Bird flu massacre in Gujarati Health by Gautam Patel books and stories PDF | બર્ડ ફ્લુનો નરસંહાર

Featured Books
  • వెంటాడే నీడలు - 6

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • THE GHOST - 2

    **రామ్** బైక్‌పై వెళుతూ ఉంటే, సడన్‌గా కొంతమంది రౌడీలు వచ్చి...

  • వెంటాడే నీడలు - 5

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 11

    Part - 1102-జులై-2018మద్యాహ్నం 2:10 గంటలునిత్యం పర్యాటకుల సం...

  • యంత్రం వెనుక మనసు - 13

    "ఇంకేం చేస్తాం అమ్మ.. ఈ అర్ధరాత్రి పూట ఎవరు తింటారు? తీసుకెళ...

Categories
Share

બર્ડ ફ્લુનો નરસંહાર

જ્યારે વિશ્વયુદ્ધ કરતાં પણ મોટું સંકટ મંડાયું હતું. 🦠​ 'સ્પેનિશ ફ્લુ'ની સંપૂર્ણ સત્યકથા. 🏥​અમેરિકાનો જાણીતો અર્થશાસ્ત્રી (તેમજ પ્રમુખહેરી ટુમનનો ભાવિ વાણિજ્યમંત્રી) ચાર્લ્સ સોયર ન્યૂ યોર્કના બારામાં સૈનિકવાહક જહાજના તૂતક પર આરામખુરશી ઢાળીને તેના મિત્ર સાથે બેઠો હતો. જહાજફ્રાન્સ જવા માટે ઉપડવાની તૈયારીમાં હતું. ઊતારૂઓ માટે બનેલા જહાજમાં અત્યારે સામાન્ય પેસેન્જરો બહુ ઓછા હતા. પર્યટકો તો બિલકુલ નહિ. સૈનિકોનીપલટણો વારાફરતી ચડી રહી હતી, કેમ કે યુરોપી ભૂમિ પર ચારેક વર્ષ થયે ખેલાતું પ્રથમ વિશ્વયુદ્ધ તેના અંતિમ દોરમાં હતું અને બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ, ગ્રીસ વગેરે મિત્ર રાષ્ટ્રોનાં લશ્કરો સાથે મળીને અમેરિકન સેના કૈઝર વિલ્હેમના જર્મની સામે છેલ્લો નિશ્ચયાત્મક સંગ્રામ ખેલી લેવા માગતી હતી. ૧૯૧૮ ની ગ્રીષ્મ ઋતુનો સમય એ માટે અનુકૂળ હતો, એટલે જહાજો મારફત નવા સૈનિક-કાફલા યુરોપ મોકલવામાં આવી રહ્યા હતા.ચાર્લ્સ સોયરનું જહાજ રવાના થાય એ પહેલાં નાવિકો ત્રણ શબપેટીઓ તૂતકના કઠેડા પાસે મૂકી ગયા. સરળ રીતે કરાયેલી હેરફેર જોતાં તે ખાલીજણાતી હતી. સોયરને તેમજ એના મિત્રને નવાઇ લાગી. જહાજે લંગર ઉપાડ્યા પછીયે શબપેટીઓ જ્યાંની ત્યાં રહી ત્યારે વધુ નવાઇ લાગી. આ પૂર્વતૈયારીકોના માટે હતી ?જવાબ મળવામાં બહુ વિલંબ ન થયો.ઍટલાન્ટિક પારની બે સપ્તાહ લાંબી યાત્રાનાહજી તો માંડ બે દિવસ વીત્યા એવામાં પહેલીશબપેટી વાપરવાનો સમય આવી ગયો. એકમૃતદેહ તેમાં બંધ કરી નાવિકોએ તેનેજળસમાધિ આપી. થોડા કલાકો પછી બીજીઅને ત્યાર બાદ ત્રીજી શબપેટી પણ સમુદ્રમાંદફન પામી. ચાર્લ્સ સોયરને જાણવા મળ્યું કેત્રણ અમેરિકન સૈનિકો ચેપી ફલુમાં પટકાયાહતા અને ચેપ જીવલેણ નીવડ્યો હતો. પ્રવાસદરમ્યાન આવું બની શકે એમ ધારીને જશબપેટીનો બંદોબસ્ત કરાયો હતો.સમય વીત્યો તેમ ખુવારીનો આંક વધતોગયો. એકેય શબપેટી હવે ન હતી, એટલેનાવિકોએ મૃતદેહોના પગે વજનિયાંબાંધી તેમને સમુદ્રમાં ઉતારી દીધા. બારેકદિવસ પછી વજનિયાં પણ ખૂટી પડ્યાંત્યારે મૃતદેહોને જહાજના પાછલા તૂતકપર હરોળબંધ લેટાવવામાં આવ્યા, જ્યાંપવનની લહેરો ફલુના ચેપી જીવાણુઓનેવધુ પાછળ સમુદ્ર તરફ ઘસડી જાય અનેજહાજમાં વધુ ચેપ ન ફેલાય તેવી લશ્કરીઅફસરોને તેમજ કપ્તાનને આશા હતી.કમનસીબે એવું ન બન્યું. બીજા ત્રણદિવસ બાદ જહાજ ફ્રાન્સના સેન્ટ નેઝેરબંદરે પહોંચ્યું ત્યારે આગળ-પાછળનાંબેય તૂતકો પર મૃતદેહો ખડકાયા હતા.દોઢસોથી પોણા બસ્સો સૈનિકો તેમજનાવિકો માર્યા ગયા હતા. બીજા અનેકજણા ચેપગ્રસ્ત હતા.આ ગોઝારી સમુદ્રી યાત્રાનો બનાવન અમેરિકામાં ગાજ્યો કે ન ફ્રાન્સનાંઅખબારોએ તેને ચમકાવ્યો. ઉપેક્ષાનુંકારણ એ કે યુદ્ધે ચડેલા બધા દેશોમાંવર્તમાનપત્રો પર સેન્સરશીપના અંકુશોહતા. પ્રજામાં ગભરાટ ફેલાવતાસમાચારો છાપવા સામે પાબંદી હતી.ઇન્ફ્લુએન્ઝાની બિમારી ધીમે ધીમેમહામારીનું સ્વરૂપ પકડી રહી હતી, છતાંઅમેરિકામાં તેમજ યુરોપી દેશોમાં ઘણાખરા લોકોને તેની વ્યાપકતાનો ખ્યાલન હતો. મૃત્યુના ટકોરા જેમના બારણેપડે તેમના સિવાય બીજા લોકો ચેપી ફલુસાથે પોતાને કશી નિસ્બત હોવાનુંમાનતા ન હતા. આમેય ચારવર્ષ લાંબી કસોટીના અંતેપૂર્ણાહૂતિના આરે પહોંચેલાવિશ્વયુદ્ધમાં સૌને વધુદિલચસ્પી હતી. છેવટે જૂન,૧૯૧૮ સુધીમાં જ્યારે સ્પેનના ૮૦ લાખનાગરિકોને ફલુનો ચેપ લાગ્યો અને દ૨મહિને સરેરાશ ૨,૦૦૦ જણાનોખુવારીઆંક વધીને ઓચિંતો બમણો થયોત્યારે પહેલીવાર એ રોગનો વાસ્તવિકચહેરો પ્રકાશમાં આવ્યો. સ્પેન પ્રથમવિશ્વયુદ્ધમાં સંડોવાયું ન હતું, એટલે ત્યાંસેન્સરશીપ ન હતી. સ્પેનિશ વર્તમાન-પત્રો દરેક આધારભૂત સમાચારછાપવાને મુક્ત હતાં. ઇન્ફ્લુએન્ઝાનાદેશવ્યાપી રોગચાળાને તેમણે એટલીપ્રસિદ્ધિ આપી કે બીજા યુરોપી દેશોનાતેમજ અમેરિકાના લોકોએ તે આપત્તિનેસ્પેનની પેદાશ ગણી લીધી. આ રોગનેસ્પેનિશ ફ્લુ નામ આપી દેવામાં આવ્યું.હકીકતે રોગ સ્પેનમાં નહોતો ઉદ્ભવ્યો.ઉદ્ભવસ્થાન ઘણું કરીને અમેરિકાહતું. અમેરિકામાં કદાચ ત્યાંના કેન્સાસરાજ્યની ફોર્ટ રિલે ખાતેની લશ્કરીછાવણી, જ્યાં એ છાવણીના જ પૉલ્ટ્રીફાર્મનો વિષાણુ પોતાનો આકારપ્રકારબદલીને સૈનિકોનાં ફેંફસાંમાં બર્ડ ફ્લુનાન્યૂટન્ટ વાઇરસ તરીકે દાખલ થતો હતો. પ્રોટિનનું બાહ્ય કવચ તેણેમાનવશરીરના કોષરૂપી તાળામાં બંધબેસતી ચાવી તરીકે ફીટ થાયએ રીતે બદલી નાખ્યું હતું. વાઇરસે bird-to-human નો જમ્પ ચોક્કસકયા અરસામાં લગાવ્યો તે કોને ખબર, પણ માર્ચ ૧૧, ૧૯૧૮ નારોજ ફોર્ટ રિલેની છાવણીમાં તેની પ્રથમ અસર જોવા મળી. એકસૈનિકે ફોજના તબીબ સમક્ષ તાવની, માથાના દુખાવાની અને ગળામાં સોજાનીફરિયાદ કરી. દિવસ પૂરો થાય એ પહેલાં તેના જેવા ૧૦૦ કરતાં વધુ કેસોનોંધાયા અને મહિનો પૂરો થાય એ પહેલાં ૧,૧૦૦ સૈનિકો માંદગીના બિછાનેપટકાયા, જેમાંથી ૪૬ જણા મૃત્યુ પામ્યા. એકનો ચેપ ખાંસી અને છીંક મારફતબીજા અનેકને લાગ્યો હતો.ફોર્ટ રિલેની લશ્કરી છાવણીને આસપાસના વિસ્તારોથી અલિપ્ત રાખવાનીતકેદારી લેવામાં આવી હોત અને તેના સૈનિકોને છાવણીમાં જ રહેવાનું ફરમાનઆપ્યું હોત તો માનવ તવારીખની સૌથી વધુ ખુવારીજનક મહામારી કદાચ ટળીજાત, પણ તેને બદલે તદ્દન વિપરિત કાર્યો થયાં. પશ્ચિમ યુરોપમાં લડતા અમેરિકીલશ્કરના સેનાપતિ જનરલ જહોન પર્જિંગને વિશ્વયુદ્ધના આખરી જંગ માટે વધુસૈનિકોની જરૂર હતી. માર્ચ, ૧૯૧૮ માં તેની માગણીને અનુસરી ૮૪,૦૦૦સૈનિકોને અને ત્યાર બાદ એપ્રિલ, ૧૯૧૮ માં બીજા ૧,૧૮,૦૦૦ સૈનિકોનેયુરોપ મોકલવામાં આવ્યા. આમાં લગભગ ૩૦,૦૦૦ સૈનિકો ફોર્ટ રિલેનીછાવણીના હતા. ઘણાને ફલુનો ચેપ લાગી ચૂક્યો હતો. છાવણીથી નીકળીને રેલ્વેમારફત બંદર સુધી જતી વખતે તેમણે ટ્રેનના કર્મચારીઓને ચેપ લગાડ્યો અને તેકર્મચારીઓ વળતી મુસાફરી ખેડીને અમેરિકાના ભૌગોલિક કેન્દ્ર જેવા કેન્સાસરાજ્યમાં પાછા ફર્યા ત્યારે પોતાની સાથે ફલુના વાઇરસ પણ લેતા ગયા.બીજી તરફ યુરોપ જવા નીકળેલાં જહાજો પર તૂતક નીચેના બંધિયારફાલકામાં ચેપગ્રસ્ત સૈનિકો દ્વારા નિરોગી સૈનિકોને ફલુની બિમારી ભેટ મળીઅને યુરોપના મોરચે તમામ અમેરિકન સૈન્ય જ્યારે બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ,ગ્રીસ વગેરે મિત્ર રાષ્ટ્રોનાં લશ્કર સાથે હળીભળી ગયું ત્યારે ફલુના પ્રાણઘાતકવાઇરસને મહેમાનગતિ ભોગવવા માટે લાખો નવા યજમાનો મળ્યા.અમેરિકન સૈન્યમાં ફલુનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં થયો, એટલે થોડા વખતમાં લશ્કરી છાવણીઓ સારવાર કેન્દ્રોમાં ફેરવાઇવિશ્વયુદ્ધ કરતાં પણ વધુમાનવખુવારી કરનાર મહામારીના‘વૈશ્વિકરણ’ની હજી તો એ શરૂઆતહતી. પહેલું વિશ્વયુદ્ધ એકંદરે યુરોપીભૂમિ પૂરતું સીમિત રહેવા છતાંઅમેરિકા ઉપરાંત બ્રિટન, કેનેડા,ઑસ્ટ્રેલિયા, ભારત વગેરે મળીનેત્રણેક ડઝન દેશોના સૈનિકો ત્યાંભેગા થયા હતા. લડાઇના અમુકમહિના પછી થાકેલા અને ઘવાયેલાસૈનિકોની ટુકડીઓ તેમના વતનેપાછી ફરે, એટલે તેમનું સ્થાન લેવામાટે જે તે દેશની નવી સૈનિક-ટુકડીઓને જહાજો મારફતયુરોપ મોકલાતી હતી. સપ્ટેમ્બર,૧૯૧૮ના ‘આખરી જંગ' પહેલાં બધાં મિત્ર રાષ્ટ્રોએ સશસ્ત્ર નવાસૈનિકોની બદલીમાં તેમના અનેક થાક્યાપાક્યા સૈનિકોને પાછાતેડાવ્યા ત્યારે ફલુનો રોગચાળો એકાએક જગતના દરેક ખૂણા સુધીફરી વળ્યો. આ બીજો જુવાળ પ્રથમ કરતાં વધુ જીવલેણ સાબિતથયો, કેમ કે સ્વદેશાગમન પછી ચેપ ફેલાવી શકતા બિમાર સૈનિકોલાખોની સંખ્યામાં હતા. સંખ્યા ચોક્કસ કેટલી તે કહેવું તો મુશ્કેલ હતું, પણ થોડોઘણો ખ્યાલ એ વાતે મળી શકે કે સપ્ટેમ્બર ૧ થી શરૂ કરીને નવેમ્બર ૧૧ ના રોજથયેલા યુદ્ધવિરામ સુધીમાં યુરોપી મોરચે અમેરિકાના૩૫,૦૦૦ સૈનિકો રણમેદાને મર્યા ત્યારે અમેરિકામાં૨૨,૦૦૦ સૈનિકો ફ્લુને કારણે મૃત્યુ પામ્યા. આબધા સૈનિકો યુરોપથી પાછા આવ્યા હતા--અનેમરતા પહેલાં તેમણે ફલુનો ચેપ વ્યાપક રીતે ફેલાવ્યોન હોય એ માનવા જેવું ન હતું. બીજે મહિનેખલનાયક વાઇરસનો તરખાટ એ હદે પહોંચ્યો કેએકલા ન્યૂ યોર્ક શહેરમાં ઑક્ટોબર ૨૩, ૧૯૧૮ના રોજ ચોવીસ કલાક દરમ્યાન ૮૫૧ લોકોનોતેણે ભોગ લીધો.આ મહારોગ સામે અમેરિકન પ્રજા અનેપ્રશાસન બન્ને લાચાર હતા. ઇન્ફ્લુએન્ઝાવિષાણુજન્ય રોગ છે એ સ૨કા૨ી તબીબોને ખબરન હતી, બલકે એ જમાનામાં વિષાણુ નામનીજણસનું અસ્તિત્વ જ હજી પકડાયું ન હતું. માઇક્રો- બાયોલોજિના નિષ્ણાતો ફક્ત બૅક્ટીરિઆને ઓળખતા હતા. લુ માટે પણબૅક્ટીરિઆ જવાબદાર હોવાનું ધારી લેવામાં આવ્યું, પરંતુ એવી ભૂલભરેલીધારણા બાંધ્યા પછી ફલુનો ચેઇન રિએક્શનના ધોરણે થતો ફેલાવો રોકવા માટેશું કરવું એ બાબતે તેઓ અંધારામાં હતા. પરિણામે લોકોને સાવચેતીનાં પગલાંસૂચવવાનો પ્રશ્ન ન રહ્યો. સૌનું ધ્યાન આમેય વિશ્વયુદ્ધના છેલ્લા રાઉન્ડ પર હતું.સપ્ટેમ્બર દરમ્યાન અમેરિકાનાં બધાં અગ્રગણ્ય શહેરોમાં બધું મળીને લાખોનહિ, કરોડો લોકોએ પોતાનો જુસ્સો પ્રદર્શિત કરવા Win The War For Free-dom ના બેનર હેઠળ સરઘસો કાઢ્યાં અને સાજાનરવા અનેક લોકોએ તેમાંફલુનો ચેપ વહોરી લીધો. આ જાતનો બીજો અનર્થ બીજે મહિને સર્જાયો, જ્યારે યુદ્ધ માટે ફંડફાળો ઉઘરાવવા ફરી જુલુસો નીકળ્યાં. શક્ય એટલી વધુ મેદની ઉમટેતે ગણતરીએ શિકાગોના આરોગ્યખાતાએ ત્યાંના રહીશોને ચેપથી બચવાનો સરળ ઉપાય સૂચવ્યો : ઘરે પાછા ફર્યા બાદ આખા શરીરે બરછટ ટુવાલ ઘસો અને જુલાબની બે ટિકડી લો.નવેમ્બર ૧૧, ૧૯૧૮ ના રોજ વિશ્વવિગ્રહ પૂરો થયો, સેન્સરશિપ હળવી બની અને સૌનું ધ્યાન ફલુના આંતક પર કેન્દ્રિત થયું ત્યારે સ્થિતિ નિયંત્રણનીબહાર નીકળી ચૂકી હતી. ચેપને વધુ ફેલાતો રોકવા અમેરિકન સરકારે થિએટરો બંધ કરાવ્યાં. રસ્તા પર ટોળાં ભેગા થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો અને મોઢા પરકપડાનો માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું. વાઇરસ જો કે માસ્કનાં બારીક છિદ્રો વાટે પણ નીકળી શકે એટલો સૂક્ષ્મ હતો : આશરે ૦.૦૦૧ મીલીમીટરનો.એક શહેરના મેયરે તો હસ્તધૂનન પણ ગેરકાયદે ઠરાવ્યું. ફલુની દવા ન હતી,એટલે લસણ ખાવાથીમાંડીને ગળામાં કપૂરનીપોટલીનું લોકેટ ૫હે૨વાસુધીના ગામઠી નુસખાઅજમાવાતા રહ્યા.બધું જ નિરર્થક હતું. વર્ષો પછીજણાયું તેમ વાઇરસ તેનું  બાહ્યઆવરણ બદલીને મ્યૂટન્ટ બન્યો હતો,માટે ફલુની રસી ત્યારે ઉપલબ્ધ હોત તોપણ તે ઉપયોગી નીવડે તેમ ન હતી.સપ્ટેમ્બર, ૧૯૧૮ ની આસપાસ શરૂથયેલો આંતક છેવટે કેવા વિશ્વવ્યાપીમાતમમાં ફેરવાયો તેનાં કેટલાંકઉદાહરણો :• અમેરિકાના વૉશિંગ્ટન શહેરનીસૌથી મોટી હોસ્પિટલમાં શરીરે ભૂરાપડેલા અને લોહીનાં ગળફાં કાઢતા નવામરીઝોનું એટલી મોટી સંખ્યામાંઆગમન થતું હતું કે તેમના માટે જગ્યાકરવા ભાડૂતી ડાઘુઓનેચોવીસ કલાકની ડ્યૂટી પર ત્યાં હાજરરખાયા હતા. હોસ્પિટલના આગલાદરવાજે મરીઝોને એડિમિટ કરાતા જાયતેમ પાછલા દરવાજે મૃતદેહોનો સતતનિકાલ કરવો પડતો હતો. એક સપ્તાહએવું વીત્યું કે જ્યારે ૪,૨૦૦ જણા તેહોસ્પિટલમાં સરેરાશ નવકલાકના રોકાણ બાદ મૃત્યુપામ્યા. હોસ્પિટલમાં પાંચેકકરતાં વધુ ડૉક્ટરો ન હતા,કેમ કે અસાધ્ય રોગનાદરદીઓને સારવાર આપવાનો પ્રશ્ન નહતો. માત્ર નર્સો પ્રાથમિક સુખાકારીજાળવવાનું કાર્ય બજાવતી હતી.પહેલા વિશ્વવિગ્રહમાં૮,૫૦,૦૦૦ ભારતીય સૈનિકોબ્રિટિશરાજ વતી લડ્યા હતા. યુરોપથીજેઓ પાછા ફર્યા તે પૈકી હજારો સૈનિકોપોતાની સાથે ફ્લુનો ચેપ લેતા આવ્યા.સૈનિકવાહક જહાજો મુંબઇના બારામાંલાંગર્યાં બાદ ફલુનું પ્રથમ મોજું એ શહેરપર ફરી વળ્યું. ૧૯૧૮ ના ઑક્ટોબરમાંરોજના સરેરાશ ૭૦૦ મુંબઇવાસીઓદમ તોડતા રહ્યા. અંતિમસંસ્કાર માટેલાકડાં ઉપલબ્ધ કરાવવાં માટે ગવર્નરનીહકૂમતે ખાસ ડેપો ખોલાવ્યા. ચેપગ્રસ્તસૈનિકો પોતપોતાને ગામ પહોંચ્યા એપછી તો સમગ્ર ભારત ફ્લુની લપેટમાંઆવ્યું. સપ્ટેમ્બર, ૧૯૧૮ થી જૂન,૧૯૧૯ સુધી પોતાની ઘાતક અસરદાખવતી રહેલી મહામારીએ છેવટે કેટલોજનસંહાર કર્યો તેનો ચોક્કસ આંકડો તોઅંગ્રેજ સરકાર પણ કદી જાણી ન શકી,કેમ કે દૂરદરાજનાં ગામોમાં મામલતદારોકે તહેસિલદારો મૃત્યુની નોંધણી કરવા જાય એ પહેલાં અંતિમક્રિયાપતાવી દેવાતી હતી. આખરે ૫૦,૦૦,૦૦૦ નો ન્યૂનતમ સંભવિતઆંકડો સરકારના ચોપડે દર્જ કરવામાં આવ્યો, જ્યારે બીજા અનુમાનપ્રમાણે મૃતકોની સંખ્યા એકાદ કરોડની આસપાસ હતી.♦ વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાનું ‘પિટ્સબર્ગ’ નામનું યુદ્ધજહાજદક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરમાં ફરજ બજાવતું હતું. બળતણ માટે બ્રાઝિલનારિઓડી જાનેઇરો બંદરે ટૂંકું રોકાણ કર્યા બાદ તેના નાવિકોને ફલુની અસરજણાવા લાગી. એક સપ્તાહમાં વારાફરતી ૫૮ નાવિકો મૃત્યુ પામ્યા. બીજાપચાસેક તાવમાં પટકાયા ત્યારે કપ્તાને અમેરિકાના નૌકામથકે પાછા ફરવાનુંનક્કી કર્યું. પ્રવાસને અંતે ફક્ત ૩૨ નાવિકો દેશનો કાંઠો જોવા માટે જીવંત હતા,જેમાંથી ૧૨ જણા કાંઠે પહોંચીને મર્યા.·અમેરિકામાં ૮,૦૦,૦૦૦ જણાનો, રશિયામાં ૪,૫૦,૦૦૦ નો, ઇટાલિમાં૩,૭૫,૦૦૦ નો, બ્રિટનમાં ૨,૨૮,૦૦૦ નોઅને મેક્સિકોમાં તો ૫૦,૦૦,૦૦૦ નો ભોગલેનાર ઇન્ફલુએન્ઝાનો ફેલાવો એટલી હદેવિશ્વવ્યાપી નીવડ્યો કે ચોતરફી મહાસાગરવચ્ચે અલિપ્ત જણાતા દૂરવર્તી ટાપુઓ પણઅસરમુક્ત ન રહ્યા. કેનેડાથી હંકારીનેઑક્ટોબર ૧૨, ૧૯૧૮ ના રોજ ન્યૂ ઝિલેન્ડપહોંચેલા ‘નિકારાગુઆ’ નામના જહાજે ત્યાંફલુનો ચેપ લગાડ્યા પછી બંદરગાહી શહેરના૬,૭૦૦ વતનીઓ માર્યા ગયા. ન્યૂ ઝિલેન્ડથીત્યાર બાદ એક જહાજે પ્રશાન્ત મહાસાગરનાસામોઆ ટાપુની મુલાકાત લીધી. જહાજ સાથેમુલાકાતી વાઇરસ પણ હતા, જેમણેસામોઆના ૭,૫૪૨ લોકોને ખતમ કરીનાખ્યા. સામોઆની કુલ વસ્તીના પ્રમાણમાં એ ખુવારી ૨૦% હતી. વિશ્વમાં બીજેક્યાંય આટલી ટકાવારીનો મૃત્યુઆંક નોંધાયો ન હતો. પ્રશાન્ત મહાસાગરના જતાહિતી ટાપુની ૧૦% વસ્તી નાશ પામી, તો ગુઆમ ટાપુની વસ્તીમાં ૪.૫% નોઘટાડો થયો. ઉત્તર ગોળાર્ધમાં ફલુનું ચંગીઝખાની સામ્રાજ્ય છેક ધ્રુવપ્રદેશ સુધીફેલાયું, જ્યાં એસ્કિમો લોકોનાં અનેક છૂટાંછવાયાં ગામો નિર્જન બન્યાં. એસ્કિમોપ્રજામાં ચેપી રોગો સામે લડવાની શારીરિક પ્રતિકારશક્તિ તો આમેય ન હતી,કેમ કે શીતાગાર જેવા તેમના પ્રદેશનું હવામાન જીવાણુઓ માટે અનુકૂળ ન હતું.૧૯૧૮ ના ફલુ વાઇરસે તે હવામાનને પણ ગણકાર્યું નહિ.આ જગતવ્યાપી મહામારીએ છેવટે કેટલાં બલિદાનો લીધાં ? બ્રિટિશસંશોધકોના મતે અસાધ્ય ફલુના વાઇરસે પોતાની મૃત્યુજાળ ૧૯૧૯ ના જૂનનેઅંતે પોતાની જાતે જ સંકેલી લીધી ત્યાં સુધીમાં ખુવારીનો આંક ૨,૧૬,૦૦,૦૦૦થયો હતો. આ ફિગર પણ કદાચ વાસ્તવિક આંકડા કરતાં નીચો હોય, છતાં ૧૫-૨૫ લાખના ફરકને બાજુ રાખો તો વિશેષ મહત્ત્વ એ વાતનું છે કે એમેઝોનનદીના મુખપ્રદેશમાં આવેલા મેરેજૉ નામના એકમાત્ર ટાપુને ફલુના વાઇરસે સરકરવાનું બાકી રાખ્યું હતું. વિશ્વના બીજા સૌ પ્રદેશો તેના સકંજામાં આવી ચૂક્યા હતા.આ ન્યૂટન્ટ વાઇરસ આટલી હદે પ્રાણઘાતક કેમ નીવડ્યો તેના વિશેજીવવિજ્ઞાનના નિષ્ણાતોએ વર્ષો સુધી તર્કવિતર્કો કર્યા પછી તેનીઘાતકતા અંગે પહેલી કડી બરાબર ૮૦ વર્ષે ૧૯૯૮ માં હાથ લાગી.અમેરિકાના હિમાચ્છાદિત અલાસ્કા પ્રદેશમાં બારમાસી બરફ નીચે એસ્કિમો સ્ત્રીનું શબ મળી આવ્યું. ૧૯૧૮ માં ફ્લુનોચેપ તેના માટે જાનલેવા સાબિત થયો હતો. નિષ્ક્રિય થયેલા વાઇરસપણ તેનાં ફેંફસાંમાં મોજૂદ હતા. વાઇરસનું જેનેટિક મટિરિઅલ અને પ્રોટિનમાળખું તપાસતાં ખબર પડી કે અસલમાં તે બર્ડ ફ્લુનાં હતાં અને મ્યૂટેશન દ્વારાશરીરરચના બદલીને માનવશરીરના કોષોમાં ઘૂસવા માટેનો યોગ્ય આકાર તેમણેધારણ કર્યો હતો. પ્રોટિનનું નામ hemmagglutinin, માટે જીવવિજ્ઞાનના નિષ્ણાતોએ તે વાઇરસને H1 એવું લેબલ એનાયત કર્યું. ૧૯૫૭ માં એ જવાઇરસે પ્રોટિન માળખું ફરી વખતબદલ્યું ત્યારે ૧૯૧૮ નાસ્પેનિશ ફ્લુની જેમ એશિયન ફ્લુની લેબલિંગ પ્રમાણે H2ફ્લુની રાડ પડી હતી. ૧૯૬૮ માં એ જ વાઇરસ ફરી પાછોન્યૂટન્ટ બન્યો, એટલે H3 પ્રકારના હોંગ કોંગ ફલુનો રોગચાળો ફેલાયો હતો. ચોથું મ્યુટેશન ખાસ નોંધપાત્ર ન હતું, પણ ૨૦૦૫ માં તેણે H5 ના સ્વરૂપે ફરી હાહાકાર મચાવી દીધો.એક રસપ્રદ પ્રશ્ન અંગે થોડીક છણાવટ કરવા જેવી છે :૧૯૧૮ નો ફલુ વાઇરસ એકાએક ત્રાટકીને આખા જગત પરફરી વળ્યા બાદ એકાએક પાછો અદશ્ય કેમ થયો ? વાઇરસઅને બૅક્ટીરિઆ જેવા પરોપજીવો જેમના પર નભતા હોય એ યજમાનને તેઓ મારી નાખે તો એમાં તેમનું હિત જળવાતુંનથી, કેમ કે તેઓ પોતે યજમાન ભેગા માર્યા જાય છે. બીજા દરેક સજીવની જેમપરોપજીવી સજીવનું પણ એકમાત્ર જીવનધ્યેય વંશવેલો આગળ ધપાવી પોતાનાજિન્સ ભાવિ પેઢીને વારસામાં આપવાનું હોય છે, માટે બને ત્યાં સુધી એ કાર્યમાંવિઘ્ન નાખતું પગલું તેઓ ભરતા નથી. માનો કે એવી ‘મૂર્ખામી’ તેમણે શરતચૂકેપણ કરી, તો પરિણામ શું આવે તેનો દાખલો ૧૩૪૬ થી ૧૩૫૨ સુધીનાં સાતેકવર્ષ દરમ્યાન યુરોપની ૧/૩ માનવવસ્તીનો ભોગ લેનાર પ્લેગનો Yersinia pes-tis નામનો બૅક્ટીરિઆ છે. ઉંદર તે બૅક્ટીરિઆનો ફેવરેટ યજમાન છે, પણયુરોપમાં બન્યું એવું કે વધુ પડતા વકરેલા બૅક્ટીરિઆએ ઉંદરોનું પ્રમાણમાપે એટલે કે સંયમમાં રહીને શોષણ કરવાને બદલે તેમનું કાસળ કાઢી નાખ્યું.એકથી બીજા ઉંદર સુધી પ્લેગના બૅક્ટીરિઆને પહોંચાડી આપતા ચાંચડ સામાન્ય રીતે ઉંદરના લોહી પર નભે, પરંતુ ઉંદરોનો સફાયો થયો એટલે ચાંચડતેમના લાગમાં આવતા માણસોને બાઝ્યા અને માણસો પ્લેગના ભોગ બન્યા.ઉંદરોની તુલનાએ ક્યાંય ઓછી પ્રતિકારકશક્તિ ધરાવતા માણસો ટપોટપ મર્યાતે સાથે Yersinia pestis નો પણ નાશ થતો રહ્યો. બૅક્ટીરિઆએ યજમાનઉંદરોનો જાન લેવાની ભૂલ કરી તેનું એ પરિણામ હતું. ભૂલ સુધારીને વંશવેલોજાળવવા માટે પ્લેગના બૅક્ટીરિઆએ વખત જતાં પોતાની મારકતા આનુવંશિકરીતે હળવી કરી નાખી ત્યારે ઉંદરો સલામત રહ્યા. ચાંચડ ફરી તેમના લોહી પરનભવા લાગ્યાં અને માણસોને ચાંચડ કરડવાનું બંધ થતાં પ્લેગની મહામારીનોજુવાળ ઓસરી ગયો.પવન મુજબ સઢ ફે૨વવામાં વાઇરસ તો બૅક્ટીરિઆને પણ આંટી જાય છે,કેમ કે તે બહુરૂપી છે.મ્યૂટેશન વડે જોતજોતામાંપોતાનો શારીરિક ઢાંચોબદલી નાખે છે. ૧૯૧૮ નાફ્લુ વાઇરસે અગાઉ૧૮૯૦ માં વ્યાપક રોગચાળો ફેલાવ્યાપછી નવી ઇનિંગ્સ ખેલવા જે મ્યુટેશનઅવતાર ધારણ કર્યો તે મનુષ્યજાત માટેવધુ પડતો આકરો નીવડ્યો અને માનવ-ખુવારી ભેગો વાઇરસ પણ ખુવાર થવાલાગ્યો. યજમાનના જઅસ્તિત્વ ૫૨ જ્યારેપોતાનું અસ્તિત્વ નિર્ભરહોય ત્યારે વહેલી તકેવાઇરસે તેનો પરશુરામઅવતાર તજી દેવોજોઇએ. છેવટે એમ જબન્યું. જૂન, ૧૯૧૯સુધીમાં લગભગ સવા બેકરોડ યજમાનો ગુમાવ્યાપછી ફલુના વાઇરસેનવા મ્યૂટેશન વડેપ્રમાણમાં નિર્દોષ દેહરચના ધારણ કરી,એટલે મૃત્યુના નવા કિસ્સા નોંધાતા બંધથયા. આ રીતે પોતાના હિતમાં ભૂલસુધારી લેવાનું ઇન્ફ્લુએન્ઝાના વાઇરસનેકે પછી પ્લેગના બૅક્ટીરિઆને કોણેશીખવ્યું એ પ્રશ્ન અસ્થાને છે. કુદરતનોજ એ ક્રમ છે એમ સમજી લો.કુદરતનો બીજો ક્રમ સજીવસૃષ્ટિમાંદરેક જાતના સજીવની વસ્તી ઇષ્ટતમલેવલે નિયંત્રિત રાખવાનો છે. આકાયદાને માનવજાત ગણકારતી નથી,એટલે ઘણા સંશોધકોના મતે કુદરતેભૂતકાળમાં અવારનવાર પ્લેગ, કોલેરા,ઇન્ફ્લુએન્ઝા, ક્ષય વગેરે રોગોને કદાચવસ્તીનિયંત્રણ માટે જ ફેલાવ્યા છે.વાઇરસના અને બૅક્ટીરિઆના આંતકપાછળ જો ખરેખર કુદરતની એવ્યૂહરચના છૂપાયેલી હોય તો ભવિષ્યમાંવહેલુંમોડું ૧૯૧૮ નું પુનરાવર્તન થાયપણ ખરૂં.#spanishflu