Questionnaire about social decency and indecency in Gujarati Anything by yeash shah books and stories PDF | સામાજિક ભદ્રતા અભદ્રતા વિશે પ્રશ્નોતરી

Featured Books
Categories
Share

સામાજિક ભદ્રતા અભદ્રતા વિશે પ્રશ્નોતરી

પ્રશ્ન:  અશ્લીલતા એટલે શું? તેની સામાન્ય વ્યાખ્યા જણાવી શકો?

જ. અશ્લીલતા ની કોઈ સહજ વ્યાખ્યા નથી... પરંતુ સામાજિક ધોરણે " એવી કોઈ પણ સામગ્રી જે કામુકતા નું અસામાન્ય રીતે વર્ણન કરે અથવા ચિત્રણ કરે ,અને જેનો હેતુ ફક્ત કામુકતા નું પાશવી સ્વરૂપ ભડકાવવા નું હોય, જેમાં કોઈ પણ પ્રકારનું સામાજિક, સાંસ્કૃતિક અથવા સાહિત્યિક મૂલ્ય ન હોય... એ લોકસમુદાય ને ભડકાવા, સામાજિક તેમ જ માનસિક ગરિમાઓ ને તોડવા, તેમ જ ગ્રાહક બનાવી ને પૈસા કમાવવા ના હેતુ થી બનાવવા માં આવી હોય તો તેને અશ્લીલ સામગ્રી કહી શકાય.


પ્રશ્ન: પોર્નોગ્રાફી અશ્લીલ સામગ્રી ગણાય?

જ. સામાજિક દૃષ્ટિએ જે કામુક સામગ્રી માં બાળકો નું શોષણ હોય, અથવા એક બીજા ની મંજૂરી વગર જબરદસ્તી થી શોષણ કરીને સંબંધ બનાવાયો હોય અને તેવા પ્રકારના વીડિયો ને જોવા ,સાચવવા તેમ જ ફેલાવવા કાયદાકીય ગુનો છે.. અને આવી કોઈ પણ સામગ્રી અશ્લીલ ગણાય. 

                        પરંતુ પરસ્પર સહમતિ અને સ્વીકાર થી તૈયાર કરવામાં આવેલી કોમર્શિયલ પોર્ન વીડિયો એકાંત માં જોવી એ કાયદેસર ગુનો નથી.. અને જો એ પ્રકાર ની વિડિઓ માં બતાવેલી  વિષયવસ્તુ થી કોઈ ની પણ લાગણીઓ દુભાતી નથી તો એને અભદ્ર ગણી શકાય નહીં. 

          હા કોઈ પણ વીડિયો માં સ્ત્રી અથવા પુરુષ નું વસ્તુકરણ કરવું, અત્યાચાર કરવો, માર મારવો એ અશ્લીલતા કહી શકાય. પોર્નોગ્રાફી જોવી એ ૧૮ વર્ષ થી નીચેના બાળકો માટે સામાજિક તેમ જ કાનૂની દૃષ્ટિએ અયોગ્ય છે.


પ્રશ્ન : ખુલ્લા માધ્યમો પર સરકારી અધિકારી અથવા મંત્રીઓ ને અશ્લીલ ગાળો આપવી ગુનો છે?

જ. હા, કાયદેસર આ ગુનો છે.. જે માનહાનિ તેમ જ સાર્વજનિક ગરિમા ભંગ કહી શકાય.. આ સિવાય શબ્દો દ્વારા કોઈ પણ સંઘ, સમુહ ,વર્ગ કે સંપ્રદાય ની લાગણીઓ ને દુભાવવી પણ કાયદાકીય તકલીફ નું કારણ બની શકે છે.. તેમ જ શારીરિક રીતે વિશિષ્ટતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ નું અપમાન અને અપશબ્દ કહેવા પણ ગુનો બની શકે છે.


પ્રશ્ન:;  સામાજિક તેમ જ અંગત જીવન માં નકારાત્મક લાગણીઓનો અતિશય તણાવ, લડાઈ, અશ્લીલતા અને જડતાના પ્રતિભાવને કઈ રીતે હરાવવા?


.નકારાત્મક લાગણીઓનો અતિશય તણાવ લડાઈ, ગાળ અને જડતાના પ્રતિભાવને કાયમ માટે સક્રિય કરી શકે છે અને તે તમારા મનને બે ભાગમાં વિભાજિત કરી શકે છે.. જો આ બધું અતિશય થાય તો આનાથી સ્કિઝોફ્રેનિયા, ટ્રાંસ પઝેશન સિન્ડ્રોમ અને હાઈપર ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.. તેથી તમારી નકારાત્મક અથવા સકારાત્મક લાગણીઓને વ્યક્ત કરો..

વાસ્તવિકતા અથવા લાગણીઓને વ્યક્ત કરવાની રીતો.

*******************************

(1) રોજ તમારા વિચારોને કાગળ પર લખો.. આ આદત એ તમારા મનની ગુણવત્તાની તપાસ અને ઓડિટ છે.

(2) લાગણીઓ વ્યક્ત કરો જેમ કે હું તને પ્રેમ કરું છું.. હું તને પસંદ કરું છું.. નાના બાળકની જેમ તમારા નજીકના અને પ્રિયજનોની સામે ભાવો વ્યક્ત કરો.

(3) જો કોઈ તમારું અપમાન કરે છે અથવા તમને ભયભીત કરે અથવા અંધશ્રદ્ધાળુ આગાહીઓ આપે તો.. ફક્ત તેની સાથે વાત કરવાનું જ ન ટાળો.. પરંતુ એવા વ્યક્તિ ને મન માંથી જ કાઢો.. કદાચ જો વાત કરવાનું ન ટાળી શકો તો મન માંથી જ કાઢો.. જે તમારા અસ્તિત્વ નો હિસ્સો નહી હોય એ તમને પ્રભાવિત કરશે નહીં. તેમ જ ભય પાછળનું વિજ્ઞાન અને બહાદુર કેવી રીતે બનવું તે જાણો અને તેની ટેક્નિકો શીખો.

(4) નકારાત્મક અનુભવ થી ભરેલો સંબંધ તમને કડવી લાગણીઓનો અનુભવ આપી શકે છે.. અને જો તમે તમારા ભૂતકાળને સંભાળી ન શકો તો.. પહેલા રડો અને તમારી પીડા વ્યક્ત કરો... હળવા થાવ.. ક્રોધ અને પ્રેમ ને પૂર્ણ રીતે વ્યક્ત કરો.. શાંત થાવ.. પછી Emotional intelligence પાછળ નું વિજ્ઞાન અને કળા શીખો.


જુઓ મન એ વિચારો, લાગણીઓ અને જીવન પોષણની રમત છે... તમે જે રીતે નિભાવો છો ..તેઓ તે રીતે પ્રતિક્રિયા કરશે. તમારી લાગણીઓ અને વિચારોને વહન કરવાનું શીખો.. તમારી જાતને તંદુરસ્ત રીતે પોષણ આપો.