Aekant - 114 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 114

Featured Books
Categories
Share

એકાંત - 114

કમલભાઈએ એમના પિતૃના મોક્ષર્થે પિંડ દાનની વિધિ કરાવવાની હતી.પ્રવિણને પિંડ દાનની વિધિ કરતા બહુ તો એક કલાક થતી હતી.પ્રવિણે કમલભાઈને સ્વસ્થ જગ્યાએ આસન પર બેસાડ્યા.પોતાની સાથે રાખેલો સામાન એક એક કરીને બહાર કાઢ્યો.એ સાથે એણે બોક્સમાંથી ચશ્મા કાઢીને પહેરી લીધા.

 
પિંડ દાનની વિધિ પ્રવિણે ચાલુ કરી દીધી.ખૂબ જ ધાર્મિક રીતે મંત્રોચ્ચાર વડે વિધિની શરુઆત થઈ.મંત્રોચ્ચાર કમલભાઈના કાન સાંભળી રહ્યા હતા ત્યારે એમના આત્માને પરમ શાંતિ મળી રહી હતી.કમલભાઈ પ્રવિણના મુખેથી મંત્રોચ્ચાર જોઈને આકર્ષિત થઈ ગયો હતો.
 
એક કલાકમાં પ્રવિણે વિધિ સમ્પન્ન કરી નાખી. કમલભાઈએ ખુશ થઈને પ્રવિણને ત્રણ હજાર દક્ષિણા પેટે આપી દીધા.
 
"અરે કમલભાઈ આટલી દક્ષિણા મારી થતી નથી.તમે આમાંથી મને પાંચ સો આપો.બાકીના તમે તમારી પાસે રાખો."બે હાથ જોડીને પ્રવિણે કહ્યુ.
 
"જુઓ ગોર મહારાજ આપેલી દક્ષિણા પાછી લેવાતી નથી.મે તમારી મહેનતની આ દક્ષિણા આપી નથી પણ તમે મહેનતની સાથે પૂરી ઈમાનદારીથી આ વિધિ પૂર્ણ કરી.એ જોઈને હુ ખુશ થઈને તમને આપી રહ્યો છુ.તમે મારી દક્ષિણાને માન સાથે લેશો તો મને ખૂબ ગમશે."
 
કમલભાઈએ પ્રેમથી કહ્યુ તો પ્રવિણ બીજી વાર ના કહી શક્યો નહિ.એણે કમલભાઈ પાસેથી દક્ષિણા લઈ લીધી.કમલભાઈ પ્રવિણને જય સોમનાથ કહીને મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા.પ્રવિણને કમલભાઈની ઉદારી હૃદયને સ્પર્શી ગઈ.એને યુક્તિ નંબર બે યાદ આવતા પોતાના મોબાઈલમાંથી રવિને કોલ લગાવ્યો.
 
રવિ એક ક્લાયન્ટ સાથે હોટલમાં જમી રહ્યો હતો.એનો મોબાઈલ ટેબલ પર રાખેલો હતો.પ્રવિણનો નંબર જોઈને રવિએ કોલ ઊપાડી લીધો.
 
"હેલો રવિ બેટા તારી પાસે થોડોક સમય હશે?"
 
"પપ્પા હુ એક કલાયન્ટ સાથે લંચ કરી રહ્યો છુ.કોઈ જરુરી કામ હતુ?"
 
"કામમા એવુ હતુ કે હેતલ વહુને મે ચશ્મા લેવાં મોકલ્યાં છે.ઘણી વાર થઈ.હજું તેઓ આવ્યાં નથી.એ એમનો મોબાઈલ પણ ઘરે મૂકીને ગયાં છે. તું ફ્રી થઈને તારી ઓફીસના રસ્તે એક આટો મારી આવને.એ કોઈ મુશીબતમાં ફસાઈ તો નહિ હોય.!"
 
"પપ્પા એ ખુદ એક મુશીબત છે.એ કોઈપણ રીતે ઘરે આવી જશે.મારી પાસે આવો ફાલતું સમય નથી.તમારી જાણ ખાતર કહી દઉ કે હુ ઓફીસથી દસ કિલો મીટરે આવેલી હોટલમાં બેઠો છુ."રવિએ એટલુ કહીને સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો.
 
"તું ગમે એટલું જતાવે કે હેતલ વહુ માટે તારી પાસે કોઈ સમય નથી.બસ થોડીક કલાકોમા તું જ હેતલની બૂમો પાડતો તેઓને સોમનાથની બજારમાં શોધતો ફરીશ."
મનમાં બોલીને પ્રવિણ મુખ મલકાવતો ઘરે પહોચી ગયો.
 
પારુલ અને હેતલ પ્રવિણનાં જમવાની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રવિણના આવી જતા સૌ સાથે મળીને જમવાં બેસી ગયાં. જમવાનું પૂરું કરીને પ્રવિણ એના રુમમાં આરામ કરવા જઈ રહ્યો હતો.
 
એવામાં રવિનો કોલ એના મોબાઈલ પર આવ્યો.પ્રવિણે રવિનો કોલ ઈગ્નોર કર્યો.પૂરી રીંગ થઈ જવાથી સામેથી કોઈએ કોલ ના ઊપાડ્યો તો રવિએ હેતલનાં મોબાઈલમાં કોલ કર્યો.હેતલ જમતાં જમતાં એનો કોલ ઊપાડતાં જઈ રહી હતી ત્યાં પ્રવિણે એને રોકી.
 
"તમે એ કોલ ના ઊપાડતાં.મને ખબર છે કે એ કોનો કોલ હશે."
 
પ્રવિણની વાત સાંભળીને પારુલ અને હેતલ એકબીજાનાં ચહેરા સામે જોવાં લાગી.બન્નેમાંથી કોઈ સમજી ના શક્યું.
 
"તમને ખબર છે કે કોનો કોલ છે તો તમે જઈને કોલ ઊપાડી લો."પારુલે કહ્યું. 
 
"હવે બીજી વાર એનો કોલ આવે તો તારે ઊપાડવાનો છે.એ રવિ કોલ કરી રહ્યો છે.જો એ એમ કહે કે હેતલ ઘરે આવી ગઈ છે તો તારે ખાલી એમ કહેવાનું કે ના હજી આવી નથી.તારા પપ્પા એને શોધવાં ગયાં છે.એમનાં પણ કોઈ સમાચાર નથી."
 
પારુલ સમજી રહી ન હતી કે પ્રવિણ રવિને આવું બોલવાનું કેમ કહી રહ્યો હશે.! હાથ ધોઈ પારુલે અને હેતલ પાણી પીને બાકીનું કામ પતાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. 
 
રવિ કલાયન્ટને હોટલમાંથી રજા આપીને પોતાના ઓફીસની કેબિનમાં બેઠો હતો.પ્રવિણ અને હેતલનાં મોબાઈલ પરથી કોલ કરવાં પર સામેથી કોઈ રિસ્પોન્સ ના મળતા રવિ ડરવા લાગ્યો.ક્યાંક ખરેખર હેતલ કોઈ મુશીબતમાં ફસાઈ ના ગઈ હોય. રવિએ હેતલનો નંબર ફરી ડાયલ કર્યો.
 
પારુલે કામ કરતાં મોબાઈલની રીંગનો અવાજ સાંભળ્યો.પ્રવિણ પણ હજું ત્યાં હતો.એનાં કહેવાથી પારુલે હેતલનાં મોબાઈલમાંથી રવિનો કોલ ઊપાડ્યો.
 
"હલો મમ્મી આ પપ્પાને કોલ કરુ છુ તો એ કોલ ઊપાડી રહ્યા નથી.ત્યાં બધુ ઠીક તો છે.મે તો એમ જાણવા કોલ કર્યો કે પપ્પા મારો કોલ ઊપાડી લે છે તો આજે એમણે કોલ કેમ ના ઊપાડ્યો.!"
 
રવિએ ઈન્ડાઈરેકલિ પૂછવાનો પ્રયાસ કર્યો.પારુલે ઈશારેથી પ્રવિણને જણાવ્યું કે રવિનો કોલ છે.પ્રવિણે ઈશારેથી કહી દીધું કે એણે જે વાત કરવાની કહી છે એ જ રવિને જણાવે.
 
પારુલે પ્રવિણે જેમ સુચવ્યું એમ જ રવિને કહી દીધું રવિને હેતલની ચિંતા વધવાં લાગી.તે છતાં પારુલ સામે જાહેર કર્યું નહિ. 
 
"મમ્મી મારે એક મિટીંગ છે.હુ મારી મિટીંગ એટેન્ડ કરવા જાઉ છુ.ઓકે જય સોમનાથ મમ્મી."રવિએ એની મમ્મી સાથે સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો. 
 
"રવિની મમ્મી રવિ કાંઈ બોલ્યો."પારુલનો ચહેરો જોતાં પ્રવિણ બોલ્યો.
 
"તમારી આ યુક્તિ પણ પાણીમાં ગઈ છે.હેતલ હજું મળી નથી એ વાત એને કહી તો એણે કોઈ પ્રતિક્રિયા આપી નહિ.મિટીંગનુ બહાનુ કાઢીને કોલ કાપી નાખ્યો."પારુલે પ્રવિણ સામે મોઢું બગાડ્યું.
 
"અરે રવિની મમ્મી એ બોલ્યો નથી.એમાં જ હેતલ માટેની ચિંતા છુપાયેલી છે.તું રાહ જો.એ હમણાં એનાં બધાં કામો પડતાં મૂકીને હેતલ વહુને શોધતાં અહીં આવશે."
 
હેતલ અને પારુલને પ્રવિણની એક પણ વાત સમજાતી ન હતી.એના મગજમાં શુ ફરી રહ્યું છે, એ પણ તેઓ સમજી ના શક્યાં.
 
આ તરફ રવિને ચાલુ એ.સી.પર હેતલની ચિંતાને કારણે ગભરામણ થવાં લાગી.કલાકો થઈ ચૂકી પણ હજું ઘરે આવી ન હતી.રવિએ એના બધા કામ પડતા મૂકી દીધા.એણે બાઈકની ચાવી લઈને સોમનાથની બજારમાં હેતલને શોધવાં નીકળી ગયો. 
 
રવિ હેતલને શોધવામાં ખાસી વાર થઈ.પ્રવિણે સુચવેલી દર ચશ્માની દૂકાન તરફ રવિએ જોઈ લીધું. આસપાસના લોકોને રવિએ હેતલનો ફોટો બતાવીને પૂછાં કરી જોઈ કે એનાં જેવી કોઈ સ્ત્રીને એ લોકોએ જોઈ હોય.કોઈ હેતલને ઓળખવાં તૈયાર થઈ રહ્યું ન હતું. 
 
રવિ થાકીને એના ઘરે પહોચ્યો.ઘરની અંદર સૌને હસતાં જોઈને રવિનો મગજ ગયો.
 
"આ બધું શું છે મમ્મી?"
 
પારુલને જોઈને રવિએ સવાલ કર્યો.રવિના સવાલમાં એનો ગુસ્સો દેખાઈ આવ્યો.પ્રવિણ,હેતલ, દલપત દાદા, પારુલ અને વત્સલ બધાં હસતાં હસતાં ચૂપ થઈ ગયાં. કોઈએ કાંઈ જવાબ આપ્યો નહિ.
 
"પપ્પા  ! હેતલ મળી ગઈ હતી તો તમારે મને કોલ કરીને જાણ કરવી જોઈએ."
 
"અરે તુ આજ સવારનો વ્યસ્ત હતો.મને એમ કે તને કોલ કરીને ફરી બીજીવાર ક્યાં હેરાન કરવો.તને સવારે એકવાર હેતલને શોધવાનો કોલ કરેલો જ હતો..તે કહ્યું કે, તારી પાસે હેતલ વહુને શોધવાનો સમય નથી.એની રીતે આવી જશે."
 
"હા...પણ પપ્પા એ સવારે ક્લાયન્ટ હતા.પછી તો કોલ કરી દેવાય."
 
"તને હેતલ મુશીબત લાગે છે. તને હેતલની કોઈ ચિંતા નથી તો કોલ કરીને કોઈ ફાયદો નથી."પ્રવિણે કહ્યુ.
 
"રવિ મને તુ આવો થાકેલો કેમ લાગે છે? તારી તબિયત તો ઠીક છે.!"દલપત દાદા પણ પ્રવિણના પ્લાનમાં સામિલ હતા.
 
"અરે પપ્પા હેતલ આપણાં ઘરની સભ્ય છે.તેને કાંઇ થઈ ગયું હોય તો આપણે એનાં મમ્મી અને પપ્પાને જવાબ દેવો ભારે પડત.હું એ લોકોને કારણે પૂરાં સોમનાથમાં હેતલને શોધવાં નીકળી ગયો હતો.આખરે થાકીને હું ઘરે આવ્યો.તમને લોકોને હસતાં જોયાં તો મને ગુસ્સો આવી ગયો."
 
રવિની વાત સાંભળીને સૌ જોરથી હસવાં લાગ્યાં. 
 
(ક્રમશઃ...)
 
✍️મયુરી દાદલ "મીરા"