Maro shu Vaank ? - 1 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - ભાગ 1

કેમ છો મિત્રો મજામાં ને ...
હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી
છું કે જો તે સમાજની બાબત હોય તો સૌ કોઈ ટીકા
કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ
અપનાવતું નથી ...

એવી જ વાત છે મારા પાડોશમાં રહેતી મારી એક
સહેલી કનિકાની...

તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી.
તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી...

છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને
ખૂબ પ્રેમ કરતા હતા.

પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા..
તેથી અચાનક તે લોકો એ ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ
કરી લીધા...

હવે આદિત્યનો પરિવાર આ સંબંધ માટે રાજી ના
હતો. પણ પોતાના સંતાનની ખુશી આગળ તેનો પરિવાર થોડો મજબૂર થઈ ગયો.

પણ તે લોકો કંનિકાને માફ કરવા માટે તૈયાર ન હતા.
આ વાત માત્ર કનિકા જાણતી હતી. તેની આદિત્યને
ખબર ન હતી. આદિત્ય એમ જ માનતો હતો કે મને
માફ કરી દીધો છે તો કનિકાને પણ માફ કરી દીધી છે
હવે આમ ને આમ જ કડવા મીઠા અનુભવો સાથે
બે વર્ષ વીતી ગયા..

લગ્નને બે વર્ષ થયા છતાં પણ કનિકા કોઈ ખુશખબરી આપી ન શકી હતી. તેથી તેના ઘરમાં તેને લઈને થોડી ઉદાસીનતા હતી..

હવે એક દિવસ અચાનક કનિકાને રસોઈ કરતા કરતા
ચક્કર આવ્યાને તે બેહોશ થઈ ગઈ ..
અને તુરંત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જયાં
તેની તપાસ કર્યા પછી ખબર પડી તે કે તે મા બનવાની
છે. ને તરત આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
ઘરમાં બધા જ કનિકાની ખૂબ દેખભાળ કરવા લાગ્યા.
જોતજોતામાં 5 મહિના વીતી ગયા.

હવે એક તરફ કનિકાના દિયર આરવના લગ્ન હતા.
બધા જ લગ્નની તૈયારીઓમાં ખૂબ વ્યસ્ત થઈ ગયા.
લગ્નની તૈયારીઓમાં કનિકા પોતાનો થાક કોઈને
બતાવી શકતી ન હતી..
અને ખૂબ સરસ રીતે વાજતે ગાજતે આરવના લગ્ન
પણ થઇ ગયા. ખુબ સરસ રીતે દરેક રીતીરિવાજ
પ્રમાણે આરવ અને તેની પત્ની વેદિકાનું સ્વાગત કર્યું
તેમજ બધી વિધિ પૂરી કરીને છેલ્લે બધા થાક્યાપાક્યા પોતપોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા..

અચાનક અડધી રાત્રે કનિકાની તબિયત બગડવા
લાગી. કોઇ કશું સમજી શકે તે પહેલાં તો તેને બ્લીડીંગ પણ થવા ગયું. તરત ને તરત જ અડધી રાત્રે કનિકાને
હોસ્પિટલ લઈ ગયા જ્યાં જાણવા મળ્યું કે
બાળક miscarriage થઈ ગયું છે..
આ સાંભળતાની સાથે જ આદિત્યના હાથ પગ ઢીલા
પડી ગયા અને કનિકા તો જાણે સુન્ન થઇ ચૂકી હતી.

બધા જ થોડા દિવસમાં આ આઘાતમાંથી ધીરે ધીરે
બહાર આવવા લાગ્યા..
પણ કનિકાના સાસુ આ બાબત માટે કનિકાને દોષી
માનતા કે તેણે ધ્યાન ના રાખ્યું જેને કારણે પોતાના
ઘરનું વારિશ ખોયુ. પણ તે આ બાબત બધાની સામે
કહી ન શકતા.

હવે ધીરે ધીરે કરીને કનિકાના સાસુના મનમાં
પરિવારના વારિશની લાલચ જાગતી જતી હતી.
જેને લઇને તે વારે વારે કનિકાને મેણાં ટોણા માર્યા
કરતા હોય છે. અને હવે તો એ બાબત એટલી બધી
હદ વટાવી ચૂકી હતી કે ચાર માણસ વચ્ચે પણ
કનિકાને અપશબ્દો બોલતા ખચકાતા ન હતા.

આ બધી બાબતોના કારણે થઈ ને કનિકાના મન
પર ખૂબ ઊંડો ઘાવ થઈ રહ્યો હતો. જે બાબતે તે આદિત્યને પણ વાત કરી શકતી ન હતી.

એકવાર આદિત્ય ઘરે વહેલા આવી જાય છે અને તે પોતાના રૂમમાં જઈને જોવે છે તો રૂમની બારી આગળ કનિકા સૂનમૂન થઈને ઊભી હોય છે. આદિત્ય કનિકાને જોઇને સમજી જાય છે કે કનિકા કોઈ મૂંઝવણમાં છે
આદિત્યઅે કનિકાની પાસે જઈ અને કનિકાનો હાથ
પકડી ને પૂછ્યું.. કે શું થયું ..?

કનિકા પોતાનો હાથ ધીમેથી છોડાવીને ચહેરા પર
પ્લાસ્ટિક ઈસ્માઈલ લઈને બેડ પર જઈને બેસી
જાય છે. આદિત્ય પણ તેની પાછળ જાય છે ને ફરી
કનિકાનો હાથ પકડીને પૂછે છે .
કંઈક બોલને કનિ શું થયું છે.?.
કેમ આમ ઉદાસ છે મારી કનિ..?
( આદિત્ય ક્યારેક ક્યારેક કનિકાને કનિ કહીને પણ બોલાવતો હોય છે. )

કનિકા આદિત્યનો હાથ પકડીને રડતા રડતા કહે છે કે
.. આદિ .. આદિ... મારે બાળક જોઈએ છે ..

આદિત્ય કનિકાની મનોમન બધી જ મૂંઝવણને સમજી જાય છે અને તેને પોતાના આલિંગનમાં લઈ લે છે..

ત્યાર પછી થોડા જ દિવસોમાં કનિકા અને આદિત્ય
જરૂરી રિપોર્ટ કરાવી તે પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી દે છે.

એક દિવસ કનિકા અને આદિત્ય સવારથી જ ખુબ
ખુશ હતા કારણ કે તે દિવસે તેમની મેરેજ એનિવર્સરી હતી. આજે તેમના લગ્નને પાંચ વર્ષ પુરા થયા હતા.
કનિકા આટલા દિવસથી ઉદાસ હતી તે માટે થઈને
તેને ખુશ કરવા માટે આદિત્યએ કનિકા માટે હોટેલમાં
ડિનર ડૅટનું પ્લાનિંગ કર્યું હતું. અને તે બંને ડિનર માટે હોટલમાં ગયા. હોટલના ગાર્ડનમાં તેમના માટે ખુબ જ સુંદર ટેબલ ડેકોરેટ કર્યુ હતું. ત્યાં રોમેન્ટિક મ્યુઝિક પણ ખુબ જ સરસ વાગી રહ્યું હતું. ને હલકા ફૂલકા નશીલા
જેવા માહોલને બંને જણા મન ભરીને માણી રહ્યા હતા.
આદિત્ય કનિકાનો હાથ પકડી તેને ડાન્સ કરવા માટે લઈ જાય છે. અને બંને જણા એક બીજાની આંખમાં આંખ પરોવીને, અને આદિત્યએ કનિકાને કમરંથી પકડેલી હોય છે અને કનિકાના બંને હાથ આદિત્યના ખભા પર હોય છે. જાણે પોતાના પ્રેમનો મહોત્સવ હોય તેમ ખૂબ મન ભરીને માણી રહ્યા હતા .

તેવામાં જ અચાનક જ કનિકાને ચક્કર આવવા લાગે
છે અને તે આદિત્યના હાથમાં જ બેહોશ થઈને જમીન
પર ઢળી પડે છે...
શું થયું હશે કનિકાને ? તે કેમ આમ પોતાના જીવનની
સુંદર એવી ખુશીના માહોલમાં આમ બેહોશ થઈ ગઈ હશે..? તે જાણવા માટે આપ સહુ જોડાયેલા રહો
મારી એટલે કે અમીની સાથે...

તેમજ વાર્તામાં કોઈ ભૂલચૂક લાગી હોય તો જરૂરથી જણાવશો તેમ જ વાર્તા કેવી લાગી તે પણ પ્રતિભાવ
આપીને જણાવજો... 🙏🙏