tera tujako arpan in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | તેરા તુજકો અર્પણ

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

તેરા તુજકો અર્પણ

તેરા તુજકો અર્પણ

"यदा ददाति, तदा वृद्धिम्, यदा अर्पणं करोति, तदा वृद्धिम्"

"જ્યારે આપીએ છીએ, ત્યારે વધે છે; જ્યારે અર્પણ કરીએ છીએ, ત્યારે વધે છે."

 

એક વૃદ્ધ મિસ્ત્રી ની આ વાત છે. ઘણા વર્ષો સુધી નોકરી કર્યા બાદ હવે તે થાક્યો હતો. થોડી ઘણી પુંજી સાથે હવે તે નિવૃત્તિ લેવાનો વિચાર કરી લીધો. બાકીનું જીવન હવે તે પોતાના બાળકો અને પત્ની જોડે વિતાવવા માંગતો હતો. તેને પૈસાની જરૂર પડત તે તેણે બચાવેલા પૈસા માંથી અને બીજો થોડો વ્યવસાય કરી લેવાનો વિચાર કરી લીધો. તે કોઈક રીતે ગુજરાન ચલાવી લેશે. કારણ હવે તેના બાવળામાં પહેલા જેવી તાકાત નથી રહી.

મિસ્ત્રી ને ભવિષ્ય નો કોઈ ખાસ વિચાર ન હતો બસ તેના જીવનની એક અભિલાષા હતી કે તેનું અત્યારનું તૂટેલું ફૂટેલું ઘર કોઈ નાનું પણ સુંદર મજાનું બંને.

તેને શેઠ પાસે નિવૃત્તિ લેવાની વાત કરી. શેઠને  તેના સારા કામદારનું જવાનું  દુઃખ લાગ્યું. ભારે હૃદયે તેણે હા પડી અને તેણે પૂછ્યું કે શું તે વ્યક્તિગત પોતાના માટે મિત્રભાવે એક ઘર બનાવી શકે છે?  મિસ્ત્રીએ  હા પાડી. વર્ષો સુધી જ્યાં મહેનત કરી હતી ત્યાં શેઠની એક આશા પૂરી કરવાની હા પાડી. પરંતુ સમય જતાં એ સ્પષ્ટ થઈ ગયું કે તેનું મન કામમાં નથી. તેણે નબળી કારીગરીનો આશરો લીધો અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો. આ તેની સમર્પિત કારકિર્દીનો અણગમતો અંત હતો.

જ્યારે મિસ્ત્રીએ  પોતાનું કામ પૂરું કર્યું, ત્યારે શેઠ  ઘરનું નિરીક્ષણ કરવા આવ્યો. તેણે સુથારને આગળના દરવાજાની ચાવી આપી.

"આ તારું ઘર છે," તેણે કહ્યું, "મારી તરફથી તને ભેટ."

ઘર મળવાની ખુશી પણ હતી અને દુખ પણ હતું. ઘર મળ્યા નું સુખ અને હલકી કારીગરી કર્યા નું દુખ. કેવું શરમજનક. સુથાર આઘાતમાં હતો.

હાથ ના કર્યા હૈયે વાગ્યા.

જો તેને ખબર હોત કે તે પોતાનું જ ઘર બનાવી રહ્યો છે, તો તે બધું જ ઘણું અલગ રીતે ઘણું સારી રીતે કર્યું હોત. પોતાનું સમજીને કર્યું હોત.

આપણે મોટાભાગની વસ્તુઓ આવા વિચારો સાથે કરીએ છીએ. પરંતુ જ્યારે તે આપણી પાસે પાછું આવે છે ત્યારે જ આપણને સમજાય છે.

 

 

તું જ મિસ્ત્રી  છે. દરરોજ તું ખીલી ઠોકે છે, લાકડું મૂકે છે, કે દીવાલ ઉભી કરે છે. જીવન એ એક સ્વ-નિર્માણ ની યોજના જ  છે, કોઈએ કહ્યું છે. તારો દ્રષ્ટિકોણ અને તું આજે જે પસંદગી કરે છે, તે તારું આવતીકાલનું ઘર બનાવે છે.

જે તું આજે વાવીશ તે આવતી કાળનું તારું ફળ હશે.

यथा धेनु सहस्त्रेषु वत्सो विन्दति मातरम्, तथा कर्म मनुष्यं गच्छति 

"જેમ ગાયોના ટોળામાં વાછરડું પોતાની માતાને શોધી લે છે, તેમ જ કર્મ મનુષ્યને શોધી લે છે."

 

ગાયનું બચ્ચું ભટકે ભીડમાં,
માતાને શોધે નાની નીડમાં,
ગંધથી, સ્પર્શથી, હૈયાના તાર,
મળે છે માતા, નથી અંતર દૂર.

તેમ જ કર્મની ગતિ અજાણી,
ચાલે છે સાથે, નથી પ્રમાણી,
જીવનના રસ્તે, દરેક કદમે,
લખાયેલું છે, કર્મનું ગમે.

ન કોઈ ભાગે, ન કોઈ છૂટે,
કર્મની નજરથી ક્યાંય ન ઝૂંટે,
જેવું કરીએ, તેવું મળે,
બીજનું ફળ ઝાડમાં ખીલે.

ગાયની ગોદમાં બચ્ચું સુખી,
માતાની મમતા જીવન રૂપી,
તેમ કર્મ આવે, સત્ય લઈને,
સાચું બતાવે, દર્પણ થઈને.

ન્યાયની ગંગા વહે અડીખમ,
કર્મનો લેખો રહે સતત સમ,
જેમ બચ્ચું મળે માતા પાસે,
કર્મ મળે છે જીવનના રાસે.

 

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ 
श्रीमद्भगवद्गीता 2.47
"શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે: તારો અધિકાર ફક્ત કર્મ કરવામાં જ છે. કર્મોના ફળ પર તારો કોઈ અધિકાર નથી. આથી તું સતત કર્મના ફળ વિશે ચિંતન ન કર અને અકર્મણ્ય પણ ન બન."