The Madness Towards Greatness - 16 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 16

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 16

Part 16 :


" The man who created the three legends "

આ સાંભળીને રિદ્ધવ ને એ બાબત નો તો ખ્યાલ આવી ગયો કે આ તો એ જ વ્યક્તિ છે કે જેની સાથે ગઈ કાલે રાત્રે વાત થઈ હતી ; તે કંઈક બોલવા જાય એ પહેલાં જ તેને અટકાવતા ધનશ બોલી ઊઠ્યો : " મહાગુરૂ ! આપ ? , તમે અહીંયા કઈ રીતે ?  તમે હજુ સુધી જીવીત છો ? , તમે અત્યાર સુધી ક્યાં હતા ? ..."

ધનશ પ્રશ્નો પર પ્રશ્નો પૂછે એ પહેલા તેને અટકાવતા એ માણસ બોલ્યો કે : " અત્યારે સમય આ પ્રશ્નો માટેનો નથી , અત્યારે બીજા ઘણા પ્રશ્નો છે કે જેનો જવાબ વધુ મહત્વનો છે , હા ! હું એ જ વ્યક્તિ છું કે જેના સાનિધ્ય માં વિશ્વના સર્વશ્રેષ્ઠ એવા ત્રણ યોદ્ધાઓ કાર્યરત થયા ; મુખ્ય પ્રશ્ન અત્યારે  હેપીન ની આત્મા વિશે નથી કે નથી Andy અને SK વિશે  ; મુખ્ય પ્રશ્નમાં એક એવો ખતરો છે  કે જેનાથી તમે બધા અજાણ હતા અને એ છે મિત્રા ! "

" પણ મને એ નથી સમજાઈ રહ્યું કે તેણી આવું શા માટે કરી રહી છે ? , SK એ તેણીને કેટલું માન - સમ્માન આપ્યું છે ; આમ છતાં તે આવું કેમ કરે છે ? શું SK ના જીવન માં એવા જ લોકો એની સાથે વિશ્વાસઘાત કરે છે કે જેઓને તેણે પોતાના માની લીધા હતા ? " Queen એ પ્રશ્ન રજૂ કર્યો .

" ઘણી વખત મનુષ્ય ની અંદર રહેલી લાલસાઓ અને ઇચ્છાઓ એટલી બધી વધી જતી હોય છે કે તે માત્ર પોતાના સ્વાર્થ માટે સંપૂર્ણ દુનિયા ને ઠુકરાવી દે છે ; પછી ભલે એ પૈકી ના એક માણસે તેમના પોતાના  જીવ ના જોખમેં પણ એનો સાથ કેમ ન આપ્યો હોય ! 
આ જગત માં માણસ નો શત્રુ કોઈ માણસ કે અન્ય સજીવ નથી ; માણસનું પોતાનું જ ભટકેલું અને વિકૃત થયેલું મન છે , જે બધા જ ખરાબ પરિણામો માટે જવાબદાર છે ;  કામ , ક્રોધ , લોભ , મોહ , ઈર્ષ્યા , દ્વેષ અને  રાગ આ બધું તેનું જ પરિણામ છે " મહાગુરૂ એ જવાબ આપ્યો .

પછી આગળ તેઓ બોલ્યા :
" મારી પાસે તમને લોકો ને સમજાવવા માટેનો સમય ઓછો છે , મારું કર્તવ્ય એ હતું કે હું તમને બધા ને મિત્રા વિશે સાવચેત કરું અને હવે  આગળ શું કરવું જોઈએ એના વિશે મારી પાસે કઈ વિચારધારા ઉપસ્થિત નથી , મારી પોતાની જવાબદારીઓ અહીં પૂર્ણ થાય છે "

" પરંતુ , તમે અમને રાહ નહીં બતાવો તો હવે કોણ અમને આ મુશ્કેલીમાંથી બહાર લાવશે ? " ધનશ એ પ્રશ્ન પૂછ્યો.

" જે માણસ ની આવડતો મારા થી પણ વધુ છે એ..... "

" કોણ ? SK ? "

" હા કોઈ શક ? " SK નો અવાજ સંભળાયો.

જાણે કોઈ ફિલ્મ માં એકદમ જ ભયાનક વાતાવરણ સર્જાઈ ગયું હોય અને બધા લોકો જ્યારે મૂંઝવણ માં ફસાયા હોય અને તેમાંથી બહાર નીકળવા માગતા હોય અને ત્યારે જ હીરો ની એન્ટ્રી થાય ; બસ  એ રીતે અનેક તરફ થી ફસાયેલા આ લોકો ની મદદ માટે એમનો હીરો ઉપસ્થિત થઈ ગયો છે - SK.

થોડે દૂર થી સંભળાયેલા તેના અવાજ થી બધા ના ચહેરા પર એક ખૂબ જ અલગ પ્રકાર નું સ્મિત હતું અને હૃદય માં એક હાશકારો , મન માં શાંતિ નો અનુભવ અને સાથે સાથે એક ડર પણ....

" તું સાજો થઈ ગયો  , તું ફરી પેલા ની માફક થઈ ગયો ? તને હવે કશું નહીં થાય ને ?  , ચાલ તું ઝડપ થી અહીં આવ , તને ખબર છે કે હેપીન ની આત્મા જાગૃત  થઈ છે , મને દિવ્ય સંતે એક રક્ષાસૂત્ર આપ્યું છે , તું એ પહેરી લે " Queen SK ને જોઈને ખૂબ પ્રસન્ન થઈ ગઈ હતી અને જાણે વર્ષો પછી તેને મળી હોય એમ બોલ્યા બોલ કરતી હતી.

ત્યાં જ અચાનક એક જોરદાર તોફાન આવે છે.....