Farm House - 2 books and stories free download online pdf in Gujarati

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 2


ભાગ - ૨




" ટીકુ ,,, દીકરા ચાલ જમવાનુ રેડી છે .. ટીકુ ..... ઓ ટિકુદી ....... " - અવાજ સાંભળતાં જ ટીકુની ઊંઘ ઊડી ગઈ .. અને ઘડિયાળમાં જોયું તો. .. ,,, " ઓહ ગોડ એક વાગી ગયો.. હવે તો એક્સાઇટિંગ વધતી જ જાય છે ...

ફરી અવાજ આવ્યો .." ટીકુ .... કેટલી વાર પણ ... ઓ ટીકુ ...... " આવું પાપા..... કહેતાં ટીકુ સામાન પેક થઈ ગયો છે કે નહીં એ ચેક કરી નીચે જમવા ગઈ ...

" હમમ ... ય .. મ્મી.. શુ સુગંધ છે., આજ તો પરોઠા અને પનીર ટિક્કા... મોજ જ મોજ છે... સુપર.. જલ્દી મોમ જલ્દી...."

" હા , શાંતિ રાખ હવે .. અત્યાર સુધી બોલાવતી હતી તો આવતી ન હતી ને હવે ખોટી ઉતાવળ કરે છે લે ..." - આરતીબેને પ્લેટમા પરોઠા મૂકતા કહ્યું..

" ઓકે મ .. મા .. વાવ મોમ ખુબ જ મસ્ત ટેસ્ટી રસોઈ બની છે , મજા આવી ગઈ . " " હા તો લે એક પરોઠું હજુ .." - આરતીબેને પરોઠું પ્લેટમાં મૂક્યું .. " દાદાજી તમે પણ લો .. " - ટીકુએ દાદાજી તરફ પ્લેટ કરી .

" તે બધો સામાન ચેક કરી લીધો ટીકુ દિકા . ????? " દાદી એ કહ્યું " હા બા હું ચેક કરીને જ આવી છું. .."

ટીકુ એ કહ્યું : " હા તો પેલાં એટલા વાસણ સાફ કરી નાખ ચાલ . સવારના કોઈ કામ હાથે નથી લીધું .. " - મમ્મીના અવાજમા મજાક સાથે મીઠો ટોન્ટ હતો ..

" ઓકે . એક શરતે બોલ . ??" - ટીકુએ પૂછ્યું.

" ના ,, હવે મારે તારી શરત પણ રાખવાની એમ .. ચુપ ચાપ વાસણ સાફ કર ....." - આરતીબેન બોલી.

"દાદી તમે કંઈક કહો lને .... એ મારો આજનો દિવસના બગાડે ...." - ટીકુએ લાડ કરતા કહ્યું . " ઓકે તો હું જ કરી દઉં વાસણ સાફ ... ??? " - તુષારભાઈ હસતાં હસતાં બોલ્યાં .

વાસણ સાફ કરતાં સવા ૨ થઈ ગયાં .. ટીકુ તેના રૂમમાં ગઈ . અને બેગને ફરી ચેક કરવા લાગી . નાસ્તો બરાબર ગોઠવીને નાસ્તાનું બેગ પેક કર્યું અને કપડા , હેડફોન , ચાર્જર વગેરે અંદર મૂકી તેના બેગની ચેન બંધ કરી .

સોંગ ચાલુ કરી ફરી આડી પડી ત્યાં પાછી એને નિંદર આવી ગઈ .. " જાગી જાવ ટીકુ બેટા .... બહું નિંદર કરે તુ ... કુંભકર્ ની બેન .. " - મયુરે હસતા હસતા ટોન માર્યો .

" અરે તમે બધાં અહીંયા .. ??? !! - ટીકુએ આશ્ચર્ય સાથે પુછ્યુ .

" હા , હમ નહીં તો કોણ બે ... ??? " - મયુરે જવાબ આપ્યો .

" ઓકે . તો આવ્યા જ છો તો મહાશય જરા મારા બેગ લઈ લેશો જનાબ .." - ટીકુએ મજાક કરતા ઓર્ડર કર્યો .

બધાં હસવા લાગ્યાં .

" ઓકે મોમ બાય .. અને પપ્પા મોમને કહોને એટલું સિરિઅસ ના થાય .." - ટીકુએ નિરાશ થતાં કહ્યું . " હા .. આરતી બેટા , થોડા દિવસની જ તો વાત છે ...." - બાએ વાતને પકડ આપતાં કહ્યુ .

ચાલ બેટા આવજે , તારું ધ્યાન રાખજે , અને જમવાનું બરોબર લેજે , ને સાંભળ ફોન કરતી રેજે ... ઓકે બધા ધ્યાન રાખજો અને સાથે રેહજો ., જરૂર પડે તો કહેજો .. બાય .... સિયુ ...... ટેક કેર .. " - તુષારભાઈ બોલ્યાં .

બાય કહેતા બધાં ગાડીમાં બેઠાં . પિપ્પ ... પીપ .... હોર્ન સાથે ગાડી ઉપડી .

" શુ ટીકુ , તારા મોમ તો વધું પડતા સેંસિટીવ લાગે નય .." - મોન્ટુએ કહ્યુ . " હા યાર , તારી વાત સાચી છે મોન્ટુ .." - ક્રિષ્નાએ વાતને સપોર્ટમાં લેતા કહ્યું .

" હા છે જ એ પેહલેથી જ એવી એક્સ્ટ્રા પસેસિવ .." - ટીકુએ કહ્યું ..

" બાય ધ વે .. આ ટીકુના ચક્કરમાં તો પોણા પાંચ થઈ ગયા .... હવે છ વાગે તે પેહલા રીનીને ઘેર જવું પડશે ને ..." " ત્યાં પહોંચતા વાર નહીં લાગે બેટા... આ જયાંતિકાકાને કંઈ ઓછા સમજ્યા છે હમણાં વિમાનની સ્પીડ કરીને ઉડીએ ... " મયૂરની વાતને આશ્વાસન આપતાં જયંતિકાકા બોલ્યાં ..

બધાં હસવા લાગ્યાં ..... તેમાં મોન્ટુ એ સાદ પુર્યો , " આખીર પપ્પા કોના ..?? " વિશ્વાએ જવાબ આપતાં કહ્યું , "તેજ તો વાત છે ..... દીકરો કોની .....?? "

બધાં ફરી હસવા લાગ્યા . અડધી કલાકની સવારી બાદ રીનીનું ઘર આવ્યું ..

જયંતિકાકાએ બધાંને સામાન સહીત છોડીને વિદાય લીધી .....


to be continued.......


ધારાવાહિકના ભાગ- ૨ સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર .. નવો ભાગ બહુ જ જલ્દી આપ બધાની સામે આવશે .. જોડાયેલા રહો ...