Terror 26 - 1 in Gujarati Thriller by Maulik Vasavada books and stories PDF | ટેરર ૨૬ - ભાગ 1

Featured Books
Categories
Share

ટેરર ૨૬ - ભાગ 1

"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું. 

આ ભાષણ પૂરું થતાં જ ગૃહ મંત્રીએ દેશની તમામ સંરક્ષણ સંસ્થાઓ ની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય જાસૂસી સંસ્થા ના પ્રમુખ શ્રી અશોક બસુ પણ સામેલ થયા. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ શ્રી યશવંત મિશ્રાએ પણ હાજરી આપી. 

ગૃહ મંત્રાલય ના એક સીનીયર પ્રવક્તા એ મીટીંગમાં સૌ મહાનુભાવો નું સ્વાગત કર્યુ અને પછી મીટીંગનો મુખ્ય એજન્ડા એક પ્રોજેકટર સાથે સમજાવાનો શરૂ કર્યો:

"લેડીઝ એન્ડ જેન્ટલમેન!! આપ સૌનું આ બેઠકમાં સ્વાગત છે. આપ સૌએ માનનીય પ્રધાનમંત્રી શ્રી ની સુચના તો સાંભળી જ હશે. 

પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રધાનમંત્રી શ્રી કાશ્મીરમાં કરશે. આ પ્રસંગે તેમની સાથે ઈગ્લેંડ ના પ્રમુખ પણ હાજરી આપશે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી ના સંદર્ભમાં અબજો રૂપિયા નો કરાર કરવા જઈ રહ્યા છે.આપણે આતંકવાદી સંગઠનો ને એક સણસણતો જવાબ આપવા માંગીએ છીએ. પણ એ માટે આપણે અત્યારથી જ હાઈ એલર્ટ પર રહેવું પડશે. 

પ્રજાસત્તાક દિવસ પર આતંકવાદી સંગઠનો કોઈ ને કોઈ હુમલો કરવા માટે તૈયારી કરી જ રહૃાા હશે. હવે પ્રધાનમંત્રી શ્રી ની હાજરી રહેવાથી આપણે વધારે સાવચેત રહેવાની જરૂર છે. આપણી પાસે એક અઠવાડિયા નો જ સમય છે. 

હું આપ સૌને પ્રધાનમંત્રી શ્રી નો  સંપૂર્ણ કાર્યક્રમ કાલ સુધી મોકલી આપીશ. શ્રીનગરમાં કઈ જગ્યાએ પ્રધાનમંત્રી શ્રી કાર્યક્રમ કરશે, કેટલા સમય સુધી રહેશે, અને ઈગ્લેંડ ના પ્રમુખ પણ કેટલા સમય સુધી હાજરી આપશે એ બધી જ વિગતો આપ સૌને કાલ સુધીમાં મળી જશે. 

હવે આપણે એકશન ની વાત પર આવીએ. સૌ પ્રથમ તો કાશ્મીરમાં બધી જ જાસૂસી અને સુરક્ષા એજન્સીઓ ને હાઈ એલર્ટ પર રહેવા માટે તાકીદ આપો. કાશ્મીરમાં જે પણ શંકાસ્પદ  વ્યક્તિ લાગે તેને ઓન ધ સ્પોટ ધરપકડ કરીને પુછપરછ કરો. કાશ્મીરમાં બધા જ પ્રવેશ ના પોઈન્ટ પર સઘન ચેકીંગ શરૂ કરી દો. 

પ્રધાનમંત્રી ની સુરક્ષા માટે એક ટીમ બે દિવસ પહેલાં શ્રીનગર રવાના થશે. ઈગ્લેંડ ના પ્રમુખ ની સરંક્ષણ ટીમ પણ તેમની સાથે રહેશે.તે બધી જ તૈયારીઓ ની છેલ્લી ઘડીએ ચકાસણી કરશે. ઈગ્લેંડ ના પ્રમુખ સાથે પણ તેમની સરંક્ષણ ટીમ સાથે વીસ
સભ્યો નું એક પ્રતિનિધિ મંડળ આવશે. એ બધાની વિગતો પણ કાલે આપ સૌને મળી જશે. 

કાશ્મીરમાં લોકોની ભીડ વચ્ચે પણ આતંકવાદીઓ છુપાઈને હુમલો કરી શકે. જે જે લોકો આ સભામાં ભાગ લેશે એ બધા જ લોકોની ઓળખ કર્યો પછી જ તેમને પ્રવેશ આપવામાં આવે. આપને કોઈ પણ જાતની મદદ ની જરૂર હોય તો મને સંપર્ક કરી  શકો છો. પાંચ દિવસ પછી આપણે એક રીવ્યુ બેઠક પણ રાખીશું. "

બેઠક સમાપ્ત થઈ અને દરેક એજન્સીઓ ના વડા પોતાની નિયત ઓફીસમાં પહોંચી ગયા. આ વખતે ખરી કસોટી હતી. કાશ્મીરમાં આતંકના ઓછાયા વચ્ચે પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ ની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી. 

ભારતીય જાસૂસી સંસ્થા ના પ્રમુખ શ્રી અશોક બસુએ પોતાના સ્ટાફ સાથે આ મીટીંગ ની ચર્ચા કરી અને કાશ્મીરમાં તથા પાકિસ્તાનમા સક્રિય પોતાના બધા જ કર્મચારીઓ ને હાઈ એલર્ટ પર રહેવા માટે સુચના આપી. 

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા શ્રી યશવંત મિશ્રાએ પણ પોતાના સ્ટાફ ને કાશ્મીરમાં બનતી દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવાની સુચના આપી. 

વિશ્વના એક બીજા જ ભાગમાં

"હસન... હસન... કૈસા હૈ?! " એક ઘેઘૂર અવાજ હસન ને પુછપરછ કરે છે. 

"જી!! કોઈ ખિદમત..... " હસને પુછપરછ કરી. 

"ફસલ પક ગઈ હૈ... બસ કાટને કા ઈંતજાર હૈ... " તે અવાજ બોલ્યો. 

"કયા તારીખ પક્કી હૈ?! " હસન એ ફરીથી પુછપરછ કરી. 

"અપના તહખાના દેખ લો... " તે અવાજ ફોન મુકી દે છે. 

હસન સમજી જાય છે.