Gust in Gujarati Love Stories by Sonal Ravliya books and stories PDF | ઝાપટું

Featured Books
Categories
Share

ઝાપટું

.....

....્્્્ નમસ્કાર મિત્રો.... મારી આ વાર્તા એ સુંદર પ્રેમ કહાની છે... જેમાં બાળપણથી લઈને મૃત્યુના સમય સુધી પ્રેમ અમર રહે હૃદયમાં એ વાર્તા છે... મારી વિનંતી છે તમે એકવાર જરૂરથી વાંચજો અને મને સમજવાની કોશિશ કરશો... ખૂબ ખૂબ ધન્યવાદ..... સોનલ રાવલિયા...


...... સાંજના 06:00 વાગ્યા હતા અને આખું વાતાવરણ વરસાદી માહોલ માં ફેરવાઈ ગયું હતું. સુરતના તાપી રિવરફ્રન્ટ પર જાણે આકાશમાં વાદળોએ કાળી ચાદર ઓઢી હોય તે આખો આકાશ કાળું ઘોર થઈ ગયું છે. અને હવે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો. 

... નદી કિનારે ભીની માટીની સુગંધ હવામાં ફેલાઈ ગઈ હતી. રસ્તાની પીળી લાઈટો વરસાદના ટીપાંમાં ઝળહળી રહી હતી. જાણે દરેક ટીપું કોઈ પ્રેમ કથા લખી રહ્યો હોય, ઠંડા પવનની લહેરો હળવેથી ગાલને સ્પર્શે રહી હતી, અને તાપી નદીના મોજાં જાણે કિનારે આવીને પ્રેમનું મધુર ગીત ગાઈ રહ્યા હતા.

... તે જ સમયે ત્યાં 15, 20 ડગલાં દૂર રેલવે સ્ટેશન આવેલું છે અને ત્યાંથી બસ હવે ટ્રેન આવવાની રાહે હાથમાં છતરી લઈ એક સુંદર ગુજરાતી સાડી પહેરી વાળને રબર વડે બાંધ્યા હતા અને કંઈ 50 કે 51 વર્ષ જેટલી સ્ત્રી કોઈની રાહ જોતી ત્યાં ઉભી હોય છે હાથમાં છત્રી લઈને....

... અને કંઈક જ વારમાં ટ્રેન સ્ટેશન આવી જાય અને બધા મુસાફર તો પોતાના પરિવાર અને સાધનો સાથે નીકળી જાય છે પરંતુ આ સ્ત્રી હજુ કોઈની રાહ જુએ છે પણ તેને કોઈ દેખાતું નથી એટલી વારમાં તે પોતાના નોકિયા નો નાનો એવો બે-ત્રણ હજાર ટચ વગરનું બટન વાળો જુનવાણી મોબાઈલ કાઢે છે અને કોઈને કોલ કરે સ્ક્રીન ઉપર મારી લાડકી લખેલું દેખાય છે, કેટલી વારમાં કોલ કરતા સામેથી કોઈ છોકરી કોલ ઉપાડે અને જવાબમાં કહે , Mummy I am really really sorry but,, હું શું કરું મને પપ્પા પોતાની મોટી કાર લેવાની લેવા આવ્યા તો હું અને વિરાજ બંને પપ્પા સાથે ઘરે આવી ગયા,, અને મને તું અમને સામાન્ય રિકમાં બેસાડીને આપણા શ્રી નંદલાલ બંગલોમાં લઈ આવત અને મને તે મંજૂર નહોતું મમ્મી કોઈ ગરીબ પણ પોતાના બાળકો માટે કોઈની ફોરવીલ માંગીને તેને તેડવા આવે યાર મને હવે તું ગરીબ નથી થોડોક સારો વિચાર કર અને તું હવે ઘરે આવતી રે બાય, એમ કહીને તે છોકરી ફોન કાપી નાખે છે ત્યારે એ સ્ત્રી ફોન પર બે ત્રણ વખત  રિદ્ધિ ,રિદ્ધિ.... એમ કહીને ફોન જુએ અને કહે કે ને મારી દીકરીઓ મારો ફોન કાપી નાખ્યો તો તે જતી રહી તેના બાપ સાથે અને સાથે મારા દ્વોત્ર વિરાજ ને પણ લેતી ગઈ હાલો કંઈ વાંધો નહીં. ઘેર જઈને મોઢું જોઈ લે એમ કરીને જેવી ચાલતી થઈ સામે એક મકાઈના કાચા ડોડા વાળો ત્યાં પોતાની લારી લગાવીને શેકીને બધાને ખવડાવતો હતો આ જોઈને તે સ્ત્રીના મનમાં પણ એક અલગ ઈચ્છા ઉત્પન્ન થાય અને તે કહે પોતાની જાતને જેટલું આ દુનિયામાં સારું કરો એટલું આપણને ખરાબ બનીને મળે મારો પોતાનો પરિવાર મને નથી માનતો. કારણ કે મને દાન ધર્મ ભક્તિ અને બીજા લોકોને મદદ કરવી જોઈએ પૈસાથી વધારે મને માણસાઈને ઈમાનદારી નથી અને એ લોકોને આ વાતો ગમતી નથી એ કેમ વિચારતા નથી કે મેં એ બાળકોને જન્મ આપ્યો... પણ હવે જે છે તે મારો પરિવાર છે એક સમયે મને મારી જાતથી પ્રેમ હતો કારણકે મારા શરીરને નહીં તો મારી આત્માને પ્રેમ કરવાવળો વ્યક્તિ મારી પાસે હતો જેને હું હકથી મારો કહેતી પણ અફસોસ હવે ના તે સમય છે અને નાતે બાળપણ અને ...્ એમ કરતા તેની આંખોમાં આવી જાય અને તે ત્યાં જ બાજુનું ઓટા પર બેસી જાય,

.... આ જોઈને ત્યાં બીજી એક સ્ત્રી હાથમાં શાકભાજીનો થેલો પકડી સ્ત્રીને જોતા કહે... અરે મનિષાબેન તમે અહીં કેવી રીતે તમે કેમ બેઠા છો કોઈ બીમાર તો નથી થઈ ગયા ને હાલો હું તમને ઘરે છોડી દઉં. આપણે બે ભેગી નીકળી જાહુ,,, આ સાંભળી તે સ્ત્રી મનીષા કહે, ના ,ના તમે નીકળી જાવ જસુબેન હૂં પછી આવું આ સાંભળી જશુબેન ત્યાંથી ઘર તરફ પોતાના રવાના થાય અને આ બાજુ મનીષા આંખોમાં ઉદાસી લઈને ત્યાંથી ડોડાવાળાની લારી તરફ પોતાના પગલા આગળ ભરે કે તેવા જ ત્યાં સામેથી એક રીક્ષા આવે છે અને એ રીક્ષા મનીષા થી છ સાત ડગલા દૂર ઉભી રહે તેવા માં એક પાણીના નાનકડા ખાબોચિયાં માંથી રીક્ષા પસાર થયું હોવાથી ત્યાંથી થોડું પાણી મનીષા ની સાડી પણ ઉડે છે અને સાડીમાં છાંટા દેખાય છે આ જોઈને મનીષા થોડીક ચીરીચડી થઈ જાય છે ગુસ્સો નથી કરતી બસ તે રીક્ષા વાળા પાસે જઈને કહું ભાઈ જરા ધીરે હાકો મારે સાડી ખરાબ થઈ ગઈ એનો વાંધો નથી પણ કોઈને લાગી જાય તો એનો પરિવાર એના ઘરે એની વાટ જોતા હોય..

... આ સાંભળી રિક્ષાવાળો કહે માફ કરજો બહેન મને ખબર નથી હવેથી હું ધ્યાન રાખી,, અને એટલામાં એ પવનની મોટી લહેર આવે અને મનીષા ના વાળ થોડાક મતલબ એની લટો આંખો ઉપર આવી જાય ને આંખો બંધ થઈ જાય એટલામાં એક પુરુષ ૫૪ કે ૫૫ વર્ષ જેટલી ઉંમરમાં રીક્ષામાંથી નીચે ઉતરી અને એક તરફ મનીષા નો અવાજ સાંભળ્યો એની તરફ જોતા એના પગ થોભી જાય છે અને આ બાજુ મનીષા પણ પોતાને લટો આંખોથી દૂર કરી કાનની પાછળ અટકાવે અને પુરુષ તરફ જોતા એની આંખો પહોળી થઈ જાય છે....

.... બંનેની નજર એક ક્ષણ માટે મળી અને આંખોના પાપણના પલકારા પણ થોભાઈ ગયા ...

સમય થંભી ગયો કંઈક વાર માટે,,

કંઈ પણ શબ્દો બોલાવ્યા નહીં. માત્ર ને માત્ર આંખોથી નજરોમાં નજર જોવા લાગ્યા...

વરસાદ જોરથી વરસવા લાગ્યો...

આ એ જ વરસાદ છે જે વરસાદમાં ૩૪ વર્ષ પહેલાં બે પ્રેમ કરવાવાળા હૃદય કે આત્મા કહો તે અલગ થયા હતા અને આજે એ ચેહરા આટલા વર્ષો પછી સામે આવ્યા છે અને સાહેબ તમે એમ કહો કે ઓળખતા ના હોય મારે ચહેરા ના જોઈને તો પણ માત્ર હૃદયના ધબકારે ધબકારે એ માણસથી ઓળખ થઈ જાય તે હૃદયમાં વસ્યા હોય કોક દિ....

સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગી પણ વરસાદમાં કોઈ બીજાની નજર ના હોય પણ સામે ઊભા પુરુષને એકદમ સાફ દેખાતા હતા...

... આ જોઈને મનીષાની હૃદયથી એક મોઢા સુધી ને જીભ દ્વારા અવાજ નીકળે... રણમલ તું આટલા વર્ષો પછી અને આ સાંભળતા એ પુરુષ જાણે હમણાં બેસીને એકધારો રડવા માંડે એવું લાગ્યું અને સાહેબ તે સમયે જે વરસાદનું ઝાપટું આવ્યું મનીષાની જિંદગી માં આટલા વર્ષે એ ખરેખર આગળ જોવા જેવું છે....

... અને મનીષાની એકદમ આંખો બંધ કરીને જેવો વિચાર કર્યો કે બધી જૂની યાદ હોય ફરીથી પોતાની આગળ આવવા લાગી.....

.... હવે જોવાનું એ છે કે કોણ છે મનીષા અને શું છે એની અધૂરી રહી ગયેલી પ્રેમ કહાની...

... અને કોણ છે આ રણમલ જે આટલા વર્ષે સુરતમાં મનીષા સાથે મુલાકાત થાય અને શું હશે આગળની જિંદગી..

..્ અને આ વાર્તા જે વીતી ગયું મનીષાની જિંદગીમાં અને જિંદગીમાં એ પણ હું લખવાની છું તો જરૂરથી વાંચજો. ગુડ નાઈટ બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ...


.. સોનલ રાવલિયા...