કવિતા એક સુંદર યુવતી હતી.તે એમ-એ નાં બીજા વષૅ માં અભ્યાસ કરતી હતી.કવિતા કોલેજ ની હોસ્ટેલ માં રહેતી હતી. તે ખુબ મહેનતુ હતી.તેના માતા- પિતા ન હતા.તે અનાથ હતી તેથી સવારે કોલેજ અને સાંજે એક કોફી શોપમાં પાટૅ ટાઇમ જોબ કરી પોતાનો ખર્ચો પૂરો કરતી.
કોલેજ ની પરિક્ષા આવી રહી હતી અને હવે કવિતા એ કોઈ સારી કંપનીમાં જોબ અને રહેવાની જગ્યા પણ શોધવાની હતી. કવિતા રોજ રાત્રે થોડો સમય લાઈબ્રેરી માં વાંચવા જતી.આજે પણ તે લાઈબ્રેરી મા આવી પણ આજે તે વાંચવા કરતા સતત ફોન માં કંઈ કરી રહી હતી.
બાજુમાં બેઠેલો સમર તેને જોઈ રહયો હતો. તે પણ રોજ તેજ સમયે વાંચવા આવતો એટલે રોજ તે કવિતા ને જોતો, તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો પણ કયારેય વાત કરવાની હિંમત ન હતી કરી. આજે તેણે તેની સાથે વાત કરવાની હિંમત કરી જ નાખી.સમરે ધીમેથી તેને કહ્યું; હાય, હું સમર , કવિતા ને કોઈ મિત્ર ન હતાં એટલે એ વાત કરતાં થોડી ખચકાઈ છતાં તેને જવાબ આપ્યો. સમરે પૂછ્યું; એની પ્રોબ્લેમ ? કવિતા એ કહ્યું; હું જોબ સચૅ કરી રહી છું.
સમર ના પિતા કરણ ભાઈ ચૌહાણ ખૂબ મોટા બિઝનેસમેન હતાં. તેમનું શહેરમાં ખૂબ નામ હતું. સમર તેમનો એકનો એક દીકરો હતો એટલે ખૂબ લાડકોડમાં ઉછરેલો. દેખાવડો પણ એટલો જ. પાંચ ફુટ દસ ઈંચ નું કદ, ગોરો વર્ણ,, મોટી આંખો અને એનું માસૂમ સ્મીત. તેનો સ્વભાવ પણ ખૂબ રમૂજી.જાણે ખાંડ માં સાકર ના જેમ ભળી જાય.
થોડાં દિવસો માં બંને સારા મિત્રો બની ગયા. સમરે તેના પિતા ની ઓફિસમાં કવિતા ને જોબ અપાવી. સમર નાં કહેવાથી તેના પિતા એ કવિતા ને રહેવા માટે ફ્લેટ પણ આપ્યો. કવિતા કોમ્પ્યુટર માં ખુબ પાવરધા હતી. બાકી નું કામ સમરે તેને શિખવાડી દીધું. થોડાં દિવસો માં કવિતા એ એના કામથી કરણ ભાઈ નું પણ મન જીતી લીધું.
કોલેજ ના રીઝલ્ટ આવી ગયા. બંને નાં ખૂબ સારા માકૅસ આવ્યા. હવે સમર ને માસ્ટર કરવાં લંડન જવાનું હતું. કવિતા ને છોડી ને જવાનું એનું મન ન હતું. અને આ ઉંમરે પિતા ને પણ એકલા મૂકી ને જવા નહોતો ઈચ્છતો. પણ એક નો એક દિકરો હોવાથી આગળ જઈને પિતા નો કારોબાર એને સંભાળવાનો હતો. એટલે સમર ને ગયા સિવાય છુટકો નહોતો.
સમર ને લંડન ગયે આજે એક વષૅ થઈ ગયું હતું. અહિયાં કવિતા ના કામ થી ખુશ થઈને કરણ ભાઈ એ એને પ્રમોશન આપ્યું હતું. કવિતા ની ખુશી નો પાર નહોતો. તેને ખબર નહોતી પડતી કે તે સમર નો કેવી રીતે આભાર માને!.એ બધું યાદ કરી રહી હતી. સમરે કેટલું બધું કર્યું એના માટે કોઈ પણ સ્વાથૅ વિના.
સમર પોતાના પિતાને રોજ ફોન કરીને ખબર લેતો અને કવિતા ને પણ રોજ ફોન કરતો. એ તો જાણે એની દિનચર્યા જ બની ગઈ હતી. રોજ રાત્રે તે કવિતા ને ફોન કરતો અને કલાકો સુધી બંને વાતો કરતાં.
એક દિવસ અચાનક રાત્રે મોડા કવિતા નો ફોન વાગ્યો. સમર નાં પિતા ના ડ્રાઈવર કરશન કાકા નો ફોન હતો. કવિતા એ ફોન ઉપાડ્યો અને સામેથી ખૂબ ગભરાયેલા અવાજે કહ્યું કે સર ને ચક્કર આવ્યા છે અને તે પડી ગયા છે. તેમને માથાં માં વાગ્યું છે. કવિતા એ ક્હ્યું તમે ડોક્ટર ને બોલાવો હું જલ્દી થી પહોંચું છું.
કવિતા નો ફ્લેટ નજીક જ હતો એટલે એ ફટાફટ ત્યાં પહોંચી ગઈ. ડોક્ટર આવી ગયા હતા અને એમને ચેક કરી રહ્યા હતા. ડોક્ટર એ ક્હ્યું એમનાં એકલા રહેવા ને કારણે એમનું બીપી લો થઈ ગયું હતું. પગ માં મચકોડ આવી છે. દવા આપી દીધી છે સવાર સુધી સારુ થઈ જશે. પગ ને થોડાં દિવસ આરામ આપવો પડશે.
કવિતા રાત્રે ત્યાં જ રોકાઈ ગઈ. સવારે એમને સારુ થઈ ગયું પણ કવિતા ને ડર હતો કે કરશન કાકા સમયસર ન પહોંચ્યા હોત તો ન થવાનું થઇ જાત. ફરી આવું કંઈ થયું ને કોઈ ને ખબર ના પડી તો... સમર ને પાછા આવાને પણ હજી છ મહિના બાકી હતાં. કરણ ભાઈ કવિતા ને સમર ને આ વાત જણાવાની ના પાડી. કવિતા એ પણ એને કંઈ ન કહ્યું.
કરણ ભાઈ કવિતા ને દિકરી જ માનતા હતા એટલે બે દિવસ ત્યાં રહી તેને એમની ખૂબ સેવા કરી. કરણ ભાઈ એ કવિતા ને એમના ઘરે જ રહેવા આવા આગ્રહ કર્યો. કવિતા ને પણ ઠીક લાગ્યું કે સમર પાછો આવે ત્યાં સુધી તે એમની સાથે રોકાય તો સારું.
કવિતા પોતાનાં પિતાની જેમ તેમની સેવા કરતી, તેમનું ધ્યાન રાખતી, તેમને પોતાના હાથે સારુ સારુ જમવાનું બનાવી જમાડતી. ઓફિસમાં પણ કરણ ભાઈ ને તે વધુ કામ ન કરવા દેતી. બધું જ કામ ખૂબ સારી રીતે તેણે સંભાળી લીધું હતું. બીજી બાજુ સમર ને આ વિશે કંઈ જ જાણ નહોતી. કવિતા રોજિંદી રીતે જ તેની સાથે વાત કરતી.
આમ છ મહિના વિતી ગયા હતા. સમર પણ હવે આ અઠવાડિયામા પાછો આવવાનો હતો. અને કરણ ભાઈ ની તબિયત પણ હવે સારી થઈ ગઈ હતી.એટલે કવિતા પાછી તેના ફ્લેટ પર જતી રહી.
સમર કવિતા ને પસંદ તો કરતો જ હતો. હવે તે તેના તરફ આકર્ષવા લાગ્યો હતો. કવિતા એનાં પિતા ની પણ લાડકી બની ગયી હતી. ચાર દિવસ પછી કવિતા નો જન્મ દિવસ હતો એટલે સમર બે દિવસ વહેલા આવી ગયો.એના આવવાની જાણ માત્ર તેના પિતા ને જ હતી. સમર કવિતા ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. એટલે તેણે એને કહ્યું નહોતું.
સમર રાત ની ફ્લાઈટ થી સવારે વહેલા ઘરે પહોંચી ગયો. બે વર્ષ પછી સમર ને જોઈ ને કરણ ભાઈ ની આંખો પણ ભીંજાઈ ગઈ. છતાં પણ બંને ને કવિતા ના જન્મ દિવસ નો ઉત્સાહ વધારે હતો. એટલે સમર નાં કહેવા પ્રમાણે કરણ ભાઈ એ વહેલી સવારમાં જ કવિતા ને ફોન કર્યો અને ઘરે બોલાવી. પહેલા તો તે ગભરાઈ ગઈ,પણ કરણ ભાઈ એ તેને ઓફિસ નું કામ છે એમ કહ્યું ત્યારે એને હાશકારો થયો.
એટલામાં સમર ફ્રેશ થઈ ને આવી ગયો હતો. તેણે કેક નો ઓર્ડર પણ ઓનલાઇન આપી દીધો હતો એટલે કેક પણ આવી ગઈ. હવે કવિતા ની રાહ જોવાઇ રહી હતી.સમર થી વધુ રાહ નહોતી જોવાઇ રહી તે ઘડી ઘડી તેના પિતા ને કહેતો કયારે આવશે આ છોકરી , કેટલું મોડું કરે છે. કરણ ભાઈ તેને જોઈ ને હસી રહ્યા હતા.
એટલામાં દરવાજા ની ઘંટડી વાગે છે. કરશન કાકા એ દરવાજો ખોલ્યો અને કહ્યું કે સર ઉપર એમના રૂમમાં છે ને તમારી રાહ જોઈ રહ્યા છે. કવિતા જલ્દી થી એમના રૂમમાં ગઈ. રૂમમાં અંધારું હતું. એને કંઈ દેખાતું નહોતું. તે લાઇટ ની સ્વીચ પાડવાં આગળ વધી ત્યાં અચાનક સમરે તેને પાછ્ળ થી પકડી. ડર ને લીધે એનાં મોંઢામાંથી ચીસ નીકળી ગઈ અને તરત કરણ ભાઈ એ લાઈટ ચાલુ કરી.બંને એ કવિતા ને હેપ્પી બર્થડે ટુ યુ નું ગીત ગાઈ ને ચોંકાવી દીધી.
કવિતા સમર ને જોઈ ને ખૂબ ખુશ થઈ ગઈ. સાથે તેને વઢવા લાગી કે એના આવવાની જાણ એણે ન કરી. સમરે કહ્યું ; હું તને જણાવી દેત તો તું મને લેવા એરપોર્ટ પહોંચી જાત અને હું તારો આ સરપ્રાઈઝ પ્લાન ન કરી શકત. કવિતા એ મજાક કરતા કહ્યું બહુ ડાહ્યો. કવિતા એ કરણ ભાઈ નાં આશિર્વાદ લીધાં અને એમનો આભાર માન્યો.સમરે મસ્તી કરતા કહ્યું; ચાલ ને હવે કેક કાપ ને ભૂખ લાગી છે મને.
કવિતા એ કેક કાપી કરણ ભાઈ ને ખવડાવી પછી સમર ને ખવડાવી. સમરે પણ કવિતા ને કેક ખવડાવી. સમર કવિતા માટે લંડન થી ખૂબ સુંદર વીંટી લઈ આવ્યો હતો. સમરે ઘૂંટણિયે બેસી વીંટી બતાવી ને કવિતા ની સામે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો. કવિતા પણ સમર ને ચાહવા લાગી હતી તેથી ના પાડવાનો સવાલ જ નહોતો. જ્યારે કરણ ભાઈ પણ બંને ના મન જાણતા હતા એટલે એમને પણ કોઈ વાંધો નહોતો.
કરણ ભાઈ એ ધામધૂમથી બંને ના લગ્ન કરાવ્યા. થોડાં સમય માં કરણ ભાઈ એ કારોબાર સંપૂર્ણ રીતે સમર ને સોંપી પોતે નિવૃત્ત થઈ ગયા. સમર અને કવિતા એ પોતાની હોશિયારી અને આવડત થી દરેક શહેરમાં પોતાનો કારોબાર વધાર્યો અને ખૂબ નામના મેળવી.