ન્યાય
એક વખત એક રાજહંસ અને તેની રાજહંસિની હરિદ્વારના સુખદ, પવિત્ર અને હરિયાળા વાતાવરણમાંથી ભટકીને એક નિર્જન, ઉજ્જડ રણપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ જવા માંગતા હતા યાત્રાએ પણ ભટકી ગયા વેરાનમાં. રણની ગરમી અને ધૂળથી થાકેલી રાજહંસિનીએ રાજહંસને કહ્યું, “અરે પ્રિય, આ કયા નિર્જન સ્થાનમાં આવી પડ્યા છીએ? અહીં ન તો શીતળ જળ છે, ન લીલું જંગલ છે, ન તાજી હવા છે. આવા સ્થાને અમારું જીવન અશક્ય બની જશે!”
રાજહંસે તેને આશ્વાસન આપ્યું, “પ્રિયે, ભટકીને અહીં આવી પડ્યા છીએ. આજની રાત કોઈ રીતે કાઢી લઈએ, સવાર થતાં જ હરિદ્વાર પાછા ફરી જઈશું.”
સાંજ ઢળી રાત થઈ. જે વૃક્ષ હેઠળ બંને વિરાજમાન થયા, તેની ડાળ પર એક ઘુવડ (ઉલ્લૂ) બેઠો હતો. રાત્રે તેણે તીવ્ર સ્વરે ઘુવડવવાનું શરૂ કર્યું. રાજહંસિનીએ ડરથી કહ્યું, “અરે, અહીં તો ઊંઘ પણ નહીં આવે! આ ઘુવડ કેવી રીતે ચીસો પાડે છે!”
રાજહંસે સમજાવ્યું, “ધીરજ રાખ, પ્રિયે. હવે સમજાયું કે આ પ્રદેશ કેમ ઉજ્જડ છે. જ્યાં ઘુવડ રહે ત્યાં શાંતિ ક્યાં રહે? ”
આ વાત ઘુવડે સાંભળી લીધી. સવારે તે નીચે ઉતર્યો અને કહ્યું, “હે રાજહંસ ભાઈ, મારા કારણે તમને રાત્રે તકલીફ થઈ, મને ક્ષમા કરો.”
રાજહંસે હસીને કહ્યું, “કોઈ વાંધો નહીં, મિત્ર. તમારો આભાર!”
થોડીગણી હસી હસી ને વાતો કરી ત્યાર બાદ બંને જોડા આગળ વધ્યા, ત્યાં પાછળથી ઘુવડે બુમ પાડી, “અરે રાજહંસ, મારી પત્નીને લઈને ક્યાં જાય છે?”
રાજહંસ ચોકી ગ્યો ગુસ્સાથી કહ્યું , “તમારી પત્ની? અરે, આ તો મારી રાજહંસિની છે, મારી સાથે આવી છે, મારી સાથે જ જશે!”
ઘુવડે કઠોર અવાજે કહ્યું, “ચૂપ રહો! આ મારી પત્ની છે.”
दुर्जनेन समं सख्यं वैरञ्चऽपि न कार्येत्।
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम्॥
“ખરાબ માણસ સાથે ન મિત્રતા કરો, ન દુશ્મની કરો.
ગરમ અંગારો હાથ બાળે છે, ઠંડો થઈને હાથ કાળો કરી દે છે.”
વિવાદ વધ્યો. આખા વિસ્તારના લોકો એકઠા થયા. ગામડાંઓના લોકો, પંચો બેઠા. પંચાયત બોલાવાઈ. પંચોએ પૂછ્યું, “શું વિવાદ છે?”
લોકોએ કહ્યું, “ઘુવડ કહે છે કે રાજહંસિની તેની પત્ની છે, રાજહંસ કહે છે કે તેની પત્ની છે!”
લાંબી ચર્ચા બાદ પંચોએ એક બાજુ ખસીને કહ્યું, “સત્ય તો એ છે કે રાજહંસિની રાજહંસની જ પત્ની છે, પરંતુ આ બંને તો થોડીવારમાં આ ગામ છોડીને ચાલ્યા જશે. અમારી વચ્ચે તો ઘુવડ જ રહેવાનો છે. તેનાથી ઉલટું ચાલસુ તો રાત વિચિત્ર અવાજો કરી ને આપત્તિ ના એંધાણ પ્રકટ કરશે એટલે નિર્ણય ઘુવડ ના પક્ષમાં જ આપવો જોઈએ. વળી તે આપણા ગામનો છે.”
અને પંચોએ નિર્ણય સંભળાવ્યો, “સર્વ પુરાવા અને તથ્યોની તપાસ બાદ પંચાયત એ નિષ્કર્ષ પર પહોંચી છે કે રાજહંસિની ઘુવડની જ પત્ની છે અને રાજહંસને તાત્કાલિક ગામ છોડવાનો આદેશ આપવામાં આવે છે!”
આ સાંભળી રાજહંસ ખુબ દુખી થઈ ગયો. તે રડવા લાગ્યો, ચીસો પાડવા લાગ્યો, “પંચાયતે અન્યાય કર્યો! ઘુવડે મારી પત્ની છીનવી લીધી!”
રડતા-ચીસતા જ્યારે તે આગળ વધ્યો ત્યારે ઘુવડે મોટેથી બુમ મારી બોલાવ્યું, “એ મિત્ર રાજહંસ, રોકાઈ જા!”
રાજહંસે આંસુભર્યા અવાજે કહ્યું, “હવે શું કરશો? પત્ની તો લઈ લીધી, હવે જાન પણ લેશો?”
ઘુવડે મૃદુ સ્વરે કહ્યું, “ના મિત્ર, રાજહંસિની તમારી જ પત્ની હતી, છે અને રહેશે. પરંતુ કાલે રાત્રે જ્યારે હું ઘુવડવતો હતો ત્યારે તમે તમારી પત્નીને કહ્યું હતું કે આ પ્રદેશ ઉજ્જડ છે કારણ કે અહીં ઘુવડ રહે છે. મિત્ર, આ પ્રદેશ ઉજ્જડ એટલે નથી કે અહીં ઘુવડ રહે છે, પરંતુ એટલે ઉજ્જડ છે કારણ કે અહીં એવા પંચ રહે છે જે ઘુવડના પક્ષમાં નિર્ણય આપે છે!”
અંધા બેઠા તો અંધા જુએ” – જ્યાં પક્ષપાતી નિર્ણયકર્તા હોય ત્યાં સત્ય અંધારામાં રહી જાય.
આ ઘટના પછી રાજહંસ અને રાજહંસિની હરિદ્વાર પાછા ફર્યા.
ઘુવડના ઘુવડવાટમાં ખોવાયું સત્યનું સ્વરૂપ,
પંચના પક્ષપાતે બંધાયું અન્યાયનું તંતુ.
જ્યાં બિરાદરીના નામે થાય નિર્ણય અધર્મનો,
ત્યાં દેશની દુર્દશા બને છે અનંત કથાનું મૂળ.
આજે પણ, સ્વતંત્રતાના ઘણા વર્ષો પછી, આપણે ઉમેદવારની યોગ્યતા, ગુણવત્તા કે કાર્યક્ષમતા જોવાને બદલે “આ તો અમારી બિરાદરીનો છે, અમારી પાર્ટીનો છે, અમારા વિસ્તારનો છે” એવા આધારે મત આપીએ છીએ. આ પક્ષપાતી નિર્ણયોને કારણે દેશની બદહાલી માટે આપણે પણ ક્યાંક જવાબદાર છીએ.
दुष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायप्रवृत्तिर्धनकोशवृद्धिः।
अन्यायपाक्षैः रहितं तु राज्यं, पञ्चैव राज्ञः परिपालनीयाः॥
દુષ્ટોને (ખરાબ/અપરાધીઓને) દંડ આપવો, સ્વજનોની (સજ્જનોની/પોતાના લોકોની) પૂજા (સન્માન) કરવી, ન્યાયપૂર્વક કોષ (ખજાનો/ધન)ની વૃદ્ધિ કરવી, અન્યાય અને પક્ષપાતથી રહિત રાજ્ય (નિષ્પક્ષ શાસન), અને નિજ રાષ્ટ્રની રક્ષા – આ પાંચ જ વસ્તુઓ રાજાને હંમેશા પાળવી જોઈએ (અથવા પાલન કરવી જોઈએ).
ન્યાય ત્યારે જ થાય જ્યારે પંચ પક્ષપાતથી મુક્ત હોય .