Bhool chhe ke Nahi ? - 59 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 59

The Author
Featured Books
  • نیم بسمل

    حرف آغاز بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِجب درخت سے آخر...

  • शायद उसी दिन मैं मर गया

    शायद उसी दिन मैं मर गयालगता है जैसे मेरा सपना मुकम्मल हो गया...

  • Safar e Raigah - 19

    منظر ۔آیت نے دھیرے سے اپنے کمرے کا دروازہ کھولا اور اندر داخ...

  • والدین کے فرائض

    والدین کے فرائضتحریر۔شاہد شکیلوالدین اور اولاد کا رشتہ محض خ...

  • زندگی کی صلیب

    حالات خدا کی حوصلہ افزائی سے، میں نے اپنے حالات بدل لیے ہیں۔...

Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 59

સાંજ થવા આવી. મેં ફ્રીઝમાં જોયું સાંજે કરવા માટે કોઈ શાક હોય તો મૂકી દઉં એમ વિચારીને. પણ એટલામાં તો મમ્મી આવી ગયા. અને મને કહ્યું કે લે હવે દિકરાને રાખ હું રસોઈ બનાવી દઉં. મેં એમને કહ્યું પણ ખરું કે હું બનાવી દઉં છું તમે દિકરાને રમાડો. પણ એ ન માન્યા. આમ પણ એમના મોઢામાંથી એકવાર જે શબ્દ નીકળી જાય તે કરવું જ પડે. એટલે પરાણે હું દિકરાને લઈને આગળ આવી ગઈ. તમે તો આવીને બહાર ફળિયામાં બેસવા નીકળી ગયેલાં. ને આમ પણ તમને કંઈ કહેવાનો અર્થ હતો જ નહીં. એટલે હું શાંતિથી દિકરાને લઈને બેસી ગઈ. સાંજ થઈ ગઈ. રસોઈ બની ગઈ. એટલે મમ્મી આગળ આવ્યા અને મને કહે કે તું જરા બહાર જા એટલે હું તમારી પથારી કરી દઉં. મેં ના પાડી કે અત્યારથી શું કામ છે ? હજી તો આપણે ખાવાના પણ બાકી છે. પછી હું કરી લેવા તો કહે કે ના તું બહાર જા હું કરી દઉં છું. આ સમયે મને એટલો ગુસ્સો આવ્યો હતો કે મને થયું કે હું મમ્મીને કહી દઉં કે અમારે સૂવાનું છે, સુવાનો સમય થશે ત્યારે હું કરી દેવા. અને અમે નીચે ન પણ સૂઈ જઈએ ઉપર સૂવા જઈએ તો પણ તમારે કેમ આ બધી વાતમાં દખલ દેવી છે ? પણ તમે ના પાડી હતી કે મમ્મીની સામે કોઈ દિવસ બોલવું નહીં એટલે ચૂપ રહી. પણ મારી અંદર જાણે યુદ્ધ ચાલતું હતું. તમે જમવાના સમયે આવ્યા. તમે જોયું કે પથારી થઈ ગયેલી છે છતાં તમે કંઈ બોલ્યા નહીં. મને ખૂબ નવાઈ લાગી. કે તમને તો લગ્ન સમયે પણ એમ ન હતું કે આપણે ઉપર સૂઈ જઈએ અને અત્યારે પણ તમને કંઈ ફરક જ પડતો ન હતો. મોટેભાગે રાતે જમવાનું પતાવીને ફળિયાની બધી  સ્ત્રીઓ અને છોકરીઓ આપણા ઓટલા પર બેસવા આવતા હતા અને બધા પુરુષો ફળિયાના પહેલાં ઘરે બેસતા હતા. આવા સમયે આગળના રુમમાં આપણી પથારી કરી હોય કેવું વિચિત્ર લાગે ? મને જે અંદરથી દર્દ થતું હતું તમે કેમ ત્યારે પણ સમજી ન શક્યા. પાછું બારણા તો બંધ કરવાના નહીં જ્યાં સુધી બધા સૂવા ન ચાલ્યા જાય ત્યાં સુધી. જે આવે તે બધા ઘરમાં નજર કરે. પથારી થઇ ગઈ ? તમે અહીં જ સૂઈ જાઓ ? ઉપર કેમ નથી જતા ? જેવા કેટલાયે સવાલો પૂછાય પણ મારી પાસે એક પણ સવાલનો વ્યવસ્થિત જવાબ ન હોય. દરેક સવાલ પર જાણે હું શરમથી મરી જતી હોઉં એવું લાગતું. પણ તમે મારી આ પરિસ્થિતિ સમજ્યા જ નહીં. મેં તમને એક દિવસ પૂછયું પણ હતું કે આપણે ઉપર સૂવા કેમ નથી જતા ? તો તમે મને સામે એમ કહેલું કે તને શું વાંધો છે? નીચે સૂવામાં ? કંઈ જરૂરી થોડું છે કે ઉપર જ સૂવા જવું જોઈએ. મને તમારી એ વાતોથી આશ્ચર્ય થયું હતું કે તમને કેમ નથી સમજાતું કે હું શું કામ કહું છું ? મને હવે એમ લાગવા માંડ્યું કે મારી આ ઘરમાં કંઈ ગણતરી છે કે નહીં ? સવારે ઊઠું એટલે મમ્મી કહી દે કે તું નાહીને દેવસેવા કરી દે બધું કામ તો હું કરી લેવા. હું જો કોઈ કામ કરવા જાઉં તો મારા હાથમાંથી એ કામ મૂકાવી દે. કામવાળી તો હતી નહીં. બધા જ કામ જાતે કરવાના. છતાં મને એક પણ કામ ન કરવા દે. બસ સવારે ઉઠવાનું, નાહવાનું, દેવસેવા કરવાની અને પછી દિકરા પાસે બેસી રહેવાનું. જમાવાનો સમય થાય ને બોલાવે એટલે જમી લેવાનું ને પાછું બેસી રહેવાનું. એક પણ કામ ન કરવા દે. ને તમને તો જાણે કંઈ મારી ફિકર જ ન હોય તેમ નોકરી કરી ને આવીને બહાર બેસવા નીકળી જાય ને પાછા ઘરે આવી ખાઈને સૂઈ જાય. મને એમ લાગ્યું કે હવે તમે લોકો મને આડકતરી રીતે નોકરી કરવા માટે કહી રહ્યા છો. પણ દિકરો નાનો, ને હું નોકરી ક્યાં શોધું ? કેવી રીતે શોધું ?