Ek hata Vakil - 5 books and stories free download online pdf in Gujarati

એક હતા વકીલ - ભાગ 5

"એક હતા વકીલ"( ભાગ-૫)


વકીલ ચંદ્રકાંતે બોલતા તો બોલી કાઢ્યું કે નાનો ભાઈ વિનોદ ચંડોળા તળાવ બાજુ ગયો છે.

એટલે રમા બહેનનું ધ્યાન બીજે કેવી રીતે ખેંચવું એ વિચાર કરવા લાગ્યા.

ચંદ્રકાંત મનમાં..બોલી તો કાઢ્યું પણ વાત બીજા પાટે લઈ જવી પડશે.. હવે કરવું શું..એમ વિચારતા હતા.. ત્યારે...જ..


રમા બહેન:-' મને લાગે છે કે તમે વિનોદને કોઈ કારણસર જ ચંડોળા તળાવ મોકલી દીધો છે.પણ એ સાયકલ સવારી કરીને થાકી જશે. આટલે દૂર સુધી સાયકલ પર મોકલી દીધો?બહાર જ ઈને આવું..એની સાથે શું હશે..'

વકીલ ચંદ્રકાંત હસી પડ્યા.

બોલ્યા:-' તું ખોટી મહેનત કરે છે.હવે એ મોટો છે એની ચિંતા કરવાની ના હોય.એને જે મરજી હોય એ પ્રમાણે ગયો હશે. ચાલતો પણ જાય. એણે એન.સી.સી. ટ્રેનિંગ લીધી છે એટલે વાંધો નથી. તું તારે ચિંતા ના કર."

રમા બહેનની નજર લેન્ડ લાઈન પર રહેતી હતી.

બોલ્યા:-' સાચું કહો ને. મને ચિંતા થાય છે. મારી ડાબી આંખ ફરકે છે. હમણાં હું ઘરની બહાર જોઈ આવું છું કે સાયકલ છે કે નહીં કે ચાલતો ગયો છે? સવાર સવારમાં રિક્ષા પણ આટલે દૂર જવા માટે ના મળે.'

ચંદ્રકાંત વકીલ:-' ઓહ.. તારી આંખની પાંપણનો વાળ તૂટી ગઈ હશે કે તને ગોદો વાગી ગયો હશે કે પછી કંઈક કસ્તર પડી ગયું હશે. નવ વાગ્યે એટલે તું ડોક્ટરને બતાવી આવ.'

રમા બહેન:-' તમે મારી મજાક ના કરો. મને ચિંતા થાય છે. વિચારી વિચારીને માથું દુઃખવા આવ્યું.'

ચંદ્રકાંત વકીલ:-' વ્હાલી હું તારી મજાક કરતો હોઈશ!... તને હું કેટલો પ્રેમ કરું છું એ તને ખબર છે.એક વાર કહી દઉં કે અનેક વાર કહું પણ તને મારી ચિંતા નથી ને વિનોદની ચિંતા થાય છે. હું એનો મોટોભાઈ છું મને ચિંતા થતી જ હોય.'

રમા બહેન:-' પ્રેમ કરતા હોય તો આવો સુર ના નીકળે. મને સાચું સાચું કહો તો જ હું માનું કે તમે મને પ્રેમ કરો છો.જુઓ અંગ્રેજીમાં આઈ લવ યુ બોલતા નહીં.તમને ખબર છે કે મને અંગ્રેજી નથી ગમતું.તમે તમારું ધાર્યું જ કરો છો. મારું ઘરમાં કંઈ ચાલતું નથી. મેં કદી પેલું ગીત ગાઈને ફરમાઈશ કરી છે? જટ જાવો ચંદન હાર લાવો.. હું સીધી સાદી ગૃહિણી છું.'

આટલું બોલીને રમા બહેને રડવાનું નાટક ચાલુ કર્યું.

ચંદ્રકાંત વકીલ આ નાટક સમજી ગયા.

બોલ્યા:-' એમ કરીએ આપણે વિનોદ માટે એક છોકરી જોવા વડોદરા જવાનું છે. આવતા રવિવારે રાખીએ?'

રમા બહેન પણ ચાલાક હતા.
રમા બહેન વકીલના પુસ્તકો રાખતા હતા એ કબાટ તરફ આગળ વધી ગયા.

વકીલ ચંદ્રકાંતને થોડો શક ગયો.
આ રમા ચોક્કસ કોઈ પુસ્તક લેવા માંગે છે.
એને રોકીશ તો પણ એ સાંભળવાની નથી.

એટલામાં લેન્ડ લાઈન પર રીંગ વાગી.
ટ્રીન.. ટ્રીન...
રમા બહેન ઝટપટ લેન્ડ લાઈન ટેલિફોન લેવા દોડ્યા.
વકીલ ચંદ્રકાંત પણ ઉભા થયા અને ટેલીફોન લેવા જતા રમા બહેન સાથે ટકરાઈ ગયા.
લેન્ડ લાઈન ટેલિફોનની રીંગ બંધ થઈ ગઈ.

ચંદ્રકાંત વકીલે રમાને પોતાના બાહુમાં પકડી લીધા જેથી એ પડે નહીં.
અને વકીલ ચંદ્રકાંત રંગીન મિજાજી બની ગયા.

ચંદ્રકાંત વકીલે ગીત ગાવા લાગ્યા.
આઈ મિલન કી બેલા દેખો આઈ
બન કે ફૂલ હર કલિ શરમાઈ..

રમા બહેન શરમાઈ ગયા.
બોલ્યા:-' તમને લાજ શરમ પણ નથી. કોઈ બારણું ખખડાવે છે. લાગે છે કે વિનોદ આવી ગયો.'

વકીલ ચંદ્રકાંતે રમા બહેનને મુક્ત કરી દીધા.
રમા બહેને ધીમું સ્મિત કર્યું.
બોલ્યા:-' બહુ વખતે રોમેન્ટિક બની ગયા.પણ સમયનું ભાન રાખો તો સારું. હવે મને કહો કે ટેલિફોનની ડાયરી ક્યાં છે?'

વકીલ ચંદ્રકાંત:-' પણ તારે એ ડાયરી કેમ જોઈએ છે? કોઈને ફોન કરવો છે? કે પછી તારી સખી સાથે વાતચીત કરવી છે?'
- કૌશિક દવે