Chorono Khajano - 40 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 40

ડેનીનો ઈલાજ


જ્યારે સિરતે શંખનાદ કર્યો ત્યારે ડેની અને દિવાનની તલવારબાજીમાં ડેનીનું ધ્યાન ભંગ થયું અને તેના હાથ ઉપર દિવાનની તલવાર ઊંડો ઘા કરી ગઈ.

ડેનીની તકલીફ જોઇને સિરત અતિશય દુઃખી હતી. તે ડેનીને પોતાની બાથમાં લઈને ત્યાં જ બેસીને રડી રહી હતી. ડેનીની અને તેના કારણે સિરતની તકલીફ જોઇને ત્યાં હાજર દરેક જણે શું રીએકશન આપવું તે કોઈ સમજી ન્હોતું શકતું.

દિવાન તો પોતાના કારણે હમણાં હમણાં આ બીજી ભૂલ થઈ ગઈ હતી તે વિચાર માત્રથી જ પોતાના નસીબને મનમાં ને મનમાં ગાળો ભાંડી રહ્યો હતો.

ત્યાં ઉપસ્થિત દરેક જણ અત્યારે ગભરાઈ ગયેલા હતા. કોઈ જાણતા નહોતા કે ડેનીની તકલીફ જોઇને સરદાર સિરત કેટલો ગુસ્સો કરશે..!

એકબાજુ બધા આ બનાવને લઈને અતિશય દુઃખી હતા ત્યાં હવેલીની બહાર એક સફેદ કલરની ગાડી આવીને ઊભી રહી. કાર ચાલકે હવેલીના ગેટની બહારથી જ હોર્ન માર્યો.

એટલા ટેન્શન અને ભાગમભાગમાં પણ એક બે જણાનું ધ્યાન હવેલીની બહાર ઊભેલી ગાડી તરફ ગયું. તેમાંથી એક જણે જઈને તે કાર ઓળખીતી છે એ બાબત કન્ફર્મ કર્યા પછી ગેટ ખોલ્યો. પેલી ગાડી હવેલીના પરિસરમાં દાખલ થઈ.

સિરત અને ડેનીને ઘેરીને ઊભેલું ટોળું થોડુક વિખેરાયું. હવે સિરતની રડતી આંખો પેલી ગાડી તરફ મંડાઈ. ગાડીનો એક તરફનો દરવાજો ખૂલ્યો અને અંદરથી એક અતિશય સુંદર અને નમણી નાજુક છોકરી બહાર આવી.

ગાડીમાંથી બહાર આવેલી તે પરી જેવી લાગતી છોકરીના મુખ ઉપર એક અજીબ પ્રકારનું તેજ હતું. એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ તેના તેજથી ત્યાં ઉપસ્થિત દરેક જણ અંજાઈ જશે. તે છોકરી એક મીઠી સ્માઈલ અને કંઇક અણબનાવ બનેલ હોય તેવા એક્સપ્રેસન સાથે સિરત તરફ તો ક્યારેક ત્યાં ઊભેલી ભીડ તરફ જોઈ રહી. એવું લાગી રહ્યું હતું કે તે જાણે કોઈકને શોધી રહી હતી.

તરત જ ગાડીનું ડ્રાઈવર તરફનું બારણું ખુલ્યું અને તેના જેવી જ સુંદર એક બીજી છોકરી પણ બહાર આવી અને પેલી છોકરીની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. ભીડના દરેક જણની એક નજર પેલી બે સુંદર છોકરીઓ તરફ ગઈ. તે બંને છોકરીઓને જોઇને અચાનક જ બધાની ચિંતા જાણે સાવ ગાયબ થઈ ગઈ. સિરતના ચેહરા ઉપર પણ એક સ્માઈલ ફરી વળી.

દિવાન હજી પણ નીચું જોઈને ઊભો હતો. તેની પાસે અત્યારે કદાચ અફસોસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો. ડેની પોતાના દર્દને લઈને કણસી રહ્યો હતો.

અચાનક જ ધીમે રહીને દિવાને પોતાની નજર પેલી બંને છોકરીઓ તરફ ફેરવી. તેના મનમાં એક અજબ ખુશીની લહેર દોડી ગઈ, પણ તેણે પોતાના ચેહરા ઉપર દેખાવા ન દીધી. તે તરત જ દોડીને પેલી બંને છોકરીઓ પાસે ગયો અને બોલ્યો,

दिवान: बेटी सीमा, तुम एकदम सही वक्त पर आई हो। मेरी गलती की वजह से ही ये हुआ है। मेरी तलवार जो डेनी के हाथ में लग गई है, उसकी वजह से वो बहुत ही ज्यादा तकलीफ में है। मेहरबानी कर के तुम उसका इलाज शुरू कर दो बेटी। દિવાન વિચારી રહ્યો હતો કે કદાચ ડેનીના ઈલાજ પછી સિરત, તેણે કરેલી ભૂલને માફ કરી દે. તે છોકરી બીજું કોઈ નહિ પણ દિવાનની જ દિકરી સીમા હતી જે દિલ્લી માં એમડી કર્યા પછી જોબ કરતી હતી. તે પોતાની દોસ્ત મીરા કે જે એક સર્જન હતી તેને પોતાની સાથે આ સફરમાં આવવા માટે સાથે લઈ આવી હતી.

દિવાન ત્યાંની બધી કન્ડીશન સીમાને ટુંકમાં સમજાવતા આગળ શું કરવું તેના વિશે કહેવા લાગ્યો.

सीमा: क्या, ये कैसे हो गया। चलो चलो। मीरा, तुम सर्जरी करने की तैयारी कर लो, हम पेशेंट को लेकर आते है। चलिए बाबा। સીમા અને મીરા બંને પોતાની સાથે આ સફરમાં જેટલી પણ દવા અને બીજી વસ્તુઓની જરૂર પડવાની હતી તેવી બધી જ વસ્તુઓ પોતાની સાથે લઈને આવ્યા હતા. મીરા તરત જ તેમને જરૂર પડે તેવી દરેક વસ્તુઓ કાઢવા માટે દોડી અને સીમા અને દિવાન બંને ડેની અને સિરત જ્યાં હતા તે તરફ જવા લાગ્યા.

दिवान: तुम लोग उन्हें मदद करो ताकि डेनी का इलाज जल्दी हो। और तुम दोनो जा कर एक बेड लेकर आओ। ડેનીની આસપાસ ઉભેલા પોતાના બીજા સાથીઓને મીરાની મદદ કરવા માટે દિવાને કહ્યું.

જ્યારે બે જણ બેડ લઈને આવ્યા એટલે દિવાન અને બીજા સાથીઓએ મળીને ડેનીને તે બેડ ઉપર બેસાડ્યો. તેઓ બેડને ડેની સહિત હવેલીની અંદર લઇ ગયા. સિરત, ડેનીને એકલો છોડવા માટે તૈયાર નહોતી એટલે કોઈએ બીજું કંઈ કહ્યા વિના જ સિરતને ડેનીની સાથે જ રહેવા દીધી.

એક રૂમમાં તેઓએ એક નાના ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઊભી કરી દીધી હતી. ત્યાં તે બેડ અને ડેનીને લઈ ગયા.

થોડી જ વારમાં સીમા અને મીરા બંને મળીને ડેની ની સર્જરી કરવા લાગ્યા. સિરત ત્યાં જ ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા. તેની આંખોમાં અત્યારે ડેની માટે પ્રેમ ભરોભર દેખાઈ રહ્યો હતો.

મીરા અને સીમા બંને એકદમ શાંત ચેહરે ડેનીની સર્જરી કરી રહ્યા હતા. તલવાર કાઢ્યા પછી ધીમે ધીમે થઈ રહેલું લોહી થોડીવાર માટે એકદમ વધી ગયું પણ તે લોકલ અનેસ્થેસિયા આપીને તેઓએ ત્યાં ટાંકા લઈ લીધા અને બ્લીડિંગ બંધ કર્યું.

ડેનીના હાથની કોઈ ધમની કે શિરા કપાઈ છે કે નહિ તે ચેક કર્યું. તેમના નશીબ એટલા સારા હતા કે કોઈ મોટી નસને નુકશાન ન્હોતું થયું.

તેઓ ડેનીનો હાથ હલનચલન કરી શકે છે અને તેમાં કોઈ ચેતાને નુકશાન નથી થયું ને એના માટે જરૂરી બધી જ બાબત ચેક કરતા રહેતા. એના માટે ડેનીને હાથનું હલનચલન કરવા માટે પણ કહેતા. ડેનીને દુખાવો થતો પણ તેમ છતાં તે પોતાનો હાથ સારી રીતે હલાવી શકતો હતો.

લગભગ એક કલાક જેટલો સમય તેમણે ડેનીનું ઓપરેશન કર્યું. બાર અંદરના અને આઠ બહારના એમ કુલ વીસ ટાંકા લાગ્યા હતા. ડેનીને તેનો હાથ બિલકુલ હલે નહી તે રીતે ડોક સાથે સ્લિંગ વડે બાંધી દીધો હતો. ડેનીને હાથમાં દુખાવો ન થાય અને તે શાંતિથી આરામ કરી શકે એના માટે તેને પેઇન કિલર અને એન્ટી બાયોટિક આપવામાં આવેલી હતી. ઓપરેશન પછી તેને તેના પોતાના રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો.

જ્યાં સુધી ડેનીનું ઓપરેશન ચાલ્યું ત્યાં સુધી સિરત ત્યાં ને ત્યાં જ ઊભી હતી. તેમના બીજા સાથીઓ સિરત અને ડેનીની રાહ જોતા તે રૂમની બહાર ઊભા હતા. કોઈ કંઈ જ સમજી નહોતા રહ્યા કે તેમણે શું રીએકશન આપવું જોઈએ. એટલે બધા એકદમ શાંત થઈને ઊભા હતા.

દિવાન એક ખૂણામાં દુઃખી મને બેઠો હતો. તે ન્હોતો જાણતો કે તે સિરત અને ડેનીને પોતાનો ચેહરો કેવી રીતે બતાવશે. આ પહેલા તેનાથી થયેલી એક ભૂલ માટે તો તેને માફી મળી હતી પણ આ ભૂલ માટે કદાચ તેને માફી નહિ જ મળે એવું વિચારીને તે બધાથી દૂર એક ખૂણામાં બેઠો હતો.

થોડીવારમાં જ ફિરોજ ત્યાં આવ્યો. તેણે પોતાનો એક હાથ દિવાનના ખભે મૂક્યો અને તેને સાંત્વના આપવા લાગ્યો.

फिरोज: इस में तुम्हारी कोई गलती नही है, मेरे दोस्त। ये तो प्रेक्टिस में कभी कभी ऐसा हो जाता है। इस केलिए तुम अपने आप को दोष मत दो। इसमें गलती किसी की भी नही है, सब अपनी अपनी जगह सही है। तुम चिंता मत करो, डेनी तुम्हे माफ कर देगा।

दिवान: मैं जानता हु, डेनी मुझे माफ कर देगा। लेकिन मुझे चिंता डेनी की नही, बल्कि सीरत की है। इस बार वो मुझे माफ नही करेगी।

फिरोज: नही, वो भी तुम्हे माफ कर देगी। वो जानती है की तुम्हारी गलती नही थी। तुम खुद को यूं ही सजा दिए जा रहे हो। तुम्हे अपनी बेटी के आने की खुशी होनी चाहिए, न की जो हुआ उसका दुख। तुमने जो तकलीफ दी थी, उसे तो तुम्हारी बेटीने दूर कर दिया, अब तुम्हे चिंता नहीं करनी चाहिए।

दिवान: मैं कभी भी उन्हें तकलीफ नहीं देना चाहता, लेकिन फिर भी कही न कही मुझसे गलती हो ही जाती है। लेकिन इस बार मैं खुद को यूं ही माफ नही कर सकता।

फिरोज: तुम खुद को इस तरह सजा नही दे सकते, जब की तुम्हारी कोई गलती भी नही है। पहले तुम्हे सरदार से बात करनी चाहिए, अगर वो तुम्हे कोई सजा दे तो उसे अपना सिर जुका के ले लो, लेकिन इस तरह तुम खुद ही खुद को सजा मत दो।

दिवान: मुझे नही लगता की वो मुझे कोई सजा देगी। लेकिन जब तक मैं उसके साथ हु तब तक ऐसे ही कोई न कोई गलती करता रहूंगा। अगर उससे दूर हो गया तो कम से कम उन्हें कोई तकलीफ तो नही होगी।

फिरोज: मेरे खयाल से तो अगर तुमने खुद ही सजा तय कर ली तो इससे उन्हें ज्यादा तकलीफ होगी। अगर तुम खुद को सजा देना ही चाहते हो तो अपनी ओर अपनी बेटी की जिंदगी पूरी तरह से उनके लिए जियो। उनका इस सफर केलिए साथ दो। आगे आने वाली हर मुसीबतों से उनकी रक्षा करो। इससे तुमने जो भी गलतियां की है, उनका प्रायश्चित भी हो जायेगा। खुद को तकलीफ देना बंद करो और सरदार का साथ दो।

શું ફિરોજ ની વાત દિવાન માનશે..?
ડેની સાથે થયેલા બનાવ માટે સિરતના મનમાં દિવાન માટે કેવી લાગણી બંધાશે..?
તેમની આ સફર કેવી હશે..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya..
'શિલ્પી'