાત એટલે જલદી કોઈ હા ના પાડે.....આતો કેને બનારસ બાજુની છે તે કયી
ટેન્શન જ નયી.....હા બા થોડી મોર્ડન છે ......અલી
કંચન આ મોર્ડન એટેલે વડી શું? ફેશન કરે એ....ઓહહહ ઈમ....એતો અંહી આવશે એટલે આપણાં જેવુ શીખી જશે...
તે હુ એમ કવ શુ ક પરીયો ન
અમે બધા તારી હંગાથે જ આઈએ તો ?......જોઈ લયીએ ન પાકકુ કરતા આઈએ..... એ વાત તો સાચી બા ,ભાઈ ને પુશી જોવો એ કે તો કાલ સવાર મ નીકળી એ..... તુ પરીયા ની ચિંતા ના કરે એ આવશે
પરેશભાઈ ને મીના બેન હવેલી ની બીજી મંજીલ એ
બહાર ખુલ્લા મા બેઠા હતા
મીના બેન અને પરેશભાઈ સારી રીતે જાણતાં હતાં કે આ સમસ્યા નુ કોઈ સમાધાન નથી.... બા ,બાપુજી નો બોલ આજ સુધી ઉથાપયો નહોતો ને બન્ને થી ડરતાં પણ હતા....એમના પહેલા લગ્ન પણ એમને જ નક્કી કર્યા હતા.....મીના બેન ને પહેલા રુખી મા ને આત્મા રામ જ જોવા ગયા હતા ને આવી ને કહી દીધુ હતુ કે લગ્ન ફાઈનલ જ છે ,પરીયા તારે
જોવી હોય તો જયી આવજે કાલે....એમ જાહેર કર્યુ હતુ..ને મીના બેન ને જોવા ગયા હતા...મીના બેન ની સાદગી એમને પહેલી વાર મા જ પસંદ આવી ગયી હતી ને આમ ઘડીયા લગ્ન લેવાયા હતા.....ને આજે અડતાલીસ વર્ષ ની ઉમરે કાલે ફરીથી કન્યા જોવા જવાનુ હતું....પરેશભાઈ ની હા કે ના નો કોઈ મતલબ નહોતો .....બસ રુખી બા જે નિર્ણય લે એમ જ થતુ...
પરેશભાઈ ને મીના બેન પાસે બેઠા હતા પણ બંને મા થી કોઈ એક શબ્દ પણ બોલતુ નહોતું બન્ને સુનમુન બેઠા હતા ને ચહેરા પર ઉદાસી છવાયેલી હતી ને બન્ને ના મગજમાં એક જ વાત ઘુમરાતી હતી કે આ ઉંમરે ઘરમાં બીજી સ્ત્રી આવશે..
દીકરીયો શુ વિચારશે ?....
છેવટે પરેશભાઈ એ ચુપકી છોડી ને બોલ્યા, મીના હુ શું કરુ એ સમજાતુ નથી....તને
કહી સુજે તો કહે કે શુ કરવુ ? બા બાપુજી વાત ને
છોડશે નહીં....છેલ્લા ચાર વર્ષ થી તો ગમે એમ બહાનુ કરી બા ને રોકી રાખ્યા હતા
પણ હવે તો માને એમ લાગતું નથી.....મીના તને તો ખબર છ છે કે હુ તને બહુ પ્રેમ કરુ છું ને ...હવે ઘરમાં કોઈ બીજી સ્ત્રી ને પત્ની બનાવવા ની ? હુ સમજુ છુ બીના ના પપ્પા પણ હવે કયી થાય એમ નથી ...બા આ વખતે કોઈ નુ માને એમ
નથી એટલે તમારે એમની વાત માન્યા વિના કોઈ છુટકો
નથી , ને એ બન્ને પણ એમની જગયાએ સાચા છે
એમને પણ એમનો વારસદાર માંગવો એ વ્યાજબી જ છે....... મારા મા ,બાપ જેવુ ગરીબ ખોરડુ હોય એમને આવો સમય ના આવે ,મિલકત હોય એ નહી ને વારસદાર ની ચિંતા એ નહી..... પરેશભાઈ ઉંડો નિસાશો નાંખતા બોલ્યા
હા આજે આ અઢળક સંપતિ જ આ હાલત ની
જધાબદાર છે..... મીના કાલે જ કંચનબેન ના ગામ જવાનુ છે , ને કદાચ બા ને યોગ્ય લાગશે તો બા તો જલદી થી લગ્ન નકકી કરશે
શુ કરવુ સમજાતુ નથીં.....
મીના બેન છાતી પર મોટો પથ્થર મુકી ને બોલ્યા, તમે
કયી ચિંતા ના કરો ,કદાચ આપણા ભાગ્ય મા આવુ
લખાયુ હશે....ને હુ તમારી હાલત સમજુ છું....તમ તમારે બા ,બાપુજી કહે એમ કરો....બધુ થયી પડશે...
આપણાં ઘરમાં જાણે મારી નાની બહેન આવી એમ સમજી લયીશ ,બીજુ શું....
તમારા પ્રેમ મા ભાગ પડશે..
થોડી ઈર્ષા ને જલન થશે....પણ સમય જતા બધુ ઠીક થયી જશે ..... મીના તુ બહુ સમજદાર પત્ની છે
મને ગર્વ છે તારી પર ...પણ હા મીના હમણા આ વાત આપણી દીકરી મીતા ને ના
કરતી ....મને શરમ આવશે...એ શું વિચારશે મારા માટે ? એ હજી એટલી પરિપકવ નથી કે વારસદાર ની વાત સમજી શકે , હા તમે ચિંતા ના કરો બીના ના પપ્પા
હાલ મીતા ને કયી નહી કહીએ, આમ પણ એ શહેરમાં છે તો સારુ છે ...
નહીતર આ વાત ની એના માનશ પર માઠી અસર પડત
સાચી વાત છે આપની....
ચાલો હવે બહુ મોડુ થયુ ,સુયી જયીએ કાલે તમારે વહેલા નીકળવાનુ છે
હા ચાલો , ને પાછુ કયી વિચારી ને મીના બેન બોલ્યા
તમે બીજા લગ્ન પછી મને ભુલી તો નહી જાઓ ને ? આ ઘરમાં મારુ માન ,સન્માન રહેશે ને ?...
મને ઉડે ઉંડે બહુ ડર લાગે છે કે ઘરમાં નવી ના આવવા થી મને ને મારી દીકરીયો ને કોઈ દુખ તો નહી પડે ને ?....
આટલુ બોલતાં મીના બેન રડી પડ્યા .....ને પરેશભાઈ એ મીના બેન ના માથે હાથ દયી બોલ્યા, માતાજી ની સોગંધ મીના એવો દિવશ કદી નહી આવે.....ને મીના બેન પરેશભાઈ ને વીંટળાઈ વડયા.....ને બન્ને ની આંખો માથી આશુ વહી રહ્યા....
બીજા દિવશે સવારે રુખી બા ને આત્મા રામ વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થયી
ગયા ને કંચનબેન સાથે ચા નાસ્તો કરવા બેઠા ,....પરેશભાઈ પણ તૈયાર થયી ગયા ને ઘરમાં ભગવાન ના મંદિર આગળ ઉભા રહી બે હાથ જોડ્યા
મીના બેન એ ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તો મુક્યો પણ પરેશભાઈ ખાલી ચા પી
ઉભા થયી ગયા ને બધા ગાડી લયી સરથાણા જવા માટે નીકળ્યા....જતા જતા રુખી બા મીના બેન ને ઘર ને સાચવજો એમ કહી ગાડી માં બેઠા.....નાની ત્રણ ઢીંગલી ઓ હજી જાગી નહોતી....મીના બેન એકલા ચા નાસ્તો કરવા બેઠા પણ મન લાગ્યુ નહી એટલે એ પણ ચા પી ને ઉભા થયી ગયા.....આજ વરસો પછી મીના બેન આવડા મોટા ઘરમાં એકલા પડ્યા હતા...
રૂખી બા ને બાપુજી હંમેશા ઘરે જ રહેતાં.....લગ્ન કરી ને આ ઘરમાં આવ્યે વર્ષો વીતી
ગયા હતાં, એક પછી એક એમ ચાર દીકરીયો ને જન્મ આપી મા પણ બની ગયા હતા ,બસ દર ડિલીવરી સમયે બા ,બાપુજી ને બસ દીકરો જ જોઈએ એવા ટોણાં સાંભળવા પડતા ...
સમય જતા બધુ ઠીક થયી જતુ , ચારેય દીકરીયો હતી પણ સુંદર ને સમજુ ......
તોય આજે મીના બેન જીંદગી મા પહેલી વાર દીકરી જન્મ માટે પછતાતા હતાં ને મનોમન ભગવાનને દોષ આપી રહ્યા હતા કે હે પ્રભુ તમે એક દીકરો કેમ ના
આપ્યો મને ??? એક વારસદાર માટે થયી મારા પતિ આ ઘરમાં બીજી પત્ની લયી આવશે ,હુ કયી રીતે આ બધુ સહન કરીશ ?....
ખબર નહી હવે મારી જીંદગી મા કોઈ દુખ નો સમય ના આવે તો સારુ ,મારી દીકરીયો ને કોઈ તકલીફ ના પડે તો સારુ ...

આજે મીના બેન નો દિવશ એક વર્ષ જેવો લાગી રહયો હતો.....મીનાબેન ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 9....ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા