ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા શ્રી મિશ્રાએ એકબીજાને સાથે ગહન ચર્ચા કરી. બન્ને વચ્ચે જે વાતચીત થઈ એનો ઉપસંહાર એ જ હતો કે કોઈક કડી ખુટતી લાગે છે. એમ પણ થાય કે આતંકવાદી સંગઠન સાવ નજીક થી હુમલો કરવાના હોય. પણ શસ્ત્રો ખૂબ જ ઓછી સંખ્યામાં હતાં. તેથી બન્ને હતપ્રભ હતા. હવે ૨૬ જાન્યુઆરીના દિવસ પહેલાં બે જ દિવસ બાકી રહેલા. એટલે એમણે હાલ પૂરતી આ દેખાય તેવી શાંતિ ની પાછળ કોઈ મોટા તોફાન નો અણસાર લાગતો હતો.
ઈગ્લેંડ ના પ્રમુખ ની સીકયોરીટી ટીમ સાથે બીઝનેસ અને ટેકનોલોજી ના જાણકારો પણ ભારત પહોંચી ગયા હતા. ઈગ્લેંડ ના પ્રમુખ ૨૫ તારીખે રાત્રે ભારત પહોંચી જવાના હતા. બીજા દિવસે એટલે કે ૨૬ જાન્યુઆરીએ કાશ્મીરમાં ભારતીય વડાપ્રધાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી તેઓ દિલ્હી પાછા ફરીને ડેરી ટેકનોલોજી અને બીજા ક્ષેત્રમાં માટે અબજો રૂપિયા નો કરાર કરવાના હતા. પછી દિલ્હી થી જ રાત્રે તેઓ ઈગ્લેંડ પરત ફરવા માટે નીકળી જવાના હતા. એટલે જ બે દિવસ પહેલાં તેમનું એક પ્રતિનિધિ મંડળ બધી તૈયારી કરવા પહેલાં જ ભારત આવી પહોચ્યું.
આ તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ માનસિક રીતે થોડી શાંતિ નો અનુભવ કરી રહી હતી. તેઓ એલર્ટ તો હતા જ પણ હજુ સુધી કોઈ બીજો હુમલો થશે એવી કોઈ માહિતી ન હતી. આ તરફ ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ નું દિલ્હી ના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બપોર પછી આ પ્રતિનિધિ મંડળ ના ઈજનેરો અને ઉધોગપતિઓ ભારતીય ઈજનેરો અને ઉધોગપતિઓ સાથે મળીને ૨૬ જાન્યુઆરીના કરારો વિષે ચર્ચા કરી. ડેરી ટેકનોલોજી ના ઈજનેરો દિલ્હી ની પ્રખ્યાત ડેરી ને જોવા ગયા અને ત્યાં ના ઈજનેરો સાથે ચર્ચા કરવા ગયા.
સાંજે ભારતીય જાસૂસી એજન્સી ના મુખ્ય મથકમાં ઈન્ટરપોલે એક અગત્યનો ઈમેઈલ મોકલ્યો. ભારતીય જાસૂસી સંસ્થા ના વડા ને હોટલાઈન પર ઈન્ટરપોલ ના વડા સાથે વાતચીત થઈ. તરત જ ઈમરજન્સી મીટીંગ બોલાવામાં આવી. શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:
"આજે આ ઈમરજન્સી મીટીંગ કોઈ નવા અને અણધાર્યો હુમલા ના અણસાર માટે બોલાવામાં આવી છે. મને ઈન્ટરપોલ ના વડા નો એક ઈમેઈલ આવ્યો છે કે દિલ્હી ના બે વ્યક્તિઓએ કોઈ પ્રતિબંધિત કેમીકલ ની એક મસમોટી ડીલ ફાઈનલ કરી છે અને ડીલીવરી ૨૫ તારીખે થવાની છે.
હવે આ કેમીકલ કોણે મંગાવ્યા, શું કામ મંગાવ્યા અને કયાં ડીલીવરી થશે એ બધું જ આપણે જાણવું પડશે?! શું આની ૨૬ જાન્યુઆરીના સાથે કોઈ લેવા દેવા છે? એ પણ જાણવું પડશે. સૌથી પહેલાં તો દિલ્હી ના જેટલી પણ કેમીકલ કંપનીઓ છે એ બધા ની તપાસ કરો.. આ કેમીકલ શું કરી શકે એની તપાસ કરો.. અને કઈ વ્યક્તિને આ કેમીકલ જોઈએ એની પણ તપાસ કરો.. આ ડીલ ચાર દિવસ પહેલાં જ થઈ છે.. એટલે નક્કી ૨૬ જાન્યુઆરીના દિવસે કોઈ ઘટના થશે... હરી અપ... "મીટીંગ પુરી થાય છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ને પણ માહિતી આપવામાં આવે છે.
આ તરફ દિલ્હીમાં
" આ ગયે હૈ તેરે વતનમે, કુછ કરકે જાયેંગે "હાસ્ય ફરી વળે છે.
સૌ પ્રથમ તો ઈન્ટરપોલ સાથે વાતચીત કરીને એક શંકાસ્પદ મેઈલ આઈ ડી ને સર્વ માટે રાખવામાં આવ્યો. આ મેઈલ આઈ ડી પર થી જ કેમીકલ ખરીદવા માટે ઓર્ડર અપાયો હતો. પણ આ મેઈલ આઈ ડી અલગ અલગ કોમ્પ્યુટર પરથી ખોલવામાં આવતું હતું. જેથી તેની ખરી જગ્યા ની ઓળખ થવી મુશ્કેલ હતી. એક ટીમને આ મેઈલ આઈ ડી પરથી આરોપીઓ નું લોકેશન જણવા માટે લગાડી દેવામાં આવી.
હવે બીજી તૈયારી તરીકે જે કંપની સાથે આ કેમીકલ માટે વાતચીત થઈ હતી તે કંપની સાથે સીધી વાતચીત કરવા માટે નું નક્કી થયું. આ માટે ભારતીય જાસૂસી સંસ્થા એ પ્રધાનમંત્રી ઓફિસ પાસે ઈમરજન્સી પરવાનગી માંગી. થોડી જ વારમાં આ પરવાનગી મળી ગઈ. ભારતીય જાસૂસી સંસ્થા ના વડા એ વિદેશી કંપની ના માલિક સાથે વાતચીત કરી ખૂબ મહત્વની જાણકારી મેળવી. તરત જ એક મીટીંગ કરવામાં આવી જેમાં દિલ્હી પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના મોટા અધિકારીઓ પણ સામેલ થયા.
શ્રી અશોક બસુએ માહિતી આપતા કહ્યું:
"મિત્રો!! આપ સૌનું આ મીટીંગમાં સ્વાગત છે. જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે તે ખૂબ જ ગંભીર છે. મેં હમણાં જ પ્રધાનમંત્રી ઓફિસ પાસે થી પરવાનગી લઇ જે વિદેશી કંપની કેમીકલ આપી રહી છે તેનો સીધો જ સંપકૅ કર્યો. કેમ કે આપણી પાસે બે જ દિવસ છે. આજે ૨૫ તારીખ છે. કાલે ૨૬ તારીખ છે. મને જે માહિતી મળી એ પ્રમાણે આ કેમીકલ છે સાયનાઇડ. જે પ્રતિબંધિત છે અને એક પ્રકારનું ઝેર છે. આને ઘણી રીતે વાપરી શકાય છે. પણ હવે આતંકવાદી શું વિચારે છે એ આપણને ખબર નથી?
આ કેમીકલ ભારતમાં આવી ગયું છે. એની ડીલીવરી આજે રાત્રે દિલ્હી ના કોઈ અજ્ઞાત એરીયામાં કરવામાં આવશે. હવે તમે પુછપરછ કરશો કે અજ્ઞાત કેમ?! કેમ કે આ વિદેશી કંપની એ આ કેમીકલ ની ડીલીવરી તેમના એક વિદેશી પાર્ટનરને આપી છે પણ આ વિદેશી કંપની માત્ર કાગળ પર જ છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
એક ટીમ ઈમેઈલ આઈ ડી પરથી જે લોકોએ આ કેમીકલ મંગાવ્યું છે એમની ઓળખ કરવામાં લાગી છે. આ કેમીકલ નોર્મલ તાપમાન ઉપર પણ રહી શકે છે. એટલે આતંકવાદીઓ એ બહુ સમજી વિચારીને આ કેમીકલ મંગાવ્યું છે. હવે આપ સૌ પ્લાન સાંભળો:
દિલ્હી આવતા અને જતા તમામ ચેકપોસ્ટ પર છેલ્લા બે દિવસમાં જો કોઈ કેમીકલ આવ્યો હોય તો એની તપાસ કરો. આ કેમીકલ ની ડીલીવરી કોઈ પણ હાલતમાં રોકવી પડશે. જો બીજી કોઈ પણ માહિતી મળે તો તરત જ મારો સંપકૅ કરો. ઓલ ધ બેસ્ટ. "
મીટીંગ પુરી થાય છે. સૌ ચિંતામાં પડી જાય છે. શું થશે હવે?! કેવી રીતે આ કેમીકલ ને પકડી શકીએ?!
૨૫ તારીખ ની સાંજ
થોડી વાર પછી એક માહિતી આવે છે કે જે વિદેશી કંપની એ પાર્ટનર હતી તે કંપની સાઉદી અરેબિયા ની હતી અને તેનું મેઈલ આઈ ડી અને હસન નું મેઈલ આઈ ડી એક જ આઈ. પી એડ્રેસ પરથી કામ કરતું હતું.