Lalita - 2 books and stories free download online pdf in Gujarati

લલિતા - ભાગ 2

અર્જુનની નજર પેલી સાવ ગરીબની ગાય જેવી દેખાતી લલિતા ઉપર પડે છે પહેલાં તો દૂરથી જોતાં વેંત જ અર્જુન વિચારે છે કે 'હું ના પાડી દઉં. આ તો સાવ સિમ્પલ અને ઓલ્ડ ફૅશન છે. છોકરાને જોવા આવવાનાં હોય ત્યારે આવી રીતે કોણ તૈયાર થઈને આવે! જવા દે, છોકરીને મળીને અને વાત કરીને ના પાડીશ તો છોકરીની આબરૂ જશે. તેના કરતાં અત્યારે અહીંથી જ બહાનું આપીને નીકળી જાઉં તે જ બરાબર રહેશે.'
આટલું વિચારીને અર્જુન તેના ભાઈને વાત કરવા જ જાઈ છે ત્યાં તેના ભાભી કરુણા બોલી ઉઠે છે, ' અર્જુન ભાઈ, જલ્દી કરો. ઘરે મમ્મી અને પપ્પા તમારાં પાછા આવવાની રાહ જોતાં હશે. અને હા, જો હવે આ વખતે પણ તમે લગ્ન માટે ના પાડી તો તમારું જ નહીં પણ અમારાં બંન્ને નું પણ આવી જ બનશે.'
ભાભીનાં શબ્દો કાને પડતાંની સાથે અર્જુન ફ્લૅશ બૅકમાં જતો રહે છે તેને યાદ આવે છે કે ઘરેથી નીકળતી વખતે એકદમ કડક અને શિસ્ત પ્રિય એવા તેના પપ્પા જયંતિભાઈએ તેને વોર્નીગ આપીને કહ્યું હતું કે, 'જો અર્જુન, તું આજે ૧૮ મી છોકરીને જોવા જઈ રહ્યો છે. અને જો આજે પણ તે કોઈ વાંધા વચકા કાઢ્યા છે તો ઘરમાં પગ નહીં મુકવા દઈશ તે બરોબર યાદ રાખજે.'
તે સમયે માતા પિતા અને શિક્ષક નો ખોફ અચ્છે અચ્છાને ધ્રુજાવી મુકવા માટે પૂરતો હતો. તે સમયે માતા પિતાથી બાળકો જેટલા ડરતાં હતાં એટલું તેમનું માન અને સન્માન પણ કરતાં હતાં.
અર્જુન પણ તેના માતા પિતાનું ખૂબ જ સન્માન કરતો હતો અને પ્રેમ પણ એટલો જ કરતો હતો પણ જેટલો તેનો ભાઈ તેના માતા પિતાથી ડરતો હતો એટલો ડર અર્જુનને ન હતો. તે એક સ્પષ્ટ વક્તા, નીડર , બિનદાસ્ત અને સ્વાભિમાની હતો. તેને લાઈફ ઍન્જોય કરવી હતી. અને લગ્ન પણ એવી યુવતી સાથે કરવા હતા જે મોર્ડન પણ હોય અને સાથે ઘરરખ્ખું પણ હોય. તેમજ તેને ખબર હતી કે તેના મમ્મી પપ્પા ખૂબ જ કડક અને થોડા વધારે પડતાં ચુસ્ત છે તો તેમની સાથે એડજસ્ટ કરી શકે એવી છોકરી તે શોધતો હતો પણ તેણે આજ સુધી જેટલી પણ છોકરી જોઈ તે ક્યાં તો વધારે પડતી મોર્ડન હતી. ક્યાં તો બોલે તો પૈસા પડી જાય એવી હતી અને ક્યાં તો કોઈ સાવ ગમાર જેવી લાગતી હતી. દરેક હેન્ડસમ અને એજ્યુકેટેડ પુરુષને સામે તેને અનુરૂપ પાત્ર મળે તે ઝખતું હોય છે જેમાં કંઈ ખોટું પણ નથી પણ હવે જે અર્જુન કરવા જઈ રહ્યો હતો તે માતા પિતા માટે જ હતું.
પ્રકાશ ભાઈ અર્જુનના હાવ ભાવ જોઈને સમજી જાય છે. તેઓ મહેશને પૂછે છે, 'શું વિચાર છે તમારો ? આગળ વધવું છે કે નહીં?' મહેશ કોઈ જવાબ આપવાનું વિચારે તે પૂર્વે અર્જુન આગળ આવીને લલિતાની સામે જઈને બેસી જાય છે. પ્રકાશભાઈ તો કંઈ સમજી શકતાં જ નથી. તો અહીં મહેશ અને કરુણા પણ ટેન્સનમાં હતાં કે આ અર્જુન કંઈ ઊંધું મારી ન આવે તો સારું.
અર્જુન લલિતાની સામે ગોઠવાતા લલિતાની બહેન ત્યાંથી ઉભી થઈને દૂર જતી રહે છે હવે લલિતા અને અર્જુન બંન્ને સામસામે એકલાં જ બેઠા હોય છે. અર્જુન ભલે આજ સુધીમાં ૧૮ છોકરી જોઈ ચુક્યો હોય પણ લલિતા માટે તો આ પ્રથમ વખત જ હતું. એક તો તેનો સ્વભાવ ગભરુ તે તો નજર પણ ઉપર કરી શકતી નહતી. અર્જુન તેને જોઈ રહ્યો હતો. તેણે જોયું લલિતાનો વાન ભલે થોડો શ્યામ છે પણ મુખોટી ઘણી સારી છે. લલિતાને જોઈને અર્જુનને અંદાજ આવી જાય છે કે છોકરી વધારે પડતી સીધી અને નરમ છે. તે વાત કરવાની શરુઆત કરે છે. અને પૂછે છે...

(ક્રમશ)