Suryasth - 3 books and stories free download online pdf in Gujarati

સૂર્યાસ્ત - 3

સુર્યાસ્ત ૩
તેમણે જેમ તેમ કરીને હળવે હળવે નાસ્તો તો કરી લીધો.પણ નાસ્તો કરી લીધા પછી એમણે સૌમ્યા ને કહ્યુ.
"બેટા સૌમ્યા.મને તત્કાલ માં મુંબઈ જવાની ટિકિટ કઢાવી દે.મારે ઘરે જવું છે."
"બાપુજી.હજી તો દસ જ દિવસ થયા છે.અને તમે મહિનો રોકાવાની વાત કરી છે.હું નહીં જવા દઉં તમને."
"હા બેટા.મેં કહ્યું તો હતુ.પણ હવે મારું મન અહીંયા નથી લાગતુ.માટે મને જવા દે."
સાચી વાત એ સૌમ્યા ને કહી નોતા શકતા.અને કહેવા પણ નહોતા ઈચ્છતા.એટલે સૌમ્યા એ તુક્કો લગાવતા બાપુજીને પૂછ્યુ.
"મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું બાપુજી?"
"ના ભઈ ના."
"તો તમારે જમાઈએ તમને કંઈ કહ્યુ?"
"અરે એવું નથી સૌમ્યા.તુ યે કેવા કેવા ઘોડા દોડાવે છે?મને મારા ધનસુખ. મનસુખ.સુપ્રી.બધાની યાદ આવે છે.માટે ભલી થઈને મને જવા દે."
બાપુજીએ હાથ જોડીને સૌમ્યા ને વિનંતી કરતા કહ્યુ.પોતાના પ્યારા દાદા પોતાને આ રીતે કાકલુદી કરે એ સૌમ્યા ને ના ગમ્યુ.એની આંખમાં ઝળઝળીયાં આવી ગયા.તેણે ઉદાસ સ્વરે કહ્યુ.
"ઠીક છે બાપુજી.હું તમારી ટિકિટ બુક કરું છુ."
સૌમ્યા ને આમ ઉદાસ થયેલી જોઈને સૂર્યકાંતે એના માથે હાથ ફેરવતા કહ્યુ.
"તુ આમ નારાજ ના થા બેટા.તું જાણે છે કે તારો દાદો તને કેટલો પ્રેમ કરે છે."
"તો પછી રોકાય જાવને બાપુજી."
પોતાના દાદાને વળગી પડતા સૌમ્યા એ કહ્યુ. એની આંખ માથી ડબ ડબ આંસુ ના ટીપા પાડવા લાગ્યા હતા. સૂર્યકાંતે એના આંસુ લૂછતા કહ્યુ.
"હું છએક મહિનામાં પાછો આવીશ ત્યારે ચોક્કસ રોકાઈશ."
બાપુજી એ બાંહેધારી આપતા કહ્યુ.
"પાકું બાપુજી?પ્રોમિસ?"
"પ્રોમિસ બેટા."
અને બીજા જ દિવસે સૂર્યકાંતે મુંબઈ જવાની ટ્રેન પકડી.
મુંબઈ પહોંચી ને સૂર્યકાંતે પોતાના ગળાની તકલીફ વિશે ઘરમા કોઈને કંઈ કહ્યુ નહી.એમણે પહેલું કામ ગળાના સ્પેશલિસ્ટ ડોક્ટર પારિકને મળવાનું કર્યું. ડો.પારિક અંધેરી ના ઈ.એન.ટી નિષ્ણાત હતા.સૂર્યકાંત એમની એપોઈમેન્ટ લઈને એમની ક્લિનિકે ગયા.ડોક્ટરે ગળાનું ચેકઅપ કરીને કહ્યુ.
"કાકા.તમે બાહર બેસો.અને તમારી સાથે જે આવ્યું હોય એને અંદર મોકલો."
તો એમણે ડોક્ટર સાહેબ ને કહ્યુ.
"મારી સાથે કોઈ નથી આવ્યું."
અને પછી આગળ બોલ્યા.
"હુ એકલો જ આવ્યો છુ.જે કાંઈ હોય તે મને જ.અને સ્પષ્ટ જ કહો ડોક્ટર."
જરા વાર ડોક્ટર પારીક સૂર્યકાંત ના ચહેરા ને જોઈ રહ્યા.તો સૂર્યકાંતે પૂછ્યુ.
"આમ મારા મોઢા ને શું જુઓ છો ડોક્ટર.જે કાંઈ હોય એ કહી નાખો."
"જુઓ કાકા.હવે તમે જીદ કરો છો તો હું તમને કહી દઉં છું કે.મને શંકા છે કે કદાચ કેન્સર હોઈ શકે.પણ જ્યાં સુધી ગળા માંથી સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં મોકલીને ટેસ્ટ ના કરીએ ત્યાં સુધી પાકી ખબર ના પડે."
"ઓહ.કેન્સર."
સૂર્યકાંત નો અવાજ જરાક થડક્યો. પણ બીજી જ ક્ષણે એમણે સ્વસ્થતા ધારણ કરતા કહ્યુ.
"ઠીક છે હવે હું કોઈ કેન્સરના સ્પેશલિસ્ટ ને જ બતાવી જોઉં છું."
સૂર્યકાંત ધીમા પગલે દવાખાનામાંથી બહાર નીકળ્યા.ઘરે આવીને પણ એમણે કોઈને આ વિશે કાંઈ કહ્યું નહીં કે હુ ગળાના ડોક્ટર પાસે ગયો હતો. અને ડોક્ટરે મને કેન્સર ની શક્યતા છે એમ કહ્યું છે.તેઓ જયા સુઘી પાકી ખાતરી ન થાય ત્યા સુધી એ ઘરમાં કોઈને ચિંતામાં નાખવા માંગતા ન હતા.
એજ દિવસે એમણે કેન્સરના સ્પેશલિસ્ટ ડોક્ટર પ્રધાનની એપોઇન્ટમેન્ટ લઈ લીધી.અને રાતે પોતાના પૌત્ર નિશાંતને કહ્યું.
"બેટા નિશાંત.મારે તારું કામ છે કાલે. કરીશ ને."
"જરૂર બાપુજી.હુકમ કરો."
"કાલે તારે મારી સાથે દવાખાને આવવાનું છે.આવીશ ને?"
"હા.કેમ નહીં?"
"પણ તારે ઘરમાં કોઈને હમણાં કહેવાનું નથી કે આપણે દવાખાને જવાના છીએ."
"કેમ બાપુજી?"
નિશાંતે આશ્ચર્ય પામતા પૂછ્યુ.
"બસ એમ જ.ડોક્ટર શું કહે છે પહેલા આપણે એ જાણી લઈએ."