Ek Anokhi Saahas Yatra - 2 books and stories free download online pdf in Gujarati

એક અનોખી સાહસ યાત્રા - 2 - ભોલુની સફર


આજે ભોલુને સ્કુલમાં રજા હતી. સવાર સવારમાં તૈયાર થઈને બહાર ફરવા નીકળવાનો પ્રોગ્રામ નક્કી કરીને રાખ્યો હતો. આજે એને એકલા જ ફરવાની ઇછ્હાં હતી અને કઈક નવુ જાણવાની જિજ્ઞાસા હતી. સવારમાં તૈયાર થઈને મમ્મીને કહે, “મા હું બહાર રામવા જાઉં છું.” આટલું કહીને ભાઈ તો નીકળી પડ્યા. ભોલુંનું ગામની જંગલના છેવાડે હતું. ગામથી થોડે દૂર જંગલ તરફ જાવ તો ઘટાદાર જંગલ શરુ થતું હતું જ્યાં વિવિધ જાતના પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ હતો.


રખડતા રખડતા ભોલુ તો જંગલ તરફ આગળ વધવા લાગ્યો. આમ તો એ મિત્રો સાથે ઘણી વાર જંગલમાં ફરવા જતો પણ થોડે દૂર સુધી જ જતો. પણ આજે તો ભાઈને વધુ અંદર જંગલમાં જવાની આંતરિક ઇચ્છા થઈ. ભોલુ તો મનનું માનીને ચાલ્યો જંગલની અંદર. થોડે દૂર ગયા પછી વાતાવરણ એકદમ શાંત થઈ ગયું.


શાંત વાતાવરણમાં ભોલુ ચાલીને આગળ વધતો હતો ત્યાં એક સરસ મજાના વડના ઝાડ નીચે એક સ્વચ્છ જગ્યા જોઈ. એને ત્યાં થોડી વાર આરામ કરવાની ઈચ્છા થઇ. ભાઈ તો ઝાડના થડ પાસે જઈને બેસી ગયો. શાંત વાતાવરણમાં બેઠા બેઠા એને આજુ બાજુ લીલોતરી જોવાની અને જુદા જુદા પક્ષીઓના અવાજ સાંભળવાની ખુબ જ મજા આવી ગઈ. થોડી વારમાં તો એની આખો ઘેરાવા લાગી અને એને તો નિંદર આવી ગઈ. આજે એને ખૂબ જ મજાની ઉંઘ આવી.


થોડી વાર પછી ભાઈની આંખ ખુલી અને જોયું તો પોતે જંગલમાં એકલો છે અને રાત પડવા આવી છે. એને તો થયું કે હજુ તો હમણા જ સુતો હતો અને હજી થોડી વાર પહેલા સવાર હતી તો આટલી જલ્દી સાંજ કેવી રીતે પડી ગઈ? હવે એ થોડો ગભરાયો કારક કે જલ્દી જ રાત પડી જવાની હતી અને અને પોતે એકલો જ આ જંગલમાં આવી ગયો હતો અને પાછું પોતાની પાસે લાઈટ જેવું કાઈ નહોતું.


હવે એને થયું કે જલ્દી જલ્દી અહીંથી જતા રહેવું જોઈએ. ઘરે મમ્મી પપ્પા પણ એની રાહ જોતા હશે. એટલે ભોલુભાઈ તો થયા ઉભા અને આજુ બાજુ જોયું તો એને ખબર પડી કે હવે એ ઘરે જવાનો રસ્તો કેવી રીતે શોધશે. કારણ કે બધી જ બાજુ એને એકસરખું લાગતું હતું. પછી એક દિશા નક્કી કરીને એ બાજુ ચાલવા લાગ્યો તો આગળ જતા એને એવો આભાસ થવા લાગ્યો કે આ રસ્તો યોગ્ય નથી. એટલે એ વારે વારે રસ્તો બદલવા લાગ્યો અને એ જંગલમાં ભૂલો પડી ગયો અને દિવસ પૂરો થઇ ગયો. રાત પડતા જ જંગલનું વાતાવરણ એકદમ ભયાનક લાગવા લાગ્યું. ભોલુને તો હવે કકડીને ભૂખ લાગી હતી અને આજુ બાજુ કાઈ જ ખાવા પીવાનું દેખાતું નહોતું. વધુમાં હવે હિંસક પ્રાણીઓના અવાજો પણ સંભળાવા લાગ્યા હતા. હવે ભોળું એકદમ ડરી ગયો અને શું કરવું એ વિચારતો હતો ત્યાં એને પોતાની પાછળ કોઈ આવતું હોય એવો આભાસ થયો.


એણે પાછળ ફરીને જોયું તો એ જોતો જ રહી ગયો. એક નાનકડો હાથી એની પાછળ પાછળ આવતો હતો. એ નાનકડું હાથુનું બચ્ચું હતું. જેવું ભોલુએ પાછળ ફરીને જોયું કે તરત જ એણે સુંઢ ઉચી કરીને ભોલુને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો અને એકદમ ઝડપથી ચાલવા લાગ્યો. ભોળું કાઈ પણ વિચારે એ પહેલા તો હાથીએ એટલી બધી ઝડપ પકડી કે ભોલુ બન્ને હાથથી એના દાત પકડીને બેસી જ ગયો. ત્યાં તો ખુબ જ જબરદસ્ત ચમત્કાર થયો. હાથી ઝડપથી ચાલતા ચાલતા જ આગળ એક ખુલી જગ્યા આવી અને હાથીને પાંખ આવી ગઈ અને એ દોડવાને બદલે ઉડવા લાગ્યો.


ભોલુ તો એકદમ આશ્ચર્યથી હક્કા બક્કા થઈ ગયો અને જે થશે એ જોયું જશે એમ વિચારી હાથીને કસોકસ પકડીને બેસી રહ્યો અને શું થાય છે જોવા લાગ્યો. હવે હાથી ઉડતા ઉડતા આકાશમાં એક એવી જગ્યા એ આવ્યો જ્યાં મોટો દરવાજો હતો અને ત્યાં આછો સોનેરી પ્રકાશ દેખાતો હતો. એ જગ્યાએ પહોચીને હાથીએ સુંઢથી ત્રણ વાર ખખડાવ્યું તો એ દરવાજો ખુલી ગયો. ભોલુ પણ વિચારતો હતો કે આ બધું શું છે અને આ હાથી પણ કેવો ગઝબ છે જે ઉડી પણ શકે છે અને આકાશમાં આ દરવાજા ક્યા ખુલશે અને હવે શું થશે એની પણ એને ઇન્તેજારી હતી.

જેવો દરવાજો ખુલ્યો કે ભોલુનું તો મોં પહોળું થઈ ગયું. તે એક ખુબ જ સુંદર જગ્યા એ આવી પહોચ્યો હતો જ્યાં એક સુંદર સરોવર હતું અને એનું પાણી દુધિયા કલરનું અને એમાં મોટી મોટી ડોલ્ફિન તરતી હતી જે જુદા જુદા અવાજો કરતી હતી. ભોલુ એ આટલું મોટું સરોવર અને ડોલ્ફિન માત્ર ચિત્રમાં જ જોયા હતા. એને ખબર હતી કે ડોલ્ફિન એ માણસને નુકશાન કરતી નથી અને તેને એ મિત્ર માને છે. હાથી હવે ઉભો રહી ગયો હતો એટલે ભોલુ એ સીધો કુદકો માર્યો અને નીચે ઉતાર્યો. જેવો એણે કુદકો માર્યો કે હાથી તો જે દિશામાંથી આવ્યા હતા એ બાજુ પાછો ઉડીને જતો રહ્યો. હાથીભાઈ ગયા એટલે તરત જ ભોલુભાઈ સરોવર નજીક જવા લાગ્યો. જેવો એ એક ડોલ્ફિન પાસે પહોચ્યો કે એક ડોલ્ફીને એની તરફ કઈક એવો ઈશારો કર્યો જાણે એ કહેતી હોય કે ચાલ, હું તને સરોવરમાં ફરવા લઇ જાઉં. ભોળું તો તૈયાર જ હતો. એ ડોલ્ફિનની નજીક જઈને એનાં ઉપર બેસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ડોલ્ફિન પણ જાણે એને લઇ જવા માંગતી હોય એમ પાણીમાં થોડી અંદર બેસી ગઈ જેથી ભોલુ સરળતાથી સરખી રાતે બેસી શકે. જેવો ભોલુ સરખી રાતે બેઠો કે ડોલ્ફીન તો સરોવરમાં અંદર તરફ તરતા તરતા જવા લાગી.


ભોલુ ને તો ખુબ જ મજા આવતી હતી. દરિયા જેવા સરોવરમાં માછલી ઉપર બેસીને એ તો જાણે હોડીથી ફરતો હોય એવું એને લાગતું હતું. બીજી ઘણી બધી માછલીઓ અને અલગ અલગ પ્રકારના દરિયાઈ જીવો એની બાજુમાંથી પસાર થતા હતા. એક જગ્યાએ તો મોટો દરિયાઈ ઘોડો પણ એને જોવામાં આવ્યો અને બધા જ જાણે એને આવકારતા હોય એવી રીતે એની સામે હસતા હતા. ઘણી બધી વાર સુધી એ આ બધું માણતો રહ્યો થોડી વાર બાદ ડોલ્ફીને પોતાની સ્પીડ વધારી અને ભોલુ તરફ મોઢું કરીને જાણે કહેતી હોય કે ફીટ પકડી રાખજો નહીતર પડી જવાશે. ભોલુએ તો બંને હાથેથી ડોલ્ફીનનું ગળું વ્યવસ્થિત પકડી લીધું અને ડોલ્ફીને સ્પીડમાં તરતા તરતા એક મોટો ઉચ્ચો કુદકો માર્યો અને કુદીને સીધી પાણીમાં અંદરની તરફ ઊંડાણમાં જવા લાગી. ભોળું તો શ્વાસ રોકીને બેસી ગયો અને ડરવા લાગ્યો કે નક્કી આજે એનું મોત આવી ગયું છે. પણ એને આશ્ચર્ય વચ્ચે ડોલ્ફીન એક એવી જગ્યા એ આવી પહોચી જ્યાં બહારથી એક મહેલ જેવું દેખાતું હતું. ભોલુ તો વિચારતો જ રહ્યો કે આ હું ક્યા આવી ગયો જ્યાં મહેલ પણ પાણીની અંદર છે. જેવા એ બંને મહેલના દરવાજા પાસે પહોચ્યા કે દરવાજો એની મેળાયે જ ખુલી ગયો. એ બંને એ મહેલમાં દરવાજાથી દાખલ થયા અને ભોલુ તો એ જ વિચારવા લાગ્યો કે એ નક્કી કોઈ અજાણ્યા પ્રદેશમાં મુશ્કેલીમાં મુકાવાનો છે.


વધુ વાર્તા આવતા અંકમાં.