Collageni Duniya - 3 books and stories free download online pdf in Gujarati

કૉલેજની દુનિયા - 3

હવે આગળ જોઇએ.....

સચિન ભાઈ દિવ્યાના દરેક નિણૅયમાં તેની સાથે રહેતા.એક‌ સારા અને સાચા ભાઈ એ જ હોય છે જે દરેક સમયે તેની‌ બહેનનો સાથ આપે.જો કે તે બંને લડતા પણ એટલું અને નામ પણ એવા એવા આપતા.સચિનભાઈ દિવ્યાને ચિડવવા તેને મેડમ જી,ચશ્મિશ,મોટા ગાલવાળી કહેતા હતા.તો દિવ્યા તેમને હાથીભાઈ,પાડા ભાઈ એવું ઘણું બધું કહેતી.આમ,આ બંને દરરોજ કોલેજમાં લડતા રહેતા‌ હતા પણ‌ દિવ્યાને કોઈ કાંઈ કહી તે સચિનભાઈને ગમતું નહીં એટલે તેને છોકરાઓ‌ સાથે બહુ વાતો કરવાની ના જ પાડતા‌ હતા.દિવ્યા પણ જૂના મિત્રો સાથે જ વાતો કરતી.

દિવ્યાને સચિનભાઈ સાથે બીજા દરેક ભાઈઓ કરતા વધારે અટેચમેન્ટ હતું તે સચિનભાઈની બધી જ વાતો માનતી અને સચિન ભાઈ પણ દિવ્યાની બધી વાતો માનતા.તે રિસાઈ તો તેને મનાવતા અને કંઈક ખોટું કરે તેવું લાગે તો ખિજાતા પણ હતા.

શિવાય તો દિવ્યાની સાથે હંમેશાં રહે છે.આ સિવાય કોલેજમાં એક વખત કવિતાની સ્પધૉ યોજાય છે ત્યારે દિવ્યા કવિતા બનાવતી હોય છે આમ,તો જો કે શિખતી હોય છે કારણ કે તેને કવિતા વિશે એટલી બધી જાણકારી હોતી નથી.આથી,દિવ્યા એક વખત સ્પર્ધામાં રજૂ કરવાની કવિતા પહેલા ક્લાસરૂમમાં રજુ કરે છે પણ તેમાં થોડી ઘણી ભૂલો એક શ્યામ નામના છોકરાને લાગે છે કારણ કે તેનું કવિતા બનાવવામાં કોલેજમાં ખૂબ મોટું નામ‌ હતું આથી તે દિવ્યાને કહે છે કે,તમે કલાસમાં
કવિતા બોલ્યા હતા તેમાં અમુક ભૂલો હતી એમ‌ કહી તેને દિવ્યાની મદદ કરી પરંતુ ત્યારપછી ઘણા દિવસ પછી તેને દિવ્યા સાથે ફરીવાર વાત કરી જયારે દિવ્યાની કવિતાઓ કોલેજમાં ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી.તેથી તેને દિવ્યા સાથે દોસ્તી કરી અને તેનો ઘણો બધો સાથ આપ્યો તેને કવિતામાં તો દિવ્યાની મદદ કરી જ પરંતું તેના પરિવારના દુખમાં પણ તેનો સાથ આપ્યો તેને દિવ્યા વિશે બધી જ બાબતોની જાણકારી હતી.

દિવ્યાના અને શ્યામના દુખો એક જેવા જ હતા આથી‌ તે‌ બંને એકબીજાના દુખને સમજી શકતા અને હંમેશાં એકબીજાને આશ્વાસન આપતા હતા.દિવ્યા તેને પોતાના દિલની બધી વાત આરામથી કહી દેતી અને ના કહે તો શ્યામ જીદ કરીને પણ‌ તેની બધી વાતો જાણી લેતો.તે બંને બહુ લડાઇ કરતા પછી દિવ્યા તેનાથી નારાજ થઈ જતી પણ શ્યામ તેને ગમે તે રીતે મનાવી લેતો.ખબર નહીં આટલી સરસ બંનેની દોસ્તી હતી તો પણ કોની નજર લાગી ગઈ તેને કે ધીમે ધીમે તે બંનેની વાતો ઓછી થવા લાગી અને પછી હંમેશાં માટે તૂટી ગઇ તે પછી દિવ્યા હંમેશાં ખૂબ જ રડતી શ્યામને યાદ કરીને અને ખુદને પોતાની દોસ્તી તૂટવા માટે જવાબદાર માનતી હતી કારણ કે તે જ સદા તેની સાથે વગર મતલબની લડાઈ કરતી પણ‌ હવે તેને કયારેય તેનો દોસ્ત પાછો નહીં મળે.આટલી સરસ દોસ્તી ‌પણ તૂટી શકે છે એવું કોઈ વિચારી પણ ના શકે.શ્યામ એક ખૂબ સારો છોકરો હતો પણ દિવ્યા તેના ગુસ્સાને કારણે બધા સંબંધો ખોઈ બેસતી હતી.

આ પછી દિવ્યા અંદરથી બહુ તૂટી ગઇ હતી પણ કોઈને કહેતી ન હતી.હંમેશા ખુશ છું એવું જ બધાને બતાવતી પણ ખુશ હતી નહીં.આમ,તો શ્યામ કહેતો કે તે હંમેશાં દિવ્યાની સાથે હશે પણ‌ તે માત્ર કહેવા પૂરતું જ હતું.આ વાત દિવ્યાએ કયારેય કોઈને ના કહી પણ તે અંદરથી બહુ દુખી થઈ જતી અને રડતી.કહે તો પણ કોને કહે કારણ કે શ્યામની વાત કોઈ બીજાને કહે તે તેને જરા પણ નહોતું ગમતું.આથી દિવ્યા એકલી જ આ દુખને સહેતી હતી.

ત્યારપછી દિવ્યાએ દોસ્ત ના બનાવવાનું નકકી કર્યુ તેને બધા જ સાથે દોસ્તી તોડી દીધી.દિવ્ય સાથે પણ તેને લડાઈ કરી એટલે તે પણ તેનાથી દૂર થઈ ગયો.આ સિવાય જે સાથે હતા તેની સાથે વાત કરવાની બંધ કરી દીધી પણ શિવાય તો તેને તો પણ‌ બોલાવતો પણ દોસ્ત શબ્દ ભૂલથી પણ દિવ્યા સામે ના બોલતો.

એ પછી દિવ્યાની કોલેજ પૂણૅ થઈ ગઈ અને તેને આગળ જનૉલિઝમ કરવું હતું પણ‌ તેના વિશે કાંઈ જ ખબર નહોંતી તેથી તેમાં તેની એક અજાણ વ્યકિત એ મદદ કરી તેનું નામ અમન હતું અમન ખૂબ જ સારો છોકરો હતો તેને દિવ્યાને જાણ્યાં વિના પણ તેની પુરા દિલથી મદદ કરી.અમનને પણ જનૉલિઝમ વિશે બહુ જાણકારી નહોંતી તો પણ‌ તેને પોતાનો એક મિત્ર જનૉલિઝમ કરે છે અને તેની પાસેથી બધી માહિતી લઈ અને દિવ્યાને આપી આ ઉપરાંત ઓનલાઇન પણ જે માહિતી જોઈ તે પોતે સચૅ કરીને દિવ્યાને આપતો.એક વખત તેને દિવ્યાને એમ જ મિત્ર એવું કહ્યું તો દિવ્યા એ ગુસ્સામાં તેને કહ્યું મારા કોઈ જ મિત્ર નથી તો આ શબ્દનો ફરીવાર ઉપયોગ ના કરતાં. તેને કહ્યું સારું.

દિવ્યાને અમનના ગયા પછી બહુ દુખ થયું કે તેને અમનને આવું નહોતું કહેવું જોઈતું હતું તેથી બીજે દિવસે તે અમન પાસે માફી માંગે છે પણ અમન ને કોઈ વાતનું ખોટું નહોતું લાગ્યું.અમનને દિવ્યાની જનૉલિઝમ માટે જોતી પૂરતી બધી જ મદદ કરી પણ બદલામાં કાંઈ જ ના માંગ્યું પણ એક વખત અચાનક દિવ્યાએ તેને ફેન્ડ માનવાના બદલે સીધો બી એફ એફ માની લીધો અને કહ્યું મારી સાથે દોસ્તી નિભાવવી મુશ્કેલ છે પણ અમને કહ્યું દોસ્તી એવું વિચારીને થોડી જ કરાય છે.

અમન દિવ્યાની બધી જ વાતો તેના કહ્યા વિના જ સમજી જતો હતો.આ રીતે તે બંનેની દોસ્તી ખાસ બની ગઈ અને સદા માટે એવી જ રહે તે જ દિવ્યા ઈશ્વર પાસે દરરોજ માગે છે કારણ કે આવો દોસ્ત અને આવી દોસ્તી નસીબથી જ મળે છે.

દિવ્યાને જનૉલિઝમ માટે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડયો હતો તે અમનને નહોંતી ખબર અને તેને જનૉલિઝમ માં એડમિશન મળી ગયું છે અને તે ખૂબ જ ખુશ પણ‌ છે કારણ કે અમન ખબર નહીં કયા ગાયબ થઈ ગયો હતો.બધા જ દોસ્તો ધીમે ધીમે કરીને ગાયબ જ થતા જાય છે પણ દોસ્તી ને તોડીને કોઈ જ ના જઈ શકે કારણ કે આની ડોર મજબૂત હોય છે શાયદ પ્રેમથી પણ વધુ.

દોસ્તીનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ખૂબ જ સરસ રીતે વણૅવ્યો છે આથી દોસ્તી દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે અને મિત્ર વિનાની દુનિયા પણ અધુરી છે.

આ પછી દિવ્યાને ફરી પાછો દોસ્તી પર વિશ્વાસ આવી જાય છે અને તે દિવ્ય પાસે જાય છે અને માફી માગે છે દિવ્ય તો હંમેશની માફક પાગલ પણ ખૂબ સારો બની તેની બી એફ એફ ને માફ કરી દે છે આવા મિત્રોથી દિવ્યાની જીંદગી રંગીન બની જાય છે અને તે પોતાના દુખોને થોડા સમય માટે ભૂલી જાય છે આ બંને દિવ્યાને બહુ સારી રીતે સમજતા તેથી પગલી અને જીદી દિવ્યાને મનાવી લેતા અને પાછા ખૂબ જ મસ્તી પણ કરતા હતા.

દિવ્યા આમ પણ ખૂબ જ મસ્તીખોર હતી તેમાં પાછો કોલેજ પત્યા પછી એક સુંદર મજાના પ્રવાસનું આયોજન થાય છે તેમાં દિવ્યા બહુ મુશ્કેલી થી મમ્મી પપ્પાને મનાવીને જાય છે અને તે પ્રવાસે જવા માટે કોલેજે પહોંચે છે.

હવે જોઈએ આગળ ના ભાગમાં શું થાય છે તે?