A gift books and stories free download online pdf in Gujarati

નજરાણું

આજે ક્રિસ્ટીન ના લગ્ન છે.

રાજુ આ વાતે અધિક હર્ષોન્મત જણાય છે.

તે આ દિવસ ની ખૂબ જ રાહ જોઈ રહ્યો હતો.

તેનું પણ આ એક સ્વપ્ન હતું.

ક્રિસ્ટીન અને જોસેફ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યાં હતા!!

" તેરી શાદી પે તુજ કો ક્યા દું તોહફા? "

રાજુ અવઢવ અનુભવી રહ્યો હતો.

તે ક્રિસ્ટીન ને રિસ્ટ વોચ આપવા માંગતો હતો.

તે સાંભળી પત્ની છંછેડાઈ ગઈ.

" એ તમારી કોણ છે? પાંચ દસ રૂપિયા નો ચાંલ્લો બસ છે! "

પત્ની ની વાત સાંભળી રાજુ કાંપી ઊઠ્યો.

એ કેવી રીતે સમજાવે? ક્રિસ્ટીન તેને માટે કોણ હતી?

તેના વગર રાજુ ના જાણે ક્યાં ફેંકાઈ ગયો હોત? તે આ ઊંચાઈ આંબી શક્યો નહોત.

તેણે પ્રથમ વાર પત્ની ને સવાલ કર્યો.

" સ્નેહા! તું કેમ આવી વાત કરે છે? "

" દિલની લાગણી સામે ધન દૌલતનો હિસાબ કરવો તે લાગણીનું ઘોર અપમાન છે. મારૂં દિલ સ્નેહા માટે કેટલું ઉછળી રહ્યું છે? મીના તારો પતિ આજે જે કાંઈ છે તેની પાછળ સ્નેહાનો બહું મૂલ્ય ફાળો છે. ક્રિસ્ટીનના હૈયે પણ તારે માટે કેવું હેત ઉભરાય છે... કેવો સ્નેહ છલકાય છે. અતૂટ શ્રદ્ધા છે. તને સગી ભાભી થી પણ વિશેષ ગણે છે. કેટલાં ઉમળકાથી આપણને બંને ઇન્વાઇટ કરવા આવ્યા હતા!!

" મારી પાસે આવા લાગણીવેડા માટે સમય નથી. મારી બહેનના લગ્નમાં પાંચ રૂપિયા વાપર્યા તેને માટે કેવો ઉધામો મચાવ્યો હતો!!અને આજે ek મામૂલી ઓફિસ કલીગ પર આટલા બધા વરસી રહ્યાં છો!! વાહ તમારી દિવાનગી! બેગાની શાદી મેં અબ્દુલ્લા જેવી વાત!!"

ત્યાર પછી રાજુએ અગણિત પ્રયાસો કર્યા. પણ પત્ની આગળ તેની દાળ ન ગળવા પામી. માનવીના ખુદના વિચારો સિવાય અન્ય કોઈ દુશ્મન નથી હોતું. રાજુ વિચારતો હતો. પથ્થર પર પાણી રેડવાનો કોઈ જ મતલબ નહોતો. તેણે પરિસ્થિતિ જોડે સમાધાન કરી લેતા કહી દીધું.

" કાંઈ વાંધો નહીં. તું નહીં આવતી. હું એકલો જ લગ્નમાં જઈશ. હું નગુણો નહીં બની શકું. "

કહી તે મોટર સાયકલ લઈ ઘરની બહાર નીકળ્યો.

રસ્તામાં તેની વિચાર શૃંખલા અતૂટ હતી.

કાશ તેના બાળકો આજે સાથે હોત તો? કેટલું સારું થાત. પત્નીએ હાથે કરીને તેમને મા ના ઘરે મોકલી દીધા હતા.

ક્રિસ્ટીન ને શું ભેટ આપવી? દુન્યવી દ્રષ્ટિ એ તે તેની કોઈ જ નહોતી. પણ તેનું રાજુ પર ek મોટું કરજ હતું. તેની ભલામણ થકી રાજુને સારો જોબ મળ્યો હતો. જેને કારણે તેની આર્થિક પરિસ્થિતિમાં ખુબ જ મોટો સુધાર થયો હતો.

આર્થિક સહાય ઉપરાંત ક્રિષ્ટીને સાચી બહેન બની રાજુની દુનિયા બદલી નાખી હતી.

તેની આંખો સામે અતીતની મીઠી યાદો નર્તન કરી રહી હતી.

સારી ઓફિસમાં માત્ર ક્રિસ્ટીન જ તેને સંપૂર્ણ સમજતી હતી. રાજુ તેને મળ્યા પહેલા નાકામયાબ માનતો હતો. તેમા આગલી ઓફિસની કાર્ય પદ્ધતિએ અહમ ભૂમિકા નિભાવી હતી. તેના સહવાસમાં રાજુનો આત્મ વિશ્વાસ વધી ગયો હતો. પ્રથમ વાર તેને નિજની તાકાતનો પરચો મળ્યો હતો. ક્રિસ્ટીન સામેથી તેના કામમાં મદદરૂપ નીવડતી હતી. તે જોઈ ઓફિસ નો અન્ય સ્ટાફ નારાજ થઈ જતો હતો. સૌ કોઈને તેમના વચ્ચે ની આત્મીયતા નિહાળી જલન થતી હતી!!

તેઓ કોઈ ને કોઈ બહાને કામ ટાળતા રહેતા હતા.

ક્રિસ્ટીન તેના હૈયે વસી ગઈ હતી. તે તેની સાથે વાત કરતાં ધરાતો નહોતો. છતાં ઓફિસ ના વાતાવરણ ને કારણે તે ક્રિસ્ટીન થી દૂર રહેવાની કોશિશ કરતો હતો.

રાજુની ભૂલ તેને બતાવ્યા વગર ક્રિસ્ટીન સુધારી લેતી હતી.
તેને કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો તે રાજુ ને પૂછી લેતી હતી.

તેના આવા સ્વભાવને કારણે જ રાજુ તેને પસંદ કરતો હતો.

બંનેની દુનિયા અલગ હતી. સાંજે જતી વખતે ક્રિસ્ટીન " ગુડ નાઈટ " કહેવાનું ચુકતી નહોતી.

રાજુ વિચારો માં ગરકાવ હતો. મીના ને ન જોઈ ક્રિસ્ટીન શું વિચારશે? આ ખ્યાલે તે પરેશાની અનુભવી રહ્યો હતો. તે જૂઠું બોલવા માંગતો નહોતો. અને સાચું બોલી શકતો નહોતો. ક્રિસ્ટીન ને કેવો આઘાત લાગશે? રાજુ ખુબજ અવઢવ માં હતો.

તે ધારત તો પત્ની ને જણાવ્યા વગર મન ચાહી ભેટ ક્રિસ્ટીન ને આપી શક્યો હોત. પણ તે એવું કરવા માંગતો નહોતો. ક્રિસ્ટીન પણ એવી ભેટ નહીં સ્વીકારે જેમાં કોઈના નિસાસા ભળ્યા હોય.

જિંદગીમાં પહેલી વાર રાજુએ પોતાના સિદ્ધાંતો ને નેવે ચઢાવી દીધા. અને ક્રિસ્ટીન માટે કાંડા ઘડિયાળ ખરીદી લીધી. પણ પછી પત્નીના પ્રત્યઘાત ને લઈને ગભરામણ અનુભવવા માંડ્યો.

મીના આખું ઘર માથા પર લઈ લેશે. Ek ફડક તેના દિલો દિમાગ પર આરુઢ થઈ ગઈ.

છતાં જોયું જશે. તેવું વિચારી તેણે મોટર સાઇકલની ગતિ વધારી દીધી.

મીનાનો આગ વરસાવતો ચહેરો તેની આંખો સામે ખડો થઈ ગયો.

" આખરે ધાર્યું જ કર્યું ને? "

તે પતિ ની ઝાટકણી કરી રહી હતી.

રાજુની માનસિક હાલત નબળી થઇ ગઈ. વિસ્ફોટ થવાના ખ્યાલે તે પરસેવે રેબઝેબ થઈ ગયો.

તેની આંખો સામે જાણે અંધાર પટ છવાઈ ગયો.

અને તેની મોટર સાઇકલ ઇમ્પાલા ગાડી જોડે તકરાઈને પુલની દીવાલ તોડી પાણી માં પડી ગઈ.

આ તરફ ક્રિસ્ટીન ના લગ્નની વિધિ શરું થઈ ગઈ હતી.

રાજુ હજી આવ્યો નહોતો. તે ખ્યાલે ક્રિસ્ટીન બેચેન થઈ ગઈ.

તે કેમ નહીં આવ્યો હોય?

તે સમય નો ચુસ્ત પાબંદી હતો.

તેની હાલત નિહાળી જોસેફ પણ તેને આશ્વસ્ત કરવા મથી રહ્યો હતો.

છતાં પણ કાંઈ અનર્થ થયાનો ભય તેના દિલો દિમાગને ઘેરી રહ્યો હતો.

એકાએક ફોનની ઘંટડી રણકી ઊઠી.

ક્રિસ્ટીને ફોન ઉપાડ્યો.

Ek પોલીસ અફસર નો અવાજ સંભળાયો.

તેની વાત સાંભળી ક્રિસ્ટીનના હોશકોશ ઊડી ગયા.

" નહીં એવું કદી ન બની શકે. "

તે રાડ પાડી ગઈ.

મરનાર પાસે લગ્નની કંકોત્રી હતી. તેને કારણે પોલીસે હોલમાં ફોન કર્યો હતો.

જોસેફે ફોન હાથમા લીધો.

પણ લાઈન કપાઈ ગઈ.

થોડી વારે ક્રિસ્ટીન ભાનમાં આવી. તેણે તરતજ હોસ્પિટલ જવાની રઢ લીધી.

લગ્ન અટકી ગયા.

બંને તરતજ શણગારેલી ગાડીમાં હોસ્પિટલ પહોંચ્યા.

પણ ત્યાં સુધીમાં તો ખેલ ખતમ થઈ ગયો હતો.

રાજુની જીવાદોર તૂટી ગઈ હતી.

તેના હાથમા ' with best compliments from Mr and Mrs રાજુ લખેલું એક નાનકડું બોક્સ હતું!!

મીના પતિની છાતીએ માથું મૂકી કલ્પાંત કરી રહી હતી. તેને જોઈ જોસેફ પણ અસ્વસ્થ થઈ ગયો.

" હે ભગવાન! આ શું થઈ ગયું? "

" Keep smiling " નો સંદેશ દેનાર રાજુ સદાય માટે ખામોશ થઈ ગયો.

ક્રિસ્ટીન પોતાના નસીબને ભાંડવા માંડી.

એક હમદર્દ એક દોસ્ત ખરે ટાંકણે જ પ્રભુ ધામ સીધાવી ગયો... " ઓહ લોર્ડ ક્રાઇષ્ટ. "

" કીસી આ દુનિયા આપણું હળવું મળવું હરગીઝ પસંદ નહીં કરે. જીવવું હરામ થઈ જશે.. મારી એટલી જ પ્રાર્થના છે.. જયારે પણ મળે ત્યારે હસતું મોઢું રાખજે. બસ કીપ સ્માઇલિંગ. "

રાજુની વાત યાદ કરી ક્રિસ્ટીન રોવા લાગી.. આ જોઈ મીનાએ તેને આશ્વસ્ત કરી :

" કીસી! હું જ ગુનેગાર છું. મેઁ જ તારો દોસ્ત, હમદર્દ તેમ જ ભાઈ છિનવી લીધો છે. મેં ભેટને લઇ કોઈ ઝધડો ના કર્યો હોત તો આવું કદી ન થાત. "

" ભાભી! તમે આ શું કરી નાખ્યું? હું તમને લગ્નમાં જોવા કેટલી ઉત્સુક હતી.. અમને વિશ્વાસ હતો. તમે જરૂર લગ્નમાં આવશો. સાથે મુન્ના મુન્ની ને પણ લાવશો. પણ ન તો તમે આવ્યા ન તો મારા ભાઈને આવવા દીધો. "

" કીસી! રાજુ સાચું જ કહેતો હતો... માનવીના વિચારો જ તેના દુશ્મન હોય છે.. હું હર હમેશ રાજુને મારી બહેનની નજરથી નિહાળતી હતી. તેણે જ મને મારા પતિ વિરુદ્ધ ભડકાવ્યો હતો. "

" ભાભી! મને ખબર છે. તમારી બહેને જ રાજુ ભાઈ ને સિડ્યુસ કર્યા હતા અને દોષનો ટોપલો તેમના માથે ઢોળી દીધો હતો. તેમણે બધી જ વાત મને કરી હતી. એક સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પુરુષ કોઈ સ્ત્રી ને આંગળી પણ નથી અડાડી શકતો. "

" કીસી! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તેમણે mari બહેનના લગ્નમાં તેને માટેની ભેટ માટે વધારે ખર્ચ કરવાની ના પાડી હતી. તેથી જ મેં તને ભેટ આપવા બદલ તેમનો વિરોધ કર્યો હતો. અબ પછતાયે kya હોય.. જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. મેં મારો પતિ જ નહીં પણ be બાળક ના પિતા અને તારા ભાઈને પણ છીનવી લીધા છે. મેઁ કરેલા પાપ બદલ ભગવાન મને કદી માફ નહીં કરે!! "

" તું એક પરાઈ વ્યકિત હતી. છતાં તું લગ્ન વિધિ છોડી અહીં દોડી આવી. એ જ તમારા પ્રેમની, સંબંધ ની પરાકાષ્ટા છે. "

" ભાભી! જવા દો. લગ્ન તો ક્યારે પણ થઈ જશે. પણ આજના દિવસે આપણે બધાએ જે ગુમાવ્યું છે. તે કદી પાછું મળનાર નથી. "

મીનાની આંખોમાં ગંગા જમના વહી રહી હતી. છતાં તેણે ક્રિસ્ટીનને ગળે લગાડી આશ્વસ્ત કરી :

" કીસી! રાજુ તો હવે જીવિત નથી. પણ હું તેની અધૂરી ઈચ્છા પૂરી કરીશ. "

આટલું બોલી તેણે 501 રૂપિયા જોસેફ ના હાથ માં થમાવી દીધા.

" ભાભી! આ ની શી જરૂર છે? તેને તમારી પાસે જ રહેવા દો. " જૉસેફે પૈસા લેવાનો ઇન્કાર કરતાં કહ્યું.

" કીસી! મને માફ કરી દે જે. રાજુની કોઈ જ ભૂલ નહોતી. હું તને ગિફ્ટ આપવા માંગતી નહોતી. છતાં પણ તેણે બોક્સ પર શું લખ્યું છે? "

With best compliments from Mr and Mrs raju.

કીસી રાજુ એ કદી લોકોને જાણવા નથી દીધું કે અમારા દાંમ્પત્ય જીવનમાં કોઈ તિરાડ પડી ગઈ હતી.

"આ રાજુની અમાનત છે. તારી ગિફ્ટ છે. મારી લાગણી છે."

કહી કાંડા ઘડિયાળ કીસીના કાંડે બાંધી દીધું.

અને બોક્સ માં રાખેલી નોટ નું પઠન કર્યું

" કીસી! સમય કદી થમતો નથી. આપણી લાગણી નું ઝરણું ક્યારેય નહીં સુકાય. આ ઘડિયાળ સદૈવ તને આ વાતની યાદ અપાવતી રહેશે. બસ દોસ્તી ને સદા ચાવી મારતી રહેજે. "

આ સાંભળી ક્રિસ્ટીન પુનઃ રોઈ પડી.

મીનાએ તેને શાંત પાડી. બંનેને આશીર્વાદ આપી વિદાય કર્યા.

એક તરફ ક્રિસ્ટીન ની ડોલી ઊઠી અને બીજી તરફ રાજુની અર્થી.

મીનાના હૈયે રાજુ કીસીના અપ્રતિમ સ્નેહ લાગણી ની સ્મૃતિ સંચિત થઈ ગઈ. તે પોતાના સઘળા દુઃખ ભૂલી પોતાના સંતાનો માં ખોવાઈ ગઈ.

0000000000000000

આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી