am I beautiful? in Gujarati Fiction Stories by kaushal books and stories PDF | એમ આઈ બ્યુટીફુલ

The Author
Featured Books
  • Dream House

    रीतिका आज बहुत खुश है क्योंकि उसका सपना जो पूरा हो गया। उसने...

  • इश्क या जुनून - 9

                        ,,,स्कूल एडमिशन,,,                      ...

  • प्यार की एक नई शुरुआत - 2

    लडकी बेड पर बैठी हुई उस लडके को ऊपर से नीचे तक गौर से देखती...

  • Mafia King - 10

    हॉल का नज़ारा एकदम अलग था। धूप खिड़की से छनकर आ रही थी और फर्श...

  • परलोक

    ऋगुवेद सूक्ति--(35) की व्याख्या "स न: पर्षदति द्विष:"।ऋगुवेद...

Categories
Share

એમ આઈ બ્યુટીફુલ

'ગુડ મોર્નિંગ ,સર' અંશનો અવાજ સાંભળતા અનિમેષ ની આખ ખુલે છે અને જુએ છે તો સવાર થઈ ગઈ હોય છે, રાતે કેસની ફાઇલ જોવામાં ને વીચારોમા અનિમેષ ઑફીસમા જ ક્યારે સુઇ જાય છે એને પણ ખબર ના રહી. અંશ ને ગુડ મોર્નિંગ કહી ચા પી તરત જ કેસ માં કોઈ અપડેટ કે નહી એ જાણવા અંશ પાસેથી બધા રીપોર્ટ મંગાવે છે. એક પછી એક રીપોર્ટ જુએ છે પણ કોઇ પણ માહીતી ના મળી અંતમા એક રીપોર્ટ જુએ છે એમાંથી બંનેને કેસ માટે થોડી મદદ મળે છે. એ રીપોર્ટ મીસીંગ થયેલ લોકોનો હોય છે. રીપોર્ટ મુજબ છેલ્લા પંદર દીવસમાં રાજકોટ- અમદાવાદ ના થઇ કુલ અગીયાર મીસીંગ રીપોર્ટ દર્જ થયેલ જેમાં રાજકોટ માંથી એક આઠ વર્ષનું બાળક , એક વીસ વર્ષનો છોકરો અને એક બાવન વર્ષની સ્ત્રિ, એક અમદાવાદના પતી-પત્નિ અને તેની ચાર વર્ષની છોકરી , ત્રણ વીસ થી બાવીસ વર્ષની કોલેજની વિદ્યાર્થીની હતી અને એક ધીરેથી ભાગી ગયેલ યુવા પ્રેમી અને પ્રેમીકા હતા.

હવે બધા મીટીંગ રીપોર્ટની અંશ અને અનિમેષે તપાસ કરી .જેમાં વધુ આશંકા ત્રણેય કોલેજની છોકરીઓ પર ગઇ કેમ કે લાશ અને એ સીવાય બીજા બે અલગ અલગ શરીરની આંગળીઓ મળી હોવાથી એ ત્રણ છોકરી માંથી કોઇ એકની લાશ હોય શકે અને આંગળીઓ બાકી બંને છોકરીની હોય શકે. આથી અનિમેષે સૌ પ્રથમ બધા મીટીંગ લોકોના ઘરે પુછપરછ કરવાનું કહી જેના જેના બ્લડ ગૃપ પરિવાર ના લોકો ને ખ્યાલ હોય એ જાણી રીપોર્ટ બનાવવાનુ કહ્યું ,જેથી મળતા બ્લડ ગૃપને લાશ અને આંગળીઓના બ્લડ સાથે મેચ કરી જાણી શકાય. અનિમેષે અમદાવાદથી ત્રણેય છોકરીઓની બધી માહીતીની ફાઇલ મંગાવી . લાશ મળી એ પછીના પાંચ દીવસ વીતી ગયા હતા છતાં કેસમાં કોઇ એવી માહીતી ન મળતાં અનિમેષ તણાવમાં કામ કરતો હતો.જેથી અંશે કહ્યું," સર ,આજ તમે વહેલા ઘરે જતા રહો ,રાત્રે પણ અહીં જ સુતા હતા એટલે આજે ઘરે પરિવાર સાથે થોડો સમય વીતાવો કેસની ચિંતા ના કરશો હું પુરેપુરૂ ધ્યાન આપીશ.'

બીજા દીવસે ઓફીસમાં અમદાવાદથી ત્રણેય છોકરીઓની માહીતીની ફાઇલ આવે છે.અનિમેષ ઓફીસ આવતા જ અંશ એ ફાઇલ અનિમેષ ને આપે છે. અનિમેષ એ ફાઇલ સરખી રીતે જોઇ બોર્ડ પર અંશ ને સમજાવતા કહે છે," અંશ , ફાઇલ મુજબ બે વિદ્યાર્થીની રોનીતા અને માયરાના બ્લડ ગૃપ માંથી રીનીતાનુ બ્લડ હાથની ત્રણેય આંગળી સાથે અને માયરાનુ ગૃપ લાશ સાથે મળતું આવે છે. અને મુખ્ય વાત એ નીકળી કે જે પગની આંગળી હતી એનુ બ્લડ રાજકોટના વીસ વર્ષના મીસીંગ યુવક પ્રયાગના બ્લડ સાથે મળતું હતું અને બસ નીચે જ્યાં લાશ બાંધી હતી એ જગ્યાએ મળેલ બ્લડ નું એક સેમ્પલ અને ત્રીજી વિદ્યાર્થીની લાવન્યાના બ્લડ ગૃપ સરખા હતા પણ આ બધા મેચીંગ માત્ર સૌના પરિવારે જણાવેલ બ્લડ ગૃપ સાથે જ સરખા હતા, પુરેપુરા એ મેચીંગ સાચા કે ખોટા એ જાણવા એ તમામ મીટીંગ વ્યક્તિનું બ્લડનુ કે ડીએનએનુ સેમ્પલ જોઇએ ,જે અનિમેષ ને મળી શકે એમ ના હતું.

હવે અનિમેષ ને આ સેમ્પલની સરખામણી જોઇ કેસ ઉકેલવા આશાનું કીરણ મળ્યું. સૂકાયેલા બ્લડમાથી ડીએનએ મળી શકે જેથી અંશે બસ નીચેના સેમ્પલના ડીએનએની સરખામણી સીધી લાવન્યાના પિતાના ડીએનએ સાથે કરાવી. અને બાકીની સરખામણી પણ એ રીતે કરવાનું અનિમેષે નક્કી કર્યું. જ્યાં સુધી આ ડીએનએ ટેસ્ટનું પરિણામ ના આવે ત્યાં સુધી અનિમેષે રાહ જોવાને બદલે હજુ કેસમાં માહીતી શોધવાનું નક્કી કર્યૂ. જેથી બીજા દીવસે એ ઓફીસમાં આવી પહેલા ફોરેન્સિક વિભાગ પાસેથી ડીએનએ ટેસ્ટના અપડેટ જાણી ફરીવાર કેસની બધી ફાઇલ લઇને નવી માહીતી મળે છે કે નઈ એ શોધવા બેસી ગયો. આ વખતે અનિમેષ ને નવી માહીતી ધ્યાનમાં આવી કે , બસ ખરાબ થઇ
ત્યારે બે દીવસ અમદાવાદના ગીતા મંદીરના સ્ટેશન પર હતી ,અને રોનિતા અને લાવન્યા પાલડીમાં રહેતી જ્યારે માયરા દરીયાપુરમા રહેતી અને ત્રણેય એચ.જી.સાયન્સ કોલેજમાં સાથે હતી. હવે આ પરથી અનિમેષે તમામ ગીતા મંદીર, કોલેજ, પાલડી અને દરીયાપુર વચ્ચેના અંતર ,કેટલો સમય જોઇએ એક વીસ્તારમાથી બીજામા‌ જવા , વચ્ચે કઈ જગ્યાઓએ સીગ્નલ ,સીસીટીવી અને કઇ જગ્યાએ રાત્રે ટ્રાફીક પોલીસ ઉભી રહે છે એ બધી શોધખોળ શરૂ કરી. ત્યાં જ બીજા દીવસે ડીએનએ ટેસ્ટનુ પરીણામ મળી જાશે એવું ફોરેન્સિક ટીમે અનિમેષ ને જણાવ્યું. જેથી અનિમેષ અને અંશની કેસના ઉકેલની આશા વધુ જાગવા લાગી અને થોડી રાહતની નીશાનીઓ ચહેરા પર જોવા મળી.