Chandrvanshi - 4 in Gujarati Love Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 4

Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 4

“રોમ...રોમ... ક્યાં છે તું?” વિનય હેડ ઓફિસમાં રોમને શોધતો-શોધતો બોલ્યો. પાછળની સીડીએથી રોમ એકદમ ત્રાટક્યો અને “ભૂ...” કરીને તેને ડરવાનો પ્રયાસ કર્યો. 

“તારા આ ખેલ ક્યારે બંધ કરીશ? ચાલ આપણે સ્નેહા કેશ માટે આજે ફરી તે કોલસાની ખાણે જવાનું છે.” વિનય રોમને યાદ અપાવતા બોલ્યો.

“સર કોણ છે? હું કે તું?” રોમ હજું પણ મસ્કરી કરી રહ્યો હતો. 

“હું” રોમની પાછળ શ્રુતિ આવીને બોલી.

રોમ ગભરાઈને એકદમ વિનયને ચોટી ગયો અને પાછળ જોઈને બોલ્યો. “મને લાગ્યું ભૂત આવ્યું.”

“તારા માટે ભૂત જ સમજ.” શ્રુતિ બોલી.

   પછી બધા સાથે જ ત્યાં કોલસાની ખાણે પહોંચ્યા. એલ.સી.બી ઓફિસરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ખાણને શિલ્ડ કરવાનું કામ ચાલી રહ્યું હતું. શ્રુતિના હાથમાં બે વ્યક્તિના અરેસ્ટવોરંટ હતા. જે બંને તે ખાણના માલીક હતા. 

“ક્યાં ઇન લોગો કે બારે મેં કુછ પતા ચલા!” શ્રુતિ તે એરિયાંના એક ઓફિસરને વાત કરી. 

ઓફિસર કોઈ વાતથી લઈને ગભરાઇ રહ્યો હોય, તેમ લાગી રહ્યું હતું. એટ્લે તેને શ્રુતિથી નજર છુપાવીને હિન્દીમાં કહ્યું. “મેમ અભી... અ. (અટકાઈને એકદમથી) નહીં. અભી તક કુછ પતા નહીં ચલા. પતા ચલતે હી આપકો ખબર કર દેન્ગે.” 

વિનય ખાણની અંદર જવા આગળ વધે છે.
“કહા જા રહે હો આપ?” અજાણ્યો ચોકીદાર બોલ્યો. 

“મેં અંદર જા રહા હું. કયું આપકો કોઈ દિકકત હૈ.” વિનય તેના ચેહરાના હાવ-ભાવ જોઈને બોલ્યો. 

“બીના પરવાનગી કે કોઈ અંદર નહીં જા સકતા.”
ચોકીદારીમાં રાખેલો કોન્સ્ટેબલ બોલ્યો. 

“મેં દેતા હું પરવાનગી. જા... જા કે, ઘુમ આ ઔર કરવાલે આપના મુંહ કાલા.” કોન્સ્ટેબલના ખંભે હાથ રાખી રોમ બોલ્યો.

“આપ કોન હોતે હો પરવાનગી દેને વાલે!” એરિયા કોન્સ્ટેબલ કડક થઈને બોલ્યો.

ખાણ તરફ આંગળી કરતા રોમ બોલ્યો. “દેખ વો ચલા ગયા ઔર અબ મેં ભી જાઉંગા.”

પેલો કોન્સ્ટેબલ પાછળ ફરીને જોવે છે. વિનય એટલીવારમાં અંદર પોહચી ગયો. તે કંઈ બોલે તે પહેલાં જ રોમ પણ દોડવા લાગ્યો.
“રુકીએ... રુકીએ... આપ અંદર નહીં જા શકતે.” પાછળથી રોમને અટકાવવા હાથ લાંબા કરીને તે ઉંચેથી બોલી રહ્યોં હતો.

તેનો અવાજ શ્રુતિ સાંભળી ગઈ હતી. એટ્લે થોડું હસીને એરિયા ઓફિસર સામે જોઇને બોલી. “અબ શાયદ ખબર કરને કી જરૂરત નહીં પડેગી.”

બધા જ ઓફિસરો જોતા રહ્યાં અને રોમ દોડીને અંદર ચાલ્યો ગયો. “હા...ક છી..., હા...ક છી... હા...ક છી..., હા...ક” નાકના ફણા ફુલાવીને છીંકને રોકતો રોમ રસ્તા વચ્ચે ઉભો રહ્યોં. 
“હાય... મારી જીંદગીમાં પેહલીવાર સાડા ત્રણ છીંક ખાધી. અપશુકન... અપશુકન... રામ.. રામ.” બંને હાથને તેના કાન સાથે ક્રોસમાં અડકીને રોમ બોલ્યો.

ખાણ લગભગ સિત્તેરફૂટ ઉંડી હશે. રોમને વિનય અડધે રસ્તે જતો દેખાયો. નીચે ઊંડાઈએ જેસીબી અને ડંફર પણ હતા. જોકે, ખાણ લીગલી હતી એટ્લે કે, ત્યાં લીઝ મેળવીને તેના માલીક કોલસો કાઢી રહ્યાં હતા. લોકોને ક્યારેય આ ખાણ વિશે ચર્ચા કરતા સાંભળ્યાં નહતા અને કદાચ તેના માલિક એટલા અમીર બની ગયાં હશે કે, કોઈ વાત બહાર જવા નય દેતા હોય! સંભાવના તો એ જ છે કે, આ ખાણના માલીક વાત બહાર જવા નથી દેતાં. વિનય વિચારતો-વિચારતો નીચે જઈ રહ્યોં હતો.

“વીનું... ઓ... વીનું.” ખાણમાં રોમના અવાજના પડઘા પડી રહ્યાં હતાં. બહાર ઉભેલા ઓફિસરો અને શ્રુતિ એ બંનેને ઉપરથી નીહાળી રહ્યાં હતાં. રસ્તો ગોળ હતો અને તે ખાણમાં એક ઓફિસ પણ હતી. “ખાણમાં ઓફિસ!” વીનું આશ્ચર્યથી બોલ્યો. જોકે, ઉપરથી એ ઓફિસ જોય શકાય તેમ ન હતી. મતલબ કે અડધે રસ્તે પથ્થરની કોતરણી કરીને અંદર ઓફિસ બનાવેલી હતી. રસ્તો પણ એટલો મોટો હતો કે, એક ડંફર અને ગાડી એક સાથે સામ-સામે આવી શકે અને જઈ શકે એટલો મોટો હતો. પરંતુ ઓફિસ પછી તે રસ્તો સાંકડો થઈ જતો હતો.

વિનય તે ઓફિસ જેવી અંડર ગ્રાઉન્ડ જગ્યા પાસે આવીને ઉભો રહ્યો. તેની પાછળ આવી રહેલો રોમ એ જોઈને રાજી થયો. “હાશ લાગે છે, થાકી ગયો. હું પણ ત્યાં જઈને આરામ કરવા બેસી જવ.” કહીને ચાલવાની ઝડપ વધારી. રોમ વિનય પાસે પોહોચ્યો. 

“ચાલ હવે થોડો આરામ કરી લઈએ. મને લાગતું જ હતું કે, તું થાકી જઈશ. ચાલ નીચે બેસી જા હવે.” રોમ ત્યાં રસ્તા વચ્ચે જ નીચે બેઠો. 

“શું કરે છે રોમ યાર... નીચે ધૂળ છે. એ પણ કાળી. કપડાં બગડશે તારા ઉભો થા.” વિનય રોમને ઉભો કરવા હાથ લંબાવતો બોલ્યો. રોમે તેના હાથને તાપલી મારતા બોલ્યો. “એક દિન સબકો મિટ્ટી મેં મિલ જાના હૈ.”

“ટોપા... તું ઉપર કેમ નો રહ્યોં. આયા મારું મગજ ખાવા આયો.” વિનયે રોમને ગંભીરતાથી કહ્યું.

રોમ હવે થોડો સીરીયસ બન્યો. “લાવ તારો હાથ.” વિનયનો હાથ પકડીને રોમ ઉભો થયો. વિનય ઓફિસ તરફ ઈશારો કરતો બોલ્યો.
“જોયું... આ ઓફિસ છે. મતલબ કંઈક તો છે. નય તો કોલસાની ખાણમાં ઓફિસ અને એ પણ છુપી રીતે.” 

વિનય ઓફિસ તરફ આગળ વધ્યો. નજીક જઈને બારણું ખોલવા માટે તેના આંગળીયા તરફ જોયું તો તેના પર તાળું લગાવેલું હતું અને એ તાળું સાદું નહીં પરંતુ સરકારી હતું. મતલબ કે તે ઓફિસને સિલ્ડ કરી દીધી હતી. પરંતુ ઓફિસનો એહવાલ કે આલેખન ખાણના કોઈ પણ કાગળિયાંમાં કર્યું નથી. આ ઓફિસમાં શું છે એ સમજવું વિનય માટે થોડું અઘરું બન્યું. કેમકે, જેને પણ આ તાળું લગાવ્યું છે, તે એલ.સી.બી ટીમનો જ હોવો જોઈએ. તાળું તોડવાથી ઘણા બધાં પ્રોબ્લેમ આવી શકે તેમ હતા. એટલે તેને તાળું તોડવાનો વિચાર છોડ્યો. 

“સાઈડમાં રે... તાળું તો હું જ તોડીશ.” હાથમાં પથ્થર લઈને રોમ આવ્યો અને ધડામ કરીને તાળા સાથે ભટકાડયો. રોમના હાથ કાળા થઈ ગયાં. આજુબાજુમાં કોલસાના કટકા થઈને પડ્યાં. તાળાને પણ કાળાડાઘા પડી ગયાં. 

“રોમ... (થોડું હસીને) આ જગ્યાએ પથ્થર મળવા મુશ્કેલ છે અને સારું થયું તાળું તૂટ્યું નય.” વિનય બોલ્યો. 

“કેમ સારું કર્યું?” રોમ વિચારવા લાગ્યો. 

“તને નોકરીમાં કોને લીધો? આ તાળું સરકારી છે.” વિનય બોલીને રસ્તાની ઉપરની તરફ જોવે છે. તે ચોકીદાર તેમની નજીક આવી ગયો. તાળા પાસે વિનય અને રોમને ઉભા જોઈને ગુસ્સે થયો. 

“મેને આપકો મના કિયા થા. ફિરભી, આપ અંદર આ ગયે. બડે હોદ્દે વાલે હુએ તો ક્યાં આપ ઉપર કે હુકુમભી નહીં માનોંગે?” ગસ્સેથી બોલી રહેલો એ ચોકીદાર હાંફી ગયો હતો અને સાથોસાથ કોઈ ચિંતામાં પણ હોય તેમ લાગી રહ્યું હતું.

“ક્યાં! હમેંભી અંદર આને મનાઈ કી ગઈ હે?” વિનય તેને સામો સવાલ કરતો બોલ્યો. 

“હા ક્યોંકી ઇસકા ઇન્ચાર્જ કેવલ એલ.સી.બી વાલો કો હી દિયા ગયા હે.” 

“કૌન વિક્રમ હે?” વિનય કદાચ તેમના મોટા ઓફિસરને ઓળખતો હોય તેમ બોલ્યો.

“નહીં ઉનકી બદલી કરદી ગઈ હૈ.” ચોકીદારે જવાબ આપ્યો.

“ઓહ! તો તાળાનું રાજ નવો ઓફિસર છે એમને!” વિનય કંઈક સમજ્યો હોય તેમ બોલ્યો. 

“વિનય... રોમ... ઉપર આ જાઓ. બાદમેં દેખ લેંગે ઇસ કોલસે કી ખાન કો. અભી ઇસકે માલિક કી બારી હે.” ઉપરથી શ્રુતિ બોલી. 

***