Santaan ni Bhookh - 1 in Gujarati Classic Stories by Urmi Sonagara books and stories PDF | સંતાન ની ભૂખ - ભાગ 1

Featured Books
  • Mafia King - 9

    दिन बीतते गए और अंकिता व परी की बचपन की दोस्ती फिर से परवान...

  • स्वयंवधू - 68

    68. अलविदा वृषाली...खून से लतपथ कमरे में दोनों लहू में रेम ए...

  • सफलता के 24 अध्याय..(Book Review)

    सफलता के 24 अध्यायसोनू शर्मा की पुस्तक  'सफलता के 24 अध्...

  • ऐसे बरसे सावन - 29

    अभिराम  - पांडे (ड्राइवर) ,जिप्सी को पहले रानी दुर्गावती विश...

  • K Drama Obsession

    "तुम्हारे साथ बिताया हर लम्हा खूबसूरत था। क्योंकि मौसम अच्छा...

Categories
Share

સંતાન ની ભૂખ - ભાગ 1

કહેવાય છે ને કે જિંદગી માં માણસ ને ઘણી ભૂખ હોય છે , જેવી કે પૈસા , નામ , સાનો , શોરહત , કોઇ ખાસ મંઝિલ ની તલાશ , એવી જ એક છે સંતાન ની ભૂખ કે આપડા પછી વારસ દાર કોણે બનાવું શું મારી સંપતિ એમ નમ જ જવા દેવાય , કોઈ મારું લોહી તો હોવું જોય કા બાકી તો શું કાંઈ થાય જ નય આગળ કેમ સાચું કે ખોટું ...???? 

કહેવાય છે ને કે જાતે નર્યા તે સુખ પામ્યા પરંતુ , હકીકત માં બધા ની માન્યતા અલગ અલગ હોય ને માતા પિતા નું પ્રથમ અને અંતિમ સુખ તો તેના સંતાનો જ હોય છે .. 

આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે જે હું આપ સમક્ષ વાસ્તવિક રીતે રજૂ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો , જો કોઈ ભૂલ રહી જાય તો ભૂલ ચૂક માફ કરજો ,, 

લગ્નગ્રંથી બધા માટે ખુબ મહત્વ ની હોય છે તેમ આ દંપતી માટે પણ તે નવી અનુભુતી નો અનુભવ ખૂબ ખાસ હતા . 

બહુ પેહેલા ની વાત છે , જસદણ ગામે એક મધ્યમ વર્ગીય માતા પિતા રહેતા તેમના ત્રણ પુત્ર હતા . મોટા સુરેશ વચલો મગન ને નાનો મોહન . 

પિતા ની ખેતી હતી બાપ દાદા ની એટલે વારસા માં કાઈ મળે કે ન મળે ખેતી તો પાકી જ હતી એટલે બધા દીકરા ને ખેતી તો શિખવી જ હતી . 

માતા અને પિતા નો સ્વભાવ ખૂબ શાંત અને લાગણીશીલ હતા . કોઈ દિવસ કોઈ ને કંઈ પણ રોક ટોક ન કરતા અને સમાજ માં પણ નામ હતું . 

તેમ તેમ સમય જતો રહ્યોં સમય ને જતા શું વાર લાગે , ત્રણેય દીકરા મોટા થયા હવે આયવુ લગ્ન નું ટાણું , મોટા દીકરા લગ્ન નકી થયા ગુંજન નામ  ની છોકરી સાથે અને નાનો અને વચલો દીકરો મિલિટરીમાં માં ભરતી થયા એ બને ન લગ્ન પણ સાથે જ થાય કેમ કે એક સાથે થાય તો લગ્ન ના ખર્ચો ઓછો આવે ને એક તો એ સમય માં લગ્ન કરવા એટલે આપડી બધી પૂંજી વાપરી ને કાંડા ની કમાણી ને વાપરવા ની તો જેમ બને તેમ ઓછો ખર્ચો જ કરતા . 

 સુરેશ ના લગ્ન ગુંજન સાથે થાય અને  મગન ના લગ્ન વનિતા સાથે ને મોહન ના કાવેરી સાથે થયા . પિતા ની તો બધી જવાબદારી પૂરી . હવે આવે સંતાનો નો વારો નાના દીકરા મોહન ની વહુ ઘરે નથી આવી કેમ કે એનું આણું બાકી હતું , તો દીકરા મોહન એ પિતા ને વાત કરી કે તમે સસરા ને વાત કરો ને તો કાવેરી ને વહેલી મોકલી દે ને તો મારે લડાઈ મેં જવું ન પડે પણ કહેવાય ને કિસ્મત ને જે મંજૂર હોય તેજ થાય આપડા કરવા થી કે ન થઈ શકે , એના પિતા ને લાગ્યું આ મજાક કરે છે તો એને કીધું નય અને મોહન ને લડાઈ માં જવા થયું . 

લડાઈ માં દુશ્મનો ની સાજિસ માં ફસાઈ ગયા ને ગાડી માં બોમ રાખી દીધા ને બોમ્બ ફૂટ્યા એટલે દેશ માટે શહીદ થાય ગયા આને એના પિતા નું નામ રોશન કર્યું . વચલા દીકરા ની જિંદગી તો બરાબર હાલતી એને તો એની પત્ની મળી ગઈ એને થોડા વરસે છોકરા પણ થયા . 

વાત હવે છે કે મોટા દીકરા નું શું ?? સુરેશ અને તેની પત્ની ગુંજન નું જીવન જોઈ એ વાત છે આજ થી ત્રીસ વરસ પહેલા ની ગુંજન અને સુરેશ નો પ્રેમ ભર્યો સબંધ પાંગરવા લાગ્યો દિવસે ને દિવસે બને એક બીજા માટે જાણે જીવવા લાગ્યા હોય .

ગુંજન ના સ્વભાવ ખૂબ સરસ અને શાંત , આંગણે આવયા  એ તરસ્યા ને પાણી ને ભૂખ્યા ને રોટલો આપે , મહેમાનો ને મીઠો આવકારો આપે જાણે સરસ્વતી એના ગળા માં બેઠા હોય . અને ગુણ થી લક્ષ્મી છે , કોઈ પણ ભૂલ ન કાઢી લે તેના કામ ની બધી ખેતી કરતી કોઈ મૂલી પણ ન કેહવુ પડતું ઘર નું કામ ખેતર નું કામ તેમણે બે ગાય છે એનું વસિંદુ બધું એકલી કરી લે એ પણ બવ ઝડપી ને ચોખ્ખું 

તેના સાસુ સસરા ને પણ વહુ ખૂબ વહાલી લાગતી કારણ કે તેમની કોઈ દીકરી નથી ને તો તેમને તેમની વહુ માં જાણે એની દીકરી ભગવાન આપી એવું લાગતું . 

પિતાની પાસે કોઈ અપેક્ષાં ન રાખતી કે મને આટલું આપશે કે એને બસ તેના સાસુ સસરા ખુશ રહેવા જોય ને તેના પતિ પરમેશ્વર અને તેનો પરિવાર . 

પછી મોહન ના શહીદ થયો એટલે તેની પત્ની તો ઘરે આવે નહીં એટલે તેનું બીજું ઘર કર્યું એની કિસ્મત માં.પણ એવું જ લખ્યું કે બીજી વાર પણ તેને મિલિટ્રી વાળો પતિ મળ્યો. 

એટલે હવે તો માતા પિતા ને તેના બે દીકરા પાસે જ આશા હતી વચલો દીકરો મિલિટરીમાં થી રિટાયર થયો ને તેના પરિવાર સાથે જય નોકરી મળી ત્યાં રહેવા ચાલ્યો ગયો . 

મોટા દીકરા અને વહુ પાસે જ માતા પિતા ને અપેક્ષા હતી કે તે આમનું ધ્યાન રાખશે . બને ન લગ્ન ને એક વરસ થયું ગુંજન ના ખોળા ભરત નો સમય આવ્યો . 

જોઈએ હવે આગળ શું ઈશ્વર ની ઇચ્છા છે જે દરેક ને માનવા ની હોય છે એવી કે કિસ્મત ની રેખા જેના લીધે ગુંજન નું જીવન માં પરિવર્તન આવે ???