Single Mother in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 23

Featured Books
  • ભૂલ છે કે નહીં ? - ભાગ 96

    આમ, જાણે જીવનની બીજી ઈનિંગ શરૂ થઈ હતી. પણ હવે, મમ્મીની કોઈ પ...

  • લાગણીનો સેતુ - 3

    શિખર માટે આ લંચ માત્ર માફી માંગવાનું નહોતું. તેના મનમાં ઊંડે...

  • NICE TO MEET YOU - 5

    NICE TO MEET YOU                               પ્રકરણ - 5 (...

  • Krishna 2.0

    --- કૃષ્ણ 2.0 : કલિયુગનો અવતાર(એક આધ્યાત્મિક – વિજ્ઞાન – ઍક્...

  • અસવાર - ભાગ 1

    પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગ...

Categories
Share

સિંગલ મધર - ભાગ 23

"સિંગલ મધર"
( ભાગ -૨૩)

કિરણ મેઘના મેડમે મોકલેલો કાવ્યાનો ફોટો બહેન વ્યોમાને બતાવે છે.

વ્યોમાએ કાવ્યાનો ફોટો જોયો. એની ભમરો ઉંચી થઇ. એ આનંદ ચકિત થઈ ગઈ.
બોલી..
ઓહ..સો ક્યૂટ.. કાવ્યા.. આ કાવ્યા શુક્લા છે. 

કિરણ...
કેવી લાગે છે? એનું નાક થોડું ટેઢુ છે.ને હોંઠ તો જો.. કેવા લાગે છે. ને એના આ ગાલ પર શેનો ડાઘો છે.‌થોડીક બાડી લાગે છે.

વ્યોમા..
તમે શેના ઉપરથી આવું બોલો છો. મને ગમી છે. એ એટલી બધી સુંદર છે કે એને બ્યુટી ક્વીન કહેતા હતા.

કિરણ હસી પડ્યો.
બોલ્યો..
એટલે તું એને જાણે છે કે ઓળખે છે?

વ્યોમા..
હું એને જાણું છું અને ઓળખું પણ છું. ભાઈ હા પાડી જ દો. આવી ક્વીન નસીબદારને જ મળે. આ સામેથી ઓફર આવી છે. ને આપણી નાતની છે. પણ મને એ. વખતે ખબર નહોતી કે આપણી નાતની છે.

કિરણ..
સારું સારું.. હું મજાકમાં બોલ્યો હતો. તારી પરીક્ષા કરતો હતો.

વ્યોમા..
એટલે હજુ તમારા મનમાં ઝંખના દીદી રમ્યા કરે છે?

કિરણ..
ના..બસ ખાલી બોલ્યો હતો. મને એમ કે તું રિજેક્ટ કરે એટલે હું કાવ્યા માટે હા પાડું. પણ હવે તે હા પાડી એટલે મારે શું કહેવું એ વિચારું છું. 

વ્યોમા..
ભાઈ.. ઐસા મૌકા ફીર કહાં મિલેગા.. ઉંધુ ઘાલીને હા પાડી જ દો.પછી એને મળવા માટે કહો. શું છોકરી છે. અરે બાસ્કેટબોલની ખેલાડી છે. હાઈટ પણ સારી એવી છે.પણ તમારા જેટલી તો નથી. તમારા બંનેની જોડી સરસ લાગશે. હું હમણાં જ મમ્મીને કહું છું કે આવતીકાલે મેઘના મેડમ ના ઘરે જઈને નક્કી કરી આવો. પહેલા તમારું લગ્ન એના બે દિવસ પછી મારું. બોલો નક્કી ને!

કિરણ..
એમ નક્કી થોડું કહું. પહેલાં એ કહે કે તું એને કેવી રીતે જાણે છે? તારી સાથે કોલેજમાં હતી? હજુ આવતી કાલે મીનુંને મળું તેમજ તારી ઝંખનાને મળું. પછી તમારું નક્કી કરું. મારું તો જે થશે એ થશે. આ વખતે ત્રણ ઓફરો આવી છે. જોઈએ નસીબમાં શું છે?

વ્યોમા..
હા પાડી દો. મારી પાસે કાવ્યાનો નંબર નથી. નહિંતર હું જ એને હા પાડી દેતી. મીનુંને મારો ગોળી. આચાર્યને પણ ભૂલી જાવ. ને હા.. ઝંખના દીદીને વેઈટિગમાં રાખો. આટલી સરસ છોકરી કાવ્યા ગુમાવી દેવાય નહીં. પણ કદાચ એ ના પાડે તો ઝંખના દીદી છે જ. મીનું છેલ્લો પ્રેફરન્સ રાખજો. મારે કાવ્યા સાથે સારું બનશે. મારી ઉંમરની છે.

કિરણ..
ઓહો આટલા બધા વખાણ કરે છે. તો આટલા વખતથી તને ભાન ના આવ્યું કે ભાઈ કુંવારો બેઠો છે. ને કાવ્યાને તું જાણે છે. હું નાહકનો ફાંફાં મારતો રહ્યો છું.

વ્યોમા..
ભાઈ મારા ખ્યાલમાં રહ્યું નહિ. કાવ્યા મારી સાથે કોલેજમાં હતી. અમે સહેલી નહોતા પણ ઘણી વખત હાય હેલો કરતા તેમજ એકબીજાને સ્માઈલ કરતા હતા. એ કોલેજની બ્યુટી ક્વીન હતી. એની પાછળ કેટલાંય છોકરો પાછળ પડતા. અરે છોકરીઓ તો એની ઈર્ષા કરતી હતી.

કિરણ..
સારું સારું..પણ મેઘના મેડમને કોઈ જવાબ આપવાનો નથી. આવતીકાલે રાત્રે મેસેજ કરીશ. એક બે મુલાકાતમાં નક્કી ના થાય.પણ પછી જોયું જશે. પહેલા મેઘના મેડમને મળવું પડશે.

વ્યોમા..
તો ભાઈ મીનું કેન્સલ. આવતીકાલે મીનુંને મળવા જતા નહીં. ઝંખના દીદીને જ મળજો પછી મેઘના મેડમને મેસેજ કરીને બોલાવી દેજો.‌હા પણ મારું નક્કી થાય પછી જ. ને ઝંખના દીદી જતા રહે એ પછી જ મેઘના મેડમ અને કાવ્યાને બોલાવજો. અરે કાવ્યા એક દિવસ કોલેજમાં સાડી પહેરીને આવી હતી ત્યારે બધા એને જોયા જ કરતા હતા. હું પણ.

કિરણ ‌...
ઓહો.. એટલે તને ઈર્ષા તો થતી જ હશે એટલે તે મારા માટે વાત કરી નથી. ઘરમાં બે સ્માર્ટ છોકરીઓ હોય તો ઝઘડો થાય.

વ્યોમા..
ના..ના.. ભાઈ એવું નથી. હું ક્યાં એટલી બધી ખૂબસૂરત છું. એક વાર કાવ્યાને જોઈ લેજો, તમે મીનું ને ભૂલી જશો.

કિરણ અને વ્યોમા વાતચીત કરતા હતા એ વખતે કિરણના મોબાઈલ પર મેસેજ આવ્યો.
કિરણે મેસેજ જોયો..
મીનુંનો મેસેજ હતો.
આવતીકાલે સાંજે સાત વાગ્યે હોટલ સાવનમાં મળવાનું છે.

એક બીજો મેસેજ પણ આવ્યો.
જોયું તો ઝંખના મેડમનો હતો.
આવતીકાલે સાંજે મોડું નથી કરવું પણ સાંજે સાત વાગ્યે આવીશ.

કિરણ આ બંને મેસેજ વાંચીને ધર્મ સંકટમાં મુકાઇ ગયો.
પહેલાં કોને મળવા જવું જોઈએ?
( નવા ભાગમાં મીનું અને ઝંખનાનો આમનો સામનો થશે? પરિણામે કિરણોનું શું થશે? કિરણ પોતાની પસંદગી કોની કરશે?)
- કૌશિક દવે