Sable Island in Gujarati Travel stories by Gautam Patel books and stories PDF | સેબલ ટાપુ

Featured Books
Categories
Share

સેબલ ટાપુ

વાર્તામાં નહીં, પણ હકીકતમાં છે આ 'ખજાનાનો ટાપુ'! 🌊💎
​કેનેડાના નૉવા સ્કોશિયાથી 160 કિમી દૂર આવેલો સેબલ ટાપુ (Sable Island) કુદરતની અજાયબી છે.
🔹 ચાલતો ટાપુ: છેલ્લા 200 વર્ષમાં આ ટાપુ 14.5 કિમી પૂર્વમાં ખસી ગયો છે!
🔹 વહાણોનું કબ્રસ્તાન: અહીં 500થી વધુ વહાણો રેતીમાં ગરકાવ થયા છે.
🔹 નિવાસીઓ: અહીં માણસો કરતા જંગલી ઘોડાઓની વસ્તી વધુ છે. 🐎

વાર્તામાં નહિ, પણ વાસ્તવિક જગતમાં ખજાનાવાળો એક ટાપુ એવો છે કે જે
પોતે કાલ્પનિક નથી. કેનેડાની
૧૬૦ કિલોમીટર પૂર્વે
ઍટલાન્ટિક મહાસાગરમાં
સાચેસાચ તેનું અસ્તિત્વ છે.
દરિયા વચ્ચે બીજના ચંદ્રાકારે
પથરાયેલો તે ટાપુ સેબલ
આયલેન્ડ તરીકે ઓળખાય
છે. કોઇએ ત્યાં છૂપો ખજાનો
દાટ્યો નથી, છતાં તે
આપોઆપ ખજાનાનો ટાપુ
બન્યો છે. ઇ. સ. ૧૪૯૨ માં
કોલમ્બસે નવી દુનિયા શોધી
કાઢ્યા બાદ યુરોપી દેશોનાં
જે વહાણો અમેરિકા જવા
નીકળ્યાં કે પછી અમેરિકા
છોડીને વળતા પ્રવાસે યુરોપ જવા હંકાર્યાં
તેમાંનાં લગભગ ૫૦૦ વહાણોને સેબલ
ટાપુ ભરખી ગયો છે. વહાણો ભેગા
તેમના કુલ ૫,૦૦૦ નાવિકો અને
મુસાફરો પણ માર્યા ગયા છે--અને તે
સાથે ઘરેણાં, સોનામહોરો, ઝવેરાત,
કલાકૃતિઓ વગેરેનો કિંમતી ખજાનો પણ
સેબલ ટાપુ ફરતે સમુદ્રમાં ગરક થયેલો
પડ્યો છે. કોઇને તેનું સાચું મૂલ્ય ભલે
ખબર નથી, છતાં પાંચસો વહાણોનો કુલ
ધનભંડાર નાનોસૂનો તો હોય જ નહિ.
અલબત્ત, નવાઇની બીજી પણ એક વાત
છે : કોઇ સાહસિક સેબલ ટાપુનો એ
ખજાનો મેળવવામાં સફળ થયો નથી. આ
ખજાનો પ્રાપ્ત કરવામાં ભારે ખતરો છે,
કારણ કે સેબલ ટાપુ માત્ર ટાપુ નથી.
કબ્રસ્તાન પણ છે. પાંચસો વહાણોને તથા
પાંચ હજાર માણસોને તેણે રીતસર
ફસાવીને ખતમ કર્યા છે; એટલે કે સમુદ્રના
માત્ર તળિયે બેસાડી દેવાને બદલે તળિયા
નીચે પૂરેપૂરા દફન કરી નાખ્યા છે.
 કેનેડાની અડોઅડ સરહદે
અમેરિકા છે. ઉત્તર ઍટલાન્ટિક
મહાસાગરનો આટલો કાંઠાવિસ્તાર
જહાજો અને વહાણો માટે ઘણી રીતે
ભયજનક ગણાતો આવ્યો છે. એક તો સમુદ્રનું વાતાવરણ હંમેશા ધૂંધળું અને
ધુમ્મસિયું રહે છે, એટલે દિવસે પણ ક્યારેક દિશાનો પાકો ખ્યાલ મળી શકતો
નથી. આંધી જેવું વાતાવરણ સર્જવા માટે બે પ્રખ્યાત સમુદ્રીપ્રવાહો જવાબદાર છે.
દક્ષિણથી ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ અમેરિકાના પૂર્વ કાંઠે લગોલગ વહીને અંતે
કેનેડાના નૉવા સ્કોશિયા સુધી પહોંચે છે. ઉત્તરેથી નૉવા સ્કોશિયા અને ન્યૂ ફાઉન્ડલેન્ડ
ટાપુ સેન્ટ લોરેન્સના અખાતી માર્ગે આવતા લાબ્રાડોરના ઠંડા પ્રવાહ સાથે તેનો
ભેટો થાય છે.
બન્ને પ્રવાહો એકમેક
કરતાં સદંતર જુદા, એટલે
તેમનો મેળાપ સહેજ પણ
‘ફ્રેન્ડલી' હોતો નથી.
લાબ્રાડોરના પ્રવાહ ભેગી
તરતી અને તણાતી આવેલી
નાની-મોટી હિમટેકરીઓ
ગલ્ફ સ્ટ્રીમના સહેજ ગરમ
પાણીમાં ઓગળવા માંડે છે.
હિમટેકરીનો ૭/૮ હિસ્સો
કાયમ ડૂબેલો હોવાને કારણે
ત્યાં બધે જ ગરમ પાણીનો
‘શૅક’ થતાં તેના બરફને
ઓગળી જવામાં વાર પણ ન 
લાગે. આશરે ૧,૫૦,૦૦૦
ટન જેટલા વજનની હિમ-
ટેકરીને ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ
૧૦ દિવસોમાં જ પીગાળી
નાખે છે. દરમ્યાન ગાઢ
ધુમ્મસમાં તો એ હિમટેકરી
ક્યારની અદૃશ્ય થયેલી હોય અને કદાચ
નાવિકોને દેખાય પણ નહિ. વિજ્ઞાનનો
નિયમ છે કે ગરમ પાણી જ્યારે ઠંડા
વાતાવરણમાં બાષ્પીભવન પામે ત્યારે
આપોઆપ ધુમ્મસ જન્મે. વાતાવરણ તો
ઠંડું જ હોય, કેમ કે હિમટેકરીનો
જળસપાટીની બહાર રહેતો બરફ
ચારેબાજુની હવાને સતત ઠંડીગાર રાખે
છે. ટૂંકમાં, અહીં હવામાન સાવ ચોખ્ખું
હોય એવું તો ભાગ્યે જ બને. સેબલ ટાપુ
વળી નૉવા સ્કોશિયા કરતાં ફક્ત ૧૬૦
કિલોમીટરના અંતરે આવેલો છે, માટે
જહાજના નાવિકોને એ ટાપુ નરી આંખે
ચોખ્ખો દેખાય એવું ભાગ્યે જ બને.
આ ટાપુ પાછો સામાન્ય પ્રકારનો
નથી. ખડકોને બદલે પૂરેપૂરો રેતી વડે
રચાયેલો છે. સામસામેથી મજૂરો તેમના
પાવડા થકી રેતીનો ઢગ વચ્ચોવચ ખડકે
એમ જ સામસામા પ્રવાહોએ સમુદ્રી રેતી
હડસેલીને અંતે ટાપુરૂપી ઢગ ખડકી દીધો
છે. ભૂસ્તરશાસ્ત્રના જાણકારો કહે છે કે
પાંચેક હજાર વર્ષ પહેલાં અહીં રેતીનો
ભરાવો થવા માંડ્યો હતો. ગલ્ફ સ્ટ્રીમનો
પ્રવાહ તો ક્યારનો તળિયાના કાંપને
ઉત્તર તરફ ધકેલતો હતો અને તે કાંપનો
થર તળિયે જ ખંડીય છાજલી પર સપાટ
રીતે પથરાયેલો રહેતો હતો. ઇ. સ. પૂર્વે
૩૦૦૦ ના અરસામાં લાબ્રાડોરના સામા
આવતા પ્રવાહે વધુ જોર પકડ્યું. સેન્ટ
લોરેન્સના અખાત વાટે પોતાનોય અઢળક
રેતાળ કાંપ તે ઘસડી લાવવા માંડ્યો. હવે
સામસામા બેય પુરવઠાનો કશેક તો
ખડકલો ભેગો થાય એ નક્કી જ હતું. સૌ
પ્રથમ સાગરના પેટાળમાં રેતી જમા થતી
રહી. ક્રમશઃ તેનું લેવલ વધતું ગયું અને
છેવટે ટાપુના સ્વરૂપે એ ઢગ બહાર
ડોકાવા લાગ્યો.
આ સ્વરૂપ તદન છેતરામણું હતું.
વહાણો માટે તો ફસામણના છટકા જેવું
હતું, કારણ કે હિમટેકરીની માફક રેતીનો
બહાર દેખાતો ભાગ તો નહિવત જેટલો
હતો. બાકી ચારેબાજુ સમુદ્રમાં ફલાંગો
સુધી રેતી પથરાયેલી હતી. કાંઠાથી પોણા
ચારસો મીટર છેટે ઊંડાઇ માપો તો ૩
મીટર કરતાં વધુ નહિ--અને તેમાં પણ
જો ભારે તોફાનના સમયે મોજાંએ ક્યાંક
અંદરખાને રેતીના ટેકરા બનાવ્યા હોય
તો કદાચ એટલા ભાગમાં ઊંડાઇ ચારેક સેન્ટિમીટર કરતાં વધુ નહિ ! જળસપાટી
નીચે સહરાના રણ જેવો જ ભૌગોલિક દેખાવ રચાયો એમ ધારી લો. પવનના
એકધારા સૂસવાટાને કારણે રેગિસ્તાનનું દૃશ્ય એકસરખું રહેતું નથી. આજે જ્યાં
રેતીનો ખડકલો હોય ત્યાં કાલે ખાડો પણ જોવા મળે અને પછી ખાડાને ઠેકાણે
ખડકલો પણ બને. સેબલ ટાપુ ફરતે સમુદ્રનાં મોજાં એ જ રીતે પવન જેવું ધોવાણ
વચ્ચે આવ-જા કરતાં વહાણો માટે બ્લેક હોલ સમાન બન્યો. એક વાર રેતીમાં
વહાણ ખૂંપ્યું એટલે ગેરન્ટી કે હંમેશ માટે ખૂંપ્યું !
ઇ.સ. ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલમ્બસે ‘નવી દુનિયા’ શોધી કાઢ્યા પછી ખરેખર
ગોઝારી હોનારતો બનવા લાગી. યુરોપિયનો તે નવા મુલકમાં હંમેશ માટે વસી
જવા પોતાની સંપૂર્ણ માલમત્તા સાથે ઍટલાન્ટિક પાર હંકાર્યા, તો બીજાં કેટલાંક
વર્ષ બાદ અમેરિકા તથા યુરોપ વચ્ચે હંમેશનો વેપાર શરૂ થયો. સામુહિક સ્થળાંતર
કરનારા અંગ્રેજ, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્કોટિશ, જર્મન, પોર્ટુગિઝ, ડચ વગેરે યુરોપિયનો
પોતાની બધી ઘરવખરી વેચીને માત્ર સોનામહોરોની પોટલી સાથે નીકળી પડતા
હતા, કેમ કે નવા મુલકમાં ચલણી નાણું હજી ન હોવાને કારણે લેવડદેવડનું
એકમાત્ર માધ્યમ સોનું હતું. યુરોપ-અમેરિકા વચ્ચે ચાલતા વેપારમાં માલની
કિંમત પણ મુખ્યત્વે સોના વડે ચૂકવાતી હતી.
આ પ્રકારનાં વહાણોનો ટ્રાફિક શરૂ થયો ત્યારે સેબલ ટાપુ પોતાનો કાતિલ
પરચો બતાવવા માંડ્યો. દુર્ભાગ્યે ટાપુનું ભૌગોલિક સ્થાન પણ બિલકુલ જહાજી
ધોરીમાર્ગમાં, એટલે રાત્રિના અંધકાર વચ્ચે તેના છીછરા તળિયે વહાણનું પેટાળ
છીતી જાય અને પછી વહાણ પોતે હંમેશ
માટે રેતીના છટકામાં ફસાય એ જાતના
પ્રસંગો વારંવાર બનતા રહ્યા. દિવસે પણ
ધુમ્મસનું આવરણ સેબલ ટાપુને ઓઝલ
રાખતું હતું. થોડા ઘણા ચોખ્ખા હવામાનમાંય
એ ટાપુને જોવો મુશ્કેલ હતો, કારણ કે
તરાપાની જેમ તેનું લેવલ સપાટ હતું--અને
માત્ર ટાપુનાં દર્શન થાય એ પણ શા કામનું?
વહાણો માટે જોખમ તો ટાપુ ફરતેના
વિસ્તારમાં હતું કે જ્યાં ખંડીય છાજલી પર
લાખો ટન રેતીના ક્વિકસેન્ડ જેવા થર
છવાયેલા હતા. 
ક્વિકસેન્ડ કહેવાતી રેતીમાં પડનાર
માણસ બહાર નીકળવા માટે જેટલાં વધુ
ફાંફાં મારે એટલો વધુ અંદર ખૂંપતો જાય
અને છેવટે એમાં જ તે દફન પામે. સેબલની
રેતીના ખરાબે ચડી જતાં વહાણોની પણ એ
જ દશા થતી હતી. ધુમ્મસિયા દિવસે કે
અંધારી રાત્રે સઢવાળું વહાણ રેતીના ઢગ
સાથે અચાનક ટકરાયા પછી એકધારો ફૂંકાતો
પવન તેના સઢો પર સતત દબાણ ચાલુ
રાખતો હતો, એટલે તે વધુ ને વધુ ખૂંપ્યા
કરતું હતું. આ હાલતે રેતીમાં જકડાયેલું
વહાણ તદન લાચાર હોય, કેમ કે સમુદ્રનાં
તોફાની મોજાં સમય જતાં તેના સાંધા તોડી
નાખે. ભરતીના જુવાળ વખતે ઉછળતાં મોજાં
તેના ઉપર ફરી વળી રેતીના કણો બિછાવતાં
રહે, માટે વહાણ તેમના ભાર હેઠળ ક્રમશઃ
ડૂબતું જાય અને વર્ષો બાદ એટએટલી રેતી
જમા થાય કે તેના બોજા નીચે આખા
વહાણનું માળખું પડી ભાંગે. દબાયેલા અને
કચડાયેલા માળખા પર વળી ઓર રેતી
જામતી રહે, એટલે સરવાળે આખું વહાણ
જાણે ક્વિકસેન્ડમાં જ ગરક થયું હોય એમ
હંમેશ માટે દફન પામે.
અમેરિકા તથા યુરોપ વચ્ચે હંકારતાં
દુર્ભાગી વહાણો માટે સેબલ ટાપુ આમ
સ્મશાનઘાટ બન્યો. આજથી ત્રણસો-ચારસો વર્ષ પહેલાંના યુગમાં સંદેશાવ્યવહારનું
એકેય સાધન ન હતું. પરિણામે ઍટલાન્ટિક મહાસાગર ઓળંગવા રવાના થયેલું
વહાણ અનેક મહિનાઓ સુધી પાછું ન ફરે ત્યારે અનુમાન જ કરવાનું રહે કે તેને
માર્ગમાં ક્યાંક અકસ્માત નડ્યો હોવો જોઇએ. સેબલ ટાપુએ જો વહાણને સકંજામાં
લીધું હોય તો એ વાત કદી જાણી
શકાય નહિ. અહીં છીતી જનાર
વહાણના નાવિકો વહેલામોડા
અચૂક મરતા હતા. ઉજ્જડ, ભેંકાર
અને રેતાળ ટાપુ પર સહીસલામત
પહોંચી ગયા પછીયે ત્યાં
ખોરાકપાણી જેવું મળે શું ?
સેબલની ભૂગોળનો અભ્યાસ
કરનાર એક જાણકાર કહે છે કે,
‘ફસાઇ પડેલા ઘણા ખરા નાવિકો
આખા ટાપુ પર રખડ્યા બાદ
નિરાશ હૃદયે તેમના આફતગ્રસ્ત
વહાણમાં પાછા ફરતા હતા.
ડૂબકી મારીને
વારંવાર
વહાણમાંનો બચેલો ખોરાક
શોધતા હતા, પણ અંતે ભૂખ અને
ખાસ તો તરસને લીધે તેમણે
મરવાનું થતું હતું.’
આ ટાપુ અઢારમી સદીના અંત
સુધીમાં લગભગ ૪૦૦ વહાણોનો
કાળ બન્યો, માટે તેનું નામ પડ્યું
ધ ગ્રેવયાર્ડ ઑફ ધ ઍટલાન્ટિક.’
હવે તે ટાપુ સાગરખેડુઓ માટે
છાનો ન રહ્યો. સૌ પામી ગયા કે
ભૂતકાળમાં જે વહાણો ભેદી રીતે
લાપત્તા થયાં તેમને સેબલ ટાપુએ
જ ‘ગૂમ’ કર્યાં હતાં અને હવે તે
વહાણોના અવશેષો ટાપુ ફરતે
છીછરી ખંડીય છાજલી પર અહીં
તહીં પડ્યા હશે. અવશેષો ભેગો
ખજાનો પણ હોય એમ ધારી
કેટલાય સાહસિકો તે દલ્લો શોધવા
માટે વહાણોમાં બેસીને નીકળી
પડ્યા. પરિણામ એ આવ્યું કે
ગોઝારા ટાપુએ ગળેલાં વહાણોનો
સ્કોર થોડા વખતમાં વધીને ૫૦૦
નો થયો ! કરોળિયાના જાળામાં
ફસાયેલા એક જીવડાને તૈયાર
માલ સમજી તેને ખાવા માટે બીજું જીવડું
ત્યાં જાય તો એ પણ ફસાયા વગર રહે
ખરૂં ? ખજાનાનો લોભ મોટા ભાગના
સાહસિકો માટે જીવલેણ નીવડ્યો.
 ઇ. સ. ૧૮૭૩ માં કેનેડાની સરકારે
છેવટે સેબલ ટાપુના પૂર્વ તથા પશ્ચિમ
છેડે અકેક દીવાદાંડી બાંધી. લાઇફબોટનાં
સ્ટેશનો પણ ગોઠવ્યાં. નાવિકો
માટે તેણે કાયમી સૂચના જાહેર કરી કે,
‘વહાણ જો સેબલ ટાપુના કાંઠે રેતીમાં
છીતી જાય તો કાંઠે જવાનો પ્રયત્ન કરવો
નહિ. વહાણની બચાવનૌકા પાણીમાં
ઉતારવાને બદલે કાંઠાના રક્ષકો તેમના
સપાટ તળિયાની હોડીમાં બેસીને આવે
ત્યાં સુધી થોભવું.’ દીવાદાંડી સ્થપાયા
બાદ દરિયાઇ હોનારતોનું પ્રમાણ જરા
ઓછું થયું, પરંતુ તે કેટલો વખત ?
સેબલના બેઉ કાંઠે સ્થાપવામાં આવેલી
દીવાદાંડી પોતે સલામત રહી નહિ. થોડાં
વર્ષમાં ટાપુ તેમને પણ ભરખી ગયો !
સામાન્ય પ્રકારનો ટાપુ સમુદ્રસપાટીની
બહાર ડોકાતા ખડકનો બનેલો હોય અને
તે ખડક સાગરપેટાળનો જ ભાગ હોય,
એટલે તેનું સ્થાન
ટસનું મસ થવાની
મુદલે શક્યતા નહિ.
પરંતુ સેબલ ટાપુ પોતે
જેમ રેતીનો બનેલો
હતો તેમ સમુદ્ર નીચે
તેનો પાયો સુદ્ધાં
રેતીનો
ભૌગોલિક કૌતુક
પાછું એ કે ગલ્ફ
સ્ટ્રીમ અને
લાબ્રાડોરના પ્રવાહો
તેના પશ્ચિમ છેડે ધોવાણ કરતા હતા, જ્યારે પૂર્વ છેડે નવરચના કરતા હતા.
ધોવાણ જેટલું થાય એટલી જ લગભગ નવરચના થાય, માટે તેના રીઝલ્ટરૂપે ટાપુ
પોતે જાણે કે પૂર્વ દિશામાં સરકતો હતો. ઇ. સ. ૧૭૬૬ થી તેની ‘હિલચાલ’
તપાસતા સંશોધકોએ જણાવ્યું તેમ ૧૯૫૯ સુધીમાં તો એ ટાપુ પૂર્વ તરફ ૧૪.૫
કિલોમીટર જેટલો ખસ્યો હતો!
આ સ્થળાંતર પશ્ચિમ છેડાની દીવાદાંડીને ભારે પડી ગયું. ટાપુની જમીન પર
બંધાયેલી તે દીવાદાંડીના ‘પગ’ નીચેની જમીન રીતસર સરકી જવા લાગી, એટલે
વર્ષો પછી તે દીવાદાંડી ટાપુને બદલે ખુલ્લા સમુદ્રમાં હતી ! ફસકી અને લીસ્સી રેતીમાં આખરે તેણે સંતુલન
ગુમાવ્યું અને હંમેશ
માટે આડે પડખે લેટી પડી. કેનેડિયન સરકારે દૂર ખસેલા ટાપુના
પશ્ચિમ કાંઠે બીજી દીવાદાંડી ચણી, પરંતુ તેના પણ એ જ હાલ થયા.
સેબલ ટાપુ તેનેય સમુદ્રમાં રેઢી મૂકીને પોતે છેટે જતો રહ્યો. પશ્ચિમ
કાંઠે સરકારે બીજી પછી ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એમ કુલ છ
દીવાદાંડીઓ વારાફરતી ખડી કરી અને દરેકનું સરનામું વખત જતાં
બદલાયું અને સૌ છેવટે સમુદ્રભેગી થઇ. આખરે છેલ્લી વખત સ૨કા૨ે
જે દીવાદાંડીઓ ચણી તેમનું સ્થાન ટાપુના છેક સામસામા બે છેડાને
બદલે સહેજ કેન્દ્ર તરફ રાખ્યું. આકાર પણ ટેલિવિઝનના પોલાદી
મિના૨ા જેવો મજબૂત બનાવ્યો. રાત્રિનો અંધકાર જો કે ઘેરો હોય
અને તે વખતે ધુમ્મસ પાછું ગાઢ હોય ત્યારે દીવાદાંડીનો પ્રકાશ બહુ
છેટે પહોંચી શકતો ન હતો. જુલાઇ ૪, ૧૯૪૭ ના રોજ પનામા દેશનું
‘મેનહેસેટ’ નામનું માલવાહક જહાજ એવા જ વાતાવરણના પાપે
સેબલના કાંઠે ડૂબ્યું ત્યારે જહાજોને વધુ સચોટ માર્ગદર્શન આપવા
માટે કેનેડાએ રેડિઓ ટ્રાન્સમીટર સ્થાપ્યું. એ પછી ગોઝારા જહાજી
અકસ્માતોનું પ્રમાણ ઓર ઘટી જવા પામ્યું.
સતત પોતાનું સ્વરૂપ બદલ્યા કરતો સેબલ ટાપુ આજે ૩૮
કિલોમીટર લાંબો અને ફક્ત ૨ કિલોમીટર પહોળો છે. રેડિઓ
ટ્રાન્સમીટરનું અને દીવાદાંડીનું સંચાલન કરવા માટે સેબલ ૫૨ માત્ર
પંદર જણા વસે છે. કાળાપાણીની સજા જેવું એકાંત જીવન તેમણે
ગુજારવું પડે છે. હા, એક ‘કંપની’ છે--અને તે ઘોડાની ! ૧૭૩૮ માં અમેરિકા મોકલાતા કેટલાક ઘોડાનું વહાણ અહીં ડૂબેલું, જેના નાવિકો
ભૂખ્યાતરસ્યા મરી ગયા અને ઘોડા જંગલી તથા ખડતલ હોવાને
લીધે જીવતા રહ્યા. ટાપુ પર આછુંપાંખું ઘાસ તેમને મળી ગયું.
પાણીની જરૂર ન પડી, કેમ કે મૂળ વેરાન પ્રદેશના આવા ઘોડાને
ચાલી જાય એટલું કુદરતી પાણી તે ઘાસમાં જ હતું.
આ જંગલી ઘોડા આજે સેબલ ટાપુના જીવતા ટ્રેડમાર્ક તરીકે
ખૂબ જાણીતા છે--બાકી તો સમુદ્ર વચ્ચેના રેગિસ્તાન જેવા એ
ટાપુ પર બીજું છે પણ શું ? નાળિયેરીનું ઝાડ કે નાનો અમથો
છોડ સુદ્ધાં નથી. નિરંતર એટલો જોરદાર પવન ફૂંકાય છે કે તેના
સૂસવાટામાં ઝાડપાન ટકી શકતાં
નથી. માત્ર બુઠ્ઠા કદનું થોડું ઘણું
ઘાસ છૂટુંછવાયું ખીલેલું જોવા મળે
છે. એ સિવાય નજર દોડાવો ત્યાં
રેતીના ઢગ ! આ ઢગનો સીન પણ
સાંજે અમુક જાતનો હોય તો સવારે
તદ્દન જુદો. ટાપુ પર વસતા
કેનેડિયન સ્ટાફના ૧૫ માણસો
સવારે પોતાના ઘરની બારી ખોલે
ત્યારે રોજેરોજનો એકાદ નવો જ
સીન તેમને જોવા મળે છે. ૧૯૬૩
માં બનેલો એક વિચિત્ર પ્રસંગ
છેલ્લે નોંધવા જેવો છે. સેબલ પર
વસતા એક કેનેડિયન કર્મચારીએ
પોતાના ઘરમાંથી સાંજના છેલ્લી
સેબલ ટાપુ પર આજે
માણસો કરતાં ઘોડાની વસ્તી વધુ છે.
દર ત્રણ મહિને તેમના માટે ઘાસનો પુરવઠો આવે છે.
વખત બહારનું દૃશ્ય જોયું ત્યારે
પોતાના રહેઠાણની આસપાસ
રેતીના ટેકરા ખડકાયેલા, પરંતુ
રાતભર એટલો પવન ફૂંકાયો કે
સવારે તેને ઊંચા ટેકરાને બદલે ઊંડા ખાડા મળી આવ્યા. એક ખાડામાં માનવ
હાડપિંજર સૂતેલું હતું. ઇ. સ. ૧૭૬૦ ના વર્ષની છાપવાળા સિક્કા તેની નજીક
પડ્યા હતા, જે તેણે કદાચ પરચૂરણ તરીકે સાથે રાખ્યા હતા. મૃત્યુ પામેલો એ
માણસ એકાદ કમનસીબ વહાણનો ખલાસી હતો, જેણે ૨૦૦ વર્ષ પહેલાં
ભૂખ્યાતરસ્યા મરવું પડ્યું હતું.
સેબલનું હવામાન અત્યંત તોફાની છે. જુલાઇનાં ફક્ત ત્રણ અઠવાડિયાં દરમ્યાન
વાતાવરણ શાંત હોય છે. કેનેડિયન સરકાર વર્ષમાં ચાર વખત તેની નૌકાઓને
ખોરાકપાણીનો અને ઘોડાઓ માટે તાજા ઘાસનો સપ્લાય પહોંચાડવા માટે સેબલ
મોકલે છે. આ સફર પણ જોખમી હોય છે. નૉવા સ્કોશિયાથી ટાપુનું અંતર માંડ
૧૬૦ કિલોમીટર હોવા છતાં પ્રવાસ ખેડવામાં ૧૪ કલાક વીતી જાય છે, કેમ કે
છીછરી અને છેતરામણી રેતી વચ્ચે સલામત માર્ગ જડી આવવો સહેલો નથી.
અલબત્ત, નૌકા લાંગરે તે દિવસ જાણે કે ટાપુવાસી માણસો અને ઘોડા માટે ણ
ઉત્સવ જેવો હોય છે. માણસોને ટપાલો, વર્તમાનપત્રો, કપડાં, રોજવપરાશની
ચીજો અને કેક જેવી ખાદ્ય ચીજનો લ્હાવો મળે છે, તો ટાપુવાસી જંગલી ઘોડાઓ
માટે તાજા ઘાસની ૧૨૫ ગંજીઓ હાજર થાય છે.
માનવવસ્તી સ્થપાયા બાદ આજનો
સેબલ ટાપુ સાવ જુદો છે. દિશાસૂચનનાં
અદ્યતન ઉપકરણોથી તે સજ્જ છે, એટલે
એકેય જહાજ ત્યાં ભૂલમાં આવી ચડતું
નથી.
​