financial freedom in Gujarati Short Stories by Falguni Patel books and stories PDF | ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર

Featured Books
Categories
Share

ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર


અમદાવાદ. શુક્રવારની રાત.

વિહાન પાંત્રીસ વર્ષનો હતો. તે આઈટી કંપનીમાં સારી નોકરી કરતો હતો. દર મહિને પચાસ હજારનો પગાર આવતો હતો. ઑફિસમાં બધા તેને સફળ અને અનુભવી માણસ સમજતા હતા. બ્રૅન્ડેડ કપડાં, લેટેસ્ટ ફોન અને ચળકતી ગાડી જોઈને કોઈ પણ કહે કે આ માણસ ખૂબ ખુશ  છે. પણ આ રાત્રે જ્યારે વિહાને ફોન ખોલ્યો ત્યારે બૅન્ક બૅલૅન્સ ફક્ત ત્રણસો બેતાળીસ રૂપિયા બતાવી રહ્યું હતું. પગાર આવ્યાને હજી દસ દિવસ પણ પૂરા થયા નહોતા.

 તેણે માથે હાથ દઈ વિચારવા માંડ્યું. ફોનની હપ્તો ચાર હજાર પાંચસો. લૅપટૉપની હપ્તો ત્રણ હજાર બસો. ગાડીની હપ્તો બાર હજાર. ક્રૅડિટ કાર્ડનું બિલ આઠ હજાર. ઑનલાઇન સ્ટ્રીમિંગ, જિમ, અને ઑનલાઇન ખરીદી ,મહિને પાંત્રીસ હજારથી વધારે ઉડી જતા હતા.

 જ્યારે ઇચ્છા થઈ ત્યારે ઉધારે ખરીદ્યું. જ્યારે મિત્રો ફ્રરવા ગયા ત્યારે ક્રૅડિટ કાર્ડ ખેંચ્યું. અને બચત શૂન્ય છે. 

આ રાત્રે ત્રણસો બેતાળીસ રૂપિયા. Home rent હજી બાકી. બાર હજાર ક્યાંથી આવશે. વિહાન છત સામે જોઈ રહ્યો. ઊંઘ નહોતી. મન ખૂબ heavy હતું.

ત્યારે ફોન વાગ્યો.

ઇશાન હતો. બાળપણનો સૌથી જૂનો મિત્ર. ત્રીસ વર્ષ. Financial adviser. સ્વભાવ સાદો અને શાંત. ઇશાન  ક્યારેય ઉધારે ન ખરીદતો. ક્યારેય સ્ટૅટસ ન બતાવતો.   વિહાન ત્યારે હસતો પણ આજે ઇશાને ખુદ ફોન કર્યો.

"વિહાન, ઠીક છો?" ઇશાને ધ્યાનથી પૂછ્યું.

"ના ઇશાન. ઠીક નથી." 

"ઘરે આવ. i m at home." 

વિહાન ઇશાનના ઘરે ગયો. ઇશાન સાદા ઘરમાં રહેતો હતો. કોઈ ભભકો નહીં,  જૂની પણ સ્વચ્છ સોફા.  વિહાન ચૂપ બેઠો. ઇશાન સામે ધ્યાનથી જોઈ રહ્યો.

"બૅન્ક બૅલૅન્સ ખાલી છે?" 

ઇશાન Shoked. "વિહાન, બધી હપ્તો, ક્રૅડિટ કાર્ડ અને સબ્સ્ક્રિપ્શન — એક પણ ભૂલ્યા વગર અહીં લખ."

 ફોન, લૅપટૉપ, ગાડી, ક્રૅડિટ કાર્ડ, ખરીદી.  ઇશાને આંકડા ઉમેર્યા.

"વિહાન." ઇશાન ગંભીર થઈ ગયો. "તારો  ખર્ચ એકત્રીસ હજાર સાતસો છે. આવક પચાસ હજાર. ઓગણીસ હજારમાં  બાકી ખર્ચ ચાલે. બચત? શૂન્ય. emergency fund? શૂન્ય. રોકાણ? શૂન્ય."  "ઇશાન. ઉપાય?" વિહાન ઊઠ્યો. બારી પાસે ગયો. બહાર વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. ભીના રસ્તા ઉપર  સ્ટ્રીટ લૅમ્પ ઝળહળ ઝળહળ કરતા હતા.

"નિયમ સાવ સરળ છે." ઇશાન ઊઠ્યો.   "પચાસ ત્રીસ વીસ. "

ઇશાને સમજાવ્યું. "આવકના પચાસ ટકા ફક્ત જરૂરી ખર્ચ. ઘરભાડું, ખોરાક અને વીજળી. ત્રીસ ટકા ઇચ્છાઓ. મિત્રો, ફ્રરવું અને ગમતી વસ્તુ. અને વીસ ટકા ફક્ત બચત અને રોકાણ. દર મહિને દસ હજાર બચશે. બાર મહિનામાં એક લાખ વીસ હજાર "

"ગાડી વેચી દે."  "હપ્તો બંધ. ટૅક્સીથી ફર. "

"ફોન?" વિહાને પૂછ્યું.

"બે વર્ષ ચલાવ."  "હપ્તો ભરી દે. "

"ક્રૅડિટ કાર્ડ?" વિહાને પૂછ્યું.

ઇશાન ઊઠ્યો. ઘરમાંથી કાતર લઈ આવ્યો.  "આ લે. હમણાં કાપ."

"ઇશાન, પણ લોકો શું કહેશે?"

"વિહાન."  "લોકો તારો ફોન ખરીદે છે? લોકો તારી હપ્તો ભરે છે?   ના. ક્યારેય નહીં. તો પછી તારા નિર્ણય લોકો માટે કેમ?"

"વિહાન." ઇશાન નરમાઈથી. "આપણે ત્રીસ વર્ષથી મિત્ર છીએ. તું સારો માણસ છે. તું મહેનતુ છે. તું બુદ્ધિશાળી છે. ફક્ત એક ભૂલ. પૈસા તારી સેવા કરે. તું પૈસાની સેવા ન કર."

"ઇશાન."  "સાથ આપીશ?"

"હંમેશા."  "ભાઈ છું."

એક વર્ષ. માસિક રોકાણ બે હજાર.  "SIP દર મહિને. ભૂલ્યા વગર." વિહાને કર્યું.

ઇશાન ઘરે આવ્યો.  "વિહાન. ઠીક?"

 "ત્રણ વર્ષ. તેં ક્યારેય ન કહ્યું — ભૂલ કરે છો. ફક્ત સાથ આપ્યો."

ઇશાન ઊઠ્યો.  "ભાઈ, ચા."

બહાર. વરસાદ. ઝરમર.

 

Financial Freedom એ એક જીવનશૈલી છે. અને સાચો મિત્ર ઇશાન જેવો — એ જ જીવનશૈલી શીખવે.