Kon Hati Ae ? - 2 books and stories free download online pdf in Gujarati

કોણ હતી એ ? - 2

( ગયા ભાગ માં આપણે જોયું કે, રવિ અને મયંક ને એક છોકરી રસ્તા માં મળે છે અને તે છોકરી ને લિફ્ટ આપે છે.... હવે આગળ )

" તમે ક્યાં જોબ કરો છો? " રવિ એ પૂછ્યું.
રવિ ને તો વાત કરવી હતી પણ રવિ નો ધીમો અવાજ તે છોકરી ને સંભળાતો ન હતો.
રવિ એ બાઈક ઉભી રાખી અને મયંક ને કહ્યું, " તું ચલાવી લે ને બાઈક મારા હાથ ઠરી ગયા. "
મયંક એ બાઈક નું હેન્ડલ સંભાળ્યું. રવિ પાછળ બેસી ગયો.
" તો ક્યાં નૌકરી કરો છો તમે ? " રવિ એ પૂછ્યું.
" અહીંયા એસ.જી હાઇવે પર, ઇન્ટાસ ફાર્મા માં. " છોકરી ધિમેક થી બોલી.
" ઓહ, ફાર્મસિસ્ત તરીકે? "
" ના જનરલ મેનેજર છું, ડિલિવરી સેકશન માં. "
વાત કરતા કરતા નડિયાદ આવી ગયું, બસ સ્ટેન્ડ પાસે આવ્યા ને તરત સંજના એ ગાડી ઊભી રખાવી.
" અહી? અહીંયા રહો છો ? " ક્યાંય ઘર તો દેખાતા નથી ? " રવિ ઉત્સુકતા માં બોલ્યો.
" તો શું તમારે ઘરે આવવું છે મૂકવા ? અહીંયા પાસે જ છે મારું ઘર સામે ના રોડ થી સીધા. એમ પહેલી મુલાકાત માં ઘર થોડી બતાવી દેવાય. " ફરી સંજના ટોન્ટ મારી ગઈ. રવિ કઈ બોલ્યો નહિ.
" સારું બાય, થેકન્સ ફોર લિફ્ટ. ફરી મળો તો ઘરે જરૂર આવજો." સંજના સ્માઇલ કરતા બોલી.
" ઘર તો બતાવ્યું નહિ ને આવીશ કઈ રીતે? " રવિ લહેકા માં બોલ્યો.
" એ તો તમે જરૂર આવશો, ને તમને ઘર મળી પણ જશે." સંજના રહસ્યમય સ્માઇલ સાથે બોલી.
" અરે વાહ તો સરપ્રાઈઝ જોઈ એ છે તમારે એમ ને. "રવિ એ લહેકા થી કહ્યું.
" જો જો મને સરપ્રાઈઝ આપતા આપતા તમને શોક નો મળી જાય, આખી જિંદગી નો, ઓકે બાય, બાય ધ વે, ઠેંકસ વન્સ અગેન. " ને સંજના થોડી વાર માં લહેરાતા પગે ત્યાંથી ગાયબ થઈ ગઈ.
રવિ અને મયંક પણ ઘર તરફ નીકળી ગયા.
રવિ ને સંજના ના વિચાર માં ઊંઘ ના આવી. આટલી ઠંડી માં પણ તેને સુકુન લાગતું હતું. મયંક તો બે ધાબળા ઓઢી ઘસઘસાટ ઊંઘતો હતો.
' વાહ, કેવી બોલ્ડ હતી, બ્યુટીફુલ પણ કેટલી હતી, કાશ નંબર લઈ લીધો હોત. પણ આ મયંક એય ને. આટલી ફાસ્ટ બાઈક ચલાવી જાણે પાછળ ભૂત પડ્યું હોય, થોડી વધારે વાતો થઈ હોત તો નંબર લઈ લેત. પાછળ જઈ ઘર જોયું લીધું હોત તો ? ના ના, ઇમ્પ્રેશન સારી ના પડે."
આમ વિચાર કરતા કરતા રવિ ને પણ ઊંઘ આવી ગઈ.
સવાર પડતાં મોબાઈલ માં અલાર્મ વાગ્યું. રવિવાર ની રજા હતી એટલે ઉઠવાની ચિંતા હતી નહિ.
ફ્રેશ થઈ રવિ નાહવા ગયો. મયંક તો હજી સૂતો હતો. બહાર નીકળી કપડાં પહેરી તે કાલ ના પહેરેલા શર્ટ પેન્ટ ધોવા નાખવા જતો હતો. પેન્ટ ફેંક્યું તો પેન્ટ ના પોકેટ માંથી એક કાગળ બહાર ની તરફ નીકળ્યું. જીન્સ હતું એટલે પૂરું બહાર આવ્યું નહિ.
રવિ એ કાગળ કાઢ્યું ને ખોલ્યું. નોટબુક ના પેજ નું એ કાગળ હતું. અંદર કશું લખેલું હતું. જે કાંઈક આવું દેખાયું.

ƎIb LLIW U rO ƎM PLƎH

વાંચતા કઈ ખબર પડી નહિ, રવિ એ ફરી તે કાગળ જોયું ને પછી પોકેટમાં મૂકી મયંક ને ઉઠાડવા ગયો.
" મયંક ઉઠ ભાઈ, આ જોતો શું લખ્યું છે? " રવિ એ મયંક ને હલાવી નાખ્યો.
મયંક આંખો મસળતો ઉઠ્યો. કાગળ હાથ માં લીધું ને બોલ્યો, " સવાર સવાર માં શું હેરાન કરે છે ? કઈ સમજાય છે તને લખેલું? કઈ કઈ ભાષા માં લખેલું વાંચતો હોય છે? મુકિદે નથી સમજાતું મને, ને મને સુવા દે. "
એમ કહી મયંક સૂઈ ગયો.

( શું હતું કાગળ માં ? જોઈ એ આવતા ભાગ માં )