Chorono Khajano - 26 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 26

અપશુકન

સિરત પોતાના સાથીઓને લઈને નાગૌર જિલ્લામાં આવેલા દુર્ગા માતાના મંદિરે માતાનાં આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા પછી બધા જ લોકો મદિરની ભવ્યતા નિહાળવા માં મશગુલ થઈ ગયા હતા.

દુર્ગા માતાનું આ મંદિર અતિ ભવ્ય હતું. મંદિરની ચારેય બાજુ અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. મંદિરના વિશાળ દેવાલયમાં મહાકાળી માતા અને બ્રહ્માણી માતાની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરેલી હતી. કદાચ આ એક જ મંદિર એવું હશે કે જેમાં આવી રીતે બે દેવીઓની મૂર્તિઓ એકસાથે બિરાજમાન હતી.

મંદિરના ઉપરના ભાગે એક ગુપ્ત કક્ષ બનેલો હતો જેને બધા ગુફા કહીને પણ બોલાવતા હતા. અહી એકદમ સાફ દેખાઈ આવતું હતું કે મહાકાળી માતાને શરાબનો ભોગ ચડાવવામાં આવતો હતો અને બ્રહ્માણી માતાને મીઠાઈનો ભોગ ચડાવવામા આવતો હતો.

મંદિરની બહાર અનેક દુકાનો આવેલી હતી કે જેમાં મોટે ભાગે શરાબની દુકાનો હતી અને અમુક દુકાનો મીઠાઈની પણ હતી. મીઠાઈની દુકાનેથી દિવાને મીઠાઈ ખરીદી લીધી. રસ્તામાં એકસાથે આટલા લોકો ઝડપથી જોઈ રહ્યા હતા ત્યારે દુકાનોમાં અને આસપાસમાં ઉભેલા લોકો સિરત અને તેના સાથીઓ તરફ જોઈ રહ્યા હતા.

જ્યારે તે લોકો મંદિરની અંદર દાખલ થયા ત્યારે મંદિરમાં ઉપસ્થિત પૂજારી કઈંક અસ્વસ્થ મેહસૂસ કરવા લાગ્યો હોય એવું સિરતને લાગ્યું. એટલે તેણે પોતાના સાથીઓને ઈશારો કરીને એક જગ્યાએ ઊભા રહીને માતાનાં દર્શન કરવા માટે કહ્યું.

મંદિરમાં ઉભેલો પૂજારી આમ તો લગભગ 25-26 વર્ષનો યુવાન હતો પણ તે શરીરે એકદમ કમજોર હોય તેવો લાગતો હતો. તેના માથે ખૂબ જ નાના વાળ હતા અને માથાની વચ્ચે એક લાંબા વાળની શિખા હતી. તેણે શરીરે એક જનોઈ પહેરેલી હતી. એક કેસરી રંગનું ધોતિયું પહેરેલું હતું. બાકી શરીર ઉપર એક કેસરી રંગની છાલ ઓઢી રાખી હતી. જોઇને તો તે એકદમ સ્વસ્થ જ લાગતો હતો પણ અત્યારે પોતાની સામે આટલા બધા પહેલવાન જેવા લોકોને જોઈને કદાચ તે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો.

સિરત કંઈ બોલ્યા વિના જ પૂજારી પાસે ગઈ અને તેણે પ્રસાદ ચડાવવા માટે કહ્યું. પૂજારીના ચેહરા ઉપર કોઈ ભાવ દેખાતા નહોતા. એવું લાગતું હતું જાણે તે કંઇક યાદ કરી રહ્યો હતો અથવા તો પોતાની સામે આવા અજીબ લોકોને જોઈને તે ડરી ગયો હતો.

પુજારીએ સિરતને કંઈ જવાબ આપ્યા વિના જ તેના હાથમાં રહેલી બેગ લઈ લીધી. તેણે ધીમેથી સિરતને બોટલ ખોલવા માટે કહ્યું. સિરતે પોતાના એક સાથીને બોટલ ખોલવા માટે ઈશારો કર્યો એટલે તરત જ તેમની ટૂકડીમાંથી એક માણસ આગળ આવ્યો.

જે માણસ બોટલ ખોલવા માટે આગળ આવ્યો હતો તે દેખાવે એક પહેલવાન જેવો જ લાગતો હતો. એવું લાગતું હતું કે જો તે પૂજારીને દબોચી લે તો પૂજારીના ત્યાં ને ત્યાં જ રામનામ સત્ય થઈ જાય.

તે પહેલવાન લાગતા માણસે પૂજારીના હાથમાંથી બોટલ લીધી અને ખોલવા લાગ્યો. એવું લાગ્યું જાણે તે બોટલ ખોલવામાં પાવરધો હતો. તેણે તરત જ બોટલ ખોલી નાખી. બોટલ ખોલ્યા પછી તેણે તે બોટલ પૂજારીને દેવા માટે હાથ આગળ કર્યો.

પૂજારીનું ધ્યાન અત્યારે તે પહેલવાન ઉપર જ હતું. ભૂલથી કહો કે ડરથી, પણ પૂજારીના ધ્રુજતા હાથ, પેલા માણસે ખોલી આપેલી બોટલને મજબૂતાઇ થી પકડી ન શક્યા અને બોટલ જઈને નીચે ફર્શ સાથે ટકરાઈ.

આખા ફર્શ ઉપર બોટલના કાચના ટુકડાઓ અને શરાબ ફરી વળી. નીચે ઢોળાયેલી શરાબની મહેક ત્યાં ઉભેલા દરેકના નાકમાં પ્રવેશીને તેમને શરાબ પીધા વિના જ મદહોશ કરી રહી હતી.

સિરત આ દૃશ્ય જોઈને ગુસ્સામાં સમસમી ઉઠી. તેણે અતિશય ગુસ્સામાં પોતાના માણસને ખિજાઈને ત્યાંથી જવા માટે કહ્યું. જો કે સિરત પણ ખૂબ સારી રીતે જાણતી હતી કે અહીં સંપૂર્ણ રીતે ભૂલ પૂજારીની હતી, પણ તે પૂજારીને તો ત્યાંથી જવા માટે ન કહી શકે ને..! અને ગુસ્સો કોઈકની ઉપર તો ઠાલવવો જ રહ્યો.

પેલો માણસ કે જેણે બોટલ ખોલી હતી તે તો કંઈ પણ બોલ્યા વિના પોતાના સરદારનું માન રાખીને ત્યાંથી ચાલ્યો ગયો અને જઈને તેના સાથીઓની લાઈનમાં સૌથી છેલ્લે ઊભો રહી ગયો.

હવે સિરતે ગુસ્સામાં પૂજારી સામે જોયું. પણ પૂજારી તો જાણે ડરથી થરથર ધ્રુજી રહ્યો હતો. તરત જ સિરતે પોતાના ચેહરાના હાવભાવ બદલ્યા અને હસતા મુખે પૂજારીને કહેવા લાગી,

सीरत: कोई बात नही पुजारी जी, हम अभी ही भोग केलिए एक और बोतल ले आते है।

એટલું કહી તેણે તરત જ દિવાનને ઈશારો કર્યો અને બીજી બોટલ લઈ આવવા માટે કહ્યું. જો કે મનમાં તો સિરત પણ જાણતી હતી કે આ ખૂબ મોટા અપશુકન થયા હતા પરંતુ એના ઉપર જો તે જરા પણ રીએક્ટ કરશે તો તેના બધા જ સાથીઓમાં રહેલી હિંમત તૂટી જશે અને આ સફર ઉપર જવાનો નિર્ણય કેન્સલ કરવો પડશે.

એટલે તે એકદમ ચૂપ રહીને પૂજારીને પણ આશ્વાસન આપવા લાગી. પૂજારીના મનમાં રહેલો ડર અંતે થોડો દૂર થયો અને તે ધ્રૂજતો શાંત થયો.

થોડી જ વારમાં શરાબની એક નવી બોટલ આવી ગઈ. તે બોટલ ખુદ દિવાને જ ખોલીને પૂજારીને આપી અને પછી પૂજા કરવા માટે કહ્યું.
પુજારીએ બેગમાંથી ચાંદીનો એક ગ્લાસ કાઢીને વારાફરતી ડરતા ડરતા અઢી ગ્લાસ ભર્યા અને પોતાની પાસે રહેલા બીજા મોટા ચાંદીના ગ્લાસમાં તે રેડ્યા અને પછી તે મહાકાળી માતાની મૂર્તિ પાસે પેલી ગુફામાં ગયો.

અંદર મહાકાળી માતાની ભવ્ય મૂર્તિ હતી. પૂજારીએ અંદર જઈને પહેલા પોતાની આંખો ઉપર એક કાળા કલરનું કપડું બાંધ્યું. પછી પોતાની પાસે રહેલો અને શરાબથી ભરેલો ચાંદીનો ગ્લાસ તેણે માતાની મૂર્તિ પાસે રાખ્યો.

માતાને તે ગ્લાસ ધર્યા પછી પુજારીએ તે શરાબ દેવાલયમા ઉપસ્થિત દરેક યાત્રાળુ ને પ્રસાદ સ્વરૂપે આપવા માટે કહ્યું. સિરતે તે ગ્લાસ લીધો અને પોતાના દરેક સાથીને શરાબ પ્રસાદની જેમ આપવા માટે દિવાનને કહ્યું. દિવાને બધાને પ્રસાદી આપી.

પછી તેમણે મીઠાઈનું એક બોક્સ બ્રહ્માણી માતાને ભોગ ધરવા માટે આપ્યું. તેની પ્રસાદી લઈને તેઓ એકસાથે માતાજીનો જયકાર કરીને બહાર નીકળવા લાગ્યા.

તેઓ બહાર નીકળી જ રહ્યા હતા ત્યારે ડેનીને અચાનક શું સૂઝ્યું કે તે અટક્યો અને થોડીવારમાં જ આવશે એવું કહીને તે પાછો મંદિરમાં જવા લાગ્યો.

મંદિરમાં ગયા પછી તરત જ ડેની પેલા પૂજારી પાસે ગયો અને તેને એક તરફ લઈ જઈને પૂછ્યું,

डेनी: आखिर तुम्हे किस चीज का डर है जो तुम इस तरह कांप रहे हो? बताव मुझे की बात क्या है? ડેની એ થોડુક ગુસ્સામાં પૂછ્યું.

पुजारी: कल शाम की पूजा में हमारे गुरुजीने कहा था की कल, इस मंदिर के स्थापक के वंशज पूजा करने केलिए आने वाले है। उनकी पूजा में अगर कोई भी गलती हुई तो वो हमे जान से भी मार सकते है। अतः ध्यान रहे, उनकी पूजा ठीक से होनी चाहिए। और देखो उसी डर के मारे मुझसे ही इतना बड़ा अपशकुन हो गया। अच्छा है की उन्होंने मुझे जान से नही मारा। પૂજારી ડરતા ડરતા બોલ્યો.

ડેની હવે તે પૂજારીને છોડીને પાછો પોતાના સાથીઓ તરફ જવા લાગ્યો. જેવો તે મંદિરમાંથી બહાર નીકળ્યો કે તરત જ ત્યાં બહાર છુપાઈને તેની અને પૂજારીની વાત સાંભળી રહેલો દિવાન ધીમે ધીમે ડેનીથી થોડી દૂરી રાખીને ચાલવા લાગ્યો. દિવાન પોતાના મનમાં કંઇક વિચારી રહ્યો હતો.

બધા વળી પાછા હતા એમને એમ જ પોતપોતાની ગાડીઓમાં બેસીને માધવપુર તરફ ચાલતા થયા.

હવેલીએ પહોંચ્યા પછી પણ દિવાનના મનમાં શાંતિ ન્હોતી. તેના દિમાગમાં અત્યારે જાણે વિચારોનું ચકડોળ ચઢ્યું હતું. એટલે તરત જ તે સિરત સાથે વાત કરવા માટે તેના રૂમ તરફ જવા લાગ્યો.

દિવાન સિરતના રૂમે આવ્યો પણ તે બહારથી બંધ હતો એટલે તેને લાગ્યું કે કદાચ તે ડેનીના રૂમ તરફ ગઈ હશે, એમ વિચારીને દિવાન ડેનીના રૂમ તરફ ગયો. ડેનીના રૂમમાં સિરત અને ડેની બંને બેઠા હતા. તેઓ એકબીજા સાથે સફરની તૈયારીઓ વિશે વાતો કરી રહ્યા હતા. એટલે દિવાનને અત્યારે સિરત સાથે વાત કરવી યોગ્ય ન લાગી. તે ત્યાંથી પાછો પોતાના રૂમમાં આવી ગયો.

થોડીવાર પછી સિરત જ્યારે જમવા માટે જઈ રહી હતી ત્યારે દિવાનને મોકો મળ્યો. તે સિરતને એક તરફ લઈ જઈને કોઈ સાંભળી ના જાય તેમ ધીમે અવાજે બોલ્યો,

दिवान: सीरत, तुम्हे नही लगता की माता के मंदिर में हुए उस अपशकुन के बाद भी इस सफर को जारी रखना हमारे लिए खतरनाक साबित हो सकता है?

सीरत: दिवान साहब, क्या आप भी देहांति गवांरो की तरह बाते कर रहे है। वहा, उस डरपोक पुजारी के हाथो से बोतल गलती से गिर गई थी। इसमें अपशकुन की कोई बात ही नही आती। आप चिंता न करे दिवान साहब। हम इस सफर में जरूर कामियाब होंगे।

दिवान: ठीक है। अगर तुम कहती हो तो सब ठीक ही होगा। तुम हमारी सरदार हो और तुम हम सब का भला हो सोचोगी।

सीरत: कुछ भी उल्टा सीधा मत सोचिए दिवान साहब। चिंता न करे। सब ठीक ही होगा।

દિવાન પણ ફિક્કું હાસ્ય આપતો જમવા મટે જવા લાગ્યો. પાછળ પાછળ સિરત પણ જવા લાગી. જો કે આ વાત પછી સિરતના મનમાં પણ થોડોક તો ડર લાગ્યો હતો. દિવાનને પણ સિરતના જવાબથી પૂરો સંતોષ મળ્યો નહોતો પણ તેણે બીજું કંઈ વિચાર્યા વિના જ જે થાય છે તે થવા દીધું.


શું આ અપશુકન સાચા નીવડશે..?
સફરમાં કેવી કેવી મુસીબતો આવશે..?
પેલા બીજ શેના હતા કે જેના માટે રાજ ઠાકોર આવું મોટું રિસ્ક લેવા તૈયાર હતો..?

આવા અનેક સવાલો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'