Gaamdu - 2 books and stories free download online pdf in Gujarati

ગામડું - 2

જય માતાજી...જય શ્રી ક્રિષ્ના... રામ રામ બધા ને...
વ્હાલા મિત્રો અગાઉ ના ભાગ મા જેમ આપડે જાણ્યું કે ખરેખર ગામડું એ ગામડું છે હો...અદભુત...
વ્હાલા મિત્રો ગામડાં ની ગલીઓ સહેરી ઓ અને સંસ્કૃતિ ની વાતો કાઈ અલગ જ હોઈ છે જેને લઈ ને અને આપ બધા નો ભાવ અને પ્રેમ જોઈ ફરી બીજો ભાગ લઈ આપણી સમક્ષ આવી ગયો છું...
ગામડાં ની સંકૃતી ની વાત કરું તો અહીંયા બધા લોકો એટલા ભોળા અને આનંદી વાતાવરણ માં રહે છે કે બધા નું બધું સમજી ને કામ કરે છે... વ્હાલા મિત્રો અમારા ગામડાં માં કોઈ ના ઘરે કાઈ પ્રસંગ હોઈ તો બધા પોતા નું સમજી ને કર્યો કરે છે. અને અમારે તો ગામ મા બધા વડીલો જે નક્કી કરે એના આધારે અમારી પરંપરા અનુસાર પ્રસંગો ની ઉજવણી થાય છે. તેમાં એમાંરે ગામડાં માં બધા જ છોકરા ઓ ને નક્કી જ હોઈ કે પ્રસંગ મા તેણી જવાબદારી શું છે એને પ્રસંગ ગામ નું હોઈ તો રૂડું લાગે અને સુશોભિત બને એના માટે શું કરવું એવા જ પ્રયત્ન હોઈ છે...
જો ગામડાં વિશે હજી થોડું કેહવાય શહેર ની દૃષ્ટિએ તો કેવું છે અમારું ગામડું....
"શહેર નગર નું આનું આવે નઈ અમને ગામડે ફાવે રે... અમે વગડાના વાશી અમારે હોઈ ઈ હાલે રે ...
"ચટણી મરચા નું સુંદર ભોજન એમને શુર માં લાગે રે ...
છાશ ખાટી ને દૂધ ને દહી જ્યાં મીઠું લાગે રે...અમે વગડા ના વાશી અમારે હોઈ ઈ હાલે રે..."
"જાર બાજર નાં રોટલા ઉપર માખણ મારે રે...
ગાદલા તાકિયા ને ઢોલિયા કરતા હેઠુંય હાલે રે..."
"કૂલર એશી પંખા નઈ જ્યાં પવન ઈશ નું આવે રે ...
પ્રાણ મેહમાનો ને પાથરે જ્યાં મારા મનડા હેરે રે..."
"અમે વગડા નાં વાશી અમારે હોઈ ઈ હાલે રે...
અમે વગડા નાં વાશી અમારે હોઈ ઈ હાલે રે..."
ગામડું તો સાહેબ ગામડું છે હો...અમારા ગામડાં ની પ્રસંગો ની જો હું વાત કરું તમને સાહેબ તો ગામ માં કોઈ ને કાઈ પ્રસંગ થાય તો બધા બહુ રાજી થાય અતિ ખુશ થાય છે અને બહુ ઉત્સાહ ને ઉમંગ થી મહેમાનો ને માન આપે છે અને તે રોકવા માટે અને બધી સગવડ તેના આંગણે કરી દે છે.
પ્રકૃતિ ની વાતો તો અદભુત છે જ્યાં કુદરત મન મૂકી ને એટલી અદભુત પ્રકૃતિ આપી છે ને કે સાહેબ અમારા ગામડાં માં સીધો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે... એવી સરસ મજા ની નદીઓ વૃક્ષો પ્રાણીઓ અને પક્ષીઓ ના કલરવ થી અમારી સવાર એટલી અદભુત હોઈ કે જેની આપડે કલ્પના પણ ન કરી શકીએ...
અત્યારે તો સાહેબ શહેરી કરણ બહું વધ્યું છે પણ પેહલા ની જો વાત કરીએ તો આપડા પૂર્વજો ની સંસ્કૃતિ મા જોઈએ તો અમારા ગામડાં ના પેહલા ગામ ના જે વડીલો નક્કી કરે એ પ્રમાણે ના કોઈ વાર તહેવારો ના આયોજન કરતા અને આપડે એ સંકૃતિ આપી ગયા છે અને એને સાચવવા ની જવાબદારી હવે ઘરે ખર આપડી કહેવાય...
વ્હાલા મિત્રો ગામડું એટલે...."ઘી દૂધ બારે માસ હોઈ મીઠી મધુર છાશ હોઈ... વાણી મા મીઠાશ હોઈ...રમઝટ બોલાવતા રાશ હોઈ...પુણ્ય તણા પ્રકાશ હોઈ ને ત્યાં નક્કી ભગવાન નું વાષ હોઈ એવું હોઈ ગામડું..."
ગામડાં માં સાહેબ ક્યારેક તમે જરૂર આવજો ત્યાં આવશો ત્યારે તમને ખબર પડશે કે ગામડાં કોઈ મહેમાન આવે તો તેની મહેમાન ગતિ પણ બહુ અણમોલ હોઈ અને મેહમાન નું માન કેવું હોઈ ....?
તો અમારા ગામડાં મા "મે"- વરસાદ આવે છે જેટલા ખેડૂતો ખુશ થાય એટલા જ મહેમાન આવે ને તો લોકો ખુશ થાય એટલે મે ' જેટલો માન આપે મહેમાનો ને સાહેબ...
મિત્રો એક દિવસ અમારા ગામ મા એક પ્રસંગ હતું અને અમે બધા લોકો સાથે નક્કી કરેલું હોઈ તે કામ કરતા હોઈએ તો એ ચાલુ હતું પણ બન્યું એવું કે ત્યારે બહાર નાં ઘણા મોટા મોટા માણશો એ પ્રસંગે તેમના કિંમતી સમય ની અમૂલ્ય તકો આપવા માટે આવવા ના હતા. મોટા માણશો હોઈ કે નાના માણશો ગામડાં મા એક વખત એની મહેમાનગતિ માણો એટલે તમને ગામડાં ના લોકો ની લાગણી એના દિલ નું ભાવ અને પ્રેમ ની કાઈક અલગ જ અનુભૂતિ થાય. એટલે મુખ્ય મહેમાનો આવી ગયા અને આગતા સ્વાગત મા અમારા જે ગામ ના વડીલો હોઈ તેને બહુ ભાવ થી સ્વાગત કર્યું અને ત્યાં ઢોલિયા (ખાટલો અથવા તો શેટી) પર બેસાડ્યા અને ચા પાણી પીવડાવ્યા. મહેમાનો બધા વ્યક્તિ હળી મળી ને આ સરસ આયોજન કરે છે ને ગામ લોકો નો ભાવ જોઈ ને એને પણ જાવા નું મન થયું નહિ...
એનો ભાવ એવો હતો કે ગામડાં માં તો શું પ્રસંગ ને શું વાત પણ ખરેખર ગામ લોકો નો પ્રેમ ભાવ જોઈ ને એ ખુબજ ખુશ થયા ને કહ્યું કે આયોજન તો અમે પણ કરીએ છીએ પણ પૈસા થી ખાલી સોભા વધે પ્રેમ ભાવ તો ભાઈ ચારા ની ભાવના અને પ્રેમ થી જ વધે....
કેવા નો ભાવ એટલો જ મિત્રો કે આપ બધા ક્યારેક કોઈ સંજોગે આવો અમારે ગામડે અને ખરેખર જોવ હજી પણ એ યાદો એ સંસ્કૃતિ એ ભાવ એ પ્રેમ એ પ્રકૃતિ ગામડાં ના બધા જ માણશો ના ભાવ અને પ્રેમ મા જીવંત છે...
મિત્રો ગામડાં વિશે તો જેટલું લખું એટલું ઓછું છે હજી ઘણા બધા ભાવ અને સત્ય ઘટના ઓ અને ગામડાં મા જીવન જીવવા ની મજા જો આપ નો પ્રોત્સાહન રહ્યો ને લાગ્યું તો જરૂર ભાગ - ૩ પણ જરૂર આવશે પણ એના માટે મિત્રો તમારો સાથ સહકાર સલાહ સૂચન અને પ્રત્યુતર આપ જરૂર થી કૉમેન્ટ મા જણાવજો...ત્યાં સુધી જય માતાજી જય શ્રી ક્રિષ્ના...😊🙏