આજે 2 વર્ષના એ B.Ed ની journey નો સૌથી મહત્વપૂર્ણ દિવસ એટલે "Final Annual Lesson Plan" નો દિવસ. મારુ selection એક school મા ધોરણ 9 માં થયુ હતું, જ્યાં મારે "Direct Indirect" નો Digital પાઠ આપવાનો હતો. એટલે, Digital Smart board પર ભણાવવાનો હોવાથી Digital lesson એમ. 3 :૩૦ વાગે મારો પ્રિયેડ હતો, એટલે સવારે હુ ૯ વાગે ઘરેથી નીકળી ગયેલો. ૧૦:૫૬ એ હુ Bus stand મા ઉતર્યો. ત્યાંથી, મોબાઇલ મા Map ખોલ્યું. શાળાનું નામ લખ્યું અને બસ સ્ટેન્ડથી મારા ભાગમાં આવેલ શાળા તરફ ચાલતો નીકળી પડ્યો.
હુ ખૂબ જ ઉત્સાહિત હતો. મે 3 દિવસ કરીને મારુ Digital lesson તૈયાર કર્યું હતું. ૧૧:૨૩ આસપાસ ભટકતો - રખડતો, મસ્ત ચા નાસ્તો કરી અને મે શાળામાં પ્રવેશ કર્યો.
મારો પ્રિયેડ આવવામાં હજુ ૨ કલાકની વાર હતી. હુ મારા પાઠ માટે પૂર્વ તૈયારી કરવા લાગ્યો, અમને બધાને જે વેટિંગ રૂમમાં બેસાડેલા, ત્યાં એક ડિજિટલ સ્માર્ટ બોર્ડ હતું. મે તેને ચાલુ કર્યું અને હુ પૂર્વતૈયારી કરવા લાગ્યો. બોર્ડ પર જઈને થોડું ઘણું રાઇટિંગમાં લખતો, પ્રેક્ટિસ કરતો, બોર્ડ પર મારી writing જોઈ, મારા મિત્રોએ મારી writing ના વખાણ કરી રહ્યા હતા.
3 : ૨૫ થયી, હુ ભણાવવા જવા માટે અને મારો વાર્ષિક પાઠ આપવા માટે તૈયાર થયો. જે વર્ગમાં મારે પાઠ આપવાનો હતો એ વર્ગની બહાર જઈને ઉભો રહ્યો. Bell વાગ્યો. મારો વારો આવ્યો. મે વર્ગમાં પ્રવેશ કર્યો. બધાએ Good Morning થી સંબોધિત કર્યો, મે પણ વળતા જવાબમાં ગુડ મોર્નિંગ કહ્યું. આગળની બેન્ચ પર દરવાજાની બિલકુલ અડીને શરૂઆતમાં જ બે છોકરીઓ બેઠી હતી. જેમાંથી એકની નઝર મારી તરફ જતી. એ મારી તરફ તાકી રહી હતી, આંખોના એક પણ પલકારા વગર સદંતર એક એક ક્ષણ માટે પણ અળગો ન કરી શકે એવી આંખોથી માત્ર મારી તરફ નઝર લગાવી બેઠી હતી. એના મોઢા પર મીઠું શરમાતું હાસ્ય નઝરે પડી રહ્યું હતું. એની આંખો વચ્ચે આવતી એની લટોને પોતાના આંગળી વડે કાન પાછળ સંતાડી રહી હતી અને એક ક્ષણ માટે પણ એકલો ન મુકે એ નઝરથી મારી તરફ ધારી ધારીને જોઈ રહી હતી. આવી ક્ષણો ખૂબ જ ઓછી બનતી હોય છે, જેને હુ જીવી લેવામાં માનું છુ પણ એ દિવસે એ શક્ય ન બન્યું. કેમ કે મારે ૪૧ બીજા વિદ્યાર્થીઓને પણ જોવાના કે ધ્યાનમાં રાખવાના હતા. એટલે, મનમાં એટલો ઝબકારો થતા જ મે એના પરથી નઝર ઘુમાવી અને આખા વર્ગમાં ફેરવી અને ફેરવ્યા બાદ ફરી એના પર આવી ઊભી રહી. એ હજુ પણ મારી તરફ જ જોઈ રહી હતી.
એક બે ક્ષણ બાદ મેં મારો લેસન પ્લાન આપવાનું શરૂ કર્યું. મારો સ્વભાવ એટલે હસી મજાક અને મસ્તી વાળો. ઇંગ્લિશ ગ્રામરના નાના મોટા નિયમો શીખવ્યા બાદ તથા વિષયાંગ ચલાવી રહ્યો છુ એ અનુસંધાને જેમ જેમ હુ તેમનાથી પ્રશ્નોતરી કરતો, અને જ્યારે એના જવાબો છોકરાઓ તરફથી મળે તો એમની પાસે જઈ, એમને તાળી આપતો, એમની સાથે hand shake કરતો, અને મસ્તી મઝાક સાથે વેરી ગુડ, કોન્ગ્રેચ્યુલેશન— સો એ સો ટકા સાવ સાચો જવાબ, એમ કહીને એમની સાથે નાની મોટી મજાક મસ્તી કરતો. વર્ગમાં માહોલ ખૂબ જ હાસ્યમય અને હળવો થઈ ગયો હતો. બધા આ વર્ગને ખૂબ જ માણી રહ્યા હતા, ત્યાં છોકરીઓમાંથી જો કોઈ સાચો જવાબ આપે તો હુ ખાલી એમને કોન્ગ્રેચ્યુલેશન કે વેરી ગુડ કહેતો, ખૂબ ખૂબ સરસ ખુબ સરસ ભારતની નારી, સબ પે ભારી— અથવા અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં આપકા જવાબ બિલકુલ સહી હે દેવીજી કહીને એમને હસાવતો. ક્યાંક ક્યાંક મારી નજર અંતે ફરીને એ આગળ બેઠેલી છોકરી ની નજર હજુ પણ મારી તરફ હતી, મોઢા પર તો શરમાળ હાસ્ય હતું પણ એ ખુલીને હસી રહી ન હતી. જાણે કોઈ વાતનુ બંધન હોય, પણ એ શરમાતા એક્સપ્રેસન જાણે ઘણું બધું કહી જાય એમ હતા. 35 મિનિટનો મારો વર્ગ પૂરો થયો, next જે મેડમનું લેક્ચર હતુ એ મેડમ વર્ગને બહાર જ આવીને ઉભા હતા. 4:00 વાગ્યા મારો સમય પૂરો થયો અને અંતે મારી આદત મુજબ મેં જતા જતા એમને કહ્યું આશા રાખું છું કે તમને મારો વર્ગ ગમ્યો હશે, મેં જેટલું ભણાવ્યું એમાં ખબર પડી હશે, અને સૌથી વધારે મહત્વનું તમને મારા વર્ગમાં ભણવાની ખૂબ મજા આવી હશે. આ ત્રણેય સવાલોના જવાબમાં દરેક બાળકનો પ્રતિભાવ ખૂબ જ રમુજી અને હાસ્યકારક હતો. બધા વિદ્યાર્થીઓ અંદરથી બહુ ખુશ હતા, બહુ સમય પછી કદાચ ખુલીને હસ્યા હોય એવું એમના ચહેરા પરથી લાગી રહ્યું હતું. મેં થેન્ક્યુ સો મચ કહી અને બહાર જવા તરફ નીકળવાની શરૂઆત કરી. જતાં જતાં છેલ્લી વાર, "ભગવાને ધાર્યું તો ફરી મળીશું" Bye Take Care all of You. બસ આટલું કહી અને હુ દરવાજાથી બહાર નીકળવા તરફ આગળ વધ્યો, એક કદમ ચાલ્યો ત્યાં જ આગળ બેઠેલી એ છોકરીએ ( જે એક એક ક્ષણ માટે જેની નઝર મારી તરફ રહી હતી એ ) બહેનપણીને કોણી મારીને ઈશારો કર્યો. એની બેનપણીએ મને અટકાવતા બોલી ; સાહેબ તમે તમારો પરિચય ન આપ્યો ! તો મે વળતો જવાબ આપતા કહ્યું કે પરિચય આપવો જરૂરી છે ? તેણીનીએ પોતાની બહેનપણી તરફ નઝર કરી, આંખો આંખોમાં કઈક વાતચીત થઈ અને ફરીથી મારી તરફ નજર કરી અને મને જોઈ બોલી ઉઠી, કે હા સાહેબ તમારું નામ કહેતા જાઓને ! મારા મોઢા પર એક શરમાળ અને મલકાતું હાસ્ય ઉત્પન્ન થયું. પહેલીવાર કોઈ મારું નામ પૂછી રહ્યું હતું ? કેમ ? અને આ સવાલનો જવાબ પણ મારી પાસે ન હતો. એ છોકરી મારી આંખો જોઈ બેઠી હતી, એના એ એની બહેનપણી દ્વારા પુછાયેલ સવાલની રાહ મા મારી આંખોમાં જોઈ રહી, મે મારું નામ કહ્યું ; "પ્રવીણ" ! એની બેનપણી એ તરત જ પોતાના બેન્ચ પર મુકેલા ચોપડાને ખોલ્યો, અને એમ રાખેલી વાદળી બોલપેન ઉપાડી અને જલ્દીથી એણે પોતાના એક હાથથી બીજા હાથની હથેળી પર મારું નામ લખી દીધું. નામ લખી દીધા પછી ધીમેથી તેણીએ મારી તરફ જોયું. મને એ ઘટના ખરેખર ન સમજાઈ. વર્ગમાંથી નીકળતા એની તરફ એક છેલ્લી વાર નજર કરી ચૂપચાપ વર્ગમાંથી નીકળી ગયો. મને નથી ખબર કે મારા ગયા પછી અને મારા નામનું શું કર્યું હશે, પણ એ ઘટના હજુ પણ હૃદયની નજીક છે. તેણીને મારું નામ ખબર ન હતી એટલે તેણીએ તો પૂછી લીધેલું, પણ અફસોસ રહેશે કે હુ એને એનું નામ ન પૂછી શક્યો !