hu vaidehi bhatt part 16 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 16

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 16

“હરખ મને લાગે છે કે વૈદેહી અને મારા વચ્ચે કંઈક તો સામ્ય છે.” હરખચંદની ઑફિસમાં બેસીને કમલેશ વૈદેહી વિશે વાત કર રહ્યો હતો.
“તે સુરજ સાથે વાત કરી? તેને વૈદેહી વિશે શું કહ્યું? તે તો તેનો સગો ભાઈ છે, તેને વધારે ખબર હશે.”
“ના, હરખ સુરજ તેને સગો ભાઈ નથી તેને એક જ સગી બહેન છે અમી.”
“તો, વૈદેહી તેને રિસેપશનમાં ભાઈ ભાઈ કેમ કહેતી હતી.?”
“સુરજના પિતાને વૈદેહી એક ખેતરમાં માટીના નીચે દટાયેલી મળી હતી. તેમને એક વર્ષ રાહ જોઈ કોઈ દાવો કરવા ના આવ્યું તો તેમને વૈદેહીને પોતાનું નામ આપી દીધું.”
“અરે, વાહ સારા માણસો કહેવાય. જ્યા એક પોતાના અંશથી જન્મેલી દિકરીઓને બોઝો ઘણવામાં આવે છે, ત્યા દુનિયામાં આવા લોકો પણ છે જેને પારકાની દિકરીને પોતાની બનાવી અને તેને પગ પર ઉભી કરી. મને આવા લોકો પર માન થાય છે.”
હરખચંદનીઆ વાત સાંભળીને કમલેશે કંઈ જવાબ ના આપ્યો. તે હરખચંદને આવજો કહ્યા વગર જ ઑફિસથી નીકળી ગયો. હરખે તેને બુમો પાડી પણ તે તેની બુમો સાંભળ્યા વગર જ જતો રહ્યો.

 -----------------------------------------------------------------------------
 
હરખચંદની ઑફિસમાંથી નીકળી કમલેશ સીધો મરિનલાઈન્સ ગયો. કમલેશ તે જગ્યાને યાદ કરીને ઘણો માયુસ થઈ ગયો. તે અહી તેની પ્રેમિકા રજની સાથે આવતો હતો. રજની અને તેની કૉલેજમા સાથે હતા. તેને રજની સાથે કોઈ પહેલી નજરનો પ્રેમ નહતો. પણ, જેમ જેમ દોસ્તી વધતી ગઈ તેમ તેમ તેમના વચ્ચે પ્રેમ પાંગરતો ગયો. અને પછી દોસ્તી પ્રેમમાં પરણમી. તેમના પ્રેમની જ્યારે બંન્ને ના ઘરે ખબર પડી તો કમલેશને ઘરથી કાઢી મુક્યો હતો. અને રજનીને ઘરની અંદર બંધ કરી દીધી હતી. આવા કપરા સમયે હરખએ જ કમલેશને રજનીને ભગાવવામાં મદદ કરી હતી. બંન્ને બે ઘર હતા એટલે હરખે તેમની મરીનલાઈન્સમાં જે એક રૂમ હતી તે આ બંન્નેને રહેવા આપી દીધી હતી. અને હરખે તેને પોતાના ધંધામાં નોકરી પણ આપી દીધી હતી. ત્યારે કમલેશને તેનો અસલી ધંધો ખબર નહતી.
રજની અને કમલેશ બંન્ને એક જ રૂમમાં લગ્ન વગર રહેતા હતા. તેમની માટે મનમાં થયેલા લગ્ને સાત ફેરા કરતા વધારે મહત્વના હતા, તેમને મનથી એકબીજાને પોતાના માની લીધા હતા. રજનીને હરખચંદને પોતાની ઓફીસમાં જ અકાઉન્ટની જૉબ આપી દીધી હતી. કમલેશ બહારનું કામ સંભાળતો. હરખચંદનો આમ તો કંસ્ટ્રકશનનો બિઝનેસ હતો, પણ, તે માત્ર દુનિયાને દેખાડવા પુરતો. આમ તો તે દાણાચોરી નું કામ કરતો હતો. હરખચંદ પહેલા નાનીમોટી દાણાચોરી કરતો. પણ, એક દિવસ તેને કોઈ કહ્યું કે નાનામોટી દાણાચોરી કરતા છોકરીઓને સપ્લાય કરવામાં સારો નફો મળે છે. એટલે પછી હરખચંદ તેમાં ઝંપલાવ્યું. કમલેશ જ્યારે હરખ સાથે જોડાયો ત્યારે હરખનો આ છોકરી સપ્લાયીંગનો બિઝનેસ બહુ વધી ગયો હતો. આ બિઝનેસ આમને આમ ચાલતો રહે તે માટે તેને અનાથઆશ્રમ ખોલ્યું હતું.
પણ, એક દિવસ કમલેશને હરખચંદના આ બિઝનેસની ખબર પડી ગઈ. ત્યારે તેને હરખચંદ સાથે બહુ ઝઘડો કર્યો. પણ, હરખચંદે તેને સમજાવ્યું કે આમા બહુ પૈસા છે, ત્યારે લાલચમાં આવીને કમલેશ પણ પીગળી ગયો. સાચે, પૈસો માણસ પાસે શું શું કરાવે છે. પછી બંન્ને આ બિઝનેસમાં જોડાઈ ગયો. કેમકે તેને પણ પૈસાની ખુબ જરૂર હતી કેમકે તે સમયે રજની પ્રેગ્નેટ હતી.
 -----------------------------------------------------------------------------
 
એક સાંજે રજની ઑફિસમાં મોડે સુધી કામ કરી રહી હતી. કામ પતાવીને તે વૉશરૂમમાં ફ્રેશ થઈને નીકળવા જતી હતી. ત્યા તેને ઓફિસમાં બે 16 વર્ષની છોકરીઓને જોઈ. તેને જોઈને તે નવાઈ પામી. આટલી મોડી આ છોકરીઓ અહી શું કરે છે?  તે છોકરીઓને પુછવા જતી હતી ત્યા તેને કમલેશ અને હરખચંદનો અવાજ આવ્યો. તેમની સાથે તેમને એક આરબ પણ દેખાયો. તેઓ જે રીતે વાત કરી રહ્યા હતા. તે જોઈને રજનીને કંઈ અજુગતું લાગ્યું.
“હરખ હમને તુમકો બોલાથા કે હમે ગોરી લડકીયા ચાહિયે. એસી કાલી લડકીયા કોઈ નહી લેતા હૈ.”
“અરે, આઇદભાઈ મેં તમને કહ્યુને કે વાંધો નહી આવે આ છોકરીઓ 16 વર્ષની કળી છે, હજી તો કાચી માટી છે. તેને ઘડવાની તો તમારે જ છે ને.” હરખની આ વાત સાંભળી આઇદ અને કમલેશ જોરથી હસવા લાગ્યા. હરખની વાતથી આરબ ખુશ થઈ ગયો અને તેને તે છોકરીઓ માટે ડિલ ફાઈનલ કરવા જતો હતો.. તેટલામાં તેમની છૂપી રહીને વાતો સાંભળતી રજની બહાર આવી અને તેને સીધો એક તમાચો કમલેશને માર્યો. તેને જોઈ અને તેના આવા અચાનક વ્યવહારથી બધા સ્તબ્ધ થઈ ગયા. તેના આ રુદ્ર રૂપની સામે થવાની ત્રણેમાંથી કોઈની હિંમત નથઈ. અને બધુ એટલું અચાનક થઈ ગયું કે કોઈ કંઈ કરે કે બોલે તે પહેલા જ રજની બંન્ને છોકરીઓને લઈને સડસડાટ નીકળી ગઈ.
તેના આ વર્તનથી સૌથી મોટો શૉક આઇદને લાગ્યો કેમકે તેને નહોતી ખબર કે એ કોણ હતી જેને કમલેશ ને લાફો મારવાની હિંમત કરી અને આ રીતે બંન્ને છોકરીઓને આંખના પલકારામાં લઈને જતી રહી.
 
END- 16