Motna Snikers - 4 in Gujarati Thriller by Rupen Patel books and stories PDF | મોતના સ્નીકર્સ - પ્રકરણ 4

Featured Books
  • Devil की दास्तान - 27

    रात का समय है। हवेली में गहरा सन्नाटा है।बाहर तेज़ हवा चल रह...

  • तिरंगे की कीमत

    15 अगस्त की सुबह थी।पूरा शहर तिरंगे के रंगों से सजा हुआ था।...

  • बनारस की ख़ामोशी - 2

    सुनीता ने बात को टालते हुए कहा… जैसा तुम सोच रही हो, वैसा कु...

  • Shakti ke Shiv - 14

    पुरानी हवेली की पहली मंज़िल...हवा के हर झोंके के साथ टूटी हु...

  • अनंत के उस पार - 2

    अध्याय 2 तीसरा दिनदाह-संस्कार के बाद का सन्नाटा मौत के सन्ना...

Categories
Share

મોતના સ્નીકર્સ - પ્રકરણ 4

પ્રકરણ ૪ : મેરેથોનની દોડ અને શિકારીઓનો પીછો

સાંજના સાત વાગ્યા.

મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી એક સામાન્ય ચાળમાં સમીર શાહ પોતાના રૂમમાં ઊભો હતો.
તેના પિતા મહેશ  BEST બસના ડ્રાઇવર હતા અને માતા મીના ઘરેથી સીવણકામ કરીને પરિવારને મદદ કરતી હતી.
સમીર બાળપણથી જ એક જ સપનું જોતો હતો—"એક દિવસ તે મહેનત કરીને ભારત માટે મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીતવાનો."
આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મોંઘા સ્પોર્ટ્સ શૂઝ ખરીદવાનું સપનું વર્ષો સુધી અધૂરું રહ્યું હતું.
આજે પહેલીવાર તેના પગમાં એક બ્રાન્ડેડ સ્નીકર્સ હતા. તે અરીસા સામે ઊભો રહીને જૂતા જોતો જ રહ્યો.
મીના રસોડામાંથી બોલ્યાં,
"સમીર... જમવાનું તૈયાર છે."
"મમ્મી... આજે પ્રેક્ટિસ કરીને આવું પછી જમીશ."
મહેશે અખબારમાંથી નજર ઉઠાવી.
"બેટા, બહુ મોડું ન કરતો."
"પપ્પા, આવતા મહિને સ્ટેટ સિલેક્શન છે."
"મહેનત કર... પણ ધ્યાન રાખજે."
સમીરે બંનેના આશીર્વાદ લીધા."હું જલ્દી આવી જઈશ."
રાત્રે આઠ વાગ્યે...
શિવાજી પાર્ક.ઘણા દોડવીરો પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
સમીરે સ્ટોપવોચ ચાલુ કરી.મનોમન નક્કી કરી લીધું કે ગમેતે થાય પણ...
"આજે દસ કિલોમીટર."
તે ઉત્સાહ ભેર દોડવા લાગ્યો.થોડા જ મિનિટોમાં તેને સમજાઈ ગયું કે આ સ્નીકર્સ સામાન્ય નહોતા.
તે પહેલાં કરતાં વધુ ઝડપથી દોડી રહ્યો હતો.
તેનો મિત્ર અંકિત આશ્ચર્યથી બોલ્યો,"અરે યાર! આજે તો તું ઉડી રહ્યો છે."
સમીર હસ્યો ને બોલ્યો, "આ સ્નીકર્સ ની કમાલ છે.ચોર બજારમાંથી લીધા છે."
"કેટલાના?"
"દસ હજાર."
અંકિતે જૂતા હાથમાં લઈને જોયા.
"દસ હજાર? આ તો ઓછામાં ઓછા પચાસ હજારના લાગે છે."
સમીરે હસીને કહ્યું,
"મારું નસીબ જોરદાર હતું."
તેને ખબર નહોતી...કે આ નસીબ જ તેની સૌથી મોટી મુશ્કેલી બનવાનું હતું ને તે ક્યાંથી ક્યાં પહોંચી જશે.
એ જ સમયે...
બિલાલ અફઘાનીના ફાર્મહાઉસમાં...કાળુ અંદર ઉતાવળથી આવ્યો.
"ભાઈ...ભાઈ.."
"બોલ શું?"
"ચોર બજારમાંથી એક જૉરદાર ખબર આવી છે."
બિલાલ તરત ઊભો થઈ ગયો."શું ખબર આવી છે ?" "જલ્દીથી મોં ફાડ."
"ચોટલી નામના નશાખોરે એક જોડી મોંઘા સ્નીકર્સ ચોરબજાર માં વેચ્યા હતા."
બિલાલની આંખોમાં ચમક આવી.
"ક્યા દુકાનદાર ને ?"
"અલી ફૂટવેર."
"અને માલ?"
"વેચાઈ ગયો."
બિલાલનો ચહેરો ફરી કડક થઈ ગયો."કોણ ખરીદીને ગયું?"
"નામ હજુ નથી."
બિલાલ ધીમેથી બોલ્યો,"કાળુ..."
"જી ભાઈ."
"ચોટલી તાત્કાલિક જીવતો જોઈએ."
અડધા કલાક પછી...
ચોર બજારની પાછળની ગલી.
ચોટલી નશામાં ધૂત થઈને દીવાલ પાસે બેઠો હતો.અચાનક તેની સામે કાળી SUV આવીને અટકી.ચાર ગુંડા બહાર ઉતર્યા. તે જોઈ રહ્યો હતો ત્યાંજ...
"ચોટલી?"
"હા... કોણ છો?"
એક જોરદાર મુક્કો સીધો તેના મોઢા પર પડ્યો.
ચોટલી જમીન પર પડી ગયો. તેને કઈં સમજાયું નહીં.
"જૂતા ક્યાં છે?"
"ક... કયા જૂતા?"
બીજો ઘૂંસો.
ત્રીજો લાત.
ચોટલી લોહીલુહાણ થઈ ગયો.તેનો નશો ઉતરી ગયો ને માર ખાવાથી શરીર દુખવા લાગ્યું.
"અલીભાઈને વેચી દીધા..."
ગુંડાએ કોલ કર્યો."ભાઈ... માલ દુકાનમાં ગયો હતો."
સામેથી બિલાલનો અવાજ આવ્યો."દુકાનદારને ગમેતેમ કરીને શોધીને જીવતો લાવો."
બીજી તરફ...
'બ્લાસ્ટ'અખબારની ઓફિસ.
ક્રાઇમ રિપોર્ટર અભિજીત દેસાઈ પોતાના કમ્પ્યુટર સામે બેઠો હતો.
તે રફીકના કેસની ફાઈલ ઊંડાણથી વાંચી રહ્યો હતો અને સમજી રહ્યો હતો.
તેણે ફાઈલ પર ચર્ચા કરવા સહકર્મી નેહા ને બોલાવી. નેહા ફાઈલ હાથ માં લઈ ને બોલી :
"સર, ACP દેશમુખ કહે છે કે આ સામાન્ય ગેંગવોર છે."
અભિજીત હળવું હસ્યો."જો સામાન્ય હોત..."
"...તો લાશના પગમાંથી જૂતા ગાયબ ન હોત."
નેહાએ પૂછ્યું,"એટલે?"
અભિજીતે સિગારેટ સળગાવી."આ આખો ખેલ..."
"...જૂતાનો છે."
એટલામાં તેનો મોબાઇલ વાગ્યો.
સ્ક્રીન પર નામ આવ્યું—"ખબરી – બાબુ."
"હા બાબુ."
સામેથી ધીમો અવાજ આવ્યો.
"સાહેબ... ચોર બજારમાં આજે કંઈક મોટું થયું છે."
"શું?"
"ચાર માણસોએ એક નશાખોર ચોટલી ને ઉઠાવી લીધો."
અભિજીત તરત ઊભો થઈ ગયો.
"શા માટે?"
"કહેતા હતા..."
"...જૂતા ક્યાં છે?"
અભિજીતની આંખોમાં ચમક આવી.
"બાબુ..."
"જી?"
"હું અત્યારે જ આવું છું."
ફોન તરત જ કપાઈ ગયો.
અભિજીત પોતાની બાઈકની ચાવી લઈને ઓફિસમાંથી બહાર દોડી ગયો.તેના મનમાં હવે એક જ પ્રશ્ન હતો—આખરે એવા કયા સ્નીકર્સ હતા... જેના માટે લોકો ખૂન કરવા તૈયાર હતા?
અને બીજી તરફ...
સમીરને હજુ પણ ખબર નહોતી કે...તેના પગમાં પહેરેલા સ્નીકર્સ પાછળ...મુંબઈનું સૌથી ખતરનાક અંડરવર્લ્ડ, ભ્રષ્ટ પોલીસ અને એક નીડર પત્રકાર દોડવા લાગ્યા હતા.

પ્રકરણ ૪ સમાપ્ત.