Ek Cup Coffee - 2 in Gujarati Short Stories by Piyusha Gondaliya books and stories PDF | એક કપ કૉફી - 2

Featured Books
  • તલાશ 3 - ભાગ 47

    ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમ...

  • મારા અનુભવો - ભાગ 45

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 45શિર્ષક:- ભેદ - અભેદલેખક:- શ્ર...

  • ડેન્ગ્યુ

                    સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર...

  • Spyder - એક જાળ - ભાગ 1

    પ્રારંભ વર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ...

  • અધૂરા સંબંધો

    આ લઘુનવલ "અધૂરા સંબંધો" ને નોવેલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છ...

Categories
Share

એક કપ કૉફી - 2

આકાશની hug કરવાની વાત થી પ્રતીક્ષા થોડી મૂંઝવણ અનુભવતી થઈ ગઈ હતી. એ સમજી નોતી સકતી કે શું બની રહ્યું છે. તેણે આકાશને મેસેજ કરવા ઓછા કરી દીધા. પરંતુ જ્યારે પણ નવરી પડતી તેની યાદ માં ઘેરાઈ જતી. તેને મન થયું કે,  ક્યાંક ફરી આવવાથી તેનું મન શાંત થઈ જસે એવું વિચારીને તે ફરવા નીકળી ગઈ. કુદરતી મસ્ત માહોલ માં તેનું મન બીજી દિશા તરફ વળવા માંડ્યું. પણ પ્રકૃતિના સાનિધ્યમાં આકાશની યાદોનું વંટોળ પણ તેને ઘેરાઈ વળતું હતું. તેણે તેને મેસેજ કર્યો પણ આકાશ તેના પારિવારિક કામો માં વ્યસ્ત હોવાથી કઈજ ઉત્તર ન આપ્યો. 

     અચાનક એક દિવસ પ્રતીક્ષાનો ફોન વાગ્યો તેની સ્ક્રીન પર આકાશ નામ વાંચી તેના ચહેરા પર જે સ્મિત આવ્યું એ કયા કારણ સર હતું એ તો ખુદ પ્રતીક્ષા ને પણ ખબર ન હતી. તેણે ફોન રીસીવ કર્યો hello , 

Hello , કેમ છે ?

બસ અમને શું વાંધો હોય ! તમે જણાવો.

કઈ જ નહીં કામ એટલું બધું છે કે પોતાને માટે પણ સમય નથી. આપને reply ન આપી શક્યો એ બદલ માફ કરશો. 

Hmm એમાં શું ? એ તો હું ફ્રી હતી તો મેસેજ કર્યો બાકી મારા મેસેજ નો reply આપવો જ એવું જરૂરી થોડું છે.?તમારા પર મારો થોડો કંઇ હક છે ?

હાહાહા જ્યારે હું કામ માં હોવ ત્યારે હક તો મારો પણ મારા પર નથી. મારા માટે કામ પહેલું છે બાકી બધું પછી.

આ જવાબ સાંભળી પ્રતીક્ષા થોડી અચકાઈ કે એવું તો કશું નથી કહેવાઈ ગયું ને જે કહેવું ન જોઈતું હતું. 

થોડી વાતો પછી આકાશે જણાવ્યું કે તે તેના શહેરમાં આવવાનો છે. એ જાણી પ્રતીક્ષા ખુશ હતી કે જે કઈ મૂંઝવણ છે તેની પણ છે ચોખવટ થઈ જશે. તે દિવસો ગણવા માંડી સવારે gm નો મેસેજ 🌹 સાથે કરતી અને reply માં gm dear no મેસેજ પણ 🌹 સાથે મળતો. દિવસો વિતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જ્યારે આકાશ અને પ્રતીક્ષા એક જ શહેર માં હતા. 

Gm 🌹 . પહોંચી ગયા મારા મલકમાં ?

હા ! બસ પહોંચ્યો જ . ફ્રેશ થઈ ને એક મિટિંગ છે. 

ઓકે તો ક્યારે ફ્રી થશો ? ક્યારે મળીએ ?

સાંજે .

ઓકે.

આટલું કહ્યા પછી પ્રતીક્ષા મનોમન વિચારતી હતી કે પોતે આટલી ઉતાવળી કેમ છે મળવા માટે જ્યારે આકાશ તો એકદમ શાંત છે. ક્યાંક પોતે કઈ ભૂલ તો નથી કરી રહી ને એ વિચાર માં ને વિચાર માં સાંજ પડી ગઈ. થોડા મેસેજ રૂટિન થતા એ થયા .

સાંજ પડી ને એ સમય પણ આવ્યો જ્યારે મળવાનું નક્કી થયું હતું પણ મળવું ક્યાં ? 

ફ્રી થયા મિસ્ટર .

ના હજુ થોડી વાર લાગશે . કદાચ કલાક થશે. 

કલાક વીતી ગઇ આકાશ ના મેસેજ ની રાહ માં .પ્રતિક્ષાએ ફરી મેસેજ કર્યો 

હા બસ 15 મિનિટ જેવું થશે મને અહીં થી નીકળતા . 

ક્યાં મળીશું ?

તમારું શહેર છે . તમે કહો . 

રિવર ફ્રન્ટ પર મળીએ .

સારું તમે પહોંચો . હું પણ નીકળું મીટીંગ પતાવીને . 

પ્રતીક્ષા કોફી શોપ પર પહોંચી મેસેજ કર્યો . I reached. 

Ok બસ 5 મીનીટ માં નીકળ્યો કહી આકાશે પોતાની મિટિંગ continue કરી. 

5 ની 10 , 15 , 20 , 30 મિનિટ થઈ.

પ્રતીક્ષા અકળાઈ તેણે કોઈ દિવસ કોઈ ની આવી રાહ જોઈ નહોતી . ફરી મેસેજ કર્યો .

મારાથી ચાલુ મિટિંગ એ તો કેમ nu નીકળાય ? બસ મીટીંગ પૂરી હવે 10 જ મિનિટ માં પહોંચું છું . 

ના તમે કહો ક્યાં છો ? હું ત્યાં પહોંચું મારી પાસે પણ હવે સમય નથી . જવું પડે એમ છે.  

આકાશે એડ્રેસ આપ્યું પ્રતીક્ષા ત્યાં પહોંચી . રાત ના 10 30 વાગી ચૂક્યા હતા. 7 વાગ્યા ની રાહ જોતી પ્રતીક્ષા સાડા દસ વાગ્યે આકાશ ને મળી. હજુ પણ આકાશ કોઈ ની સાથે હતો. થોડું uncomfortable feel થયું. જે પૂછવાનું હતું એ રહી ગયું. થોડી વાતો પછી પ્રતીક્ષા ત્યાં થી નીકળી .ઘણા બધા પ્રશ્નો ફરી તેને ઘેરી વળ્યા . 

શું થશે આગળ આકાશ અને પ્રતીક્ષા નું ?

શું પ્રતીક્ષા ને આકાશ પસંદ છે ? શું આકાશ ને પ્રતીક્ષા માં કોઈક પોતાનું લાગે છે ? આકાશ ને મન તો પોતાનું કામ જ અગત્ય નું છે તો શું પ્રતીક્ષા એ માં ઢળી શકશે ?

એના માટે રાહ જોવો આગળ ના ભાગ ની .