Sparsh - 8 in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 8

Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

સ્પર્શ - ભાગ 8

વર્તમાનમાં

( સ્કૂલમાં વુમન્સ ડે ની ઉજવણી થઈ રહી હતી. નિર્મલા બહેન ચીફ ગેસ્ટ થઈને પધાર્યા અને પોતાના વિચારો બાળકો સમક્ષ રજૂ કર્યા. ત્યાર પછી સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા એક શોર્ટ મૂવી દેખાડવામાં આવ્યું જ્યાં ખુશીએ એ મૂવીમાં બનતી ઘટનાઓને પોતાના જીવન સાથે જોડાયેલી જોઈ. ત્યાં જ અચાનક એક દ્રશ્ય જોઈને ખુશી ભયભીત થઈ ગઈ કારણ કે એ મૂવીમાં છે એવી જ ઘટનાઓ એની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બની રહી હતી. એ ઘટના બીજી કોઈ નહિ પણ બળાત્કાર હતી. ખુશી એ જેમ તેમ પોતાને સંભાળી અને બસમાં બેસી ઘર તરફ જવા રવાના થઈ.)

ખુશી બસની છેલ્લી સીટ પર ચૂપચાપ બેસી કંઇક વિચારતી હતી. એ દિવસે બનેલી ક્રૂર ઘટના અને એ પછી કેટલાય દિવસો સુધી એની સાથે બળાત્કાર થતો રહ્યો. ખુશીનો વ્યવહાર એ દિવસથી બિલકુલ બદલાઈ ગયો. શાંત, ચૂપચાપ , કોઈ સાથે  કંઈ બોલવું નહિ. આવી દશા કૈલાશબેને નોટિસ તો કરી પણ પરીક્ષાના પરિણામ નું ટેન્શન હશે એવું વિચારી એના વિશે કોઈ વાત ન કરી. આ બાજુ ખુશી પણ એના પરિવારને કહે તો શું કહે? એ કે કેનિલ અંકલે મારી ઉપર બળાત્કાર કર્યો? જબરદસ્તી કરી? મમ્મી પપ્પા શું કરશે ? પછી બે લાફો મારીને ચૂપ કરી દેશે ? કોણ વિશ્વાસ કરશે મારી પર? તો પછી એને કહેવાનો શું ફાયદો " બસની બારીમાંથી ડોકું બહાર કરીને ખુશી વિચારતી હતી.

ચાર દિવસ પછી

કૈલાશબેન રવિને ગાર્ડનમાં રમાડીને ઘર પહોંચ્યા. કૈલાશબેને ઘર ખોલવાનો પ્રયાસ કર્યો પણ ઘર અંદરથી બંધ હતું. કૈલાશબેને દરવાજો થપકારવાનું શરૂ કર્યું. પણ અંદરથી કોઈ અવાજ ન સંભળાયો. કૈલાશબેન ને ચિંતા થવા લાગી અને જોર જોરથી દરવાજો થપકારતા ખુશી ખુશી નામ પુકારવા લાગ્યા. કૈલાશબેન નો અવાજ સાંભળી કેનિલભાઈ અને આજુબાજુના પાડોશી ભેગા થઈ ગયા. દસ મિનિટ સુધી દરવાજો થપકાર્યો પણ કોઈ અવાજ ન આવતા ત્યાં ઉભેલા એક પાડોશી એ દરવાજો તોડવાનો સલાહ આપ્યો. ત્યાં ઉભેલા કેનિલે અને બીજા એક પાડોશી એ બંને મળીને દરવાજો તોડવાનું શરૂ કર્યું. બે જ મિનિટમાં દરવાજો તૂટ્યો અને એની સાથે એક મા નું દિલ પણ તૂટી ગયું.

ખુશીએ પંખામાં દુપ્પટો બાંધી ગળા ફાંસો ખાધો. કૈલાશબેન નાં પરિવારની ખુશીનો આખરે અંત આવ્યો. ૧૪ વર્ષની એ ખુશી જે પરિવારની શાન હતી, જેના હોવાથી પરિવારના દરેક દુઃખ મટી જતા અને દરેકના ચહેરા પર સ્મિત આવી જતું. એ ખુશીનો સૂરજ હવે આથમી ગયો. એ ખુશી જેના માટે કૈલાશબેને વિદાયના સપનાઓ સજાવ્યા હતા. એ ખુશી  જે પરિવારની લક્ષ્મી હતી પરંતુ ધન ,દોલત , પૈસારૂપી લક્ષ્મીના લોભને લીધે ખુશી રૂપી લક્ષ્મીને ખોઈ દીધી. આમ કહીએ તો ખુશીને વહેંચી દીધી.

આ પ્રકારનો કિસ્સો આજુબાજુના વિસ્તારમાં નવો હતો. આત્મહત્યાની વાત ધીમે ધીમે આખા વિસ્તારમાં ફેલાઈ ગઇ. પાનના ગલ્લાએ, માર્કેટમાં તથા કામ કરવાની જગ્યાઓમાં પણ ખુશી એ ભરેલું આ પગલું વિશે ચર્ચાઓ થતી હતી. લોકોને જાણે વાત કરવા માટે નવો વિષય મળી ગયો. કદી ન આવેલા સંબંધીઓ પણ આવા દુઃખદ પ્રસંગે મહેશના ઘરે આવ્યા. આશ્વાસન આપવા આવેલા સંબંધીઓની આંખોમાં એક પ્રકારનો ઘમંડ હતો કે પોતે સાચા હતા અને મહેશભાઈ ખોટા. મહેશભાઈ ના લીધે જ એની દીકરી એ આવું પગલું ભર્યું હશે? જોયું નહિ પહેલી પત્નીએ પણ આત્મહત્યા જ કરી હતી ને!  આવી અનેક બાબતો બહારના લોકો તો કરતા જ પણ ઘરના સંબંધીઓ આવી વાતોનો ફેલાવો કરતાં. ઘણા પાડોશીને તો શંકા પણ હતી કે ખુશીએ આ પગલું કેનિલભાઈના કારણે જ ભર્યું છે. પણ કહે કોણ? કોઈ વ્યક્તિ ઉપર આવો ગંભીર  આરોપ મૂકે તો શું એ ચૂપ રહે? ઉલટાના આપણે જ ફસાઈ જઈએ. આવા ડર ના લીધે પાડોશીઓ ચૂપ રહ્યા. બીજા પાડોશીઓ તો એવી વાતો કરી કે મહેશભાઈ એ પૈસા માટે પોતાની દીકરી વહેંચી નાખી. પોતાની એકની એક દીકરીની ઈજ્જત વહેંચીને શાનભરી જિંદગી જીવે છે મહેશભાઈ. મહેશભાઈના કાનોમાં  આવી વાતો સંભળાતા ખૂબ ગુસ્સે થતા. પણ કોને કોને ચૂપ કરશે?  એક એકલો વ્યક્તિ આખા સમાજ સાથે તો ન લડી શકે.

જે દિવસે ખુશીનું મૃત્યુ થયુ એ દિવસે ખુશીનું પરિણામ પણ આવ્યું હતું. જેમાં ખુશી બે વિષયમાં નાપાસ થઈ હતી. દર વર્ષે ટોપ ત્રણ માં આવવાવાળી ખુશી આમ અચાનક નાપાસ કઈ રીતે થઈ શકે? નાપાસ થયાનો આઘાત અને પરિવારને ખબર પડશે ત્યારે તે શું વિચારશે? આવા ડર ના કારણે ખુશીએ આત્મહત્યા કરી આવા બહાના સૌથી વધારે ફેલાયા. સાચું કારણ હજી અકબંધ હતું.

દરેક આત્મહત્યા પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે અને એ કારણમાં હંમેશા કોઈ વ્યક્તિ હોય છે. આપણો સમાજ સત્યને પછાવી શકતો નથી. સત્યથી કોસો દૂર રહીને પોતાના અહમને બચાવવાની કોશિશ કરે છે. અહીં પણ મહેશ અને કૈલાશબેને  પોતાના ઘરની ઈજ્જત બચાવવા માટે નાપાસ નું બહાનું ચારેકોર ફેલાવી દીધું.

કેનિલભાઈ ની હાલત તો મહેશ અને એની ફેમિલી કરતા પણ ખરાબ હતી. પોતાની આંખો સમક્ષ ખુશીને આમ પંખા પર ટિંગાયેલી જોઈ પોતાનું ભવિષ્ય પણ આમ જ ટિંગાઈ જશે એવો ડર એના મન માં પેસી ગયો.

ખુશીની આત્મહત્યાની વાત એના સ્કૂલ સુધી પહોંચી અને ધીરે ધીરે એ વાત સ્કૂલમાં ચીફ થઈને આવેલા નિર્મલા બહેન સુધી પહોંચી. એને આ વાતની જાણ થતાં તરત જ મહેશભાઈના ઘરે પહોંચ્યા. નિર્મલાબેને ખુશી વિશેની વાતચીત અને પૂછતાછ શરૂ કરી. ખુશી હાલત છેલ્લા કેટલાક દિવસોથી કેવી હતી? એ સાંજે કેટલા વાગે સૂતી? એના ચહેરાના હાવભાવ, રહેણીકહેણી આવી બધી વિગતો પૂછવાનું શરૂ કર્યું. કૈલાસબેન અને મહેશભાઈ એ બધી વિગતો કહી પણ એ દિવસે બનેલો બનાવની વાત તેણે છૂપાવી. નિર્મલા બેન સારી રીતે જાણતા હતા કે મહેશભાઈ જરૂર કઈક છૂપાવે છે પણ આનાથી વધારે નિર્મલા બેન કંઈ કરી શકે એમ નહોતા.  થોડીક વાતચીત પછી નિર્મલા બેને રાજા લીધી.

રાતનાં ૨ વાગ્યા અને આ બાજુ કેનિલે સિગરેટ ના બે બોક્ષ ખાલી કરી ચૂક્યો હતો. અગાસી ઉપર આકાશમાં નજર કરીને પોતાના કરેલા કર્મો ને યાદ કરતો હતો. પોતાના કરેલા પર પછતાવો અવશ્ય હતો પણ એ પછતાવો ખુશીને થયેલા દર્દને સમજીને નહિ પણ એને ભવિષ્યમાં જે દર્દ મળશે એનો પછતાવો હતો.

સુમિત જે કેનિલનો દીકરો હતો એ અગાસીની એક બાજુ બેસી ને પોતાના પિતાને જોતો હતો. સુમિત દસમા ધોરણમાં અભ્યાસ કરતો હોવાથી મોડી રાત સુધી વાંચન કરતો અને ફ્રેશ થવા ને મન હળવું કરવા અગાસી ઉપર જતો. આજે અગાસી ઉપર ગયો તો જોયું કે એના પપ્પા એ સિગારેટના બે બોક્ષ ખાલી કરી દીધા જે કોઈ દિવસ સિગારેટને હાથ તક ન લગાડતા એ આખા બે પેકેટ ખાલી કરી ગયા. સુમિત થોડોક સમય પિતાને આમ જોઈ પોતાના રૂમ માં જતો રહ્યો. અહીંયા  કેનિલ પોતાની છેલ્લી રાત આઝાદી સાથે વિતાવતો હતો.

ક્રમશઃ