આ શબ્દ તો તમો બધાએ અવારનવાર સાંભળ્યો હશે. "બર્ન આઉટ "આમ તો કોર્પોરેટમાં વપરાતો શબ્દ છે. પણ મેં દિવ્યભાસ્કરની પૂર્તિમાં એના વિશે વાંચ્યું કે ગૃહિણીને પણ બર્ન આઉટ થઈ શકે છે. સાચી વાત છે.
હું રિલેશનશિપ મેન્ટોર છું. અને આ વાત સાથે પૂરી રીતે સહમત છું. કોર્પોરેટ સેક્ટરમાં કામનું બર્ડન અને કંપની તરફથી સતત વધુ પડતી અપેક્ષાઓને કારણે. શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડે છે .આ પરિસ્થિતિને બર્ન આઉટ કહે છે.
સેમ, આ જ પરિસ્થિતિ ગૃહિણીઓની છે. તેને હાઉસવાઈફ ના બદલે હાઉસ મેકર કહેવાથી ફર્ક નથી પડતો. તેઓની પાસે ઘરના કામ અને ઘરના લોકોની અપેક્ષાઓ એટલી બધી હોય છે. કે તેઓ પણ બર્ન આઉટ નો શિકાર થાય છે. મારી પાસે ઘણી એવી મહિલાઓ આવે છે. કે જે બર્ન આઉટ નો શિકાર થયેલી હોય છે. અને ખૂબી ની વાત એ હોય છે. કે તેઓને આની જાણ જ નથી હોતી.
બર્ન આઉટના લક્ષણો
(૧) વધુ પડતો થાક
(૨) ચીડિયો સ્વભાવ
(૩) ઊંઘની સમસ્યા
(૪) ઉત્સાહની કમી
(૫) વજનમાં વધઘટ
(૬) બ્લડ પ્રેશરમાં વધઘટ
(૭) ડિપ્રેશન
આના વિશે વધુ જાણીએ, જ્યારે કોઈ લેડીઝ (ગૃહિણી) ને આવું થાય. ત્યારે આપણે મોનોપોઝના કારણે આવું થાય .એવું વિચારીએ છીએ .પણ ક્યારેક તેઓ બર્ન આઉટનો શિકાર હોય શકે છે. એવું નથી વિચારતા.
(૧) વધુ પડતો થાય
કોર્પોરેટમાં કામના કલાકો નક્કી નથી હોતા .શરીરમાં તેના કારણે એનર્જી ના હોય તો, તેઓને તકલીફ પડે છે. બસ, એ જ રીતે સ્ત્રીઓ (ગૃહિણી) ના કામના કલાકો નક્કી નથી હોતા. તો ક્યારેક તેઓને એનર્જી ના હોય, થાક લાગ્યો એવું લાગતું હોય. અને કામ કરવાની ઈચ્છા ના થાય ત્યારે આવું થાય છે.
(૨) ચીડિયો સ્વભાવ
જોબ કરતા લોકોને તો ઓફિસમાં કામ, ટ્રાફિક ની સમસ્યા અને પોતાના હેડ ની કાચ..કાચ..., અપેક્ષાઓ વધારે એ માટે થાય છે. એ જ રીતે ગૃહિણીઓને કામના કલાક નક્કી નથી હોતા .અને બધાને ખુશ નથી રાખી શકતી. એટલે એના મનમાં એક અપરાધ ભાવ હોય. તેઓ બધા માટે કરું છું તો ખરા! પણ એ લોકો ખુશ થાય. એ રીતે નથી કરી શકતી .પણ યાદ રાખો ,કે કેટલાક લોકો એવા હોય છે કે તેના માટે ગમે તેટલું કરો તો પણ ખુશ નહીં થાય .આ બધાના બર્ડન ના કારણે સ્ત્રી નો સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
(૩) ઊંઘ ની સમસ્યા
શરીર તો થાકે , મન પણ થાકેને ? ભલે કોર્પોરેટમાં એસી માં બેઠા હોય પણ મનના કારણે શરીર થાકી જાય છે .એવી જ રીતે ગૃહિણીઓનો પણ શરીર થાકે છે .ઘરના નાના-મોટા ઇસ્યુના કારણે મન બેચેન રહે છે .સુવાના ટાઈમ ફિક્સ નથી હોતા આ બધાના કારણે તેઓને ઊંઘની સમસ્યા પણ થાય છે.
(૪) ઉત્સાહની કમી
ગમે તેટલું કરો પણ કદાચ કંપનીના બોસ ખુશ રહે. પરંતુ ગૃહિણીઓને ક્યારે જશ નથી મળતો. કદાચ મળતો હશે તો પણ બહુ ઓછો મળે અને ક્યારેક તો મળતો જ નથી. રોજ દરેક વસ્તુ સારી બને પણ એકાદ વસ્તુ સારી ન બને તો તરત જ ઘરના લોકો ટોકે છે. અને ક્યારેક કંઈક નવું બનાવવાની ઈચ્છા હોય. પણ ડર હોય, ખરાબ થશે તો ઘરમાં બધા બોલશે. આવા નેગેટિવ પરિબળોના કારણે ગૃહિણીના ઉત્સાહમાં કમી થાય છે.
(૫) વજનમાં વધઘટ
જોઈએ તેટલો રિસ્પોન્સ ના મળે .એટલે કેટલાક કર્મચારી ઓવર ઈટિંગ કરે છે. વ્યસન કરે છે .કેટલાક કામમાં એટલા ડૂબેલા રહે છે કે પોતાનું ખાવા પીવાનું ભાન જ નથી રાખતા. આના કારણે વજનમાં ઝડપથી ફેરફાર થાય છે. એ જ પોઝીશન ગૃહિણીની છે. તેઓ વધારે પડતું ખાય છે .જમવાનો કોઈ ફિક્સ ટાઈમ નથી. અને વધ્યું ઘટ્યું અને વાસી ફ્રીઝમાં પડેલું ખાવાની આદત હોય છે. પોતાનો કોઈ જ ખ્યાલ નથી રાખતી .એટલે મોટાભાગની ગૃહિણીઓ ઓવર વેઇટ હોય છે.
(૬) બ્લડ પ્રેશરમાં વધઘટ
મોટાભાગના કર્મચારી એક ઉંમર પછી બ્લડ પ્રેશરનો શિકાર બને છે .પરંતુ ગૃહિણીઓ પણ પોતાની આદતો અને વધુ પડતી ચિંતા કરવાની આદતના કારણે નાની ઉંમરમાં બ્લડપ્રેશર નો શિકાર બને છે.ક્યારેક ડાયાબિટીસ ,થાઇરોડ જેવી બીમારીઓ નાનપણમાં આવી જાય છે .એના કારણે નાનપણથી દવાઓ ખાવાની જરૂરત ઊભી થાય છે.
(૭) ડિપ્રેશન
આજકાલ ડિપ્રેશન નો શિકાર તો નાના મોટા બધા બને છે. તેમાં સ્ટુડન્ટ પણ બાકાત નથી .સંઘર્ષ વધી ગયો છે! ગૃહિણીઓને બહારનો સંઘર્ષ નથી. પણ ઘરમાં રહેલા લોકો સાથેના સંઘર્ષમાં અને ઘરની ચાર દીવાલોમાં જ રહેવાના કારણે ડિપ્રેશનમાં આવે છે.
બર્ન આઉટના શિકારના કારણે થાઇરોડ ,બ્લડપ્રેશર, કેલો સ્ટોલ અને ડાયાબિટીસ જેવા રોગોનો શિકાર બને છે.
સમાજમાં ઘણો બદલાવ આવ્યો છે. પણ હજુ પણ એવા અનેક ઘરો છે .જેમાં ગૃહિણીઓ બર્ન આઉટ નો શિકાર થઈ શકે છે.
ગૃહિણીઓએ બર્ન આઉટ થી બચવાના ઉપાય,
(૧) પોતે પોતાની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવી.
(૨) કોઈ રિલેશનશિપ મેન્ટોર ની મદદ લેવી.
(૩) જે કામ બીજાને સોપાતું હોય તે સોપવું.બધું હું જ કરીશ એવો આગ્રહ ના રાખો. દાખલા તરીકે: વાસણ અને ઝાડુ પોછા માટે મેડ રાખવા. કપડા માટે મશીન વાપરવું અને પ્રેસવાળા પાસે કપડાને પ્રેસ કરાવી.
(૪) બાળકોને આત્મનિર્ભર બનાવવા તેઓ પોતાનું કામ જાતે કરતા શીખે.એવી નાનપણથી આદત પાડવી.
(૫) ખાસ વાત, કોઈ મને સારી , મહાન કે સહનશીલ કહે એવા એવોર્ડ મેળવવા જરૂર વગરના ઢસરડા ના કરવા.
જય સ્વામીનારાયણ
મેન્ટોર & ઓથર પ્રજ્ઞા રૂપારેલ.