Diversion.. books and stories free download online pdf in Gujarati

ડાયવર્ઝન..

રોડ રસ્તા બનતા હોય તો ત્યાં કોઈ ગાડી આગળ ન જાય એમના માટે આગળ બોર્ડ લગાવેલું હોય ને ત્યાં લખેલું હોય ડાયવર્ઝન. એટલે બધા વાહનચાલકોને ખબર પડે કે ડાયવર્ઝન નું બોર્ડ લગાવેલ છે એટલે ગાડી આગળ ચાલશે નહીં.. આ ડાયવર્ઝન આપણા જીવનમાં પણ લાગુ પડે ઘણી વખત આપણે એવા મોડ પર આવીને ઊભા રહી જઈએ કે આપણને જ ખબર ન પડે કે કયો રસ્તો અપનાવવું બસ આ સ્થિતિ એટલે આપણા જીવનનું ડાયવર્ઝન.. દરેક વ્યક્તિને જીવનમાં ક્યાંક ને ક્યાંક માર્ગે તો ડાયવર્ઝન આવે જ છે....


ડાયવર્ઝનને આપણા જીવનનો ટર્નિંગ પોઇન્ટ પણ કહી શકાય. કેમકે ડાઈવરજન નો મિનિંગ આપણા જીવનમાં ઊભું રહેવું એવો નથી પરંતુ તે રસ્તો છોડીને બીજો રસ્તો શોધવાનો છે અને આપણી મંઝિલે પહોંચવાનું છે ઘણા લોકો ડાયવર્ઝનને થંભી જવું એવું માનીને ત્યાં જ થોભી જાય છે અને આગળ જવાનું વિચારતા પણ નથી..


પરફેક્શન જોતું હોય તો મહેનત તો કરવી પડે ને શું અટકી રહેવાથી બધી પરિસ્થિતિ સચવાઈ જશે. રોડ રસ્તા પર ડાઈવર્ઝન લખેલું પોસ્ટર આપણે જોઈએ તો કઈ આપણે ત્યાં પહોંચવાનું છે ત્યાં નથી જતા એવું તો નથી બનતું આપણે કંઈક અલગ રસ્તો શોધીએ છીએ પરંતુ આપણે જ્યાં જવું છે ત્યાં તો પહોંચીને જ રહીએ છીએ.. તો આ ડાયવર્ઝન આપણા જીવનમાં પણ લાગુ પડે અટકવાનું નથી બીજો રસ્તો શોધીને આગળ નીકળવાનું છે આપણી મંઝિલ સુધી પહોંચવાનું છે.....


અને એવી કહેવત પણ છે કે જે થતું હોય તે સારા માટે જ થાય અને આને હું સ્પેશ્યલી માનું છું કેમકે આપણા જીવનમાં ઘણી બધી એવી પરિસ્થિતિ આવે છે જેમાં ભગવાને આપણને સંકેત આપ્યા જ હોય કે આ રસ્તો ન અપનાવ, તો પણ આપણે એ સંકેતને નથી માનતા અને એ જ રસ્તો અપનાવી લઈએ છીએ અને અંતે પસ્તાવું તો આપણે જ પડે છે તો આ જે આપણા જીવનમાં ડાયવર્ઝન આવ્યું હોય એને પોઝિટિવલી લઈને આગળ વધવાનું છે કે જે થશે એ સારા માટે થશે....


પણ અત્યારના યુગમાં મોસ્ટ ઓફ્લી મહેનત વિનાનું ફળ જોતું છે બધા ને કેમ કે કામ કરવું નથી ગમતું કોઈને પણ સુવિધાસભર રહેવું બધાને ગમે છે... હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી મહેનત વિના કશું જ પ્રાપ્ત નથી થતી ને કદાચ મહેનત વિના પ્રાપ્ત થયું હોય તે વધારે સમય આપણી પાસે રહેતું પણ નથી કરતા તો સારું કે આપણે મહેનત કરીને જ પ્રાપ્ત કરીએ...
લોકો પોતાના જ જીવનના પ્રશ્નોમાં અટવાઈ ગયા છે અમુક લોકો પ્રોબ્લેમ ક્રિએટ કરવાનું જ જાણતા હોય ,તો અમુક લોકો પ્રોબ્લેમ સોલ્વ કરવાનું જાણતા હોય, કોઈ વ્યક્તિ કંઈક કહી દે તો નિરાશ થઈ જવું, અને મેં તો એવા પણ જોયા છે કે લોકો જ્યારે વ્યક્તિએ કરેલા કામમાં ભૂલ બતાવે તો વ્યક્તિ એ સ્વીકાર કરીને સુધારવાનો પ્રયત્ન નથી કરતા પરંતુ તે કામ જ મૂકી દે આ પણ એક ડાયવર્ઝન જેવું જ કામ છે કેમ કે લોકોએ જેવું કીધું એવું એમને સુધારવાનો પ્રયત્ન ન કર્યો પરંતુ કામ જ મૂકી દીધું.. હંમેશા કાર્ય પ્રવૃત્તિ કર્યા પાછળ આપણે એ જ હેતુ રાખવું જોઈએ કે આમાંથી લોકો જે પણ ભૂલ કે ખામી શોધશે તેને હું સ્વીકારીશ અને એ ભૂલ અને ખામીને સુધારવાનો પ્રયત્ન કરીશ...


લોકો દ્વારા કહેવામાં આવેલા દરેક શબ્દ માં કંઈક તો પોઝિટિવ રહેલું જ હોય ને અને આપણે જે કાર્ય કરીએ તે વ્યક્તિઓ સમક્ષ મૂકવાનું અને તેની સાથે કાર્યમાં રહેલી ભૂલ શોધવા માટે વ્યક્તિઓને સમીક્ષા કરવા કહેવું..

જીવનમાં નાના નાના કાર્યથી સંતોષ રાખો પરંતુ સંતોષ એટલો બધો ન રાખો જેથી આગળ જતાં આપણને જ નુકશાન જાય.. કેમકે સંતોષ એ પણ આપણને આગળ કાર્ય ન કરવું એમના માટે ક્યાંક ને ક્યાંક પ્રેરે છે....

એક ગામમાં એક મૂર્તિ બનાવવા વાળા રહેતા હતા સમય જતા તેમના ઘરે બાળકનો જન્મ થાય છે, તે બાળકને નાનપણથી જ મૂર્તિકાર બનાવવાનું એના પિતાજીનું સ્વપ્ન હતું એટલા માટે એમના પિતાજી તે બાળકને નાનપણથી જ મૂર્તિ બનાવવાની ટ્રેનીંગ આપે છે, સમય જતા બાળક મોટું થાય છે અને એ એમના પિતાજી કરતા પણ સારી મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે અને, બાળકે બનાવેલી મૂર્તિને તેમના પિતાજી ની મૂર્તિ કરતા પણ વધારે રકમની વેચાય છે... બાળક ધીમે ધીમે મોટું થઈ જાય છે અને હવે જાતે જ તે નવું નવું શીખીને મૂર્તિ બનાવવાનું શરૂ કરી દે છે, અને એમની મૂર્તિ ની કિંમત પણ ઘણી બધી વધુ આવવા લાગે છે, પણ તે બાળકના પિતાજી છે એ દરેક મૂર્તિમાં કંઈક ને કંઈક ખામી, ભૂલ બતાવે છે...

હવે તે છોકરો છે તે ગુસ્સે આવી જાય છે કે એટલી સારી રકમ તેમની મૂર્તિ વેચાય છે તો પણ એના પિતાજી છે એ આ મૂર્તિમાં ભૂલ અને ખામી બતાવે છે એટલે તો છોકરો છે એમના પિતાજીને કહી દે છે કે હવેથી તમારે મારી મૂર્તિ ને કઈ જ નથી કહેવાનું અને હવેથી હું મારી રીતે બધું મારું કાર્ય કરી લઈશ તમારી સલાહ ની જરૂર નથી આવું કહી દે છે ., બાળક એટલે એમના પિતાજીને આઘાત લાગી જાય છે અને હવે તેમના પિતાજી છે અને કહેવાનું બંધ કરી દે છે થોડો સમય જાય છે હવે આ છોકરાની મૂર્તિ છે એ બહુ સારા ભાવે વેચાતી હોય છે પણ આ થોડા સમયજ રહે છે..


સમય જતાં મૂર્તિઓ છે એની કિંમત સાવ નીચે આવવા મળે છે અને છોકરો વિચારે છે કે એવી તો વળી શું ભૂલ છે કે બધા ભાવ નીચે આવી ગયા પછી એક દિવસ એમના પિતાજી પાસે જાય છે અને એના પિતાજીને જે કોઈપણ સિચ્યુએશન છે અત્યાર ની એ જઈને કહે છે. ત્યારે એના પિતાજી છોકરા ને સમજાવે છે કે બેટા તારા મૂર્તિના ભાવ એટલા માટે ઘટી ગયા કેમ કે તે એમાં કંઈક નવું લાવવાનું વિચાર્યું નહીં. જ્યારે હું તને પહેલા સલાહ આપતો, કે તારી મૂર્તિમાં ખામી, ભૂલ શોધતો ત્યારે તું કંઈક અલગ કરવાની કોશિશ કરતો તે ભૂલને સુધારતો એટલા માટે તારી મૂર્તિઓ વધારે વેચાતી અને તારી મૂર્તિનાં વખાણ થતા હતા અને પછી એ છોકરો માની જાય છે કે જીવનમાં એટલો બધો સંતોષ પણ ન રાખવો કે અંતમાં આપણને નુકસાનકારક તે સંતોષ સાબિત થાય.....


તો આવી જ રીતે જીવનમાં ડાઈવરજન તો આવ્યા કરે પરંતુ તે ડાયવર્ઝન માંથી આપણે રસ્તો શોધવાનો છે, અને મંઝિલ સુધી પહોંચવાનું છે....


By sneha makvana #