Chorono Khajano - 46 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 46

અપહરણ

ડેની તેમને છોડીને ચાલ્યો ગયો છે એ વાત પવન વેગે ફેલાઈ રહી હતી. જેને પણ આ વાત મળતી એને આ બાબતે અફસોસ થતો હતો. લગભગ દરેક જણ એવું જ ઈચ્છતા કે ડેની આ સફરના અંત સુધી તેમનો સાથ આપે.

આ પહેલા પણ ઘણીવાર મુશ્કેલીના સમયે ડેનીએ પોતાની ચતુરાઈથી બધાનો જીવ બચાવેલો, અને તદુપરાંત, ડેની નો સ્વભાવ પણ દરેક સાથે તરત જ ભળી જાય એવો હતો એટલે કોઈ તેને નાપસંદ કરે એવું તો ભાગ્યે જ બનતું. એટલે સૌ ડેનીને સાથે લેવા માગતા હતા, જો કે પરિસ્થિતિ હવે કંઇક અલગ જ ઊભી થઈ હતી.

ये आप क्या कह रहे है? डेनी चला गया? लेकिन क्यों? સુમંતને ડેની ચાલ્યો ગયો છે એ વાત મળતા તેણે તરત જ દિવાનને ફોન કર્યો અને તે જોરથી ચિલ્લાઈને બોલ્યો.

उसे हमने उस पर निगरानी रखने केलिए जो कैमरे लगाए थे उसके बारे में पता चल गया। और सरदारने जो मैप उसके कमरे से मिला था उसके बारे में अब तक छुपा के रखा था वो भी बता दिया। तो.. એટલું કહીને દિવાન થોડીવાર માટે અટક્યો.

तो उसे लगा हमने उसे धोखा दिया है, हैं न? સુમંત ને દિવાનની અધૂરી વાત સમજાઈ ગઈ એટલે તેણે તે વાતને પૂરી કરતા કહ્યું.

हां, और वो हमे छोड़कर चला गया है। मैने हमारे गुप्तचरों को उसे ढूंढने के काम में लगा दिया है, वो जल्द ही उसे ढूंढ लेंगे। દિવાને પોતાની વાત પૂરી કરતા કહ્યું.

और सीरत, वो तो ठीक है ना? સુમંત ને પોતાના સરદારની ચિંતા હતી એટલે તેણે સિરત વિશે પૂછતાં કહ્યું.

हां, वो समजदार है। अभी तक तो सबकुछ सही चल रहा है, लेकिन वो अपनी भावनाएं आखिर कब तक दबा कर बैठेगी? दर्द में तो बहुत है लेकिन जता नही रही। अब तभी सब कुछ ठीक हो सकता है जब आप अपनी ओर से कोई अच्छी खबर सुनाए और वो भी जितना हो सके उतनी जल्दी। દિવાને કહ્યું.

हम बस कुछ दिन में तैयार होंगे। शायद हफ्ते से भी कम समय में हम निकल सकेंगे। क्या वहां सब तैयार है? સુમંત તેમની પરિસ્થિતિથી દિવાનને વાકેફ કરાવતા બોલ્યો.

हां, यहां सबकुछ तैयार है, सिवाय सरदार और डेनी के। દિવાન પોતાની ચિંતા વ્યક્ત કરતા બોલ્યો.

तो पहले उसे ढूंढिए। वो मिलेगा तो सरदार पहले से भी ज्यादा जोश से काम करने लगेगी। और डेनी को बताइए की ये गलती सरदार की नही, बल्कि हमारी थी। સુમંત ને જે બાબત યોગ્ય લાગી તે જણાવતા બોલ્યો.

आपको क्या लगता है, वो यकीन करेगा? દિવાન જાણતો હતો કે અત્યારે ડેની ને બધી જ વાત નો વિશ્વાસ અપાવવો અઘરો હતો એટલે તે ચિંતાતુર ભાવ સાથે બોલ્યો.

बेशक नही करेगा, लेकिन उसे यकीन दिलाइए। क्यों की इसके अलावा हमारे पास और कोई चारा नहीं है। डेनी की जरूरत सिर्फ सरदार को ही नहीं बल्कि हमे भी है। वो हमारा परिवार है। उसे कुछ भी करके वापिस ले आइए दिवान साहब। સુમંત પણ દિવાનને હાર ન માનવા માટે સમજાવતા બોલ્યો.

ठीक है, मैं अपनी पूरी कोशिश करूंगा। દિવાને કહ્યું.

ठीक है, जय मातादी।

जय मातादी।

જયપુર..

હવેલી છોડ્યા પછી ડેની ને જવા માટે બીજી કોઈ જગ્યા ન મળી એટલે તે જયપુર આવી ગયો. અત્યારે એક મોટી હોટેલની પાસે રહેલા નાના ગલ્લા પાસે ઊભા રહીને ડેનીએ સિગરેટનું એક પેકેટ લીધું. તેમાંથી એક સિગરેટ કાઢી અને પોતાના હાથમાં રહેલા લાઇટર વડે તેને સળગાવી. સિગરેટનો એક ઊંડો કશ ખેંચી તે આસપાસ જોવા લાગ્યો.

જો કે ડેની રેગ્યુલર સ્મોકિંગ ન્હોતો કરતો પણ ક્યારેક કોઈ ચિંતા કે ગુસ્સો મનમાં ભરેલો હોય તો તેને શાંત કરવા માટે તે સ્મોકિંગ કરી લેતો. અને એમાંય અત્યારે તો તેના મનમાં ચિંતા અને ગુસ્સાનું તોફાન મચેલું હતું.

થોડી થોડી વારે તે ગુસ્સામાં પોતાનો હાથ પોતાના પગ સાથે જોરથી પછાડતો અને મનમાં કંઇક બબડીને ગુસ્સો શાંત કરવાની કોશિશ કરતો. જો કે તેનાથી તેના ગુસ્સામાં કોઈ ખાસ્સો ફરક ન્હોતો પડતો.

ડેની અત્યારે જે જગ્યાએ ઊભો હતો તે જગ્યા તેના માટે અજાણી ન્હોતી. આ જગ્યા એ જ હતી કે જ્યાં તે સિરતને મળ્યો એના પહેલા જોબ કરતો હતો. આ મોટી હોટેલ તે જ હતી જ્યાં તે એક સમયે મેનેજર ની પોસ્ટ ઉપર હતો. એવું લાગી રહ્યું હતું કે તે કંઇક અવઢવ માં હતો. તેના મનમાં કંઇક ચાલી રહ્યું હતું. તે નક્કી નહોતો કરી શકતો કે તેણે હોટેલમાં જવું જોઈએ કે નહિ. ઘણો સમય વિચાર્યા પછી તેણે હોટેલની અંદર જવાને બદલે રોડ ઉપર જ પોતાના બાઈકને દોડાવી મૂક્યું.

જ્યારે ડેની પોતાનું બાઈક લઈને નીકળ્યો કે તરત જ તેની પાછળ પાછળ એક વાન જે ઘણીવાર થી ત્યાં ઊભી હતી તે પણ તેની પાછળ પાછળ ચાલી નીકળી. કોઈ ડેનીનો પીછો કરી રહ્યું હતું. જો કે આ વાતથી એકદમ બેખબર ડેની પોતાની ધૂનમાં જ બાઈક ચલાવ્યે જતો હતો.

ડેનીના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક વાઈબ્રેટ થયો. એ વાઈબ્રેશન જ્યારે તેને મેહસૂસ થયું એટલે તેણે ચાલુ બાઈકે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને કાને રાખ્યો. થોડીવાર વાંકું માથું રાખીને તે ફોનમાં વાત કરતો રહ્યો. થોડીવાર પછી તેણે ફોન ખિસ્સામાં મૂક્યો અને બાઈકની સ્પીડ વધારી.

ચાલુ બાઈક રાખીને તેણે ત્રાંસી નજરે એકવાર બાઈકનો અરીસો સરખો કરીને પાછળ આવી રહેલી વાન ઉપર એક નજર કરી. વાન ડેનીની એકદમ નજીક આવી રહી હતી. ક્યારેક ક્યારેક અરીસામાં નજર કરતો ડેની બાઈકની સ્પીડ વધારવાને બદલે ધીમી કરવા લાગ્યો.

અચાનક વાન ચાલકે પોતાની સ્પીડ વધારી અને ડેનીના બાઈકને ધીમેથી ટક્કર મારી. તેણે મારેલી ટક્કર ઉપરથી લાગી રહ્યું હતું કે તે ડેનીને મારવા ન્હોતો માગતો. ટક્કર એવી રીતે મારવામાં આવી હતી કે જેથી ડેની નીચે પટકાઈ જાય પણ તેને વહારે શારીરિક ઇજા ન થાય. ટક્કર લાગવાના લીધે બાઇક સહિત ડેની લપસીને રોડ ઉપર પટકાયો. નીચે પડવાના લીધે ડેનીને માથે થોડી ઇજા થઈ એટલે તેની આંખો સામે અંધારું છવાવા લાગ્યું અને તે થોડીવાર માટે બેભાન થઈ ગયો.

વાન ચાલકે ડેની પાસે વાન ઊભી રાખી જેમાંથી ત્રણ માસ્કધારી માણસો નીચે ઉતર્યા અને તેમણે ડેનીને ઉપાડીને વાનમાં તેમની સાથે લઈ લીધો. નીચે ઉતરેલા ત્રણમાંથી એક જણ ડેનીનું બાઈક ચલાવીને વાનની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

જ્યારે તેઓ ડેની અને તેના બાઈકને લઈને જઈ રહ્યા હતા ત્યારે જ તેમની પાછળ આવી રહેલા બાઈક ચાલકે તેમને જોઈ લીધા. તે બાઈચાલકની પાછળ એક બીજો વ્યક્તિ બેઠો હતો જેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને કોઈને કોલ લગાવ્યો. તેઓ પણ ત્યાં ઊભા રહેવાને બદલે પેલી વાન પાછળ જ બાઈકને દોડાવવા લાગ્યા.

क्या कहा? डेनी को अगवा कर लिया? लेकिन किसने? आखिर उन्हें डेनी से क्या मतलब?

અચાનક જ ફોન ઉપર વાત કરતા દિવાન ચિલ્લાયો. તે ચિલ્લાયો પછી તેને ખ્યાલ આવ્યો કે તેની વાત આસપાસ રહેલા લોકો તેની વાત સાંભળી ચૂક્યા છે અને તેમનું ધ્યાન હવે કામ કરવાને બદલે દિવાનની વાત ઉપર વધારે દેખાવા લાગ્યું.

उनका पीछा करो, मैं अभी आ रहा हु वहां पर।
એટલું કહી દિવાન ઉતાવળે બધું જ કામ પડતું મૂકીને નીકળવાની તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાના અમુક અંગત માણસોને પોતાની સાથે આવવા ઈશારો કર્યો.

ડેની નું અપહરણ કોણે કર્યું હતું..?
શું દિવાન ડેનીને બચાવી શકશે?
શું ડેની ફરીવાર સિરત સાથે આવશે??

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
'ચોરનો ખજાનો'

Dr Dipak Kamejaliya
'શિલ્પી'