Meeting a stranger on a trip.. (Mystery story) - 4 books and stories free download online pdf in Gujarati

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 4








ભાગ - ૪




હવે અમે હોટેલ પહોંચી ગયાં હતાં . આજે અમે બંનેએ સાથે હોટેલમા જ ડિનર લીધું . એને મને આજના મારા લીધેલાં તમામ ફોટો બતાવ્યાં . ઘણી સારી ફોટોગ્રાફી હતી પ્રશાંત ની .... જોકે તે એનો એક સાઈડનો શોખ હતો.

ડિનર લીધાં પછી અમે થોડી વાર નાઇટ વોક પર જવાનું નક્કી કર્યું . ઠંડી ઘણી હતી . મફલર અને કોટ પહેરી ધુવાડા કાઢતાં અમે નાઇટ વોક કરવાં નીકળી ગયાં .

અડધી કલાક જેવું ચાલ્યા ત્યાં આગળ ચાની ટકરી આવી . અમે નક્કી કર્યું કે અહીં ચા પીને પછી પાછા હોટેલ તરફ રવાના થશું .....

હવે મને પ્રશાંત થી કોઈ વાંધો કે કોઈ ચિડાવ ન હતો . મને ઘણો આનંદ મળ્યો એની સાથે રહીને ...

અને હું ઘણી આભારી હતી કે , એ મારી સાથે હતો . આ એની જાણીતી અને જગ્યા હતી . અને અહીંના હર એક સ્થળથી પ્રશાંત વાકેફ હતો ...

કારણ કે તે અહીંનો રહેવાસી છે , એવું એને કહ્યું હતું . એટલે એના સાથે હોવાથી મારે કોઈ અડચણ સફરમાં આવી ન હતી .. તેમજ આગળ આવશે પણ નહીં એવી ખાતરી પણ મને લાગતી હતી .....

અમે ચાની ટકરી પર ગયાં . પ્રશાંત એ બે કટિંગનો ઓર્ડર આપ્યો અને મારી સામેના બાકડે આવીને બેસી ગયો .. થોડી વાર તે તેની બુકમાં કંઈક લખવા લાગ્યો . અને અંદરથી એક મોટો કાગળ કાઢી જોવા લાગ્યો .....

હવાને કારણે એ કાગળ જરા ઊડીને વળ્યો . મેં જોયું તેમાં કોઈ બે વ્યક્તિના ફોટો લગાવેલાં હતાં .

પહેલાં તો મને થયું એ તેનાં કોઈ જાણીતા - ઓળખીતાનો ફોટો હશે જેને પ્રશાંત યાદ કરી રહ્યો હશે . એનાં સિવાય કોઈનો ફોટો આમ ઘુરી - ઘુરીને જોવા એનું બીજું કોઈ કારણ મને લાગતું ન હતું .

પ્રશાંતએ ફોટોઝને એકી - ટસે પાંચ - દસ મિનિટ કંઈ બોલ્યા વગર જોયાં કર્યો . મેં એને નોટ કર્યો . એની આંખમાં કંઈક શંકા અને રોષના અણસાર આવતાં હતાં . અંતે મેં એને પુછવાનું નક્કી કર્યું .

હું : " પ્રશાંત , તને કોઈ તકલીફ ન હોય તો ..... અ ... એ કાગળમાં જે ફોટોઝ છે તે કોના છે .... ????? આઈ મીન તું એને મિસ કરી રહ્યો હોય એવું લાગે છે ..... "

પ્રશાંત થોડાં ગુસ્સા સાથે : " એ તારે જાણવાની કોઈ જરૂર નથી મારા ખ્યાલથી ચીકુ ..... , તું વાતાવરણનો આનંદ લે .... એ જ તારું કામ છે .... "

હું : " પણ .... સોરી , હું જસ્ટ પુછતી હતી ... "

અમારી વાતો ચાલતી હતી એટલામાં અમારી ચા આવી ગઈ . તેણે ચાની ચુસકી લીધી એને ગરમ ચાની વરાળની જેમ તેણે થોડાં કડક શબ્દોમાં મને જવાબ આપ્યો .

પ્રશાંત : " તારે એક વાત સમજી જ લેવી જોઈએ કે કોઈના પર્સનલ કામમાં દખલ ન દેવી જોઈએ .... અને આ મારા કામની વાત છે તો એના વિશે તારે મને આજ પછી ક્યારેય પુછવું નહીં . મારા કામ વિશે રૂચિ નથી લેવાની અને આ વાતનો તારે ચોક્કસ પણે અમલ કરવો પડશે ..... "

હું : " ઓકે ... સોરી .... "

પ્રશાંત : " એ બધાંની મારે જરૂર નથી હું બસ જસ્ટ કહું છું કે મારા કામમાં કોઈ દખલ કરે એ મને જરાય નહીં ફાવે ....... "

હું : " ઇટસ્ ઓકે ... "

મને થોડી ઉદાસ થતાં જોઈ એ સમજી ગયો કે મને એની વાતનું ખોટું લાગ્યું છે .... અને મને લાગ્યું પણ હતું કારણ કે , તે જ્યારથી મને મળ્યો તેનો સ્વભાવ હસમુખી અને આનંદી હતો .

તે ચીલ કરી જિંદગી જીવવા વાળો માણસ હતો ..... પણ હકીકતમાં શું એ બનાવટી સ્વભાવ હતો ..... ????? આ એનું એક નાટક હતું ..... !!!

તે એટલો ટેન્શનમાં કેમ હતો ... ???? ઘણા બધાં સવાલો મારાં મનમાં હતાં .... અને હું વિચારોમાં ડુબવા લાગી હતી ....

પ્રશાંત અફસોસ સાથે : " સોરી , મારાથી કોઈ દુર્વ્યવહાર થયો હોય તો , પણ મને મારાં કામમાં દખલ ગીરી થઈ એટલે મને થોડો ગુસ્સો આવ્યો . "

મેં હસતાં ચહેરે કહ્યું : " હા , મને માફ કરી દે બસ .... "

પ્રશાંત મને મૂડમાં લાવવા : " હવે પહેલાંની જેમ સ્માઈલ આપ અને ચાને પીવા લાગ , તે પણ ફિક્કી અને ઠંડી પડી ગઈ છે ...... "



*******



To be continued ......