Return to Roots is a digital science in Gujarati Fiction Stories by Komal Lakhani books and stories PDF | રિટર્ન ટુ રૂટ્સ એક ડિજિટલ વિજ્ઞાન

Featured Books
  • AVREE Kahan Gaya

    ……कुछ लिखने का मन है पता नहीं क्या लिखूँ but लिखना है। — ohk...

  • नामुमकिन इश्क - एपिसोड 15

    एपिसोड 15 – साज़िश का पहला पर्दाफाशजनरल मेडिसिन वार्ड का माह...

  • Muhabbat Ek Sabaq - 22

    "थैंक्यू सो मच"….…उसने बहुत खुशदिली के साथ उसका शुक्रिया अदा...

  • मेरा घर

    मेरा  घर  लेखक: विजय शर्मा एर्रीगाँव की धूल भरी पगडंडी पर चल...

  • सुनहरा फलक - 2

    वह बैठकर शराब की बॉटल खाली करने में लगा हुआ है।उसका हर रोज़...

Categories
Share

રિટર્ન ટુ રૂટ્સ એક ડિજિટલ વિજ્ઞાન


Concept 

આ પુસ્તક આજના સમયમાં એવા પરિવારની વાર્તા છે જે સુખ સુવિધા અને ટેકનોલોજીથી ઘેરાયેલો છે પણ ક્યાંક ને ક્યાંક જાણતા પોતાના મૂળ સંસ્કારોથી દૂર જઈ રહ્યો છે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટેકનોલોજી આપણો હાથ બની શકે પણ આપણું હૃદય તો આપણા સંસ્કારો જ હોવા જોઈએ. 


મુખ્ય પાત્ર 

આર્યન : એક સોફ્ટવેર કંપનીનો માલિક 

તેની માન્યતા : દરેક સમસ્યાનો ઉકેલ એપ or AI. પ્રેક્ટીકલ અને પરંપરાને સમય બગાડ કહે. 

સંઘર્ષ : મોટો પ્રોજેક્ટ એવું કે AI કે જે લોકોને માનસિક શાંતિ આપે. 

પણ અંતે પોતાને સમજાય છે કે મશીન ક્યારેય શાંતિ આપતું નથી.










આધુનિક ગુજરાતનું ધમધમતું આઈટી ક્ષેત્ર નું હબ એટલે અમદાવાદ. સાબરમતી ના તટ પર વસેલું આ શહેર જ્યાં એક તરફ નવું અમદાવાદ જ્યાં sg હાઇવે પર કાચની ગગનચુંબી ઇમારતો ને આકાશે પહોંચતા જાણે વાર જ નથી લાગવાની. જ્યાં ક્યારેય રાત થતી જ નથી બસ શિફ્ટ બદલાતા માણસો બદલાય છે. રસ્તા ઉપર ગાડીઓ ના હોર્નથી લઈ મેટ્રો ટ્રેનની ભીડ સુધી જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક. જેમાં માણસને પોતાના પડછાયા સામે જોવાનો પણ સમય નથી વાત તો દૂરની વાત છે. આ અમદાવાદ સ્માર્ટ અને ડિજિટલ જરૂર છે ત્યાં સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટીની વસ્તી છે પણ તેની નસોમાં ક્યારેક લોહીને બદલે ઓપ્ટિકલ ફાઇબર વહેતા હોય તેવું લાગી આવે.

 આ ચળકાટની પેલે પાર સાબરમતીના પુલને ઓળંગતા જૂનું અમદાવાદ જ્યાં નાની-નાની પોળોની સાંકળી ગલીઓમાં આજે પણ મંદિરના ઘંટનાદ થી લઇ પંખીઓના કલરનો અવાજ સંભળાય છે. ત્યાંની જૂની પુરાણી હવેલીઓની કોતરણીઓમાં ઘણા વર્ષો જૂનો ઇતિહાસ સચવાયેલો છે જ્યાં google મેપ પણ રસ્તા ભૂલી જાય છે અને google મેપ ની જગ્યાએ લાગણીઓ અને ઓળખાણથી કોઈકના ઘરે પહોંચી શકાય છે. 


આર્યન આ બે દુનિયાની સરહદ વચ્ચે જીવતો હતો એસજી હાઇવે પર ગગનચુમ્બી ઈમારતમાં તેની ઓફિસ અને એ ઓફિસની કેબિનમાં એક અજીબો ગરીબ શાંતિ.

 આર્યન તેની રિવોલ્વિંગ પર બેઠો હતો.

 સામે સ્ક્રીન પર એક તરફ શેર બજાર ના આંકડા ,બીજી તરફ નવા સોફ્ટવેરનું કોડિંગ અને ત્રીજી તરફ સમાચારોનો પ્રવાહ વહી રહ્યો હતો.

 તેણે ઘડિયાળમાં જોયું રાત ના ત્રણ વાગ્યાનો સમય. બારીની બહાર જોયું નીચે ગાડીઓની લાઈનો જાણે લાંબી ચમકતી નદી .અચાનક તેના ફોનમાં નોટિફિકેશન “your screen time is 15hr today “.

તે હસ્યો તેને લાગ્યું આજ તેના કામની સફળતા પણ એ જ સમયે તેની નજર એક જૂની બુક પર પડી. 

પ્રેક્ટીકલ માણસોને ઊંડી વાતો અને ઊંડી કહેવતો એવું બહુ ઓછું સમજાય એને પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરો તો જ એ સમજાય. આર્યન પણ કંઈક એવો જ હતો. 

એ જૂની બુક તેનો દેખાવો જ કહી આપતો હતો કે આ કોઈ બેસ્ટ સેલર કે લેટેસ્ટ બુક નથી પણ પેઢીઓના અનુભવથી લખાઈ આવેલ છે પુસ્તકનું પૂઠું જાડા પુઠા નું બનેલું હતું જેને સાચવવા થોડા વર્ષો પહેલા કાપડ મઢવામાં આવ્યું હતું. તેના ખૂણાઓ વળી ગયેલા હતા અને સમયની થપાટે ફીકું પડી ગયું હતું. પૂઠાં પર સોનેરી અક્ષરે કંઈક નામ લખેલું હતું જે આછેરું પ્રકાશિત થતા સંસ્કાર શબ્દ ચમકી ઉઠતું.


આર્યન જ્યારે જ્યારે એ પુસ્તકને હાથમાં લેતો ત્યારે ત્યારે એને અલગ જ અનુભૂતિ થતી પુસ્તકના પાનાની વિશેષ સુગંધ, કબાટમાં સચવાયેલી યાદોનું મિશ્રણ અને સફેદ ની જગ્યાએ પીળાશ પડતા જૂના થઈ ગયેલા પાનાઓ . એ પાનામાં લખાયેલું લખાણ આજનું ટાઈપિંગ ન હતું પણ હસ્તપ્રત હતું. ક્યાંક પેન્સિલથી તો ક્યાંક પેનથી. ક્યાંક લખેલું પાછું છે કે નાખેલું એને ફરી સુધારેલું તો ક્યાંક અલગ અલગ કલર પેનથી લખેલું. એ પુસ્તકને જોઈને વર્તાઈ આવે કે આ કોઈએ પોતાની લાગણીએથી લખેલું પુસ્તક હશે જે વંચાયું નથી પણ સિવાય છે ક્યાં ગુલાબનું ફૂલ તો ક્યાંક ચા ના દાદા જે બતાવતું કે કોઈ દરરોજ આ બુક લખી હશે અને પોતાના જીવનના રહસ્યો લખ્યા હશે.


પણ આર્યન માટે આ પુસ્તકની કોઈ કિંમત નથી તેના મન આ પુસ્તક એની ઓફિસના સોફ્ટવેરના લાઇસન્સથી પણ ઓછી હતી તેણે ક્યારેય આ પુસ્તકનું ઊંડાણપૂર્વક વાંચવાનો પ્રયત્ન પણ નથી કર્યો તેમ કે તેને લાગતું હતું કે જે જ્ઞાન સર્ચ કરો અને google પર મળી આવે તે સાચું બાકી ખોટું અથવા નકામું પણ એ નથી ખબર કે બોધ/શિક્ષણ કે અટકેલા રસ્તાઓના માર્ગ પણ આવા પુસ્તકો જ આપી શકે. 

આર્યન એ બુક ઓફિસથી ઘરે લાવે છે કેમકે પોતાની ઓફિસના બુકરેક માં એ અન્ય પુસ્તકોની શોભા ઘટાડે છે એવું તેને લાગે છે અને એ બુક પોતે ફેંકી કે બીજાને દઈ પણ નથી શકતો કેમ કે એ બુક એના દાદા ની છેલ્લી નિશાની છે. 


આર્યન જ્યારે પોતાના ઘરે જવા નીકળે છે ત્યારે રાતના 4:00 વાગ્યા હતા છતાં અમદાવાદના રસ્તા ઉપર થોડી ઘણી ચહલ હતી તેની બેગ પાછળની સીટ પર હતી જેમાં તેને તે જૂનું પુસ્તક મૂક્યું હતું એ પુસ્તક જાણે આર્યનને આજે તેની સાથે વાતો કરવા માંગતું હોય તેવું લાગતું હતું.


આર્યને પોતાનું ઘર પણ હાઈ ટેક એરિયામાં લઈ રાખ્યું હતું. પોતે આઈટીમાં હોવાના નાતે અને નવું નવું ટેકનોલોજીમાં વિકસાવવાના શોખ માટે પોતાનું ઘર આખું ટેકનોલોજીથી સજાવી રાખ્યું હતું. તે પોતે નીત નવા એક્સપેરિમેન્ટ ઘરે જ કરતો હતો તે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે સ્કેનરથી તેને ઓળખી પાડી ઓટોમેટીક દરવાજો સેન્સરથી ખુલ્યો . ઘરમાં હાજરીનો અહેસાસ થતા ઓટોમેટિક લાઈટો ચાલુ થઈ . Siri જેવું ઓટોમેટીક મશીન તેની સાથે માણસની જેમ વાતો કરવા લાગ્યું. કોફી ઓટોમેટીક મશીનમાં તૈયાર થવા લાગી તે પોતાના બેડરૂમમાં ગયો ત્યાં પણ ઓટોમેટીક સિસ્ટમ બાથરૂમમાં પાણીનું ટેમ્પરેચર પણ ઓટોમેટિક તે બોલે તેવું થાય તેવી સિસ્ટમ તે કહે ઠંડુ પાણી કે ગરમ પાણી એ મુજબ શાવરમાં પાણી આવે . પોતાના જ ઘરમાં સર્વર રૂ, ટેકનીશીયન રૂમ, રિસર્ચ લેબ. આર્યનના બેડરૂમમાં જતા જ હોલની લાઈટો ઓટોમેટીક બંધ આવી આધુનિક સિસ્ટમથી તેણે પોતાનું ઘર બનાવ્યું હતું.


તે સુવાની તૈયારીઓ કરવા લાગ્યો પણ નીંદર તો તેની આંખોથી ઘણી દૂર હતી. રૂમમાં એસી અને પંખા નો અવાજ હતો પણ મનમાં પેલું જૂનું પુસ્તક ખોલવાની તીવ્ર ઈચ્છા હતી પણ તેને તેની ઈચ્છા મનમાં દબાવી અને નીંદર ને સ્થાન આપ્યું અને જોતો જોતામાં તે ઘસ ઘસાટ ઊંઘી પણ ગયો.


ઊંઘમાં અને ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે તે એક વિશાળ ડેટા સેન્ટરમાં ફસાયેલો છે જાત જાતના વાયરો છે ને શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે અને એ જૂનું પુસ્તક પંખીની પાંખોની જેમ ઉડી તેને ગુંચવણમાંથી બહાર કાઢે છે.

 આઈ એમ એ સપનાને જોઈ ઉઠી જાય છે અને નાનપણમાં સાંભળેલું મમ્મી પાસે કે વહેલી સવારના સપના તો સાચા પડે છે એ યાદ આવી જાય છે આર્યન ના મમ્મી પપ્પા ગામડે રહેતા હતા આર્યને ઘણીવાર અમદાવાદ જોડે રહેવા બોલાવ્યા અને રાખ્યા પણ તેને ફાવ્યુ જ નહીં તેને ગામડાનું શુદ્ધ વાતાવરણ જ માફક આવતું.


આર્યન સવારે તૈયાર થઈ ઓફિસર છે ઓફિસમાં પગ મુકતા જ દોડધામ કરતા એન્જિનિયર્સ સર્વર પ્રોબ્લેમ બોર્ડ પર ચમકતા આંકડા કેટલુ રેગ્યુલર નું જોયું. આજે તેના નવા પ્રોજેક્ટનું ફાઈનલ ટેસ્ટિંગ છે આ સોફ્ટવેર દાવો કરે છે કે તે માણસના અવાજ પરથી તેની જરૂરિયાત સમજી શકશે. કોઈ એક વ્યક્તિના બદલે બીજો અવાજ તેનો અવાજ બદલી વાત કરશે તો પણ એ પારખી શકશે અને અવાજ બદલનાર વ્યક્તિનો ઉદ્દેશ પણ સમજી શકીએ કે આ વાત મારી પાસે સારું કામ કરાવે છે કે ખોટું? અથવા તો આ અવાજ બદલનાર વ્યક્તિનો ઈરાદો સારા કામ માટે છે કે ખોટા કામ માટે છે?

જ્યારે લાઈવ ટેસ્ટિંગ શરૂ થાય છે ત્યારે સોફ્ટવેર અદભુત રીતે કામ કરે છે પણ અચાનક એરર આવે છે એક વૃદ્ધ ક્લાયન્ટ જ્યારે સોફ્ટવેર સાથે વાત કરે છે ત્યારે સોફ્ટવેર તેને ઓળખી શકતું નથી. 

મશીન પાસે માહિતી છે સંવેદના નથી. આર્યન જુએ છે કે તેનું કરોડોનું મશીન એક માણસ પાસે હારી ગયું. મીટીંગમાં ફેલ ટેસ્ટિંગ થી સૌ કોઈ હતાશ થઈ પોતાના કામે વળગે છે. જ્યારે આર્યન એકલો કેબિનમાં વિચારે છે ત્યાં તેની નજર કાલના જુના પુસ્તક પર પડે છે જે હજુ તેના બેગમાં છે અને એ પુસ્તકને જોતા તેને વહેલી સવારનું સપનું યાદ આવે છે અને તેને કંઈક આશા જનમતા તે પુસ્તકનું વાંચન કરે છે.


પુસ્તક ખોલતા જ આર્યન જાણે પોતે ઓફિસમાં નહીં બાળપણમાં ગામડામાં હતો ત્યાં પહોંચી જાય છે. પુસ્તકનું પાનું ફેરવતા જ પુસ્તકના પાનામાંથી માટેની સુગંધ આવવા લાગી અને તેને પોતાનું ગામ યાદ આવી ગયું જ્યાં સમય કરતા વધારે સુરજ ના ઉગવા અને આથમવા પણ નિર્ભર કરતો. તેને પોતાનું બાળપણ યાદ આવ્યું ગોદડામાંથી ઉઠી . માં પાસે રસોડામાં ચાલ્યા જવું, બળતણમાં લાકડાના વિશિષ્ટ અવાજ આખા ઘરમાં ગુંજી વળતો એ ધુમાડામાં પણ એક પ્રકારની હૂંફ હતી, જે એને કરોડોની ઓફિસમાં પણ નથી મળતી.


પુસ્તકના લખાણમાં વચ્ચે વચ્ચે દાદા દાદી ના શબ્દો પણ હતા. ગામના પાદરે દાદા પૌત્ર બેસતા ત્યારે દાદા નાની નાની વાતો શીખવતા કે શિખામણ આપતા અને ઘરે દાદી રસોઈ કરતા કરતા કે અન્ય ઘર કામ કરતા કરતા જાત જાતની વસ્તુ શીખવતા અને શિખામણો આપતા .

દાદા ના શબ્દો હતા , “ગમે તેટલા રૂપિયા કમાવો પણ જમીન સાથે જોડાઈને રહેવું જો ના જોડાયા તો ક્યાંક ફેકાઈ જશો અને એ ખબરે નહિ રહે “ આજે આર્યનને દાદાની એ વાતનું મહત્વ સમજાયું.


 તે મનોમન પોતાની આઈટી ની દુનિયા અને ગામડાનું બાળપણ સરખાવા લાગ્યો. લેપટોપ ફોન સર્વર બધે જ પાસવર્ડ હતો . ગામડામાં કોઈના ઘરે પાસવર્ડ નહોતો, બસ મીઠો આવકારો અને સ્નેહ,જ્યાં કોઈ સિક્યુરિટી ની જરૂર નથી .આમ જ તે વાંચતા વાંચતા આજે પોતાનામાં એ જ માસુમ બાળક ખોજતો થઈ ગયો.


જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેને સમજાયું કે આ ફક્ત કાગળ નથી પણ જીવનરૂપી અનુભવની ચાવી છે એ જ તેને હવે આજીવન કામ લાગશે.


આર્યન ધીમેથી ઉભો થયો સામે ટેબલ પરનું લેપટોપ બંધ કર્યું, જે લેપટોપ પર એની આખી દુનિયા ચાલતી હતી. તેને પુસ્તક તેના બેગમાં મૂક્યું ત્યાં તેની સિક્રેટરી આવી, સર મીટીંગ ? આર્યને બધી મીટીંગ કેન્સલ કરી ઓફિસમાં કામ સોંપી અને પોતે રજા લઈને ગામડે જવાનું નક્કી કર્યું. 

ઓફિસમાંથી નીકળી બહાર નીકળ્યો ત્યાં સુધી તેના મનના વિચારોનું વાવાઝોડું ચાલતું હતું .ધીમે ધીમે નેશનલ હાઇવે પર ટ્રાફિક અને શહેરના દૂર જતા તેનું મન થોડુંક શાંત થયું. આજુબાજુના વાહનો ,માણસો, ખેતરો આવું બધું જોતાં સાથે ગામડા તરફ પ્રયાણ કર્યું અને જોત જોતામાં તેનું ગામડું પણ આવી ગયું .

તેને સમજાયું કે આધુનિકતામાં તે એટલું આગળ આવી ગયો હતો કે પાછળ વળવાનું જ ભૂલી ગયો હતો તે લગભગ છ મહિના પછી ગામડું જોઈ રહ્યો હતો.


સાંજ પડવા આવી હતી ગામના પાદરે પહોંચતા એ જ જુનો વડલો આટલા વર્ષે અડીખમ ઊભો હતો. તેને ગાડી ઉભી રાખી અને નીચે ઉતર્યો .તેને તરત જ એક કનેક્ટિવિટી અનુભવાય જે કોઈ વાઇફાઇ માંથી નથી આવી શકતી.

 ને અડીખમ વડલા પાસે જતા તેને ફરી તેના દાદા ના શબ્દો યાદ આવ્યા,” જે વૃક્ષના મૂળ છૂટી જાય તેને કદાચ આકાશ આંબતા વાર નથી લાગતી પણ એ સુકાઈ પણ બહુ વહેલું જાય છે”.

આમજ ગામને જોતા જોતા એ પોતાના ઘરે પહોંચી ગયો ત્યાં સૂરજ આથમવા ની તૈયારી હતી આકાશ કેસરી સોનેરી રંગથી ઘેરાયેલું હતું છે રંગો આર્ય અને તેની સ્ક્રીન પર પણ નહોતા જોયા .

 જ્યારે ગામના પાદરે બેઠેલા ગામના વડીલોએ તેને તેના પપ્પા કે દાદાના નામથી ઓળખાણથી બોલાવ્યો ત્યારે તેને ભાન થયું કે સિટીમાં ભલે તે સીઈઓ હોય પણ અહીં જે ઓળખથી બોલાવ્યો છે તેમાં તેને આત્મ સંતોષ મળ્યો.

ઘરે તેને એ જૂનું પુસ્તક તેના પપ્પાને બતાવ્યું એ પુસ્તક જોતા તેના પપ્પા બોલ્યા, આ તારા દાદા નું પુસ્તક છે જ્યારે રસ્તો ભૂલાય ત્યાં આગળ શું કરવું એ ખબર ના રહે ત્યારે આને ઉઘાડજે. શું થયું ?તારા મશીનો થાકી ગયા? 


આર્યન નીચું જોઈ ગયો અને કહ્યું,” હા પપ્પા હું દુનિયા જીતવા નીકળ્યો હતો પણ હું મારું મૂળ અસ્તિત્વ જ ભૂલી ગયો.”


મારું સોફ્ટવેર અવાજ ઓળખી શકે છે પણ લાગણીઓ નહીં અને ના તે કોઈના સારા કે ખરાબ ઈરાદાઓ. 

આમ બાપ દીકરા વચ્ચેનો સંવાદ જ્યાં વિજ્ઞાન અને સંસ્કારનો સંગમ થાય છે.

ગામની એ શાંત શિતલ રાત્રી ધીરે ધીરે અંધકારમાં ફેલાઈ રહી હતી. આર્યને તેનું લેપટોપ કાઢ્યું પણ આ વખતે કોડિંગ કરવા માટે નહીં પણ પિતાના શબ્દને શિખામણ રૂપે લખવા માટે 

સાંજે વાળું પાણી કરી આર્ય અને તેના માતા પિતા સાથે બેસી ચર્ચા કરી ત્યારે 

આર્યને પૂછ્યું મારું મશીન બધું જ સમજી છે પણ માણસની લાગણીઓને કેમ નથી પકડી શકતું?

 ત્યારે આ વખતે તેના મમ્મીએ જવાબ આપ્યો, તારું મશીન તું જે માહિતી આપે તે એકઠી કરે છે પણ જીવન અનુભૂતિ પર ચાલે છે તું મશીનને આંસુ કેમ પડે એ શીખવાડી શકે પણ આંસુ પાછળ સુખ દુખ કે શું લાગણી છે? એ મશીન ના અનુભવી શકે એ માટે મશીનમાં હૃદય જોઈએ એ હૃદય જીવીત વ્યક્તિ કે પશુ પંખીની જેમ આપણે એને આપી શકીએ?


તરત જ વીજળીની ઝડપે તેને સમજાયું કે તે મશીનની કાર્યક્ષમતા પાછળ દોડતો હતો પણ જરૂર તો સંવેદનાની હતી. 

ત્યારે તેને દાદા ના શબ્દો યાદ આવ્યા,” આંકડાથી સંસાર ચાલે પણ ગણગણાટ થી ઘર ચાલે”

આર્યને તરત જ તે સોફ્ટવેરમાં સુધારા લાવવાનું ચાલુ કર્યું ત્યારે તેના પિતાએ તેને અટકાવ્યો અને કહ્યું, આજે રાત્રે આ મશીન બંધ કરી છત પર જઈ આકાશના તારા જો અને વિચાર કરી જો છેલ્લી અપડેટ કઈ હતી ? કેવી હતી ? પણ એ અપડેટ મશીનની નહીં તારી પોતાની?

આર્યને તરત જ લેપટોપ બંધ કર્યું અને તે પોતાના પિતાની સૂચના અનુસાર છત પર ચાલ્યો ગયો. આખી રાત જાગ્યા અને વિચાર વિમર્શ કર્યા બાદ વહેલી સવારની ઊંઘ પછી એને સમજાયું કે ડિજિટલ વિરામ એટલે તમે કોઈપણ મશીન વગર પણ પોતાની જાત સાથે જોડાયેલા રહો. 

ગામડાની શાંતિમાં વધુ થોડા દિવસ આર્યન ત્યાં જ રહી એ પુસ્તક પૂર્ણ વાંચે છે અને ત્યારે તેને સમજાય છે કે તે જે પ્રકારના પ્રોજેક્ટ માનવનું સ્થાન લેવાના બનાવે છે અથવા તો માનવની સરળતા માટે બનાવે છે તે પ્રોજેક્ટ ભવિષ્ય માટે હાનિકારક છે. 

તેને સમજાઈ ગઈ છે કે ,”એ આઈ ગમે તેટલું આગળ વધે તે ક્યારેય માણસની ચેતના નું સ્થાન ના લઈ શકે.”

જો તે મશીનને વધુ માનવીય બનાવશે તો ભવિષ્યમાં મશીન માણસોને રહેવા લાયક જ નહીં રહેવા દે અને માણસની વિચારશક્તિ જ ગુમ થઈ જશે. 

લોન્ચિંગના દિવસે જ્યારે બધા તેના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આર્યન સ્ટેજ પર જઈ પ્રોજેક્ટ લોન્ચ કરવાના બદલે ડીલેટ કરે છે અને આખો હોલ સ્તબ્ધ થઇ જાય છે .

 ત્યારે આર્યન કહે છે આપણે કંઈક એવું બનાવવા જઈ રહ્યા હતા જે આજે આપણી સંવેદનાઓને ખાઈ જશે અને કાલે આપણને. 

ટેકનોલોજી નો અંત ત્યાં જોવો જોઈએ જ્યાંથી માણસની સ્વતંત્રતા જોખમાય. 

આર્યન ઘરે પણ ટેકનોલોજીથી સરજજ બધુ કાઢી નાખે છે અને નોર્મલ ઘર કરે છે અને પોતાની કંપનીમાં પણ માનવતાને જોખમાય નહીં તેવા પ્રોજેક્ટ લે છે .

આજે તેના ચહેરા પર શાંતિ અને સંતોષની ભાવના હતી. કારણ કે તેની પોતાની જિંદગીનું 100% હ્યુમન અપડેટ થઈ ગયું હતું.