Pranay Bhaav - 4 in Gujarati Health by yeash shah books and stories PDF | પ્રણય ભાવ - ભાગ 4

Featured Books
Categories
Share

પ્રણય ભાવ - ભાગ 4

                      આ ટાઇટલ વાચ્યું?.. તમને પ્રશ્ન થશે કે વળી, સેક્સલાઇફ જેવા ગુપ્ત વિષય માં જીવન મૂલ્યો કાંઈ આવતા હશે? હા, જીવન મૂલ્યો બધે જ છે... અને સેક્સ લાઇફ પણ એનાથી જુદી નથી. તમે સમજતા હશો કે જીવન મૂલ્યો એટલે સચ્ચાઈ, ઈમાનદારી, સેવા, મહેનત , કરુણા, સહિષ્ણુતા,ન્યાય વગેરે પરંતુ આ જીવનમૂલ્યો તો સામાજિક છે. એનાથી તો સમાજ ચાલે છે. 

સેક્સ તો પ્રાકૃતિક વિષય છે.. અને પ્રકૃતિ ના સંદર્ભ માં જીવનના મૂલ્યો એટલે સુરક્ષા, પ્રેમ,સંતોષ,ખુશી, હાસ્ય,આરોગ્ય, ઉત્સાહ અને પોતાની સાથે સાથે અન્યો ના જીવન નું પોષણ તેમ જ રક્ષણ કરવું.. અને જે જીવન માં અને સેક્સલાઇફ માં પણ કપલ્સ ની વચ્ચે આ મૂલ્યો નું જતન થાય તે કપલ્સ ની સેક્સ લાઇફ જ નહી ,પરંતુ લાંબાગાળાનો સંબંધ પણ સુદ્રઢ થાય છે.

જીવન અને મૃત્યુ વચ્ચે ના સમય માં આપણે કાઈ પણ કરીએ આપણો મૂળભૂત હેતુ પોતાના તેમ જ અન્ય ના જીવન માં વિકાસ , પ્રસન્નતા, શાંતિ ,સમૃદ્ધિ અને સંતોષ લાવવા નો છે.. અને પ્રકૃતિએ આપણ ને આ મૂળભૂત હેતુ અને જીવનમૂલ્યો નું પાલન તેમ જ જતન કરવા માટે શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર આપ્યા છે.. અને આ સર્વે ના યોગ્ય તાલમેલ થી જ મનુષ્યનું અસ્તિત્વ શક્ય છે. પ્રાકૃતિક જીવન મૂલ્યો એવા છે કે તેની મ્હેક જીવન માં ફેલાય છે, તે પોતાના જીવન ને તેમ જ અન્ય ના જીવન ને પણ નિખારે છે. 

    સુરક્ષા, પ્રેમ,સંતોષ,ખુશી, હાસ્ય,આરોગ્ય, ઉત્સાહ આ જેટલા પણ વહેંચી શકો એટલા એ વધે છે.. આ સર્વે થી જ જીવન નું મૂલ્ય છે. તમે આ સર્વ જીવનમૂલ્યો થી દાંપત્ય તેમ જ કામ જીવન ને પણ મધુર કરી શકો છો. શરીર અને ઇન્દ્રિયો દ્વારા મન ને ખુશી,પ્રેમ અને પ્રસન્નતા આપવાની એક સહજ ક્રિયા છે સેક્સ જેમાં ઉત્સાહ પૂર્વક જ્યારે કપલ જોડાય છે તેમ જ એકબીજાના આરોગ્ય તેમ જ સુરક્ષા નું ધ્યાન પણ રાખે છે તો મિલન ની એ ક્ષણો માં સમય નું ભાન ઓગળી જાય છે.. અને જે સમયે તમને સમય નું ભાન ન રહે એ સમયે તમને અપૂર્વ સંતોષ, સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સમય નું ભાન જ મનુષ્ય ના અહંકાર નું કારણ છે.. જેટલી ક્ષણો દિવસ માં એવી પસાર કરો કે તમને સમય નું ભાન ન રહે, એ તમારા આંતરિક વિકાસ અને પ્રસન્નતા માટે પણ મહત્વનું જ છે.

                  પોતાની તેમ જ પોતાના જીવનસાથીની જરૂરિયાતો નું ધ્યાન રાખવું, અને પરસ્પર સ્વીકાર તેમ જ સંવાદિતતા ની ભાવના થી જીવવું એ જ જીવન મૂલ્યો નું જતન છે. ખુશી પ્રાપ્ત કરવાનો ટૂંકો અને ટચ માર્ગ નાની નાની ઇચ્છાઓ ને પૂર્ણ કરવામાં છે.. નાનકડું વેકેશન, કેન્ડલ લાઈટ ડિનર, નાનકડી ભેટ,રોમાંટિક ક્ષણો જીવન ની વ્યસ્ત દોડધામ વચ્ચે રીલેશનશીપ ને રિચાર્જ કરે છે.

હવે તો કેટલીક મહિલાઓ તેમજ પુરુષો એ સામાજિક રીતે પણ સેક્સ જેવા સંવેદનશીલ વિષય ની સંકોચ વગર ચર્ચા થાય એ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ તૈયાર કર્યા છે.. જેમાં ડો. નેહા મહેતા, ડૉ. ક્યૂટરસ, લિસા મંગળદાસ, સીમા આનંદ,સલોની પટેલ,ખુશ્બુ બિશ્ત, ડૉ. વિના મલિક, વગેરે નો સમાવેશ થાય છે. આ બધા જ સેક્સ એડ્યુકેશન ના સોશિયલ એડવોકેટ્સ છે.ગુજરાતી માં આ લેખક યશ શાહે પણ આ ઝુંબેશ ઉપાડી છે..  ડૉ. મૃગેશ વૈષ્ણવ, ડૉ પ્રકાશ કોઠારી તેમ જ ડો. મહેન્દ્ર વત્સ ના પુસ્તકો વાંચવા જેવા છે.

જે પોર્ન ઇન્ડસ્ટ્રી અશ્લીલતા અને શોષણ નું એક બદનામ પણ સર્વવ્યાપી હબ હતું એમાં પણ મહિલાઓ દ્વારા નેતૃત્વ કરવામાં આવેલી બે કંપનીઓ દ્વારા "એથિકલ પોર્ન" નો વિચાર અમલ માં મૂકેલ છે જેમાં સંવેદનશીલતા, સુરક્ષિત આરોગ્ય તેમ જ એકબીજાની ઇચ્છાઓ નું સમ્માન કરી ને ઇન્ટિમ્સી કોઓર્ડિનેટરની દેખરેખ માં ક્વોલિટી પોર્ન ફિલ્મો નું નિર્માણ કરવા માં આવે છે.. આ પ્લેટફોર્મ માં ફ્રી કન્ટેન્ટ ઓછો હોય છે. આ પ્રકાર ની પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રી માં મહિલાઓ નું નેતૃત્વ એક નવી શરૂઆત લઈને આવ્યું છે.. મુખ્યત્વે "એરિકા લસ્ટ" અને "બેલેઝા પ્લસ" આમાં મુખ્ય નામ છે. બન્ને પ્લેટફોર્મ પેઈડ અને સબસ્ક્રિપ્શન બેઝ્ડ છે.

પ્રાકૃતિક જીવન મૂલ્યો નું જતન એ જીવનને અર્થપૂર્ણ બનાવવાનું સહજ માધ્યમ છે.