Chorono Khajano - 29 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 29

લુંટારાઓ

ડેની અને દિવાન બંને અત્યારે જહાજથી ઘણા બધા દૂર આવી ગયા હતા. અચાનક જ ડેનીને જાણે કંઇક યાદ આવ્યું હોય તેમ તે દિવાનને જોઇને બોલ્યો.

डेनी: यहां तक वो लोग इस नदी में आए होंगे, लेकिन ये नदी तो कही से भी समंदर से मिलती नही। तो फिर इस नदी तक वो लोग इस जहाज को कैसे लाए होंगे?

दिवान: मैने सुना है की उन्होंने कई नदियों को जोड़ा था। उसके बाद वो लोग यहां तक पहुंचे थे। लेकिन जब सरकार ने इस जहाज को बेन किया तो उन्हे इसे बचाने केलिए यहां इस तरह छुपाना पड़ा। इसके अलावा ऐसे जितने भी जहाज थे उन्हें नष्ट कर दिया गया।

डेनी: तो अब इस जहाज को बेन किया गया है फिर हम इसे कैसे ले जायेंगे। सरकार इसे आगे बढ़ने की परमिशन देगी क्या?

दिवान: कल मुझे एक और बात पता चली है। सीरत ने मुझे बताया था की उसे एक ऐसा नक्शा भी मिला है जो उस दुनिया का है। और उस नक्शे को उसने गवर्नर को दिखाया था। जब गवर्नर को इस बात का पता चला की हमारे राज्य की अमानत उस खजाने को खोजा जा सकता है तो उन्होंने राज ठाकोर के साथ उन ऑफिसर को भेजा, जो इस जहाज की जांच कर उन्हे बताएंगे की ये चलने के लायक है भी या नही। अगर ये लोग हमे परमिशन दे देते है तो हम उस खजाने तक जरूर पहुंचेंगे।

डेनी: दूसरी दुनिया का नक्शा उसे मिला? कहा से? कैसे? એટલું કહેતાં ડેની એકદમ ચોંકીને ઊભો રહી ગયો. તે ઊભો રહ્યો એટલે દિવાન પણ ત્યાં ઊભા ઊભા તેની સાથે વાત કરવા લાગ્યો.

दिवान: वो मुझे नहीं पता, लेकिन उसके बाद ही सीरत इस सफर को किसी भी तरह से कैंसिल नही होने देना चाहती। वो ये सफर जरूर करेंगी।

डेनी: अरे सफर तो हम भी करना चाहते है, लेकिन उसने उस नक्शे के बारे में मुझे क्यों नही बताया? क्या उसे मुझ पर भरोसा नहीं? ડેની થોડોક નારાજ થતા બોલ્યો.

दिवान: ऐसा नहीं हे डेनी। दरअसल सीरत इस वक्त तुम्हारे ऊपर सबसे ज्यादा भरोसा करती है, लेकिन वो तुम्हे बता नही पाती। वो तुम्हे एक दोस्त की तरह सबसे ज्यादा पसंद करती है। शायद उसे कोई वजह दिखी होगी जिसके चलते उसने तुम्हे नही बताया होगा। દિવાન ડેની ને સમજાવતા બોલ્યો.

डेनी: भरोसा भी करती है और बाते भी छुपाती है, वाह! ડેની એ ટોણો મારતાં કહ્યું.

दिवान: दरअसल सच बात तो ये है कि सीरत नही चाहती थी की तुम्हे इस बात का पता चले।

डेनी: कोन सी, भरोसे की बात?

दिवान: अरे नही, नक्शे की बात।

डेनी: ऐसा क्यों? और आपने फिर भी मुझे बताया क्यों? ડેની અચંબા સાથે બોલ્યો. ડેની જાણતો હતો કે દિવાન, સિરતનો એક ખાસ અને વિશ્વાસપાત્ર માણસ છે. તે સિરતની વાતનું ઉલ્લંઘન કઈ રીતે કરી શકે..?

दिवान: तुम एक अच्छे इंसान हो डेनी। मुझे तुम पसंद हो, इसलिए मैं चाहता था की तुम्हे सच्चाई पता चले। मैने तुम्हे एक अच्छे दोस्त की तरह माना है क्यों की तुमने हमेशा हमारी मदद ही की है। इसीलिए मैंने तुम्हे ये सब बताया।

डेनी: मुझे सीरत से इसके बारे में बात करनी ही होगी। आखिर वो चाहती क्या है, उसके दिमाग में क्या चल रहा है? वो ऐसा क्यों कर रही है? ડેની ગુસ્સામાં બોલ્યો. હવે તેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી સિરતને કોલ કરવા માટે મોબાઈલ કાઢ્યો. તેઓ અત્યારે એક નિર્જન વિસ્તારમાં હતા કે જ્યાં મોબાઈલમાં નેટવર્ક ન્હોતું એટલે કોલ ના થઈ શક્યો. છેવટે તે નિરાશ થઈને વળી પાછો ચાલવા લાગ્યો.

દિવાન પણ કંઈ બોલ્યા વિના જ ચુપચાપ ડેનીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અચાનક જ તેમને લાગ્યું કે કોઈક તેમની પાછળ પાછળ આવી રહ્યું છે. આ જગ્યાએ તેમનો પીછો કોણ અને કેમ કરી રહ્યું હશે એ સવાલ તેઓ બંનેના મનમાં થયો.

તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ રાજ ઠાકોર પોતે જ બધી જાણકારી માટે તેમનો પીછો કરી રહ્યો હશે અથવા તો તેણે પોતાના કોઈ માણસને અમારી પાછળ મોકલ્યો હશે. તેઓ જે વિચારી રહ્યા હતા એના કરતાં કંઇક અલગ જ પ્રકારની મુસીબત તેમની રાહ જોઈ રહી હતી જેનાથી તેઓ સાવ અજાણ હતા.

તેઓ અત્યારે જે જગ્યાએ હતા ત્યાંથી થોડે દૂર એક બુકાનીધારી લૂંટારાઓની ટોળકી રોકાયેલી હતી. તેઓ કાયમ કોઈને કોઈ નેશનલ હાઇવે ઉપર ગાડીઓમાં કોઈને કોઈ રીતે લૂંટ કરતા રહેતા અને ત્યાંથી લૂંટ કર્યા પછી આવી કોઈ નિર્જન જગ્યાએ લૂંટનો હિસાબ કરવા અને કરેલી લૂંટનો ભાગ પાડવા માટે એકઠા થતા.

આજે પણ રાત્રે રાજસ્થાનના એક નેશનલ હાઇવે ઉપર એક ચિન્ટુ નામનો લગભગ પંદર સોળ વરસનો છોકરો એક ઝાડ કે જેની મોટી અને જાડી ડાળ રોડ ઉપર સુધી લંબાયેલી હતી તેના ઉપર ચડીને રોડ ઉપર ખીલીઓ ફેંકી રહ્યો હતો. અમુક અમુક ખીલીઓ સીધી પડતી તો અમુક આડી અવળી પડતી.

રોડ ઉપર જતી એક ઇનોવા કારનું ટાયર પેલા છોકરાએ ફેંકેલી એક ઊભી ખીલી ઉપરથી ચાલ્યું અને તે ખીલી ટાયરમાં ખૂંપી ગઈ. ધીમે ધીમે તે ટાયરમાંથી હવા નીકળવાનું ચાલુ થયું અને લગભગ બે અઢી કિલોમીટર દૂર જતા તે ટાયર સાવ રોડને અડી જાય એ રીતે બેસી ગયું.

રોડ ઉપર સ્પીડ માં જઈ રહેલી ગાડી આમતેમ રેલાવા લાગી અને અંતે તે ગાડીના ડ્રાઈવરે ગાડી ઊભી રાખી. ગાડીમાં ગુજરાતનો કોઈ વેપારી જઈ રહ્યો હતો. તેણે નીચે ઉતર્યા વિના જ ડ્રાયવરને ગાડીનું ટાયર ઝડપથી ચેન્જ કરવા માટે કહી દીધું. આ રસ્તા ઉપર દાડે દિવસે થતી લૂંટ વિશે તે કદાચ જાણતો હતો.

ખીલી ફેંકતા પેલા છોકરાની લગભગ બે થી પાંચ કિલોમીટર દૂર સુધી થોડે થોડે અંતરે અમુક અમુક લુંટારાઓ રોડથી થોડે દૂર છુપાઈને ગાડી રોકાવાની રાહ જોઈ રહ્યા હતા. તેમાંય જેવી આ ગાડી ઉભી રહી એટલે તરત જ તે જગ્યાની નજીક ઊભા રહીને ધ્યાન રાખતા લૂંટારાએ બાકી બધાને સિગ્નલ આપીને ત્યા બોલાવી લીધા.

તેઓ બધા થઈને કુલ અગિયાર જણ હતા જે ચાકુ-છરી જેવા હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા. એના પહેલા કે પોલીસ ત્યાં આવે, બધાએ મળીને પેલા વણિક વેપારીને લૂંટી લીધો અને ત્યાંથી છું મંતર થઈ ગયા. તે લૂંટમાં તેઓને લગભગ ચારેક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અને સાથે અમુક સોનાના ઘરેણાં અને એક Rolex watch મળી હતી જેનો હિસાબ અહી બેસીને તેઓ કરી રહ્યા હતા.

અત્યારે આવી નિર્જન જગ્યાએ કોઈ પોલીસ ટુકડી આવીને પણ જો તેમની શોધ કરે તો કંઈ હાથમાં ના આવે. નદીની કોતરોમાં આ લોકો છુપાઈને પોતાનું કામ કરતા રહેતા હોય છે, તેમાં કઈ રીતે રહેવું અને બીજા દુશ્મનથી કઈ રીતે બચવું તેના વિશે તેઓ સારી રીતે જાણતા હતા. અને તેમાંય છેક અહીં સામેથી કોઈ લુંટાવા માટે આવ્યું હોય તો તેઓ બાકી કેમ રહેવા દે.

જ્યારે આ બધાથી સાવ અજાણ ડેની અને દિવાન નદીના કિનારે ફરી રહ્યા હતા ત્યારે દૂરથી નજર રાખી રહેલા તેમના દળના બે યુવાન લુંટારાઓ દિવાન અને ડેનીને જોઈ ગયા. આ યુવાન લૂંટારાઓની જવાબદારી ખાલી એટલી રહેતી કે જો પોલીસના કોઈ અધિકારી તેમનો પીછો કરતા અહીં આવી ચડે તો તેમને આ સમાચાર તેમના સામંત (ટુકડીનો સરદાર) સુધી પહોંચાડવા.

પેલા યુવાન લુંટારાઓ ડેની અને દિવાનની પાછળ તેમના વિશે વધારે જાણકારીઓ મેળવવા માટે છુપાઈને જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ડેની અને દિવાનની વધારે પાછળ હોય ત્યારે કંઈ સંભળાય નહિ એટલે તેઓ બને એટલી જલ્દી તેમની નજીક જવા માટેની કોશિશ કરતા રહેતા.

એટલી મહેનત પછી પણ તેઓને ખાલી એટલું જાણવા મળ્યું કે આ બંને લોકો કોઈ નકશા વિશે વાત કરી રહ્યા હતા. તે નકશો તેમને જરૂરથી કોઈ ખજાના સુધી પહોંચાડી શકશે એ આશાએ તેઓ તરત જ આ સમાચાર તેમના સામંત સુધી પહોંચાડવા માટે દોડી ગયા.

તેમના ઝુંડનો સામંત ફિરોજ ડફેર દૂર એક છુપી જગ્યાએ ચિંથરેહાલ થઈ ગયેલા ખાટલામાં પગ લંબાવીને સૂતો હતો. એની આસપાસ બેઠેલા અમુક લુંટારાઓ તેને આજે રાત્રે થયેલી લૂંટની માહિતી આપી રહ્યા હતા. તેમની આખી ટોળી શોલે ફિલ્મના ગબ્બરસિંહ અને તેના સાથીઓ જેવી લાગતી હતી.

દેખાવમાં તો ફિરોજ ડફેર પેલા ગબ્બરસિંહ કરતા પણ વધારે ભયાનક લાગતો હતો. મોટી મોટી દાઢી અને મૂછો, માથે મેલના કારણે કર્લી થઈ ગયેલા વાળ, ઘણા સમયથી ન્હાયા વિનાનું કદરૂપું શરીર સાથે એક આંખ ઉપર પેલા એવેંજર ફિલ્મના ફ્યુરીની જેમ બાંધેલો કાળો પટો દેખાવને વધુ ભયાનક બનાવતો હતો.

તેઓ જ્યારે શાંતિથી બધો હિસાબ કરી રહ્યા હતા ત્યારે જ પેલા બે યુવાન ખબરી લૂંટારાઓએ ત્યાં દસ્તક દીધી. તેમાંનો એક લૂંટારો ડેની અને દિવાન વિશે બધી માહિતી દેતા બોલ્યો,

फिरोज दादा, दो सोने की चिड़िया घूमते हुए इधर आई है। लगता है बहुत माल मिल सकता है। वो लोग किसी नक्शे के बारे में बाते कर रहे थे।

फिरोज: ऐसा क्या? आजकल अपना लक बहुत जोर कर रहा है, क्या बोलता है बटले! ફિરોજ ખુશ થતા પોતાના એક દુબળા પાતળા સાથી તરફ જોઈને બોલ્યો.

सही कहा आपने फिरोज दादा। एक तो हमने इतना बड़ा हाथ मारा और दूसरी ओर इतनी अच्छी खबर ये दोनो लड़के लेकर आए है। પેલો લૂંટારો પણ પોતાના સામંત ને ખુશ કરવા માટે તેને ગમે એવું સારું સારું બોલ્યો.

फिरोज: चलो फिर मेरे लिए पकड़ के लाओ उन दोनो सोनचिडियाओ को।

ठीक है दादा। બીજા બધા લુંટારાઓ એક સાથે બોલી ઉઠ્યા અને આઠ જણ ડેની અને દિવાનને પકડવા માટે જવા લાગ્યા.

શું ડેની અને દિવાન પકડાઈ જશે?
આ કહાની કોઈ નવો વળાંક લેવાની છે??
પેલા ખજાનાનું શું થશે?
પેલા બીજ શેના હતા?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'