મહેચ્છા કદાચ પહેલીવાર જ આટલી દૂર ઘરેથી આવી હતી.મહેચ્છા ને હોસ્ટેલમાં રહેવાની પણ ટેવ ન હતી. પણ તેની સાથે નવનીત હતો. રાત્રે જમવા માટેની યુવતી અને યુવકોની જુદી જુદી કેન્ટીન હતી. જમ્યા પછી બન્ને પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલવા માટે નીકળી જાય છે.
"અરે મહેચ્છા ક્યારેય વિચાર્યું હતું કે આપણે આમ એકબીજાની સાથે આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ભેગા ચાલી રહ્યા હશું. સમય તો ખરેખર ખુબ તાકતવર છે." નવનીત કહે છે.
"હા. મને લાગે છે કે હું ક્યારથી તારા પ્રેમમાં પાગલ છું." મહેચ્છા કહે છે.
"આ આપણો શ્રેષ્ઠ સમય છે." નવનીત કહે છે.
નવા બેચમાં નવનીત અને મહેચ્છા નામનું એક કપલ પણ આવ્યું છે એમ ઘણા બધા ને ખબર પડી જાય છે. બીજા દિવસે સવારે તો નવ વાગ્યે ક્લાસમાં પહોંચી જવાનું હતું.
મસુરી ની પહેલી કલાસ
આખા દેશમાં થી પસંદગી પામેલા સર્વશ્રેષ્ઠ મગજ આજે મસુરી ખાતે ભેગા થયા હતા. આ પ્રતિભાઓ જ આવતા વીસ પચીસ વર્ષ સુધી સરકાર અને પ્રજાને સાંકળતી કડીઓ બની રહેવાની હતી.
લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એડમિનીસ્ટ્રેશન એકેડમી ના મુખ્ય સંચાલક બેનરજી સર બધા નવા આઈ.એ.એસ ઓફીસર નું સ્વાગત કરી પછી તેમને બે વર્ષના ગાળામાં કેવો અભ્યાસક્રમ રહેશે એ સમજાવે છે.
"આપ સૌ પ્રતિભાવાન આઈ.એ.એસ અધિકારીઓ નું આ પ્રતિષ્ઠિત એકેડમીમાં સ્વાગત છે. આપ સૌ જીવનમાં ખુબ મુશ્કેલીઓ અને સ્પર્ધા પાર કરી આ એકેડમીમાં પ્રવેશ કરવા માટે પસંદગી પામ્યા છો.
આપ સૌ ભારત સરકાર અને પ્રજાને જોડતી એક મહત્વપૂર્ણ કડી છો. આપ સૌ ભારતનું ઉજળું ભવિષ્ય છો. હવે આપ સૌને હું સમજાવવા માગું છું કે આવનારા બે વર્ષ આપ સૌના વ્યક્તિગત વિકાસ માટે કેટલા મહત્વના છે.
આ પ્રતિષ્ઠિત એકેડમીમાં આપ સૌને બે વર્ષ દરમિયાન આ રીતે પ્રશિક્ષણ આપવામાં આવશે.
પ્રથમ છ મહિના
આ સમયગાળામાં આપ સૌને આઈ.એ.એસ અધિકારી બનવા માટે જે મુળભુત અથવા બેઝિક જ્ઞાન છે તે આપવામાં આવશે. આ સમયગાળામાં આપ સૌને આ વિષયો વિષે માહિતી આપવામાં આવશે:
૧. ભારતીય સમાજશાસ્ત્ર
૨ સરકારી નીતિઓ
૩ ભારતીય અર્થતંત્ર
૪ ભારતીય કાયદાશાસ્ત્ર
૫ ભારતીય સંવિધાન
એક પરિક્ષા પણ છ મહિના પછી લેવામાં આવશે.
ત્રણ મહિના (ભારત દર્શન)
આ સમયગાળામાં આપ સૌને આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં થોડા થોડા સમય માટે મોકલવામાં આવશે. આપને ત્યાંની કામ કરવાની પધ્ધતિ સમજાવવામાં આવશે.
આ સમયગાળામાં આપ એકબીજાને આપી વધુ સારી રીતે અલગ અલગ રાજ્યોમાં વૈવિધ્યતા ના દર્શન કરી શકો છો.
ત્રણ મહિના (ભાષા અભ્યાસક્રમો)
જેમ આપ સૌ જાણો જ છો કે ભારત વૈવિધ્યસભર ભાષાઓ તેમજ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતીય સમાજશાસ્ત્રને સમજવા માટે ભાષા પર પ્રભુત્વ જરૂરી છે. એટલે જ આપને જુદી જુદી મુખ્ય ભાષાઓ વિષે માહિતી આપવામાં આવશે.
બીજા વર્ષે (વ્યાવહારિક પ્રશિક્ષણ)
એક વર્ષ પછી આપ સૌના પ્રદર્શન પ્રમાણે આપને અલગ અલગ વિભાગ આપવામાં આવશે. અંહી આપ સૌને ફિલ્ડ પ્રશિક્ષણ અથવા વ્યવહારીક રીતે કામ કરવા માટે સમજાવવામાં આવે છે.
બે વર્ષ ના સમય ગાળામાં આપ સૌને ફાઈનલ પોસ્ટ આપી પછી આ એકેડમી થી વિદાય આપવામાં આવશે. હું પોતે પણ ૨૫ વર્ષ પહેલાં નો આઈ.એ.એસ અધિકારી જ છું. પણ અમારી વખતે આવી કોઈ એકેડમી હાજર ન હતી.
આપ સૌ પોતપોતાના રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તૈયાર રાખો. આજે આપ સૌને એક સમય પત્રક આપવામાં આવશે. એ સમય પત્રક નું ચુસ્ત અમલ કરવાનું રહેશે."
જોરદાર તાળીઓ વચ્ચે બેનરજી સર ની વાતો પુરી થઈ જાય છે. હવે લંચ નો સમય હતો. એકેડમીમાં ક્લાસ રૂમ ની પાછળ જ કેન્ટીન હતી. નવનીત અને મહેચ્છા તો એકબીજા ના ભરોસે જ હતા. બાકી લોકો પણ એકબીજાને ઓળખતા ન હતા.
પણ એક પછી એક એમ કરીને બધા સાથે પરિચય થતો ગયો. નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે જ ટેબલ પર બેસી ગયા. મહેચ્છા અને નવનીત જમવાનું જોઈ હતપ્રભ બની જાય છે. આહાર પૌષ્ટિક અને સાત્વિક હતો.
દાલ મખની અને દેહરાદૂન ના બાસમતી ચોખા તો ખુબ જ સ્વાદિષ્ટ હતા. એ સિવાય પંજાબી લસ્સી પણ રંગ જમાવતી હતી. નવનીત અને મહેચ્છા ને જોઈ ઘણા અધિકારીઓ પહેલા જ સમજી ગયા હતા કે આ તો તૈયારી વખતનો પ્રેમ છે.
મધુકર માટે તો દીકરી હજી પણ તેના આખા જીવન જીવવાની જડીબુટ્ટી હતી. પણ સરિતા મહેચ્છા થી ખુશ ન હતી. મહેચ્છા તેને ખુબ સ્વાર્થી લાગતી હતી.રાત્રે મહેચ્છા પોતાનો રૂમ બતાવવા માટે વિડિયો કોલ કરે છે.
"હેલ્લો પપ્પા જોવો આ મારો એકલીનો રૂમ છે. આ એ.સી, ટેબલ, ટી.વી તેમજ બેડ છે. આ તરફ બાથરૂમ છે. હું તમને બન્નેને ખુબ યાદ કરું છું. " મહેચ્છા ની આંખો માં ઝળઝળીયા આવી જાય છે.
"વાહ દીકરી વાહ. આ તો ખુબ જ સરસ છે. આ બધી તારી મહેનત નું ફળ છે. બસ હવે તું જલ્દી જલ્દી જ કોઈ શહેરમાં આઈ.એ.એસ બની આવ અને લોકો ની સેવા કર." મધુકર કહે છે.
"પપ્પા મમ્મીને આપો તો.." મહેચ્છા પુછે છે.
"હા. મને ખુબ ગમ્યું. " સરિતા સાવ નિરસ મને કહે છે.
"મમ્મી કેમ આમ કહે છે?" મહેચ્છા પુછે છે.
"તું મારા ગુસ્સા નું કારણ પણ જાણે છે. તું કેમ સમજતી નથી?" સરિતા પુછે છે.
"મમ્મી આ બધું હવે ભુલી જાવ. અંહી તો બે વર્ષ અમે ભેગા જ છીએ." મહેચ્છા કહે છે.
"જો હું તને કંઈ નથી કહેવાની." સરિતા ફોન મુકી દે છે.
મહેચ્છા ની પણ આંખો આગળ થોડીવાર માટે તો મધુકર અને સરિતા નો ચહેરો ઉપસી આવે છે પણ એ નવનીત ને પણ એટલો જ પ્રેમ કરતી હતી. સમય આવ્યે બધું સરખું થઈ જશે એમ વિચાર કરી મહેચ્છા સુઈ જાય છે.
બીજા દિવસે વહેલી સવારે જ નવનીત અને મહેચ્છા ને સવારે છ વાગ્યે ઊઠી જવાનું હતું. પછી યોગાસન તેમજ કસરત કરવા માટે જવાનું હતું. પછી સ્નાન કરી તૈયાર થઈ નાસ્તો કરવાનો હતો.
સવારે સાડા નવ થી બપોરે એક વાગ્યા સુધી અભ્યાસ કરવાનો હતો. એક થી બે વાગ્યા સુધી ના લંચ બ્રેક દરમિયાન નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે ખુબ મજા થી વાતચીત કરી સમય પસાર કરવાનો હતો.
બે થી પાંચ વાગ્યા સુધી છેલ્લા લેક્ચર પછી તો રાત્રે સાત કે આઠ વાગ્યે બન્નેને રૂમમાં પહોંચવાનું હોય છે.પછી જમવાનું જમીને થોડીવાર ભણી લીધા પછી સુઈ જવાનું.
એક વર્ષ પછી
આમ ને આમ એક વર્ષનો સમય વીતી જાય છે. રિતેશને પણ પહેલી પોસ્ટ મળે છ મહીના જેટલો સમય થયો હતો. ઐયર અને મારિયા ના લગ્ન થઈ ગયા હતા.
રિતેશ હાલ રેવેન્યુ વિભાગમાં રાજસ્થાન ખાતે નોકરી કરી રહ્યો હતો.એ દિવસે નવનીત અને મહેચ્છા રાત્રે કેમ્પસમાં ચાલી રહ્યા હતા કે અચાનક જ અજાણ્યા નંબરથી માહિતી મળે છે કે રિતેશ આ દુનિયામાં નથી રહ્યો.
બન્ને હતપ્રભ બની જાય છે. એ દિવસે એકેડમીમાં બે મિનિટ નું મૌન રાખવામાં આવે છે. બેનરજી સર ખુબ જ હતાશા સાથે જણાવે છે:
"આ દેશમાં પ્રામાણિક સરકારી અધિકારીઓ ચાલી જ ન શકે.ભગવાન રિતેશની આત્મા ને શાંતિ આપે."