Shiddat - 1 books and stories free download online pdf in Gujarati

શિદ્દત..એક રોમાંચક નવલકથા - 1

કચ્છનું માંડવી શહેર એટલે દરિયાની ઉછળતી લહેર
અહીંનું વાતાવરણ અતિ મનમોહક, મનને શાંતિ અર્પતુ , માંડવી શહેરમાં પ્રવેશતા જ એ દરિયાની ઠંડી હવા છેક પ્રવેશદ્વાર સુધી તમારું સ્વાગત કરવા દોડે અને તમારા બધા થાક ઉડાવી એક નવી જ તાજગી અને ઉમંગ આપે....
એ શહેર માં જ તો આ નવલકથા એ આકાર લીધો છે પ્રેમથી તરબતર ધબકતી આ કથામાં ચાહત છે મન થી મન સુધીની , પામવાની અને એ પ્રેમ ને પોષવા ની સાથે સાથે ખિન્નતા,ઉચાટ,ઈર્ષા,દ્વેષ,દુઃખ,મનની મૂંઝવણ, રોમાંચની

દરિયાકાંઠાથી 1km દૂર આવેલી એક લીલીછમ વાડીમાં એક જૂનું બે માળનું મકાન આવેલ છે જેની સુંદર શિલ્પ કોતરણી થી એ ખરડાયેલ મકાન પણ રસપ્રદ લાગી રહ્યું છે અને આ મકાનની ખાસિયત એ છે કે એ આ મનમોહક દરિયાકિનારાની નજીક છે તેથી આ બેરંગી વિશાળ મકાનની વિશાળ છત પરથી દરિયા તરફ સતત જોઈ રહેવું એનાથી સારું પ્રકૃતિ તરફ વાળનારું બીજું શું હોય..

अगर किसी चीज को शिद्दत से चाहो तो
पूरी कायनात उसे मिलाने में लग जाती है...


આ શાયરી ના શબ્દો આ જ મનમોહક છત પર બેઠેલું કોઈ વ્યક્તિ અલગ જ લહેકા થી બોલી રહ્યું હતું, છત પર આ મકાન જેવી જ જૂની ખુરશી પર એક 26 વર્ષની છોકરી બેઠેલી છે તે જ તેના મધુર સ્વર માં આ શાયરી બોલી રહી હતી
એ છોકરી એટલે "સ્મિતની ઊર્જા" હંમેશા હસતી અને બોલવાની શોખીન, ગોળ મોઢું ,ચપટું લાંબુ નાક , ઘઉંવર્ણ વાન તે હસે ત્યારે બંને તરફ એને ડિમ્પલ પડે તેથી જ તો તેનું સ્મિત ઊર્જા આપતું , કમર થી નીચે સુધી લહેરાતા લાંબા સીધા વાળ તેને વધારે અણીયેલ બનાવતા હતા તેને જોતા જ કોઈ પણ છોકરો ચિરાઈ જાય તેના સ્મિત પર ..

આ ખૂબસૂરતી તેને મળેલી તે સાર્થક જ છે કારણ કે એ છોકરીને ના પૈસા નો ઘમંડ છે કે ના રૂપનો

મમ્મી -પપ્પા બંને સંસ્કૃત વિષયના શિક્ષક છે આ દરિયે આવેલ વાડી પણ તેમની જ છે વાડી માં આવેલ જૂનો બંગલો આકર્ષણનું કેન્દ્ર છે.

किसी भी चीज को......

આ શાયરી પૂરી થતાં જ તેની સામેની ખુરશી પર બેઠેલો 26 વર્ષીય યુવક (તેનો બાળપણનો મિત્ર)તે શાયરીનો પ્રત્યુતર દેવા કઈક વિચાર ઘડી રહ્યો હતી..અંતે એ બોલ્યો જ

હૈ...શિખા તું હજુ એ શિદ્દત,પ્રેમ,ચાહત માં જ અટવાયેલી છે ને ??

શિખા તેને પહેરેલું લોંગ રંગબેરંગી સ્કર્ટ સરખું કરી પગ પર પગ ચઢાવતા બોલે છે
"હા, મે ચાહ્યો જ છે એવા છોકરા ને કે મારી ચાહતને પૂર્ણવિરામ આપી જ ના શકાય,આ ચાહત અવિરત વધતી જ જશે...હજુ તો તે મારો પ્રેમ,ચાહત જ જોયા છે જેને હું ચાહું છું એ મને કેટલું ચાહશે , એ ખબર છે??

એની શિદ્દત તો બેશુમાર હશે તું જોજે...! આર્યન...

"બસ મેડમ , બસ કરો હવે કઈક વધતી જાય છે તમારી આશાઓ " આર્યને પાણીનો ગ્લાસ ટેબલ પરથી લેતા કહ્યું

પાણી પીધા પછી ગ્લાસ ટેબલ પર રાખી આર્યન એ પોતાનું શરીર આગળ તરફ જુકાવી શિખાની આંખોમાં જોતા ગંભીર અવાજે કહ્યું"એ છોકરો શિદ્દત શબ્દ નો મતલબ પણ ની સમજતો હોય અને મતલબ સમજતો પણ હશે ને તો પણ એ તારા કોઈ કામનું નથી ,

ખુરશી પર સરખી રીતે બેસતા આર્યન ફરી બોલ્યો "એ તારાથી વાત કરવા પણ નથી માંગતો એ યાદ રાખ,એટલે ખોટી ઘેલી ના થઈશ એના પર નહિ અને તારી ફેશન પર ફોકસ કર...
"એ તું શિખા સાથે વાત કરી રહ્યો છે અદિતિ સાથે નઈ, તો ફેશન વચ્ચે ના લાવીશ..
અને બીજી વાત મને ખબર છે હું ચાહું છું એના થી પણ વધારે એ મને ચાહશે બસ હમણાં ચાહત,પ્રેમ,ઇશ્ક, મોહબ્બત બધું ગુસ્સા પાછળ દબાયેલું છે

આર્યન કંટાળેલા અવાજે પેટ પર હાથ રાખતા "બસ હવે એને મુક સાઈડ માં અને આ તારી ભારેખમ પર્સમાં કઈ ખાવા જેવું હોય તો આપ ,એટલી ભૂખ લાગી છે કે આ ઉંદરડા મારા પેટમાં ગુજરાતી ગીતો પર ઘુમર કરવા લાગ્યા છે"
શિખા ટેબલ પર પડેલી પર્સ હાથમાં લેતા કહે છે..

અચ્છા, ઉંદરડા ગુજરાતી ગીતો પર ઘુમર ડાન્સ કરે છે એમ, વાહ..... આ રસપ્રદ છે હાન...
કયો સ્ટેપ કરે છે એ તો કહે...

આર્યન મોઢું ફેરવી સાઈડમાં જોતા ઉદાસ થઈ કહે છે "મજાક છોડ કંઈ હોય તો આપ નહિતર ઘરે જવું પડશે,અને હવે તો ઘુમર પણ પૂરું અને ઉંદરડા મારા આંતરડા પર લાતો મારે છે"

શિખા હસવા લાગે છે તે પર્સ ખોલી પર્સ માં જુવે છે કઈ હોય તો ખાવા માટે પણ તેની પર્સમાં કઈ ના મળતા બધી વસ્તુ બહાર ટેબલ પર રાખે છે છતાં કંઈ નથી મળતું..

તે ટેબલ પર વસ્તુનો ઢગલો કરી આર્યન સામે જોઈ ખભા ઉલાડતા કહે છે "ઉમ્હહ્...કંઈ નથી, સોરી"


આર્યન ટેબલ પર મુકેલી વસ્તુને જોયા કરે છે"આ પર્સ માં પિંછીઓ (paint brush)લઈ ને કેમ ફરે છે??

શિખા જડપથી પીંછીઓ પર્સમાં નાખી દે છે "આ કંઈ નઈ એમ જ છે "
પહેલા પણ કેટલી પીંછીઓ લઈ ને ફરતી અને હજુ પણ એમજ લઈ ને ફરે છે , ક્યાંક મેક અપ તું આનાથી તો નથી કરતી ને ?
આટલી ચમકે છે તે....

"હું મેક અપ જ નથી કરતી" શિખા સ્પષ્ટ સ્વરમાં કહે છે

ચલ જવા દે ખબર જ છે કઈ હશે તો પણ તું કહીશ તો નહીં જ,મારી સામે આખો દિવસ ચપડ ચપડ કરતી આ બોલકણી છોકરી અંદર ઘણા રાઝ છુપાવીને બેઠી છે

આ સાંભળી શિખા ફક્ત હળવું સ્મિત આપે છે...

તારી પર્સ માંથી તો કઈ ખાવા પીવા મળ્યું નહિ હવે તો ઘરે જ ધક્કો ખાવો પડશે.
શિખા પર્સ ફરી હાથમાં લેતા કહે છે "ખાવાનું તો કંઈ નથી કઈક પીવાનું છે ,જો જોઈતું હોય તો"

આર્યન હોઠ બીડતા કહે છે "શું છે પીવાનું"

શિખા આર્ય ના કાનમાં ધીરે થી કહે છે "સિગરેટ"
આર્યનની આંખ અચંબાથી પહોળી થઈ જાય છે

"હૈયય....મેડમ, રહેવા દે ને..શા માટે કોઈના સીધા સાદા છોકરાને બગાડે છે,

"સિગરેટ એને પિવડાવ જે પીવે છે રોજ "આર્યન શિખા સામે એકીટશે જોતા કહે છે.

હા, પણ એ તો મારી સામે જોતો પણ નથી તો મારી આપેલ સિગરેટ શું પીવાનો ...
આર્યન ઈશારો કરતા શિખાની નજીક જતાં કહે છે

"तो.......वो.....बावरा है..!!!"

આ સાંભળી સૂર્યાસ્તના ઝાંખા સોનેરી કિરણોમાં શિખાનું સ્મિત ઝળહળી ઉઠે છે...દરિયાને મળી આવતો એ ઠંડો પવન તેને અનહદ શાંતિ આપી રહ્યો હતો, એ પવન માં તેના વાળ અને લોંગ સ્કર્ટ બંને લહેરાઈ રહ્યા હતા,કંઇક વિચારી રહી છે અને મનમાં જ હસી રહી છે ..

"ચલો શિખા ઘરે જવું પડશે હવે"આર્યન એક હાથ માંથી બીજા હાથમાં ચાવી ફેંકતા કહે છે..

હજુ ઘેર જઈ જમીશ અને જમીને પણ ક્યાંક જવાનું છે

શિખા માથું હલાવતા કહે છે "ઓહો..તો એમ વાત છે, તને કોઈને મળવા જવાનુ છે એટલે કહે ને આટલી ઉતાવળ છે 7 વાગ્યા પહેલાં ઘરે જાય છે"

"હમમ ..યસ મેડમ ...કોઈને લેવા જવાનું છે"

અદિતિને લેવા જવાનું છે ભુજ એમ ને ??
હા..આર્યન હકાર માં જવાબ આપે છે
એટલે આટલો બની ઠની ને ચહેકી,મહેકી રહ્યો છે...
મને લાગ્યું જ કે ક્યાંક જવાનો લાગે છે તું, બાકી રોજ નાઈટ પેન્ટ પહેરી દોડી આવે અહીં, એટલે લાગ્યું જ...

સારું ચલ તને ઘરે મૂકી જાઉં ...
અને...તું જેને ચાહે છે ને એ તો સાચે જ

"બાવરો.....છે"
એમ કહી આર્યન જડપથી સીડીઓ ઉતરી જાય છે

શિખા ના વિચારોમાં એક જ વાક્ય ગુંજે છે "તે બાવરો છે"


ઉમમમ....આ બાવરો વરી કોણ છે ? જેને આટલી સુંદર સમજદાર છોકરી સિદ્દતથી ચાહે છે ...અને સાચે જ એ બાવરો બની આટલી સારી છોકરીને અવગણે છે ...!
હમમ એ જાણવા તો પૂરી સિદ્દત થી વાંચવું પડશે આગળ.......